Monday, December 24, 2012

તારાજ બની જીવવાના...

ફુલ બની ખિલતા
રહ્યા અમે,,
ને તારા પ્રેમની મહેક 
ફેલાવતા રહ્યા અમે....

જણતાજ હત અમે,,
કે એક દીવસ
મુરજાઇ ઉડી જાસુ અમે...

તોય આ "જગત" 
રીત સમજી તેને
નીભાવતા રહ્યા અમે....જગત (jn)

હજુએ ભણકારા વાગે છે....

નથી તે દીલ તોડ્યુ તોય 
તાર તેના તુટેલા લાગે છે...

રસ થી ભરેલો સંસાર
હવે સુકો લાગે છે...

મીઠો મધુરો સબંધ જાણે
આજ ફીકો લાગે છે...

નક્કી કઇંક ઉણપ
રહી ગઇ હશે મારા પ્રેમ મા,,,

એટલે જ તારો વ્ય્વહાર
મને પારકો લાગે છે...

કેટકેટલા ખિલતા પુષ્પોને
આજ એ ડાળીજ સુકાવા લાગી છે...

બોલે છે 'કાગ' આજ મારા આંગણે ને
"જગત"ને તારા આવાના એંધાણ લાગે છે....જગત (jn)

I'M WAITING 4 YOU....


આવ્યો હતો આજ 
હુ એ જ સ્ટેશને 
અને આંખોની નઝર 
મારી આમ તેમ 
અથડાઇ ને પાછી ફરી...

તારાજ ખયાલોમા 
ખોવાઇ રહ્યો આખી 
રાત ને ઉંગ આંખોના 
આંગણે ફરકીજ નહી...

તે પણ જાણતી જ 
હતી "જગત" ના 
પ્રેમની એ રીત અને
અને તેની ઝંખના......જગત (jn)

Friday, December 14, 2012

બસ એજ માગુ છુ....

હે ઇશ્વર...
બસ 
એટલુજ 
માગુ છુઆજ 
કે મારા
પ્રેમની ઉણપ 
એને ક્યારેય 
ના આવે...
ના તો મારી યાદ
 તડપાવે એને 
આ "જગત" મા...
અને મારી 
એક પળ પણ 
એના વીનાની 
ના હોય...!!..જગત(jn)

વ્યથા......

એક તુટેલુ ફુલ 
મારી પાસે આવ્યુ 
અને બોલ્યુ,
મારી પાંખડીયો 
કેમ મુરજાય છે...!!!
મારા હોઠ હસ્તા હતા,, 
અને ફુલ બોલ્યુ 
રેહવાદે તારા-મારા જેવા 
"જગત" મા ઘણા છે.....જગત (jn)

Wednesday, December 5, 2012

તુજ કે શુ લાગે છે....

તારા વિનાની લાગણીયો 
હવે ઉધાર લાગે છે...
મારી આંખોનેય હવે 
આંસુનો ભાર લાગે છે...

કોણ જાણે હ્ર્દયને પણ હવે 
ધબકવામા ચાર્જ લાગે છે...
ખુલ્લા છે દીલના આંકડીયા 
તોય તને બંધ દ્વાર લાગે છે...

લખું છું તારા પર ગઝલ હવે 
તને તે બકવાસ લાગે છે...
તું જ તો છે જીવવાનુ કારણ
 બાકી "જગત" ને તેનોય 
ભાર લાગે છે....જગત (jn)

તારા વિના જીવન એક સજા....

કોણ જાણે કેમ આજ
લાગણીયો વેહવા લાગી...

ફરી કોઇ સરિતાની 
મને ઝંખના જાગી...

તારી એ પ્રેમની રીત
મને બદલાતી લાગી...

હવે તો તારા ઇંતજારની
પણ હદ વટાવા લગી...

હવે તો આ "જગત" મા
જીવવુ' એક સજા લાગી....જગત (jn)

તારી દુરી.....

દુર થઇ તારાથી હવે 
જીવતા શીખી જવુ છે...

તારી યાદોને લઇ હવે 
આખરી સ્વાસો ભરી લેવી છે...

એ અનુભુતિ પણ હવે 
"જગત" મા કરી લેવી છે....જગત (jn)

वक्त......

एक दिन 
जब वक्त से 
आप मेरे लीए 
फरीयाद करोगे,,
तब सायद 
वक्त ए कहेगा,
तुम्हारे 
पास तो था,
सारा "जगत"...
पर सायद आप 
संभाल नइ पाए,
या फीर 
            समज नइ पाए......जगत (jn)

Tuesday, December 4, 2012

બસ તારા દીલમા જ છુ....

એક દીવસ
એ મને 
"orkut"
મા શોધતી હતી...
પછી પાછી
"facebook"
મા શોધતી હતી...
અને આજે
"Google"
મા શોધે છે... 
પણ એ પાગલને
એટલીએ ખબર નથી કે
આ "જગત" મા 
ક્યાય ના મળે
કારણ એના 
                          દીલમાજ "જગત" છે.....જગત (jn)

તારી જ લગની....

હતી જ જીંદગી નાની ને 
 વળી માયા તારી લગાડી...

જીવવુ હતુ થોડુ ને વળી
તારી યાદો મોટી લગાડી...

તારી એ સ્મ્રુતિઓએ અમને
જીવવાની ઝંખના જગાડી...

સદાયને માટે જવુ હતુ તને
તો દીલની વેદના શાને જગાડી...

નો'તી તારી આદત આ "જગત"ને
      કેમ તે ઇચ્છાઓ એની જગાડી.....જગત (jn)

મારા પ્રેમનુ અભિમાન...

લાગે છે આજ 
તેને મારા પ્રેમનુ
ગુમાન થયુ....

વાંક જ મારો
કર્યો પ્રેમ એટલો
સ્વાર્થ વિહોણો....

લેવાદે આજ
મારા પ્રેમ પારખા
                       બની અજાણ્યા.....જગત (jn)

ક્યાય દેખાય છે તને પ્રેમ કે'..!!!

વીતી ગયા છે 
વર્ષો તારી ને 
મારી પ્રિતના..
તોય મન તો બસ
તારામા 
જ ડુબ્યુ રહ્યુ 
આ "જગત" મા..
કોણ જાણે 
એ પ્રેમને 
તાળુ મારીને 
 કો'ક ચાવી જ
                       ક્યાંક ફેકી ગયુ.....જગત (jn)

Thursday, November 8, 2012

"તુ" જ કહે...

એ 
સ્વર્ગ 
પણ 
શુ 
કામનુ જેમા
 તુ 
ના હો..!!
નર્કથી 
શુ 
ડરવાનુ જેમા
તુ 
સાથે ચાલ
.....જગત ( jn )

હજુ કેટલુ સહન કરવાનુ બાકી છે..!!

