Tuesday, May 27, 2014

ચાલ હવે ચાલીએ....

તારી આંખોમાં જાણે સાગર હોય..!!
એક બુંદ લઉં...??

તારા વિચારોમાં જાણે વૈકુંઠ હોય..!!
એક શબ્દ લઉં...??

તારી વાણીમાં જાણે અમૃત હોય..!!
એક ચુસકી લઉં...??

તારા અધરમાં જાણે ઝરણી વહેતી હોય..!!
એક ઘૂંટ પી લઉં...??

તારા શ્વાસોમાં જાણે જીવન હોય..!!
એક ધબકાર લઉં...??

તારા ઉરના ઉભારમાં  સૃષ્ટિનું સર્જન હોય..!!
પ્રેમની બે પળો લઉં...??

તારા એક એક અંગોમાં સમર્પણ હોય..!!
કહે તો માણી લઉં..??

તારી ચાલે આખું "જગત" ચાલતું હોય..!!
બે'ડગ હું એ ચાલી લઉં...??...jn

લે માપ હવે...

ક્યારેય સુર્યની તેજસ્વીતાનું
પ્રમાણ મપાય...!!

ક્યારેય ચંદ્રની શીતળતાનું
પ્રમાણ મપાય..!!

કયારેય સાગરના ઉંડાણનું
પ્રમાણ મપાય..!!

હવે તુંજ કે "જગત"ના પ્રેમનું
પ્રમાણ મપાય...??..jn

તારી જ રાહ જોવાય છે....

જો નીંદર તો તે મારી ચોરી છે..
પણ જો ચેનતો તારોય જાય છે...

જો ધબકારતો મારી ચોરી છે..
પણ શ્વાસતો તારો જ રૂંધાય છે...

જો સમણા મારા ચોર્યા છે..
પણ હકીકતતો તારીએ રોળાય છે...

જો શબ્દોતો મારા ઘણા ચોર્યા છે...
પણ તારી યે કવિતાતો ક્યાં લખાય છે..!!

"જગત"માં જો તારા બીજું શું ચોરાય છે..??
બોલ બાકીતો તારુંય મન ક્યાં ભરાય છે..!!..jn

Tuesday, May 20, 2014

તુ મળી......

પ્રેમની જ્યારે ઓળખ મળી
તનને તો મારા પાંખો મળી...

મનની જ્યારે માનીતી મળી
હ્રદયને જાણે ધબકાર મળી...

હકીકત મારી ત્યારે સમજાણી
સમણામાં તું આવીને મળી...

ઉડે જાતા હતા આ ગગાનમાં 
પડ્યાં જ્યાં ત્યાં ભાળ મળી...

પછી સમજાયું આ "જગત"નું સત્ય
આ બઘું ત્યારે હતું જ્યારે તું મળી...JN

Sunday, May 18, 2014

આવી જા હવે....

નાહકની તું 
નાટક કરે છે...
આજે પણ મારી યાદમાં 
હિબકા ભરે છે...jn

શું થાઉં હવે...

તારી યાદોને લઈ 
જીંદગી જીવતો હતો
ને લોકો કહે 
દીવાનો થઈ ગયો...

તારા સમણામાં 
જાગવાનુ ભુલ્યો હતો
ને લોકો કહે 
દેવ થઈ ગયો...jn

તું કહે તો.....

લાલ કિલા પર ચડી 
love u કહી દઉં...

કુતુંબ મિનાર પર ચડી
See  u કહી દઉં...

કેમ.. હજુયે શું વિચારે છે...??

ચાલ હજુયે કાંઈક એવુ કરીએ 
ને એકબીજાને મનથી ગમીએ...

હાથમાં હાથ જાલી ક્યાંક ફરીએ 
ને હ્રદયથી હ્રદય પણ ભેળવીએ...

ક્યાંક તારી-મારી ભૂલોને ભૂલીએ
ફરીથી જીવનમાં રંગોળી ભરીએ...

જાય છે એક એક કરતાં આ પળો
શાને આમ એકલા એકલા ભમીએ...

તુજ તો છે મારું આ "જગત"
હવે બસ તું જેમ કે એમ જ જીવીએ...jn

તારી ચુપકીદી...

તું મને 
એમ કહે છે કે 
હવે આપણો 
સંબંધ અહી પુરો...
આજ પછી 
હું કાઈ નહિ કહું 
પણ સાચું કહું 
મને તો તું 
ચૂપ રહે તોય 
સાંભળવું 
ગમે છે...jn

ચાલવુ હતુ હજુ ઘણુ....

પ્રેમ કરવાની રીત ના આવડી અમને,,
પણ તમને કદાચ સમજ ના આવી...

વાટ તો જોઇજ હતી તમારી,,
પણ મળવાની ઘડીજ ના આવી...

આવવુ હતુ તમને કે બહાનુ હતુ,,
પણ તે નવરાસ ની પળજ ના આવી...

ઉડવુ હતુ પંખીની જેમ આકાશે,,
પણ કોણ જાણે કેમ પાંખોજ ના આવી...

જાણીતી હતી એ રસ્તાની કેડી,,
તોય કોણ જાણે કેમ મંજીલ જ ના આવી...

ચાલવુ હતુ હજુ "જગત"માં ઘણુ,,
પણ કોણ જાણે કેમ "તું" જ ના આવી....jn

I M SORRY....

