Saturday, June 30, 2012

કેહવુ નથી હવે JN ને કાંઇ...

ભુલવાની કોશીશ તો ઘણી કરી,
તોય યાદ તારી આવી જાય છે...

કેવો છે તારા પ્રેમ નો નશો,
કરેલો નશો પણ ઉતરી જાય છે...

મરવાની કોશીશ તો ઘણી કરી,
તોય તારો પ્રેમ જીવાડી જાય છે...

જીવવાનુ મન નથી તોય,
કોણ જાણે કેમ જીવી જવાય છે...

લખવુ નથી હવે કાંઇ,
 કોણ જાણે કેમ લખાઇ જાય છે...

કેહવુ નથી હવે JN ને કાંઇ...

તોય તને જ ચાહુ છુ JAAN,
સૌની વચ્ચે કેહવાઇ જાય છે....jn

કહેવડાવ્યુ છે આજ 'JN' એ...

કહેવડાવ્યુ છે આજ 'JN' એ...

કહી દે જો આજ એ જીંદગી ને,
અમે પણ જીવતા શીખી ગયા...

તારા એ ઉજ્જડ કરેલા બાગને,
ફરીથી ખિલવતા શીખી ગયા...

તરસાવ્યો હતો તે બુંદ માટે,
સાગર બની ઉછળતા શીખી ગયા...

રાહ જોવડાવી હતી કાગડોળે,
મસ્ત બની દોડતા શીખી ગયા...

એક પળ પણ ના ભુલનારા,
આજ બધુ ભુલી નવુ શીખી ગયા...

કીનારે છબ છબ કરનારા અમે,
મજધારે જઇ તરતા શીખી ગયા...

કહી દે જો આજ એ જીંદગી ને,
અમે પણ જીવતા શીખી ગયા.....jn

Friday, June 29, 2012

પડેલી સ્મૄતિયોને જગાડી જા...

તારા વિરહમાં જીવન સુનૂ લાગે,
તારી સંવેદનાથી સજાવી જા...
તારા વિનાની રાતો ઉજાગરા લાગે,
જાગરણ બની જગાડી જા...

સ્નેહ નિતરતી રાતો માં,
ચાંદની બની પ્રસરાઇજા...
મારા જીવનની સવાર જ ના થાય
ક્યાંક, ભાનુ બની પ્રકાશી જા...

તારા વિનાની સવાર જાણે,
મને વિરહ ની વેદના લાગે...
સુર્ય તણો સારથી અરુણ બની,
હ્રદયમાં જ્યોતિ જલાવી જા...

અહીું તો સાવ સુનકાર છે,
તારા ઝાંઝર થી તેને વગાડી જા...
હવે ક્યાં કશુ કહું "જગત"ને
પડેલી સ્મૄતિયોને હકીકત બનાવી જા...jn

Wednesday, June 27, 2012

હકીકત ને સ્વીકારી, મજા છે જીવવામા.....

આજ માણવી છે વસંત તારા સહવાસની...
ભિંજાઉ છે તારા અધર ના સથવારે...

બીડાઉ છે તારી એ નમણી ભુજાઓમા...
જકડાઉ છે તારા હ્રદયના ઉભાર મા...

ખિલી જઇશ આજ તારા પ્રેમની વસંત મા...
પાનખર બની ભળી જવા દે આજ તારામા...

સરીતા બની વહી જા આજ મુજમા...
સમાવી લઉ આજ સાગર બની મુજમા...

વર્ષો થી એક બુંદ પણ નથી પડી...
આજ તોફાન બની વરસી જવા દે...

શુ કહે 'JN' હવે તેની કલ્પ્નાઓને..!!!
હકીકત ને સ્વીકારી, મજા છે જીવવામા.....jn

Saturday, June 23, 2012

મોત પણ આવી તો લડી લઇશ...

થઇ ગયો એકલો આ જગ મા.. તોય જીવતા શીખી લઇશ... આવશે ગમે એવા તોફાનો.. તોય જીવન જંગ જીતી લઇશ... નથી ચાલી તુ સથવારે.. તોય એકલો મંજીલ માપી લઇશ... એકલો જ આંસુ સારી ને.. જાતે જ હું હસી લઇશ... પડી ગઇ છે આદત, મને મારી.. એકલો સાગર તરી લઇશ... બસ હવે પાછો નહી વળે JN.. મોત પણ આવી તો લડી લઇશ....jn



નઝરો પણ થાકી છે JN ની,



બસ ચાલવુ છે મારે.....