રસ્તાની પરવા કરીશ તો 
મંજીલને ખોટુ લાગશે...

અંજામની પરવા કરીશ તો
કામિયાબી ને ખોટુ લાગશે...

ખુશીની પરવા કરીશ તો
જીંદગી ને ખોટુ લાગશે...

દુર રેહવાની પરવા કરીશ તો
"જગત" ને ખોટુ લાગશે......જગત ( jn )

Thursday, November 1, 2012

માગુ છુ બસ તારો જ પ્રેમ....સથવારો....

હુ માગુને તુ અમ્રત્વ 
આપ તો મને નથી જોતુ,
આપવી જ હોય તો મારા 
જીવનની અ ચાર પળ આપ...

થાકી ગએલી હારી ગએલી
જીંદગીને હું શુ કરુ..!!!
એના હ્ર્દયમા ફરી એક
પ્રેમની જ્યોત પ્રકાશી આપ...

માળી હતા અમે એ
ફુલોના બગીચાના,
ને આજ એક ફુલને 
અડકવા પણ તલશી રહ્યા...

પાણી નો ધોધ નથી
જોઇતો આમરે તો
રણના પાણી ની
ઝલક પણ ચાલશે...

નથી જોતો આ લાંબો
જીંદગીનો વનવાસ,
હ્રદય ખોલીને જીવી 
એક એવી પળ પણ ચાલશે...

જાણુ છુ હું કે પ્રેમમા
 કંઇજ નથી મળતુ,
પણ આ "જગત" મા એની
બાદબાકીથી શુ વધે છે..??..જગત.( jn )

રોજની રાતો છે મારી....

ફરી એકવાર આથમતી
 સાંજ મારે બારણે 
આવી ને હાથ જાલી 
મને ક્ષીતિજ પાસે લઇ ગઇ...

ફરી એકવાર ડુબતા અરુણની
 સવારી મારે બારણે
આવી ને મારી સામે નમીને
 તારી યાદ અપાવી ગઇ...

ફરી એકવાર એ રાતોની
 તંદ્રા મારે બારણે 
આવી ને તારા સમણાઓમા 
મને વહાવતી ગઇ...

ફરી એકવાર તારી રાહ 
જોઇ મે મારે બારણે,
તુ ના આવીને આંખો પલક 
જપકાવવાનુ ભુલી ગઇ...

ફરી એકવાર આ "જગત" ની 
રીત મારે બારણે
 આવી ને મારી હકિકત 
             મને સમજાવતી ગઇ......જગત ( jn )

આજ બહાનુ છે જીવવાનુ....કલ્પ્નાઓ....

આજની રાત જાણે કાંઇક 
પળોની યાદ આપાવી ગઇ...

તારા ને મારા પ્રથમ
મિલન ની ઝાંખી વર્તાવી ગઇ...

તારી આંખોને મારી આંખો 
ચુપ રહીને વાતો કરાવી ગઇ...

ખિલેલા એ ફુલો જેવા
નાજુક હોઠને સ્પર્સેથી સજાવી ગઇ...

તારા એ ઉદરમા મારા 
અધરની રેખાઓ ઠલાવી ગઇ...

ચુમ્યો જ્યા હૈયાનો ઉભાર,
ને હ્રદયને તારા કળ વળાવી ગઇ...

ફરી એકવાર તને આ "જગત" મા
સરસ્વતી મટાવી સાગરમા ભળાવી ગઇ......જગત ( jn )

હસતા હસતા જીવી જવાના....

બસ તારાજ દીવાના
 બની જીવતા રહ્યા...

ના તારી ઝંખના કરી
કે ના તારા સમણા જોયા...
તારી જ યાદોમા ખોવાઇ 
જીંદગીને નીભાવતા રહ્યા...

દુનિયા જાણતી જ 
હતી તારી ને મારી પ્રિત...
બસ તારાજ ખાતર એ 
રસમ અમે નિભાવતા રહ્યા...

જીવવુ જ મુશ્કેલ હતુ
તારા વગર આ "જગત" મા...
તોય તારી જ અમાનત 
          સમજી અમે જીવતા રહ્યા....જગત ( jn )

ક્યાં....ય સુધી રાહ જોઇશ...

સુરજ ભલે
સાંજ ઢળે ઢળી જાય..

ચાંદ ભલે
પરોઢીયે વહી જાય..

તારલા ભલે
અરુણોદય મા છુપી જાય..

પણ આ "જગત" મા
                           તારી રાહ અવિરત જોવાશે........જગત ( jn )

Monday, October 22, 2012

કેવા છે સંબંધો..!!!

ચાલો જે થયુ તે સારુ થયુ..

કામ આવી ગઇ મારી 
'પ્રિત' ને તેની 'રીત'...

નહી તો હું ક્યા
સમજાવી શકત જમાનાને...

દીલનુ દર્દ લખ્યુ જ ના 
હોત તો કોણ જાણી શકત ...

આ 'જગત' મા પારકા 
ને, પોતાનાને..!!..જગત.( jn )

જો મારી ખુમારી...

હે ઇશ્વર...

કામ 
કરી તને હાક'
મારુ છુ..
આપીશ 
ભીખ સમજી 
તો' 
નહી લઉ..
એટલી ખુમારી
હૈએ
                ''હું'' રાખુ છુ.....જગત.( jn )

હાઇકુ...મારો પ્રેમ...

કર્યુ છે મેતો..
તુજને ન્યોછાવર..
મારુ જીવન....

સમજી નહી..
મારો એ ઇશારો તુ..
સદાય તારો....

તને જોઇને..
સદાય હસે મુખ..
અને હ્ર્દય....

જોજે હવે તુ..
અ કેડી પર રાહ..
થાકશે આંખો....

કેહવાથી શુ..!!
હકિકત હુ તારી..
પુછ દીલને....જગત.( jn )

હાઇકુ મા પણ બસ તુ જ છે...


દરિયો આખો..
ભર્યો મુજ આંગણે..
તોય તરસ્યો....


સાચવી છે મે..
તારી એ અમાનત..
મુજ હ્રદયે....

ચાલ જઇએ..
હાથમા નાખી હાથ..
હું' ને "તુ" બે જ'.......જગત.( jn )

Wednesday, October 17, 2012

હજુ કેટલી પરિક્ષા લઇશ..!!!

આંખોના 
રસ્તેથી દીલમા 
ઉતાર્યા હતા..
આજ આંસુ 
બની વહેતા ગયા..
હ્રદય પણ
બહુ ચાલાક નીકલ્યુ..
વહેતા
આંસુઓને
દબાવી દીધા..
આંખ પણ 
બહુ શાણી
બોલી હ્રદયને...
આમ ના કર ક્યાંક
દર્દ વધી જશે તો..??
હ્રદય હસ્યુ ને બોલ્યુ
એજ તો હુ ચાહુ છુ.......

