Sunday, September 30, 2012

બસ આમ જ થાય છે.....

પ્રેમ જ્યારે છલકાર છે
ત્યારે લાગણીયો વેરાય છે...

શ્બ્દો જ્યારે સંતાકુકડી રમે છે
ત્યારે કવિતા રચાય છે...

આંખો ત્યારે વરસે છે
 જ્યારે સમ્રુતિયો ઉભરાય છે...

જ્યારે જ્યારેઆમ થાય છે 
ત્યારે સંબધો પર કાપ મુકાય છે...

અધુરા સમણા રહી જાય છે
ત્યારે ત્યારે આ "જગત" મા 
આવી પંક્તિયો રચાય છે.....જગત (jn)

દીલની વેદના કેવી હતી..!!!

કાશ તે જાણી હોત 
મારી એ વિટંબણા કેવી હતી..!!

પ્રુથ્વી પર અવતરનાર
એ બાળકની વેદના કેવી હતી..!!

શિકારના સકંજામા
ફસાયેલ, શિકારની તડપ કેવી હતી..!!

વર્ષોથી ના વરસેલ બુંદની
આ "જગત'' ની ઝંખના કેવી હતી..!!..જગત (jn)

Saturday, September 29, 2012

બસ રાહ જોઇશ...તારી

હવે કોઇ અધિકાર નથી 
મારો મારાજ પર..

હવે તો શ્વાસ પણ 
પુછી પુછી ને લેવાના રહ્યા..

સપણા એ તો કહી દીધુ
હવે રસ્તો બદલી નાખજે..!!

સમજી ના શકી મારા પ્રેમને
એટલે દુર થઇ ગઇ..

આજ હ્રદયના એવા સુર વહ્યા
કે કાયમ ચુપ થઇ રહ્યા..

પાછી ફરીશ તુ ચોક્કસ
આજ અશ્રુ ના પુર વહી ગયા..

 ફાડ્યો છેડો આજ "JN" નો
હવે "જગત" બની જીવવાના.....જગત..

બોલ ભુલીશ કે...???

કેટલાં વર્ષો લાગ્યા છે
તને ને મને મળાવતા
આ કુદરત ને...

અને તું ચાલી 
જવાની વાતો કરે છે
આમ કાંઇ ચલાતું હશે..!!

આ હોઠ ને હસાવતા
કેટ કેટલાં નુસખા થયા છે
આ કુદરત ને...

અને તું રડાવાની 
વાતો લઇ બેઠી છે
આમ કાંઇ રડાતું હશે..!!

આ પ્રેમ બાગ સજાવી
પુજન કર્યું છે મેં
અને આ કુદરતે...

અને તું ઉજાડવા
તૈયાર થઈ ગઇ આમ 
ગાંડપણ કરાતું હશે.!!

થઇ છે તું આજ પથ્થર દિલ
અને દોષ દે છે પાછી 
આ કુદરત ને...

વર્ષો લાગ્યા છે તને 
"જગત"મય બનાવતા
આમ કાંઇ ભુલાતું હશે...!!...jn

લડી લઇશ હું પણ.......

તકદીરમા નથી તુ મારી
નથી મારી રેખાઓમા...

છબી બનાવી હ્રદયમા બેસાડી દઇશ...

ધરતી છે તુ ને હુ છુ ગગન
કેમ થશે તારુ ને મારુ મિલન..??

ક્ષીતીજ બની તને ચુમી જઇશ...

તને મળીને રોઇ ના શક્યા
આંસુઓને અમે સાચવી ના શક્યા...

મોતીયોથી તારુ દામન ભરી જઇશ...

પાનખર એવી આવી ગઇ આજ
પાન સાથે ઝાડને પણ ખરાવી ગઇ...

વરસાદી બુંદ બની ફરી ઉગાડી જઇશ...

ભુલી ગઇ છે આજ કરેલો સઘળો પ્રેમ
એમ તો કાંઇ હાર માનતો હશે  'JN'..!!

જોઇલે જે તુ' ફરીથી 'JAAN' બનાવી દઇશ.....jn

Friday, September 28, 2012

બોલ શુ કે છે...!!

રાહ તો જોઉ છુ 
તે દીવસની જે દીવસે તુ મને
પ્રેમથી બોલાવ....
તારી 
કસમ છે મને 
આકાશમા 
હોઇશ તો પણ 
વરસાદી બુંદ બની
તારી
આંખનુ આંસુ બની
વહી જઇશ.....jn

Friday, September 14, 2012

ખોટા ફાંકા મારે છે....