માણસ પહેલા
SORRY...કહે...
પછી ના માને તો
I AM SORRY...કહે...
તેમ છતાંય જરુર પડે તો
I AM REALLY SORRY...

આપણે ક્યારેય વિચારીયે
છીએ.. કે આવા શબ્દો ખરેખર 
દિલથી ઉચ્ચારીએ છીએ કે બસ
ખાલી Formality માટે...!!

ભૂલો કરી SORRY  કહી છૂટા.. 
જાણે ભૂલો કરવાનો પરવાનો ના હોય...!!

જો સાચેજ તમને દિલથી એમ થાય 
અને ભૂલ સમજાય તો એ ફરી 
નાજ થાય તો સમજવું કે તમારા
સાથી કે મિત્રનો પસ્તાવો સાચો છે...jn

HAPPY MOTHER'S DAY...

આપણી ભારતીય સંસ્કૃતિ 
એટલે માતા પિતાના ચરણોમાં 
૬૮ તિર્થોની અનુભૂતિ...

હું મારા માતાપિતાને 
રોજ સવારે અને સાંજે 
નિયમિત નમસ્કાર કરું છું...

હું રોજ MOTHER'S DAY અને 
FATHER'S DAY મનાઉ છું...jn

સાચું ને..!!!

આમ તો આપણા બેઉમાં 
જો એક સામ્યતા છે...
બન્ને ભૂલકણા છીએ 
જો તું મને ભૂલી 
આ દુનિયાદારી માટે...
ને હું ભૂલ્યો 
દુનિયાદારી તારે માટે...jn

તારી નજરના બાણ....

કેવા ચાલ્યા તારી નજરના બાણ
થઈ ગયા મારા હ્રદયની આરપાર...
જાણ્યું પણ નહીં ને માણ્યુુ પણ નહીં 
તોય થઈ ગયા ટુકડા એના બે'ચાર...
જાણીતી છે આ રીત "જગત"ની
મન પણ પાગલ.. ચાહે વારંવાર...jn

love u MAA...

એક પ્રસંગ આજ આંખો સામે રમવા લાગ્યો...

રડતા બાળકને એની માતાએ 
હાથમા લઈ આલુલુ....
ઉલુલુ....કહ્યુ ને બાળક તરત
છાનુમાનુ રમવા માંડ્યું...
મારી જીગ્નાશા વધી ગઈને
બહેનને પૂછ્યું કે એને તમે શું 
કહ્યું કે એ તરત હસવા લાગ્યું..!!
એક હળવા વિજઈ સ્મિત સાથે
મને જવાબ મળ્યો.. એને સમજવા 
તમારે મારું બાળક બનવું પડે...jn

ક્યારેક તો આવીશને...

સુરજ ભલે
સાંજ ઢળે ઢળી જાય..

ચાંદ ભલે
પરોઢીયે વહી જાય..

તારલા ભલે
અરુણોદય મા છુપી જાય..

પણ "જગત" મા
 અવિરત જોઈશ રાહ
ક્યાંક તું આવી જાય ..!!..જગત ( jn )

ચાલને હવે...

ચાલ આવીજા એકવાર...
બાહોમાં ભરી લઉ...
શ્વાસોમાં સજાવી લઉ...
આંખોમાં આંજી લઉ...
સમણામાં પરોવી લઉ...
કાનમાં ગુંજન કરી લઉ...
તારી ચાલ ચાલી લઉ...
આમજ સાથે ચાલ "જગત"માં
હોઠોમાં તારા જરા હસી લઉ...jn

તરી ગયા અમે...

તું નથી જાણતી પણ તારી 
સાથેની આ ચાર પળોમાં હું 
ચાર જન્મારા જીવી જાઉં છું...

હોય જ્યારે તું પાસ મારે 
સૌ કોઈ કહે જાણે હું સોળ 
કળાએ ખીલી જાઉં છું...

થાય જ્યાં સ્પર્શ તારો 
ને હજારો વોલ્ટેજના 
જટકા જાણે હું સહી જાઉં છું...

સ્પર્શે જો અધિરા એ અધર 
તારા ને જગતનો એ 
ભવસાગર હું તરી જાઉં છું....jn

બસ આવા જ છીએ અમે...

ચાલી નિકળ્યા સંગે વિના વિચારે અમે...
અંજામ ના જાણ્યો ને ડગલાં માંડ્યાં અમે...

જીત કે હારની રમત જ ક્યાં હતી..!!
ના આશ લગાવી હતી કોઈ ઈનામની અમે...

પ્રેમપથ આમતો ફુલોથી સજેલો હોય છે
તોય કાંટાની જાજમ પર પગલાં ભર્યા અમે...

બની ગયા ગઝલ અમે કરેલા સંવાદો
વાહ વાહના નારા સાંભળીને હરખાયા અમે...

તને થશે કે ભૂલી જઈશ તું આ હકીકત
પણ એ ના ભુલતી કે તારો ધબકાર છીએ અમે...

તસવીરની તારી જરુર ક્યાં છે અમારે
બંધ આંખમાં નિહાળી લઈએ છીએ અમે...

છે કોઈ જગ્યા આ "જગત"માં જે સાચવે..!
પરલોકે પણ અપડાઉન કરી થાક્યા અમે....jn