ફુટી જાય છે ચમન મા,
નવા ફુલોની વણજાર...



જ્યારે કોઇ તોડી જાય ફુલ,
કળી નવી ખિલી જાય છે...



હ્રદય મા પડૅલા ફુલો ને,
કોઇ જ્યારે તોડિ જાય છે...



ખુટી જાય છે ત્યારે શ્વાસ,
ખિલતુ નથી હ્રદય કમળ...



ગુગવતો સાગર જાણે હું,
લઉ છુ નદીનુ ઉધાર...



ચુકવવા જાઉ ત્યાં રુણ,
ખાબોચિયુ બની સુકાઇ જાય...



હવે નથી સાલતો આ એકાંત,
ક્યારેક આવી ને દશા તો જો...



નઝરો પણ થાકી છે JN ની,
ક્યારે આબાજુ આવતો ખરી..!!...jn

વર્ષો પછી પડેલી યાદો તાજી થઇ ગઇ....


વર્ષો પછી કોઇ એ મનમા આવ્યુ,
ને પ્રેમની મીઠી છાંટડી થઇ ગઇ...

થયો સ્પર્સ તેના પ્રેમબુંદ નો ને,
હૈયાની પાંખડી જાણે ખિલી ગઇ...

અંતર મા પડેલી અગન જ્વાળા,
આજ ના જાણે કેમ સમી ગઇ...

હતી અંગારી અમ દીલમા તેની,
અચાનક કેમ જાણે આજ થમી ગઇ...

મન મંદીર મા શીતળતા પ્રસરી ને,
આંખો હરખનુ બુંદ પી ગઇ...

કોણ જાણે આજ JN ના દીલમા,
વર્ષો પછી પડેલી યાદો તાજી થઇ ગઇ.....jn





Friday, June 22, 2012

બની જશે પંક્તિ તારી કલ્પ્નાઓની.....

તે તો બસ કહી દીધું ....કલ્પના...

શું કરું આજ એ કલ્પ્નાઓનું..!!
હતી હકીકત તું એ કલ્પ્નાઓની...

જીવતો હતો એ જીવન કલ્પ્નાઓનું...
જીવવી હતી જીંદગી તારી કલ્પ્નાઓની...

સમણાઓ મા આવતી એ કલ્પના..
સામે આવતી છબી તારી કલ્પ્નાઓની...

શબ્દ તમે આપ્યો આજ ''કલ્પના''...
ને બની રચના તારી કલ્પ્નાઓની..

હું એજ તો કહું છું આપની કલ્પનાઓને...
પેન ઉપાડો બની જશે પંક્તિ તમારી કલ્પ્નાઓની.....jn

હવેતો છેલ્લી ઘડીયુ ઘણાય છે....

પ્રેમ તો કર્યો આપણે બેઉએ...

હું સમજીને કદાચ ના સમજ રહ્યો..
તુ જાણીને કદાચ અજાણ રહી...

હવે કે કોનો વાંક, તારો કે મારો..!!!
પ્રેમને સમજવા જોઇએ સમય...

ને મારે સમયે સમય જ છે,,
અને તુ કહે JN, બસ थोड इंतजार...

પણ ક્યાં સુધી કરુ...???
હવેતો છેલ્લી ઘડીયુ ઘણાય છે.....jn

Thursday, June 21, 2012

JN સુવાનુ જ આજે ભુલી ગયો...

આજ આવી તારી યાદ ને....

ગીતો ના સુર રેલાય જાણે,
તારા ઝાંઝર નો રણકાર...

જ્યારે સમણુ સજે આંખો મા,
મેંહદી રચાય મોસમ મા...

બસ મન મારુ હર પળ કહે,
તે જાણે ક્યાં ખોવાયેલુ રહે...

રાત પડે ને તારલા ઘણુ,
ને તારા પગની આહટ જાણુ...

સુગંધ પ્રસરે તારા તનની,
જાણે મેહકી ગયુ હોય ચંદન...

મુખ જોઇ તારુ જાણે,
પ્રસન્ન ભાનુ શોભતો જણાય...

આવે અરુણ ની સવારી,
નઝર જો પડે તેમ તમારી...

