Saturday, March 22, 2014

ખુલી કિતાબ....


લે તને મન મુકીને પ્રેમ કર્યો એટલે..!!
રેહવાદે મારે ઉપકાર નથી જોઇતો...

જો મેતો હ્રદયથી કર્યો છે તને પ્રેમ...
મારે કોઈ એના દસ્તાવેજો નથી જોઇતા...

સમજાવવા માં કદાચ હું ઉણો ના ઉતર્યો...
પણ ખોટા ઠાઠમા પણ ક્યાં રહુ છુ...

આજેય મનની મૂરત બનાવીને રાખ્યા છે...
"જગદીશ" કદાચ નારાજ થાય પણ ખરો..!!

તમારી પાસે ઘણામાં બે ચાર પળો માગીએ છીએ...
તમારા આયખાથી શું કરીશું અમે..!!

આવીને જો હજુએ આ દિલમા...સમજી જઇશ...
હા આજેય એ દિલમા કોઈ વિકાર નથી...

"જગત"માં ક્યાંય નહીં મળે આમ હ્રદય ખોલનારો...
જાણીને અજાણ બનવુ એ મારુ કામ નહિ...

ખુલી કિતાબ છે આ "જગત"ને એની પંક્તિઓ...
આમ સમાનાર્થી શબ્દ કોષનુ શુ કામ..!!..jn...જગત

પ્રેમરોગ.....


આજ સવાર સવારમાં  ગયો ડૉક્ટર પાસે...
ધબકાર માપવાનું યંત્ર મારા હ્રદય પર મુક્યું...
બઘું બરાબર છે પણ ધબકાર કાંઈ સમજાતી નથી...
મારું મન હજુ દ્વિધામાં જ હતુ...
તો ગયો હ્રદયના નિષ્ણાત પાસે
એનીજ કંપની હોય એટલે ત્યાંજ ગયો...
પણ એ જગત પતિ પણ અચરજમાં મુકાણો...
પછી મને સમજાવા લાગ્યું કે આ
જગતમાં ઘણી ધબકાર એવી હોય છે
જેમાં પ્રેમરોગ ઘર કરી જાય છે...
અને એને ના દવા કામ આવે છે ના દુઆ....jn..jagat

મારો કોઇ વાંક....!!


સાંજ પડેને આ ફુલો કરમાવા લાગે...
પણ એમાં ખુશ્બુનો કાંઈ વાંક... !!

સાંજ ઢળેને અંઘકાર વાદળ ચીરીને જાગે...
પણ એમાં એ ભાનુનો કાંઈ વાંક...

રાત આવે ને મારી નિંદ્રા જાણે જોશમાં જાગે...
પણ એમાં સમણાંનો કાંઈ વાંક...!!

"જગત" આખું તારામાં ને તોય રહે એકલી...
પણ એમાં "જગત"નો કાંઈ વાંક...jn

બોલ તુ પણ કાઇંક ...


આમતો તમેય મારી
જેમ સાંભળ્યું જ હશે...
પ્રેમ કરે એટલે એમાં
મીઠી વેદનાઓ મળે...
સમણાઓના એક નવા
"જગત"નો ઉદય થાય...
બે ડગલા ના ચાલી શકે
પણ દોડતો થઇ જાય...
પ્રેમમાં ખુબ તાકાત છે...
ભલે એ પૂર્ણ કે અપૂર્ણ રહે...
પણ સાચુ કહુ એ અવસર
આ "જગત"માં જેને માણ્યો
એ મહાભાગી છે...
બોલ તુ પણ આ વિશે...jn..જગત

Thursday, March 20, 2014

આજનુ યુવાધન.....