( લે કર વાત..
એમા શુ જવાનુ છે..!!
જીવથી વધુ....)   .......જગત ( jn )

MISS UUUUU.....

કેટલી 
હસીન થઇ 
જાય છે 
જીવનની 
એ પળો
જ્યારે 
કોઇ 
પોતાનુ 
આવીને કહે...
तेरी याद आ रही हे
                                                  ....જગત ( jn )

મારી લાગણીનુ હાઇકુ...

સતાવીશ હું,,
 તને મારા હક થી..
શુ કરીશ કે..!!!

જીવીશ એવુ..
તારી ગણતરીનુ..
હીસાબ બોલ....

હક છે મારો,,
તને પ્રેમ કરવો..
જાત થી વધુ....જગત..(jn)

Wednesday, October 3, 2012

તારી 'જ' રાહ જોવાય છે....

જો જે 
એક દીવસ 
"તુ" જ આવીશ 
પાછી આપણી 
દુનિયામા...

જો જે 
સુરમા સુર મળાવી
"તુ" જ ગાઇશ
મારી 
કવિતાઓ મા...

જો જે
આવીને 
"તુ" જ કહીશ
હું "જગત" મા
ને જગત મારામાં....જગત (jn)

જોઇ લે જે સમય....

કોઇક કહે છે તને 
'કાળ'
તો વળી કોઇક કહે તને
'સમય'
અવિરત ચાલવા વાળો
'તુ'
સૌની કાળજી
રાખવાવાળો
'તુ'
બસ સાચવજે આ
"જગત" ની 
અમાનતને 
છે એ તારે હવાલે......જગત (jn)

Sunday, September 30, 2012

બસ આમ જ થાય છે.....

પ્રેમ જ્યારે છલકાર છે
ત્યારે લાગણીયો વેરાય છે...

શ્બ્દો જ્યારે સંતાકુકડી રમે છે
ત્યારે કવિતા રચાય છે...

આંખો ત્યારે વરસે છે
 જ્યારે સમ્રુતિયો ઉભરાય છે...

જ્યારે જ્યારેઆમ થાય છે 
ત્યારે સંબધો પર કાપ મુકાય છે...

અધુરા સમણા રહી જાય છે
ત્યારે ત્યારે આ "જગત" મા 
આવી પંક્તિયો રચાય છે.....જગત (jn)

દીલની વેદના કેવી હતી..!!!

કાશ તે જાણી હોત 
મારી એ વિટંબણા કેવી હતી..!!

પ્રુથ્વી પર અવતરનાર
એ બાળકની વેદના કેવી હતી..!!

શિકારના સકંજામા
ફસાયેલ, શિકારની તડપ કેવી હતી..!!

વર્ષોથી ના વરસેલ બુંદની
આ "જગત'' ની ઝંખના કેવી હતી..!!..જગત (jn)

Saturday, September 29, 2012

બસ રાહ જોઇશ...તારી

હવે કોઇ અધિકાર નથી 
મારો મારાજ પર..

હવે તો શ્વાસ પણ 
પુછી પુછી ને લેવાના રહ્યા..

સપણા એ તો કહી દીધુ
હવે રસ્તો બદલી નાખજે..!!

સમજી ના શકી મારા પ્રેમને
એટલે દુર થઇ ગઇ..

આજ હ્રદયના એવા સુર વહ્યા
કે કાયમ ચુપ થઇ રહ્યા..

પાછી ફરીશ તુ ચોક્કસ
આજ અશ્રુ ના પુર વહી ગયા..

 ફાડ્યો છેડો આજ "JN" નો
હવે "જગત" બની જીવવાના.....જગત..

બોલ ભુલીશ કે...???

કેટલાં વર્ષો લાગ્યા છે
તને ને મને મળાવતા
આ કુદરત ને...

અને તું ચાલી 
જવાની વાતો કરે છે
આમ કાંઇ ચલાતું હશે..!!

આ હોઠ ને હસાવતા
કેટ કેટલાં નુસખા થયા છે
આ કુદરત ને...

અને તું રડાવાની 
વાતો લઇ બેઠી છે
આમ કાંઇ રડાતું હશે..!!

આ પ્રેમ બાગ સજાવી
પુજન કર્યું છે મેં
અને આ કુદરતે...

અને તું ઉજાડવા
તૈયાર થઈ ગઇ આમ 
ગાંડપણ કરાતું હશે.!!

થઇ છે તું આજ પથ્થર દિલ
અને દોષ દે છે પાછી 
આ કુદરત ને...

વર્ષો લાગ્યા છે તને 
"જગત"મય બનાવતા
આમ કાંઇ ભુલાતું હશે...!!...jn

લડી લઇશ હું પણ.......

તકદીરમા નથી તુ મારી
નથી મારી રેખાઓમા...

છબી બનાવી હ્રદયમા બેસાડી દઇશ...

ધરતી છે તુ ને હુ છુ ગગન
કેમ થશે તારુ ને મારુ મિલન..??

ક્ષીતીજ બની તને ચુમી જઇશ...

તને મળીને રોઇ ના શક્યા
આંસુઓને અમે સાચવી ના શક્યા...

મોતીયોથી તારુ દામન ભરી જઇશ...

પાનખર એવી આવી ગઇ આજ
પાન સાથે ઝાડને પણ ખરાવી ગઇ...

વરસાદી બુંદ બની ફરી ઉગાડી જઇશ...

ભુલી ગઇ છે આજ કરેલો સઘળો પ્રેમ
એમ તો કાંઇ હાર માનતો હશે  'JN'..!!

જોઇલે જે તુ' ફરીથી 'JAAN' બનાવી દઇશ.....jn

Friday, September 28, 2012

બોલ શુ કે છે...!!

રાહ તો જોઉ છુ 
તે દીવસની જે દીવસે તુ મને
પ્રેમથી બોલાવ....
તારી 
કસમ છે મને 
આકાશમા 
હોઇશ તો પણ 
વરસાદી બુંદ બની
તારી
આંખનુ આંસુ બની
વહી જઇશ.....jn

Friday, September 14, 2012

ખોટા ફાંકા મારે છે....

આજ નો ફાંકડો યુવાન

કહેતો ફરે બધાને કે
હુ એ આજ નો કાનો છુ...

કાનો વગાડે વાંસળી
 ને હુ એ સીટી વગાડુ છુ...

રાધા સાથે રાસ રમે ને 
ગોપીઓને સાથે રમાડે છે...

તેમ એક સાથે પ્રેમનુ નાટક
ને બાકીનીને લાઇન મારે છે...

