Tuesday, November 26, 2013

તારી ને મારી એક પ્રેમ કહાની લખવી છે.....

ઉગતા એ સુરજની સાક્ષીએ 
એક નવી સવાર લખવી છે...
ડુબતા એ ભાનુની સાક્ષીએ 
એક જુની સાંજ લખવી છે...

આવેલા એ સમણાની સાક્ષીએ 
એક હકીકત લખવી છે...
કરેલી એ કલ્પનાઓની સાક્ષીએ 
એક કવિતા લખવી છે...

જાલીને ચાલી હાથ મારો એ કેડીની 
સાક્ષીએ એક મંજિલ લખવી છે...
દુર દેખાતા ઓલ્યા ક્ષિતિજની 
સાક્ષીએ એક ઝંખના લખવી છે...

કરેલા એ પ્રેમની સાક્ષીએ 
એક પ્રેમ કહાની લખવી છે...
થયો તારાથી દુર એ વિરહની 
સાક્ષીએ એક વેદના લખવી છે...

રાહ જોજે..!! આ "જગત" ની
 સાક્ષીએ મારા ઇંતજારની
એક  પરાકાષ્ઠા લખવી છે...
તારી ને મારી એક પ્રેમ.....jn...જગત...

Sunday, November 24, 2013

હું જ તો 6u તારુ ''જગત''....

ચાલ આજ ફરી એકવાર પ્રેમ કરી લઇએ...

લઇ એકમેકનો હાથ હાથમા ફરી 'જગત' ની શેર કરી લઇએ...

હું પણાને મુકી આજ આપણે બની 'જગત' ને માણી લઈએ...

'જગત' ની દોડ આજ થકાવશે..!! Thoડો વિશ્રામ કરી લઈએ...

તોરણો બાંધી સજાવી છે એ જ શેરી..પાછો પ્રવેશ કરી લઈએ...

છુટેલા એ અધુરા સમણાઓને...ફરી પુરા કરી લઈએ...

તારી ને મારી સમણાની દુનિયામા કઇંક નવા કુસુમો સજાવી લઈએ...

રુઠી ગએલા 'જગત' ને તારી ને મારી સમજણથી મનાવી લઈએ...

'જગત' ના જણકાર બની આપણી લાગણીયોને વિણી લઈએ...

ગયેલા પાછા નથી આવતા..!! તો ચાલ આજ મનાવી લઈએ...

તને સમજાશે..!! બસ પંક્તિના પ્રથમ અક્ષરને સમજી લઈએ.....jn..જગત...

Sunday, November 17, 2013

bas tuj chhe aas paas...


Aame to
Janta j hata
A rasta ne
K jya chalvathi
Badhuj
Luntai javanu
Toy chalta j
Rahya....

Tem chatay
Ak tara
Vagar
Aa duniya
Adhuri chhe
Ne tara vagar
Aamey
Kya kasu
Dekhay chhe....

Marya pachhi
Pan puro
Na thay
Avo aa sath
Chhe ne tu
Sathe chali
JAGAT ma
Bas a yado j
Purti chhe
Sat janam.....jn

મે ને તે ....જોયુ તુ....

તળાવને કાંઠે એક જહાજ ને ડુબતું મેં જોયું તું...
સાગરના ખોળે એક નાવડું તરતું મે જોયું તું...

નભને ઓલ્યા ક્ષિતીજને અડકતું મેં જોયું તું...
ઝાંઝવાના જળમાં એક પંખી તરતું મે જોયું તું...

આંખોમાં તારી આજ ઉછળતું એક સમણું મેં જોયું તું...
ધબકારમાં તારી ઉછળતું નામ મારું મેં જોયું તું

મૃગજળમાં પાણી પીતું એક હરણ મેં જોયું તું...
બંધ આંખે તારી કલ્પ્નાઓનું એક "જગત" મે જોયું તું
...jn...જગત

રોજ રોજ મસ્ત મસ્ત કેહતુ ભગીનીયોનુ એક ટોળુ મે જોયુ તુ...
ને ખુબ વહાલથી વહાલ કરતુ એનુ પ્રેમ ભર્યુ હેત મે જોયુ તુ...

Friday, November 1, 2013

નુતનવર્ષાભિનંદન

મિત્રાય નમઃ કહી..
તારા જેવી નિઃસ્વાર્થ મૈત્રી ભરું...

રવયે નમઃ કહી..
તારા નાદે જગતમા ગતિ ભરું...

સુર્યાય નમઃ કહી..
તારા જેવી શૌર્યતા જીવનમા ભરુ...

ખગાય નમઃ કહી..
જીવનમા મીઠો કલશોર ભરું...

પ્રુષ્ણેય નમઃ કહી..
જીવનમા તૃપ્ત બની તૃષ્ણા ભરું...

આદિત્યાય નમઃ કહી..
અરુણની જેમ નિયમિતતા ભરું...

ભાસ્કરાય નમઃ કહી..
સતત આભાસ "જગત" મા ભરું...

નુતનવર્ષાભિનંદન કહી..
જગત મા "Jn" ની 
શુભકામના ભરુ....jn..જગત...