મિત્રો....
જ્યારે જ્યારે વિશ્વના તત્વચિંતકો
ધર્મ પરિસદો ભરે છે ત્યારે દરેક
દેશના અહેવાલોની હાલની
પરિસ્થિતિની વાતો એકબીજા
સાથે આપ-લે થાય છે..
શરીરમાં જેમ "કરોડરજ્જુ" આઘાર છે તેમજ દેશની કાબેલિયતનો
આઘાર જે તે દેશના "યુવાનો"
પર રહેલો છે...
"યુવાધન" વેડફાય છે વપરાય છે
કે પછી એનો ઉપયોગ કે
ઉપભોગ થાય છે..!!!
આજકાલ આ "યુવાધન" તીનપત્તિ જેવી રમતોમા
વેડફાય છે...
મિત્રો...
હવે મારે જ નક્કી કરવાનું
મારે મારા દેશની "કરોડરજ્જુ"
બની આ ભૂમિનુ રુણ અદા
કરવુ કે પછી એનો ઉપભોગ
કરવો છે..!!..jn..jagat

બહુ અલગ છે આ જગત.....


અચાનક મારી નજર સામેથી
એક નનામી નિકળી ને...
મારા મનમાં કંઈક કેટલાક
કુતુહલમો જાગ્યા...
રીતસર મારા મન અને વિચારો  
વચ્ચે દ્વંદ્વ ચાલુ થઇ ગયો..!!
અચાનક મારી બુદ્ધિએ મને ચેતવ્યો...
તુ ક્યાં આ "જગત"માં કોઇનો
સહારો શોધવા મથે છે..!!
જો આ સ્વાર્થ ભર્યા
"જગત"માં લોકો મર્યા
પછીએ ખભા બદલે છે....જગત..jn

જો આ જગત.....


આ દુનિયા બહુ જાલીમ છે...
પ્રેમના નામે બહુ છેતરપિંડી કરે છે..
પહેલાં વિશાળ પાંખો આપે છે...
ઉડવા માટે વિશાળ ગગન આપે છે...
પછી એજ દુનિયા એક એક પિંછા
તોડીને તડપાવે છે...
આંખોમાં સમણા સજાવી ધૃસકેને
ધૃસકે રડાવે છે...
પડ્યો બોલ ઝીલનારા ક્યારેક એક
બોલ સાંભળવા તરસાવે છે...
સાચુ કહું તો "જગત"માં સૌની
ઝંખનઓ જ વધારે હોય છે.... jn

Good Morning...


ચાલો દોડીએ...
લઇ નવા સમણા..
સાચા કરવા...

આવી સવાર...
મરીચેય ની સાથે...
પ્રકાશ લઇ...

જાગી જાઓ સૌ...
સૌને જય શ્રીકૃષ્ણ...
શુભ સવાર....જગત

Sunday, March 16, 2014

પડકાર....


મારા ઓરડાની સામે જ
એક દરજીડો
એનો રુમ સજાવી
મને પડકારતો રહ્યો..
ને હું સ્તબ્ધ બની
અનિમેષ નજરે
એના "જગત"ને
નિહાળતો રહ્યો....jn

રંગ રસીયો ફાગણીયો આયો....


જો કેસુડા કેવા મજાના ખિલ્યા છે...
 ને પાછા ગાય છે રંગ રસીયો ફાગણ આયો...

વૃક્ષો માં નવા રંગ ભરી ફુલડા લાયો...
એક એક ડાળીને જાણે નવોઢા કરવા આયો...

રાસે રમતી ગોપ-ગોપીની યાદો લાયો...
ગોરી-ગોરી ગોરી ને લાલ કરતો ઉત્સવ આયો...

નવા નવા રંગ ઉડાડી આજ જાણે ફાગ ગાયો...
રસ ઋતુઓ નો જાણે રાજકુમાર આયો...

"જગત" નાચે છે આજ jn ને jaan સંગ...
સૌ ગાય છે.. રંગ રસીયો ફાગણીયો આયો....jn

happy holly....

આજનો મંગલ પર્વ 
એટલે હોલીકા દહન... 
હોલીકા દહન એટલે 
મારામાં રહેલા વિકારોને 
અગ્નિની સાક્ષિએ 
હોમ કરવાનો દિવસ...
હોલીકા જેવી રાક્ષસી 
વૃતિને મારામાથી 
દુર કરવાનો દિવસ...
આજના મંગલદીને 
"જગત"મા તૃષ્ટિના રંગો 
અને વિકારો પર વિજય થાય 
એવી એ જગદીશને અભ્યર્થના.....jn


Friday, March 14, 2014

મારા પ્રેમની પરાકાષ્ઠા....