ભીડ પડે તો ભાગે છે ને 
પાછો કે'તો ફરે હું એ કાનો છુ.....jn

Tuesday, September 11, 2012

કેવી છે જીંદગીની કરામત....!!!

કેવી છે જીંદગીની કરામતતો જો.....

સમય નોતો તારી પાસે અને
આજે બસ મારાજ માટે સમય કાઢ્યો...


જીંદગીભર પળ બે પળ તને ના મળી
અને આજે બસ ઉભુ થવાનુ નામ નથી લેતા...

ગણો તરસ્યો તારા પ્રેમ માટે અને 
આજ એ ઉભરો જાણે સમતો જ નથી...

તરસી ગયા તારા હાથના એક વાઘા માટે
અને આજ બે નવા કપડા મળી ગયા...

સાથ હતો ત્યાં સુધી બે ડગલા પણ ના ચાલ્યા
અને આજ ખભે થી ખભા મિલાવી ચાલે છે...

આટલી બધી લાગણી હતી "જગત" માટે...

અમને ક્યાં ખબર હતી કે તમે આવશો.!!
વહેલુ કેત તો ક્યારનાય ચાલ્યા ગયા હોત.....jn

Thursday, September 6, 2012

સાંભળ મારુ હાસ્ય....

  1. તારુ હાસ્ય જાણે મારામા 
એવુ તો ભળી ગયુ કે,
જાણે હું જીંદગી ને મારી 
દાવપર લગાવી ગયો...

હારી ગયો હુ દીલ મારુ
ને હાર્યા મારા સ્મરણો,
કેવા તો પડ્યા પાસા કે,
જીતની બાજી ફગાવી ગયો...

લખુ છુ આજેય પંક્તિયો
તારા ને મારા મિલનની
પ્રસંસાતો ઘણીએ મળી
તોય એ જીંદગી સજાવી ગયો...

ના તો તારા ચેહરા પર 
હાસ્ય છે કે ના મારા બસ 
એકલતામા "જગત"ની 
હું એ આંસુ વહાવી ગયો....jn

લખ્યુ છે કાંઇક મારી બેન માટે....

બસ છે જ એ કવિતા 
જેને જોઇને ગઝલ 
પણ સંતાકુકડી રમી પડી...

ગયો સુરજ પાસે તો
એની તેજસ્વીતા તારા પ્રેમ
આગળ ઝાંખી પડી...

ગયો હું ચાંદ પાસે તો
તારા પ્રેમની શીતળતા
તેને પણ મોઘીં પડી...

ગયો તારલા પાસે તો
તેની ચમક પણ 
તારી આગળ નમી પડી...

ગયો હું ક્ષીતિજની બાહોમા
પણ તારી બાહો જેવી
જન્ન્ત ત્યાં પણ ઓછી પડી...

અંતે ગયો ધરા પાસે તો
તારા ખોળા જેવી ખુશી
તેને પણ ભારે પડી....jn

Tuesday, September 4, 2012

શુ ફરી મળશે કે ...??


જાણે મધમીઠી વરસાદની સુવાસ

તારી સાથેની પળો આજ ક્યાં ગઇ..!!

રીમઝીમ થતો એ મધુરો નાદ
તારા વગર આજ ક્યાંથી હોય..!!

પડતા એ નાઝુક બુંદોનો અહેસાસ
તારા ગાલને ચુમવાનો ક્યાંથી હોય..!!

કાગળની નાવ બનાવી ને સંગ તારા
એમા ટહેલવાનો લાવો ક્યાં ગયો..!!

ભીંજાતા એ ખુલ્લા આકાશની નીચે
ભીંજાતો તારા પ્રેમમા હું એ ક્યાં ગયુ...!!

જીંદગીની હરપળ ને માણી 'તે' ને 'મે'
કહે છે "JN" એ પળો હવે પાછી આવશે કે..??..jn

શુ કહુ તને...!!!

હવે થેંક્સ કહુ તને
કે આભાર માનુ તારો...

ખુબ વરસ્યો અને 
ભળાવી ગયો મારા અશ્રુઓ...

હતા એ દુઃખના કે હર્ષના
એ તો હુ એ નથી જાણતો....jn

Thursday, August 30, 2012

તુ જ તુ જ તુ જ છે...

તારી યાદ ને રોકવી એટલે
ભાનુના કીરણ ને રોકવુ....

તારા પ્રેમની છાયા એટલે 
જાણે ચંદ્રની શીતળતા...

તારી લાગણીયો એટલે
થાય આંસુઓનો વરસાદ...

મારો ધબકાર એટલે
તારુ મુજ હ્રદયમા હોવુ...

તારાથી દુરી એટલે
તારા "JN" નુ ખાલી ખોળીયુ....jn

હું અને મારી કલ્પ્નાઓ......

ધબકતી એક ધબકાર ચુકાઇ 
અને હ્રદયે કહ્યુ કેમ શુ થયુ..??

કાંઇજ ના કહી શક્યો હું
કારણ બીજી ધબકાર ચાલીજ નહી...

આંખ એક બુંદ વરસી ને 
પછી બસ અનરાધાર વરસી રહી..

એને રોકી જ ના શક્યો હું
કારણ દીલનુ દર્દ ઉભરાતુ હતુ...

સ્વાસોની ગતી તેજ થઇ ને
અચાનક ગતીશીલ બની દોડતી ગઇ...

પાછી એને ચલાવી ના શક્યો હું
કારણ એ ગતી પરલોકની હતી...

કેવો ખુશનશીબ હતો આજ હું ને
કેવી અલૌકીક હતી દુનિયા અમારી...

એ દુનિયાને ખિલવી ના શક્યો "JN"
કારણ, એ હતી "જ"" મારી કલ્પ્નાઓ.....jn

Tuesday, August 28, 2012

એક આંસુ છુપાઇ ગયુ....

વરસાદી બુંદો મા જાણે 
આજ ફરી કોઇ રંગ છાંટી ગયુ...

રચાએલા એ મેઘધનુસી રંગમા
તારી છબીની રચના કોઇ રચી ગયુ...

મોરલાના એ નાદ મા જાણે
તારોય અવાજ કોઇ સંભળાઇ ગયુ...

વરસાદી બુંદોની મીઠી સુવાસમા
તારી એ મોહક ખુશ્બુ મેહકાવી ગયુ...

છલકાતો હતો તારા પ્રેમનો સાગર
બસ એમ જ મન મારુ ઉભરાઇ ગયુ...

કેમ કરી આભાર માનુ એ વાદળ નો
મારી આંખોના બુંદને સંગ ભળાવી ગયુ...

છલકતી એ નદીયો મા આજ
તારા પ્રેમનુ દર્દ સાગરમા સમાઇ ગયુ...

કેમ કરી ભળશે "JN" એ ભવસાગરમા..!!
મારુ પોતાનુ જ આજ ક્યાંક સંતાઇ ગયુ.....jn

તારી યાદ....