ભુલાઇ ગયો છે હવે તે અંદાજ,
JN સુવાનુ જ આજે ભુલી ગયો....jn

Wednesday, June 20, 2012

બંધ થાય આ પાંપણો JN ની,

શુ કહુ તને..હું...?? 
હજુ રાહ જોઉ છુ તુ બસ આવ...

ભીની માટીની સુવાસ,
આજ માણવા તુ બસ આવ...

વરસાદી ઋતુ બેઠી છે,
મારે નયને તુ બસ આવ...

હ્ર્દયની ભોમ આજ કોરી છે,
વાદળ થઇ વરસવા તુ બસ આવ...

સુરજમુખી સમ મુખને,
કીરણ બની ખિલવવા તુ બસ આવ...

શાણગાર સજ્યો હતો મારો,
 એ સગપણે તુ બસ આવ...

સમણા જોયા હતા,
એ હકીકત બનવા તુ બસ આવ...

બંધ થાય આ પાંપણો JN ની,
એ યાદો ને સજાવવા તુ બસ આવ.....jn


Monday, June 18, 2012

JN ને JAAN વિના જીવવુ પડ્યુ...

જ્યારથી તુ દુર ગઇ....

તરસ હતી દીલમા એટલી,
 કુવો ભરીને પાણી ઓછુ પડ્યુ...

કર્યો દુર તારા દીલમાથી,
હવેલી જેવડુ ઘર નાનુ પડ્યુ...

આંખોના નીર એટલા છલક્યા,
નદીને સાગરમા ભળવુ પડ્યુ...

જાવુ નોતુ નીશાકર ને તોય,
દીવાકર બની તપવુ પડ્યુ...

ખિલેલી એ વસંત મા,
પાનખર બની ખરવુ પડ્યુ...

સાચવવા તારા એ મીજાજ ને,
જાણી જોઇ તારાથી દુર થવુ પડ્યુ...

રહ્યુ નહી કોઇ બહાનુ તોય,
JN ને JAAN વિના જીવવુ પડ્યુ.....jn


JN કહે છે તેની JAAN ને શુ કામ આમ દોડે છે..??

નાના હતા ત્યારે ભણતા,
 કે ધીરજ ના ફળ મીઠા...

સસલા ને કાચબાની,
દોડ મા કાચબો જીતતો...

કારણ કાચબાની ગતિ,
ધીમી પણ સતત હતી...

ઘડિયાળ ના કાંટા ને
 જુઓ સમય બતાવે...

વધુ દોડે તેનુ કાંઇ નહી,
ને ધીમા ને માન મળે...

તોય આજે જુઓ છોને,
આ ભીડ ભરી દુનિયાને...

દોડે એ સસલાની ને,
ઘડિયાળ ના સેકંડ કાંટ ની જેમ...

JN કહે છે તેની JAAN ને
શુ કામ આમ દોડે છે..??...jn

Friday, June 15, 2012

બસ હું તો 'JN' જ હતો....

આજ ફરી 'તે' મારા 
અહેસાસોની સાથે રમી ગઇ...

ખિલેલા એ જીવન પુષ્પને
'તે' જાણી જોઇને તોડી ગઇ...

ખુદ થી વધુ હતો ભરોસો
'તે' જ વિસ્વાસઘાત કરી ગઇ...

ભેળવી હતી જેને જાતમા
'તે' જ રાખમા રોળી ગઇ...

સજાવી હતી સેજ 'મે'
'તે' જ આવી ને તોડી ગઇ...

હું તો બસ સમણાજ જોતો
'તે' હકિકત બની ચાલી ગઇ...

બસ હું તો 'JN' જ હતો
શા માટે તેની JAAN બની ગઇ..??...jn


કે પછી હતી JN ની કલ્પ્નાઓ....

શુ કહુ આજ તમને તેના માટે...!!!

જાણે સુરજની સામે અજવાળુ કરુ...
તેવો તેનો મનોહર ચેહરો...

ચંદ્રની સામે દીવાની જ્યોત...
તેવો તેનો શીતળ પ્રેમ...

ગુગવતા સાગરમા નદીનુ ભળવુ...
તેવુ તેનુ ને મારુ મિલન...

પાનખર મા જાણે વસંત જુમે...
તેમ તેનુ હૈયાને હીલોળા નાખવુ...

પાણી ના એક એક બુંદે જુમે મયુર...
અમ હાથોમા હાથ લઇ ગુમવુ...

