Friday, September 20, 2013

બહુ ખુશ છુ આજે....

યાદ છે મે જ્યારે તને 
પેહલીવાર કહ્યુ કે..
તુ જાન બનિશ મારી..??

અને તુ શુન્ય મનષ્ક બનિ ગઇ,,
તને સ્પર્સવુ હતુ મને 
પણ અડગ બની ગઇ...

જાણે આખા બ્રંમ્હાન્ડનુ કેન્દ્ર
મારામા નાહોય..!! બસ
એકી ટશે નિહાળતી રહી
તુ મારા એ આનનને...

હા હા હા..તને પ્રપોઝ તો 
મે કરી દીધી પણ 
તારી એ શરત..!!

અરેએએ..તે મને દ્વિધામા 
નાખી દીધો, માંડ માંડ કહ્યુ અને
તે સામે બોલવાનુ કહ્યુ..!!
કેવિ રીતે બોલાય એ તો..!!

બસ આજ એ આખો પ્રસંગ 
જણે મારી સામે ના બન્યો હોય..!!
એમ દ્રશ્યમાન થઇ ગયો...

શુ ચાલે છે હવે આ "જગત" મા,
એ હવે તને કેમ કહુ..??
હા એકવાત જરુર કહીશ..
I AM SO HAPPY....જગત..(jn)

બોલ આપીશને હવે તો...??

ચાલ આજ કંઇક માગુ તારી પાસે...
આપીશને...??

તારી બાહોમ વસવા દઇશ..??
તારા હ્રદયમા છુપાવા દઇશ..??

તારા વિના ક્યાંય જઇ ના શકુ..!!
તારા વિના કાંઇ કરી ના શકુ..!!

તારી યાદોનુ એ નઝરાણુ..
જેન પર બસ મારો જ હક હોય..??

તારી યાદોમા જ રેહવાય..!!
તારા સમણાઓમા જ જીવાય..!!

કોઇ ઠેકાણુ પુછે તો તારી 
આંખો મા રહુ છુ કહી શકુ..??

અને હા મારી એક એક સ્વાસ 
પણ તારે સાથે જ ભરુ..??

જે રાહની રાહબર તુ હોય 
એજ રાહે તારી સંગ ચાલી શકુ..??

બસ આવુ જ હ્ર્દય હવે હું
આ "જગત" મા ઝંખી શકુ..??..જગત..(jn)

આદત છે આની હવે.....

મળ્યો તારો પ્રેમ ને જીવન 
જાણે સોળ કળાએ ખિલી ગયુ...

નિસ્તેજ થયેલુ જીવન જાણે 
વાદળોની વાંહેથી પ્રકાશી ગયુ...

 જો પેલા અમાસ રુપિ ચાંદની 
જેમ પાછુ એ અંધારુ ગળી ગયુ...

શાંત સરોવરમા પાછુ કોઇક 
કાંકરી ચાળો કરી વમળો કરી ગયુ...

સુરજમુખી ની જેમ કોઇ ભાનુ બની 
જીવન આજ ખિલવી ગયુ...

વળી એકવાર આવ્યુ અંધારુ ને,
આખુ "જગત" પોઢી ગયુ....જગત..(jn)

બધુજ તારામા છે....જો મારી નઝરે...

જો સાંભળ જરા પાસે આવ....

મને બસ આદત છે પ્રેમ કરવાની
એટલે સૌની સાથે પ્રેમથી જ રહુ છુ
પણ હા તને અનહદ પ્રેમ કરુ છુ....

અને હા તુ ભલે બુંદો બનીને વરસાવ
તારો પ્રેમ, પણ મને તો 
અનરાધાર વરસવાની આદત છે...

પણ હા એક વાત જરુર કહીશ,
તારી એ બુંદો મા પણ 
મારુ જીવન મેહકી જાય છે...

અરે તુતો હશે છે ગાંડી..!!
પણ સાચુ કહુ મને તો તારામા
આખુ "જગત" દેખાય છે.....જગત..(jn)

Thursday, September 19, 2013

યાદ આવ્યુ કાંઇ....

ખુબ રડ્યો હતો 
તારા માટે ..
તુ માનીશ..??
આજે એ 
ભુતકાળ ને 
યાદ કરુ છુ ને 
હસુ આવે છે,,
પણ સાચુ કહુ 
તુ ને હું 
જે હસ્યા હતા ને 
એ યાદ કરુ છે ને
તો આંસુ આવે છે..
કરી તો જો..!! 
તુ પણ કોશીસ 
અને એ સંવેદના જાગે તો 
આવજે સાથે બેસી 
"જગત" ને મ્હાલશુ......જગત..jn

બોલ હવે કાંઇ ઓછુ પડશે કે..!!!

આજ એ ઇશ્વર 
મને મળી ગયો
અને કેહવા લાગ્યો માગ આજે 
મારે તને કાંઇક આપવુ છે...

જાણે છે મે શુ માગ્યુ..??
તો સાંભળ..!!
પણ હા જોજે ક્યાંક 
ધડકન ચુકીના જાય..

મે એક નવો જનમ માગ્યો ,,
ને
એ સાંભળી ઇશ્વર ચમક્યો..!!
કેમ..??
અને મે કહ્યુ કે આવતા ભવે હું 
"જગત" ને નહી પણ તેને 
એકેને જ પ્રેમ કરી શકુ...!!
અને એ હસ્યો ને બોલ્યો..
ok jn.. I CAN DO.....જગત...(jn)

જીવનની પરિક્ષામા જ ફેઇલ થયો.....

રાહબર બન્યા તોય રસ્તામા છોડ્યો,,
ને તપવા મુકી ગયા...

હા હવે આંખો નથી વરસતી,,
કોઇને આપેલો વાયદો જો છે...

સ્થિર થયો હતો તારા પ્રેમે,,
પણ શુ કરુ હવે ભટકી રહ્યો છુ...

મેતો બસ પ્રેમ જ કર્યો ને,,
કોઇ એને સોદો સમજી પુરો કરી ગયુ...

અનમોલ છે મારો એ નિસ્વાર્થ પ્રેમ,,
તોય કોડીના દામ મા નિલામ થયો...

આમતો એટલો ઢગો ના હતો હુ,,
પણ તારામા જ ખોવાઇ રહ્યો...

તોય આ "જગત"ની પરિક્ષા આપી ને,,
પણ ઠોઠ હતો એટલે ફેઇલ થયો......જગત..(jn)

હવે તુ કે એમ જ બસ.......

ચાલવુ છે મારે સંગમા તારી બસ તુ હાથ જાલી લે...

લખીને લાવ્યો છુ નામ તારુ આ હથેળીમા...

જાણુ છુ તારી આ જુની આદતોથી હુ વાકેફ છુ...

નથી રેહવાતુ હવે આમ કેટલા દી' કાઢુ...

પાછળ વળીને તો જો હું થાક્યો છુ કંઇક અંશે...

છીપાવી દે હવે આ અધીરાઇને તારામા...

હવે સ્થિર થઇ તારામા ભેળાવી જા આ "જગત"...

વેરાન છે ને હેરાન પણ છે બસ હવે બસ કર...

તુ સમજીલે શાણમા પંક્તિના પ્રથમ અક્ષરને......જગત..(jn)