આજ નો ફાંકડો યુવાન

કહેતો ફરે બધાને કે
હુ એ આજ નો કાનો છુ...

કાનો વગાડે વાંસળી
 ને હુ એ સીટી વગાડુ છુ...

રાધા સાથે રાસ રમે ને 
ગોપીઓને સાથે રમાડે છે...

તેમ એક સાથે પ્રેમનુ નાટક
ને બાકીનીને લાઇન મારે છે...

ભીડ પડે તો ભાગે છે ને 
પાછો કે'તો ફરે હું એ કાનો છુ.....jn

Tuesday, September 11, 2012

કેવી છે જીંદગીની કરામત....!!!

કેવી છે જીંદગીની કરામતતો જો.....

સમય નોતો તારી પાસે અને
આજે બસ મારાજ માટે સમય કાઢ્યો...


જીંદગીભર પળ બે પળ તને ના મળી
અને આજે બસ ઉભુ થવાનુ નામ નથી લેતા...

ગણો તરસ્યો તારા પ્રેમ માટે અને 
આજ એ ઉભરો જાણે સમતો જ નથી...

તરસી ગયા તારા હાથના એક વાઘા માટે
અને આજ બે નવા કપડા મળી ગયા...

સાથ હતો ત્યાં સુધી બે ડગલા પણ ના ચાલ્યા
અને આજ ખભે થી ખભા મિલાવી ચાલે છે...

આટલી બધી લાગણી હતી "જગત" માટે...

અમને ક્યાં ખબર હતી કે તમે આવશો.!!
વહેલુ કેત તો ક્યારનાય ચાલ્યા ગયા હોત.....jn

Thursday, September 6, 2012

સાંભળ મારુ હાસ્ય....

  1. તારુ હાસ્ય જાણે મારામા 
એવુ તો ભળી ગયુ કે,
જાણે હું જીંદગી ને મારી 
દાવપર લગાવી ગયો...

હારી ગયો હુ દીલ મારુ
ને હાર્યા મારા સ્મરણો,
કેવા તો પડ્યા પાસા કે,
જીતની બાજી ફગાવી ગયો...

લખુ છુ આજેય પંક્તિયો
તારા ને મારા મિલનની
પ્રસંસાતો ઘણીએ મળી
તોય એ જીંદગી સજાવી ગયો...

ના તો તારા ચેહરા પર 
હાસ્ય છે કે ના મારા બસ 
એકલતામા "જગત"ની 
હું એ આંસુ વહાવી ગયો....jn

લખ્યુ છે કાંઇક મારી બેન માટે....

બસ છે જ એ કવિતા 
જેને જોઇને ગઝલ 
પણ સંતાકુકડી રમી પડી...

ગયો સુરજ પાસે તો
એની તેજસ્વીતા તારા પ્રેમ
આગળ ઝાંખી પડી...

ગયો હું ચાંદ પાસે તો
તારા પ્રેમની શીતળતા
તેને પણ મોઘીં પડી...

ગયો તારલા પાસે તો
તેની ચમક પણ 
તારી આગળ નમી પડી...

ગયો હું ક્ષીતિજની બાહોમા
પણ તારી બાહો જેવી
જન્ન્ત ત્યાં પણ ઓછી પડી...

અંતે ગયો ધરા પાસે તો
તારા ખોળા જેવી ખુશી
તેને પણ ભારે પડી....jn

Tuesday, September 4, 2012

શુ ફરી મળશે કે ...??


જાણે મધમીઠી વરસાદની સુવાસ

તારી સાથેની પળો આજ ક્યાં ગઇ..!!

રીમઝીમ થતો એ મધુરો નાદ
તારા વગર આજ ક્યાંથી હોય..!!

પડતા એ નાઝુક બુંદોનો અહેસાસ
તારા ગાલને ચુમવાનો ક્યાંથી હોય..!!

કાગળની નાવ બનાવી ને સંગ તારા
એમા ટહેલવાનો લાવો ક્યાં ગયો..!!

ભીંજાતા એ ખુલ્લા આકાશની નીચે
ભીંજાતો તારા પ્રેમમા હું એ ક્યાં ગયુ...!!

જીંદગીની હરપળ ને માણી 'તે' ને 'મે'
કહે છે "JN" એ પળો હવે પાછી આવશે કે..??..jn

શુ કહુ તને...!!!

હવે થેંક્સ કહુ તને
કે આભાર માનુ તારો...

ખુબ વરસ્યો અને 
ભળાવી ગયો મારા અશ્રુઓ...

હતા એ દુઃખના કે હર્ષના
એ તો હુ એ નથી જાણતો....jn