અરે સાંભળ...
આજ આ આકાશ કટાક્ષથી
મારી તરફ નિહાળી રહ્યું હતું
ને મને પુછી બેઠુ...
બતાવ તારા પ્રેમની ઉંચાઇ..?
બસ મારુતો "જગત" જ જાણે
અવાક બની ગયુ...!!
મે પણ એને સંભળાવી દીધું
મારા પ્રેમની ઉંચાઇની પરાકાષ્ઠા
માપવી જ હોય તો પહેલાં
તારી ઉંચાઇ જરા વધારી લે....jn

એકવાર આવીને તો જો....

Happy ગીતા જયંતી....

હું તો રોજ કાનો બનીને આવુ છું...
ક્યારેક રાધા બનીને આવી તો જો..!!

હું તો રોજ તારી રાહ જોવુ છું...
ક્યારેક રુક્ષમણી બનીને બોલાવીતો જો..!!

હું તો રોજ ગોધન લઇ નિકળુ છું...
ક્યારેક ગોપી બનીને પુકારી તો જો..!!

હું તો રોજ ગીરીઘર બની આવું છું...
જરીક લાકડીનો ટેકો આપી તો જો...

હું તો રોજ ગીતાને ગાઉ છું...
ક્યારેક અર્જુન બનીને સાંભળીતો જો..!

હું તો ભવેભવ જગતમાં આવુ છું...
ક્યારેક યશોદા બનીને ઝુલાવી તો જો..!..jn

good morning. ...


નીજ કર ના..
દર્શન કી નમુ...
પ્રભાતે રોજ...

સોનેરી તેજ...
પ્રસન્ન ભાનુ શોભે...
ક્ષિતિજ ઓથે...

જુકીને આજ...
કહુ એ આદિત્યને...
ભલે પઘાર્યા...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી.....jn

Wednesday, March 12, 2014

મારા પ્રેમની ચમક....


જાણે છે ઓલ્યો
ઘૃવનો તારો
શુ સુચવે છે...??
હા તુ સાચુ જ સમજી..!!
આ "જગત" નો પ્રેમ
પણ તારા હ્રદયમા
અનન્ય બની
આજેય એમજ
ચમકે છે....jn..jagat

Monday, March 10, 2014

બોલ સાચું ને....!!


જાણે છે તુ..!!
મને સૌથી વધુ દુઃખ
તુ જ આપે છે...
પણ સાચુ કહુ
આ "જગત"માં મને
પ્રેમ પણ સૌથી વધુ
તુ જ તો કરે છે....jn

Saturday, March 8, 2014

happy women's day....


અહલ્યા દ્રૌપદિ સીતા તારા ને મંદોદરી આ પાંચ સતિ....
જેની આપણે પુજા કરીએ છીએ...

તેઓ એક
સારી પત્ની...
સારી માતા...
સારી બહેન...
સારી પુત્રી...
સારી મિત્ર...
સારી સારી સારી....હતી

આજે સારી ડોક્ટર..એન્જિનીયર..
વકીલ..શિક્ષક...વગેરે વગેરે...
બને છે એ ખુબ જ ખુશીની વાત છે
પણ સાથે સાથે એ પણ વિચાર જો..
કે હું...
જીજાબાઇ...સકુંતલા...
તારામતી...કુંતા...
વગેરે વગેરે.....
ક્યાંક મટી તો નથી જતીને..!!??

આજના દિવસની તમામ
માતાઓ બહેનો ને મિત્રોને
"જગત"ની... (jn..)
ખૂબ ખૂબ શુભ કામનાઓ....jn

Sunday, March 2, 2014

તારા જ છીએ...


દુખ એ વાતનું નથી કે
અમે ટુટવા માંડ્યા...

ચાલો જે થાય છે એ સારુ જ
અને જે થશે એ પણ સારુ જ...

પણ અમે તો આજેય તારા
તારાને તારા જ દીવાના છીએ...

જો હોય આ ખોટું..!! તો એક
જ પળમાં છુટે આ જગત....jn