નથી જાણતો
 તારી યાદ કેમ આવે છે...

તુ નથી આવતી
તોય તારી યાદ આવે છે...

શુ કહુ
તારી યાદ પળ પળ મારે છે...

હવે તો
જીવાદોર તારી યાદ છે...

કઈંક કેટલી
ફરીયાદ મા પણ તારી યાદ છે... 

તોય વળી 
વળીને તારી જ યાદ આવે છે....jn

પ્રેમ મા પડ્યો કે.....

કેટલો કર્યો મે તને પ્રેમ કે
આજ ચોધાર આંસુડે રડી પડ્યો...

તારા પ્રેમનો એવો સહરો કે
આજ ભર મેદની એ એકલો પડ્યો...

હકિકત તો એવી ભુલાઇ કે
તારા જ સમણાઓ મા સરી પડ્યો...

કમનસીબી સમજુ કે ભાગ્ય,
કે "JN" તારા પ્રેમ મા પડ્યો...

લોકો પુછે શુ થયુ, પણ શુ કહુ
તુજ કે હું કેમ પથારીએ પ્ડ્યો...!!...jn

Thursday, August 23, 2012

वो दीन अब कहा गए...???

क्यु अजनबी हो गए हम
चंद लम्हो के लीए तरस गए...

सब कुछ तो था पास
फीर क्यु फासले बन गए...

ना जने क्यु आज अपने
थे वो पराए बन के रेह गए....jn

कास एसी कीस्मत होती....

ए नझर गगन के आगे
 पोहोचती तो तुम्हे देख पाती...

दील तुम्हारे बीन धडकता
तो ए जींदगी कट जाती...

ओस की बुंदे पानी बनती
 तो आप हमारी हो जाती...

धरती-अंबर मील जाते 
तो आप हमारी बाहो मे होती...

कल्पनाए हकिकत बनती तो 
सपनोकी कोइ कीमत ना होती...

वो अगर हमे मील जाती तो
दुलिया हमारी ओर भी प्यारी होती...

"JN" तो हे ही एसा पागल,,

वो अगर पास होती तो कम्बक्त
 इतनी कविता ए केसे बनती...!!...jn

फिर तेरी याद आइ....

दील ना जाने क्यु तुम्हे चाहे जा रहा है...
ए गुनाह है या इश्क नही जानते पर...

अगर गुनाह है तो बार बार करेंगे,,
ओर इश्क है तो मरते दम तक करेंगे....jn

Friday, August 17, 2012

એક સમણુ જ હતુ....

કોણ જાણે કાલ 
કેમ મન મુસ્કુરાયુ,,
આતો પછી ખબર પડી
 કે કોઇક આવ્યુ હતુ...

કોણ જાણે કાલ એક 
હરખ તણુ આંસુ છલકાયુ,,
આતો પછી ખબર પડી
કે કોઇકે આંસુ લુછ્યુ હતુ...

કોણ જાણે કાલ એક
સમણુ આવ્યુ હતુ ને
આતો પછી ખબર પડી
કે કોઇક હકીકત બન્યુ હતુ...

કોણ જાણે કાલ એક
પળ માટે "JN" જાગી ગયો
આતો પછી ખબર પડી કે
 "JAAN" બનીને કોઇ આવ્યુ હતુ....jn

હું અને મોરલો.....

હવે તો અમે બેઉ થાક્યા
તુ એ ના આવી ને ઓલ્યો
મેહુલીયો પણ ના આવ્યો...

આવુ તો છે બેઉ ને
પણ કોણ જાણે આજ કેમ
આટલુ માન મગાઓ છો...

હું એ અવાજ દઇ દઇ ને
સમી ગયો ને તારુ એ ટેહુ ટેહુ
કરીને ગળુ ફાટી ગયુ...

કોણ જાણે કોનુ નસીબ 
માઠુ છે તારુ કે મારુ પણ 
વળખા બેઉ મારીએ છીયે...

કઈંક કેટલા સમણા સજાવ્યા
છે હવે તો તેનેય પેલા સુકા
વરસની ઉધેવ ખાવા માંડી...

હવે વધુ તો શુ કહે "JN"...

અમારા માટે ના આઉ તો
કાંઇ નહી પણ તારાથી જે 
જીવે છે તેના માટે તો આવ.....jn

6/8/2012

મારી પુજા.....

જાણી ના હતી મે દુનિયાની રીત
એક તરફી પ્રેમ અમે કરતા રહ્યા...

તારા પ્રેમનુ પુજન કરવા
આંસુઓની જલધારી વહાવતા રહ્યા...

જોયા તેટલા દેવાલય દોડી
પથ્થર એટલા દેવને પુંજતા રહ્યા...

કઇંક કેટલી માનતાઓ ને
કેટકેટલા નુસખાઓ અમે કરતા રહ્યા...

વહેતી જાય છે આજ સઘળી યાદો
પાળ બાંધી તોય આંખોના નીર વહેતા રહ્યા...

શુ કહે હવે આ "JN" તમને...

તમેતો અમારા મન મંદીરની મુરત
અમે પુજારી થઇ એ મુરતને પુજતા રહ્યા....jn

Friday, August 3, 2012

સબંધ મા પણ આમ થાય છે....

આજે જ જોયુ અને જાણ્યુ કે
સબંધો પર પણ પુર્ણવિરામ અપાય છે...

તમારા હોય છે ત્યાં સુધી તો 
કોઇ જગાએ ફુલ સ્ટોપ ક્યાં દેખાય છે..!!

જીંદગીની એવી તો પળો હોય છે કે
તેને કોમા કરીને આગળ ધપાય છે...

દુર થાય એટલે જાણે લાગે કે
હવે ક્યાંક ક્યાંક અલ્પવિરામ મુકાય છે...

પ્રેમ કરતા પૈસા વધારે લાગે કે
તરત જ વિસ્વાસ નબળો પડતો જણાય છે...

આમ થાય ત્યારે એમ જ લાગે કે
જીવનને જીવવામા હવે પ્રશ્નાર્થ કરાય છે...

તેમ છતાય જીવન તો જીવવુ કે કેમ
તેના માટે સ્ટાર કરી શરતો લાગુ લખાય છે...

તેમ છતાય "જગત"ને તો કહું છું  કે
પી.ટી.ઓ. કહીને આગળ તો વધાય છે.....jn

Wednesday, August 1, 2012

શુ હતો ને શુ બની ગયો હુ...

ઉગાડો પડી ગયો આજ હું
સ્વ ને ભુલી તારામા ભળાવી ગયો હું...

કેમ કરીને તને સમજાઉ 
બધુ જ બોલીને મુંગો બની ગયો હું...