કોણ જાણે આ બધુ સમણુ હતુ...!!
કે પછી હતી JN ની કલ્પ્નાઓ......jn

Saturday, June 9, 2012

JN ના સ્વર્ગનો શણગાર હતો...

પાંપણો ઝુકેલી તારી એ
 અજબનો શણગાર હતો...

તારુ એ સૌંદર્ય જાણે
તેનો સત્કાર લાગતુ હતુ...

તારા એ તન ની મહેક
કદાચિત મે માણી હતી...

જાણે ફુલો તણો ગુલદસ્તો
મને ને તને લાગતુ હતુ...

હ્રદય મા મારી વસી એ
તસવીર બસ તારી જ હતી...

થઇ છે આજ તુ અળગી
મને શ્વાસ નો પણ ભાર લાગે...

હતી તુ સાથ મારે જ્યાં જ્યાં
ત્યાં બસ ઉજાસ જ ઉજાસ હતો...

કરુ તને યાદ તો હું
જાત ને પણ ભુલી જતો હતો...

સ્વપ્ન મા આવતી ને ''JAAN'',
 JN ના સ્વર્ગનો શણગાર હતો.....jn

JN ના ભણકારાની આદત પડી ગઇ...


તારી એ શરમ મા હુ થઇ ગયો દીવાનો...
તારી એ આંખો મા અટવાઇ ગયો...

સપના મા જોએલી તને ,આજ સામે આવી ગઇ...
હાથ ઝાલી બાંધ્યો મને પ્રેમના તાંતણે...

વસેલો નયનમા સૌને હું ખટકતો થઇ ગયો...
આજ દીલમા કોણ જાણે તારા જગ્યા ઓછી પડી...

સદાય તારી રાહ જોઇ એ જગાની હવે...
તારા અતીત સાથે ની આદત પડી ગઇ...

ભલે તુ આવે કે ના આવે તોય મને ...
JN ના ભણકારાની આદત પડી ગઇ.....jn

Thursday, June 7, 2012

બાકી JN કોઇની પાસે કાંઇ માગતો નથી..

બસ બેઠો છુ તારી યાદોને લઇને...
આમતો કાંઇ નવરો નથી...

રાતો ની રાત જાગુ છુ...
અમથો કાંઇ ઉજાગરો નથી...

ભાનુ પણ જાગ્યો હશે આજ મારી જેમ...
એટલે કદાચ એ પણ પ્રકાશ્યો નથી...

સમય સાથે થોડી લાગણી આપો...
બીજુ તો હું કાંઇ માગતો નથી...

આમ તો દુઃખોનો ઢગ છે મારી માથે...
પણ તારો વિરહ સેહવાતો નથી...

એક જ માંગણી છે મારી,, JAAN...
બાકી JN કોઇની પાસે કાંઇ માગતો નથી.....jn


કદી મરેલા માનવ ને જીવતો થાતા જોયો..??

તે ક્યારેય કોઇને આંસુ વગર રડતૉ જોયો..??
કોઇને પોતાની જાત સાથે લડતો જોયો..??

વણજારાના સરનામા ક્યારે અડગ જોયા..??
દીલમા વસનારાના ઠેકાણા બદલાતા જોયા..??

ક્યારેય સમયને એકસરખો વેહતો જોયો..??
કદી દરિયાને નદી મા ભળતો જોયો..??

ખુલ્લી આંખે ક્યારેય કોઇને ઉંગતા જોયો..??
ધબકતે હૈયે ક્યારેય કોઇને મરતો જોયો..??

પુછે છે "JN" આજ તેની "JAAN" ને....!!!
કદી મરેલા માનવ ને જીવતો થાતા જોયો..??...jn

એક પળ પણ ના રેહનારો JN...

કોણ જાણે આજ તેને કોઇ દંભ થઇ ગયો...
પૈસા કરતા પ્રેમ સસ્તો થઇ ગયો...

આંખો મા પાણી નો સ્ત્રોત ખતમ થઇ ગયો...
ચડેલો પ્રેમ નો નશો, આદત બની ગયો...

સજાવેલી સપનાની રંગીન દુનિયાનો નઝારો...
કોણ જાણે આજ બેરંગ બની ઉડતો થઇ ગયો...

એક પળ પણ ના રેહનારો JN...
આજ JAAN વગર લાશ બની જીવતો થઇ ગયો...jn