કેવો હતો તારા પ્રેમ નો નશો
નશો કરીને ભાનમા આવી ગયો હું...

કેમ તારી સામે કાઈ ખોટુ બોલ્યો
તારા માટે સાવ જુઠ્ઠો બની ગયો હું...

હવે શુ કહે "JN" તેના "હું" ને
ખુલી આંખે જીવતી લાશ બની ગયો હું....jn

હવે જીવનમા શુ રહી ગયુ...???

કદાચ લાગે છે 
હવે મોડુ થઇ ગયુ...

જિંદગી ને સમજી ને 
કોઇ ના સમજ થઇ ગયુ...

બાંધી એટલી આશાઓ
 કે હવે મન નીરાશ થઇ ગયુ...

લાગે છે હવે બધુજ
 વેર વિખેર થઇ ગયુ...

સંબધોને આપણા જાણે 
કોઇક નઝર લગાડી ગયુ...

જીવન સાગર મા આજ
 મારી નાવ કોઇ ડુબાડી ગયુ...

કેવો છે જિંદગીનો ખેલ
 મારુજ પારકુ બની ગયુ...

આજ આંસુઓના બુંદથી
એક નાનુ ઝરણુ વહી ગયુ...

કેવી છે કરમની કઠીનાઇ
જીવવુજ ભાર બની ગયુ...

કરી હતી શરુઆત દોસ્તીથી
કોઇ એક દાસ્તાન બનાવી ગયુ...

સમયને જાણે નઝર લાગી કે
કોઇ આજ તેને જ બાંધી ગયુ...

કેવી હતી પળો એ જીવનની
ને આજ જીવન જ થંભી ગયુ...

ખુબ જોયા હતા સમણા ''JN" એ
આજ એ સમણુ જ છીનવાઇ ગયુ....jn

સમય કેમ વહી ગયો...??

મે જ બાંધી પરબ ને 
હુ જ તરસ્યો રહી ગયો...

વાવ્યાતા કઇંક ફુલો
ને મને જ કાંટા વાગ્યા...

પતંગીયા સમી રંગીન
દુનિયા હતી અમારી ને,,,

આજ એ પતંગીયાનો
રંગ જ હાથમા લાગી ગયો...

કેવો પ્રેમથી ગુંથ્યો હતો
એ સુગ્રીવ જેવો માળો...

આજ કોણ જાણે તેની
ડાળ જ કોઇ તોડી ગયો...

તરતા તો શીખ્યો સાગર
પણ ભવસાગર મા ડુબી ગયો...

ખુબ આશ હતી "JN" ને 
તોય તારા વિહોણો રહી ગયો....jn

મારી દીકરીની યાદ...

જોઇ તને મારી વહાલી
હુ હરખ ઘેલો થઇ જાતો...

તારી એ પા પા પગલીમા
હુ નાનો બની ડગલા ભરતો...

તારી મધુરી બોલી સાંભળી
જાણે કાલી ભાષા હું શીખતો...

તારા રીસામણા થાતા ને
હું પણ તારી કોર ભળી જતો...

તારા એ બચપન મા
 હું પણ બાળક બની રમતો...

ખોવાણા છે હવે એ 'દી'
બસ રહી ગઇ મન પર વાતો...

નથી બાંધી શકતો 'JN' એ સમય
બસ એ તો છે પાણીની જેમ વહેતો.....jn

Thursday, July 26, 2012

બધુજ તમારે નામ કરી દઇશ....

દુર રહીને પણ દીલમા 
ડોકીયા કરી જઇશ...

સાથ નહી આપો તો 
રાહ બની સાથે રઇશ...

પ્રેમભરી ધમકી ને હુ
માથે સજાવી લઇશ...

બેનની લાગણી દુભાશે
આંખોથી બુંદ વહાવી દઇશ...

ક્યાં સુધી આમ ધમકાવશો
હું પણ જોર બતાવી દઇશ...

તમે ''યજુ'' છો તો હુ પણ "JN" છુ
આપ સૌને મજબુર કરી દઇશ.....jn

લાગણીનો LOVE LETTER...

લખુ છુ આજ આ કાગળ
વાંચી શકુ તો વાંચજે...
તારા વિરહની વેદનાનો
આ કાગળ સાક્ષી છે મારી ...

શાહી હતી નહી એટલે
લખ્યો છે તેને લાગણીથી...
કાગળ ભલે કોરો રહ્યો
પણ તેમા યાદો છે મારી ...

દર્દથી ભરેલી નહી પણ 
તારા પ્રેમની સ્મ્રુતિ ઓ છે...
સમજી શકુ તો સમજ જે
તેમા પ્રેમની ભાષા છે મારી...

કરી હોય જો પ્રિત સાચી 
તો મનની આંખોથી વાંચજે...
એક એક પળની તડપ
બન્ને કોર વર્ણવી છે મારી...

અનમોલ એવી શાહી છે
ક્યાંક બુદ પડી પણ ગયુ હશે...
ખુબ વહાલથી લખ્યો છે
જાણે ''જગત"માં ધબકાર છે મારી....jn

Wednesday, July 25, 2012

પ્રેમ ક્યાં મળે છે....

કરતી હતી તુ વાતો સાથ આપીશ
પણ સમય જતા આજ એ ક્યાં મળે છે...

ચાલવાની વાતો કરી હતી પગલે પગલે
પણ આજ સાથે બેસનારા ક્યાં મળે છે...

હ્રદયમા દર્દ તો ઘણુ છુપાયુ એ છે  
પણ એ દર્દ ને સમજનારા ક્યાં મળે છે...

સાથે મરવાની વાતો તો ઘણા કરે છે 
પણ સાથે જીવવા વાળા ક્યાં મળે છે...

ચેટીંગ માતો મોટી મોટી વાતો કરે છે
પણ એ હકીકત મા ક્યાં મળે છે...

કહે છે આજ "JN",, સૌને પ્રેમ કરનારા તો 
ઘણા મળશે..!! પણ પ્રેમ ક્યાં મળે છે.....jn

આમ મુકીને ક્યાં ચાલી ગઇ....

માંડ માંડ સાથ મળ્યો 
ને તુ આગળ નીકળી ગઇ...

હજુ તો જીવનમા વસંત 
દેખાણી ને પાનખર ભળી ગઇ...

તારા સમણાઓ માનસ પટ
પર આવ્યાને ઉંગ ઉડી ગઇ...

ચાલી નીક્ળી તુ અચાનક 
ને અમારી શ્વાસોજ થમી ગઇ...

ભળાવી હતી પાણીની જેમ 
મારામા તોય વરાળ બની ઉડી ગઇ..

મન મુકીને વરસાવ્યો હતો 
પ્રેમ તોય શુ ઓછપ આવી ગઇ....

ગણતરી કરી અમે પ્રેમની 
ને તેમા જ ભુલ આવી ગઇ...

ખુબ સજાવી હતી "JN" એ ફુલોની
વેણી કોણ જાણે કેમ મુરજાઈ ગઇ.....jn

Tuesday, July 24, 2012

મારી લાડલી....

બદલાણી દુનિયા મારી
ને આવી ગઇ હરખની ઘડી
જોઇ તને મારી લાડલી...

સમી ગઇ મારી સગળી તકલીફો
આવી ગઇ ખુશી ની લહેરો
જોઇ તને મારી લાડલી...

જગની અનમોલ ખુશી આજ
જાણી મે લઇ તને હાથમા
જોઇ તને મારી લાડલી...

લઇ લીધો મન નો ભાર તે
વધુ લાગી પ્યારી જીંદગી
જોઇ તને મારી લાડલી...

કરી તે પા પા પગલી ને
હરખભેર થયો હું ગાંડો
જોઇ તને મારી લાડલી...

હસતીને રમતી ને રમાડતી
થઇ ગઇ પાંપણ ભીની મારી
જોઇ તને મારી લાડલી...

કેટલો ખુશનસીબ છે "JN"
રમે આજ આંગણે બે ઢીંગલી...
છોડીને જશે મને મારી લાડલી....jn

હવે આવ તો સારુ..!!!

વાયો વા શ્રાવણીયો 
તોય કોરુ રહ્યુ અંતર મારુ...

કેહવુ નથી હવે કાંઇ મારે
 કહ્યા પછી એ શુ ઠેકાણુ તારુ...

વાટ જોવે સૌ વરસાદની તોય 
બારેમાસ ભિંજાણુ અંતર મારુ...

આપી પ્રેમનો દરિયો તને
તોય કોરુ રહ્યુ આંગણ મારુ...

ખોબો ભરીને આપ્યો છે સ્નેહ
બુંદ આપત તો શુ જાત તારુ..??

ક્યાં સુધી રહીશ આમ અજનબી
થોડીક ઓળખ આપ તો સારુ...

મેઘો પણ વરસે છે હવે તો ચો'ધાર
'JN' પર થોડો પ્રેમ વરસાવ તો સારુ....jn

એમ કાંઈ થોડુ થતુ હશે..!!

કેટલીક હતી લાગણીયો 
તારી સાથે જીવવાની પણ 
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

યાદો ને લઇને જીવતો હતો
પણ અસલ મા તો થોડુ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

બસ તારાજ સંબધો દીલમા
બીજાના નો જો સ્પર્સે તો,
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

તુ જ તો છે મારા જીવનનો સુરજ
ને સાંજ પડે ઢળી જા તુ તો
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

મારા તો સગાને સ્નેહીજન તમે જ
અને આમ મુકીને ચાલ્યા જાવ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

કુવો છે મારી પાસ ને હુ ઉભો
તોય તે એક બુંદ પાણી ના પાયુ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

ભલે તુ ગમે તેટલી દુર જાય
અને જો ભુલે તને "JN" તો,,
એમ કાંઈ થોડુ થતુ હશે..!!...jn

Sunday, July 22, 2012

તારા વિનાની જીંદગી શુ કામની..??

મંજીલ જ મારી નથી તો
હવે રાહ પણ શુ કામની..??

નાહકની કલ્પ્નાઓ કરુ
હકીકત શુ કામની..??

વ્યર્થ દોડીને શુ મળશે
નકામી દોડ શુ કામની..??

નકામી છે ઝંખના મારી 
મ્રુગજળ પાછળ દોટ શુ કામની..??

નથી માગવુ હવે કાંઇ
ખોટી અપેક્ષાઓ શુ કામની..??

નિરાશા જ લખી છે તો
કરમની કઠીનાઇ શુ કામની..??

ખોટા આંસુઓ વહાવે છે "JN"
આંખો મિચાય તોય શુ કામની..??..jn

હું અને મારી એકલતા...

સવારથી રાત ને રાતથી સવાર
બસ એકલોજ ઝઝુમુ છુ...

સુર્યના કિરણો થી દાજુ છુ ને
ચંદ્રની શીતળતામા વીંટળાવુ છુ...

ટીમ ટીમ વરસે છે આંખો ને
રાતભર નિંદ્રાને શોધુ છુ...

હવે તો સમણા પણ કેવા..!!
ખુલી રહે આંખોને સમણા જોઉ છુ...

હવે નથી સેહવાતી આ એકલતા
હું તો મારા "સ્વ" થી પણ અજાણ છુ...

ખબરના પડે મારા કાન ને 
એમ મૌન રહીને ડુસકા ભરુ છુ...

આવી છે આજ પાનખર વનમા
મારા જીવનની પાનખરની રાહ જોવુ છુ...

"JN" ને હમેશા મુકીને ચાલ્યુ જાય
બસ એક એવા સ્ટેસનની રાહ જોવુ છુ.....jn

તુ જ મારી જીંદગી....છે

એક પળ ના જાય તારા વીના
તોય જીંદગી વીતાવવાની છે...

જીવન ની દરેક પળ મા હવે
મારી ઉદાસી ભળી ગઇ છે...

ભરોસો પણ કોનો કરુ હવે
તે પણ હવે તો માઝા મુકી છે...

સાચા પ્રેમની કદર કોણ કરે
તેજ જમાના સાથે દોટ મુકી છે...

રાહ જોતો રહ્યો આજે તોય
જમાનાથી તે વાત મે છુપાવી છે...

હ્રદયની લાગણીયો ને તુ સમજીના
અને દુનિયા એ મજાક મા ખપાવી છે...

નથી જાણતો આજ એ "JN"
કોણે આ જીંદગીમા હલચલ મચાવી છે..??..jn


બસ જાય છે સમય....

રાત તો એક બહાનુ છે
સપનામા તમને મળવાનુ છે...

સમણા તો એક કલ્પના છે
બસ તેમાજ તમને જોવાના છે...

પ્રેમ તો એક સમર્પણ છે
મારે તો બસ આપવોજ છે...

તારો સાથ ઝાંઝવાન જળ છે
તોય વરાળ થઇ મને ઉડવુ છે...

તારા વીના તો એક પળ ના 
જીવાય તોય ખાલીપો લઇ જીવવુ છે...

સવાર પડે ને બસ સાંજ પડે
મારે તો બસ તારી જ રાહ જોવી છે...

આમ તો કાંઇ નથી લખતો "JN"
બસ તુ લખાવ તે જ લખાય છે....jn

આ દુનિયા શુ કામની..??...

જે શ્વાસમા તારો ધબકાર ના
હોય તે ધબકાર શુ કામની...

જે રાહ તારા સધી ના પોહચે
તેવી મંજીલ શુ કામની...

જે જીવનમા તુ નહી તે
જીવનની દોર શુ કામની...

જે કલ્પનાઓની હકીકત
તુ નહી તે કલ્પના શુ કામની...

બધુજ  છે જો તુ હોય "JN" ની
બાકી તો આ દુનિયા શુ કામની..??...jn

Saturday, July 21, 2012

હવે તુજ કે શુ થઇ જાઉ...???

શુ હતી આજ ખતા કે અમે 
આજ તુટીલી ડાળ થઇ ગયા...

કીંમત ના આંકી તે પ્રેમની,
અમે ઉડીને વરાળ થઇ ગયા...

કેવી હતી તારી તરસ કે, સાવ 
સુકી ધરા બની દુસ્કાળ થઇ ગયા...

ખુબ હીંમત હતી આમ તો,
તોય તારા પ્રેમમા પાગલ થઇ ગયા...

બસ હવે તો દિલથી પણ અમે,
તારા વીના સુનમુન બની જીવતા થઇ ગયા....jn

કંઇક તો આપ જે....!!!

તારા સંબધ ને સાચવુ,
એવુ કઇંક નામ તો આપજે...

ઉજ્જડ આ મારા હ્રદયને,
સમજવાની સાન તો આપજે...

ચુપ રહીને કેમ જીવાશે..?
મૌનમાં મલકાટ તો આપજે...

ખુદ પર ભરોસો નથી રહ્યો મને
તારા ભરોસાનો મદાર તો આપજે...

હવે આંખો ક્યાં સુધી નીતરશે,
સુકાય તેવી અશ્રુધાર તો આપજે...

મળવું તો હવે દુર રહ્યું પણ,
સમણામાં આવી દીદાર તો આપજે...

તારા પ્રેમ વગર શ્વાસ રુંધાય છે 
શ્વાસ લેવાય તેવી મોકળાશ તો આપજે...

કેવું તો છે ઘણું હજુ "જગત" ને મારે
મારું મૌન બોલે તેવી, મુલાકાત તો આપજે....jn

Wednesday, July 18, 2012

એક આશ ખુશીની બાંધી હતી.

સવારમા બારણુ ખખ્ડ્યુ,
ને જોયુ તો ખુશી હતી...

બહાર ગયો ને જોયુ તો,
એ અરુણની સવારી હતી...

ઉંચે આભમા નઝર કરી,
તો વાદળી બંધાણી હતી...

બાંધે આશ મયુર એમ,
મારી એ આશ બંધાણી હતી...

ઝરમર ઝરમર બુંદોની,
જાણે આજ લહેણી હતી...

એક બુંદ મુખમા આવ્યુ,
સ્વાદમા તેના ખરાસ હતી...

પાછો ગયો બારણે ને,
જોયુ તો આંખોમા ભીનાશ હતી...

"JN'' પણ કેવો ગાંડો,
ફરી એક આશ ખુશીની બાંધી હતી....jn

યાદ છે તને....

નીકળ્યા હતા પ્રેમની નાવ લઇ,
ને રસ્તામાજ ક્યાંક રહી ગયા...

મંજીલ હતી જુદી તારી ને મારી,
તોય રસ્તા જાણે મંજીલના ભળી ગયા...

જાલ્યો હતો હાથ તારો અમે,
કઇંક કેટલા સમણા જીવી ગયા...

ખુબ જોઇ રાહ તારી કાલે અમે,
કેટલાએ આવ્યાને ચાલ્યા ગયા...

આંખોમા વસાવ્યા હતા તમને,
કોણ જાણે આંસુમા કેમ વહી ગયા...

સિંચ્યા હતા કઇંક સપનાઓ,
સપનાજ બનીને કેમ ભુસાઇ ગયા...

હવે તો એકલોજ સફર કરસે 'JN',
તમેતો મંજીલથી એ આગળ નીકળી ગયા....jn

Saturday, July 14, 2012

હું તુલસી તારા આંગણાની...

બા' હું તુલસીછુ તારા આંગણાની
વધુ છુ તારા પ્રેમના સિંચનથી...

બા' તારો પડછાયો ને વળી,
બાપુજી નુ તો હું સ્વમાન પાછી...

બા' મારી કાલી કાલી ભાષા,
તને ને બાપુ ને ખુબ ગમતી...

બા' કવિતા ગાતી ને તને ને
બાપુ ને સંભળાવતી રાગ વિના...

બા' નાની ભલે લાગતી ગયા તને કાલે,
પણ આજ તો થઇ ગઇ ઉંચી તારાથી...

બા' બાપુએ ઝાલીને આંગળી
પાપા પગલી મને કરાવી...

બા' ઘણા વેઠ્યા છે કષ્ટ તેમે
મને છાયો આપતા ને પોતે તડકે...

બા' કેમ ચુકવીશ જગતમાં આ રૂણ..!!
બસ છે આજ તને ને બાપુ ને પ્રણામ.....jn





તારા વિના તારા વિના....

આજ લાગે અધુરી જીંદગી તારા વિના...
જીવવુ તો કેમ કરીને જીવવુ તારા વિના...

લાગે અધુરી રાધા એ શ્યામ વિના...
બંસરી ના સુર અધુરા એ શ્યામ વિના...

નથી ભળી શકતી એકલી સાહીલ વિના...
સરીતા છે અધુરી સાગરના મિલન  વિના...

નથી પડતી તાળી બે હાથ વિના...
થતા નથી અબોલા એમકાઇ વાંક વિના...

અધુરી છે સ્ત્રી એના સથવારા વિના...
સોહાગણ નથી હોતી કોઇ સિંદુર વિના...

સંસાર નથી ચાલતો સમર્પણ વિના...
પૈડા નથી ફરતા એમ કાંઇ સમજ વિના...

કેહવુ તોય હવે કોને કહુ હું તારા વિના...
આદત છે  JN ને, નથી ચાલતુ હવે તારા વિના....jn

Tuesday, July 10, 2012

હવે 'તુ' જ કે શુ લખી દઉ...

તારા સમણાઓને,
મારી હકીકત લખી દઉ...

તારી જીંદગીને,
મારા સ્વાસ લખી દઉ...

તારા આંસુઓને,
મારી ખુશી લખી દઉ...

તારા સંગીતમા,
મારી ગઝલ લખી દઉ...

તારી પંક્તિઓમા,
મારી કવિતાઓ લખી દઉ...

તારા હોઠ મા,
મારી તરસ લખી દઉ...

તારા હૈયાને,
મારી ધબકાર લખી દઉ...

તારી ચાલમા,
મારી ગતી લખી દઉ...

તારી રાહમા,
મારી મંજીલ લખી દઉ...

તારા નામ મા,
મારુ નામ લખી દઉ...

તુ કહે તો આજ,
JN માંથી JAAN લખી દઉ.....jn