Monday, June 30, 2014

નૂતનવર્ષાભિનંદન.....

મીઠો આસાંજો કચ્છ... 
ને મીઠો આસાંજો માડુ....

મીઠી આસાંજી ગલીયુ... 
ને મીઠી આસાંજી પ્રિત...

આપ સૌને મુબારક... 
આજ ની આ અષાડી બીજ...

અમ કચ્છીઓ નુ આપ સૌને 
નૂતનવર્ષાભિનંદન.....jn

તારા પ્રેમની પરાકાષ્ઠા....

જોને બુંદ પડ્યું... જાણે તારા પ્રેમનો વરસાદ...
ભીંજવે મુને તારી આહટનો એ પ્રતિસાદ.. બની વરસાદ...

સરક્યા હૈયાના ચીર.. જાણે હોય બારે મેઘ ખાંગા...
બંધન તુટ્યાં જોબને.. આવ્યું અણધાર્યુ પુર, બની વરસાદ...

હ્રદય ઝરુખો ખીલ્યો.. કર્યો જ્યાં અધરે વરસાદ...
સોળ કળાએ ખીલી.. ટહુકા કરે, ભીંજવે એ બની વરસાદ...

મનમા તારે થયો ચમકાર.. બની વેગીલી વરસવા...
વિટાંણી વાયરામા.. તોફાની થઈ પડી, બની વરસાદ...

રંગોળી છાપી ઉર પ્રદેશે.. મનદંડી ઉતાવળી થઈ...
કાયા બની અમી.. અધરોએ કરી હેલી, બની વરસાદ...

ભવોભવની કોરી.. તરબોળ બની ડૂબતી રહી...
અનરાઘાર સિંચતો રહ્યો અમીને.. બની વરસાદ...

અતૃપ્ત બનેલી.. ઓડકારના રસપાન પીતી રહી...
તરસ છીપાણી "જગત"ની.. રહી વરસતી બની વરસાદ....jn

પ્રેમ પ્રેમ પ્રેમ .....

જો આ ખાલી પ્યાલીનું ય વજન લાગે છે...
આખી જીંદગી તારા વિના ગહન લાગે છે...

સાગરનાં હિલોળા જો, ભર્યો ચમન લાગે છે...
રાહ જોવે તળાવ, એને ક્યાં પવન લાગે છે..!!

ક્ષીતીજ ના અડકે, સાગર નાનો, તોફાન લાગે છે...
નવીનતામાં તને જણાઉ તો અમન લાગે છે...

લાગણીના એક શબ્દે મપાય, એ મહાન લાગે છે...
બાકી શું કહુ.. !! આ જગત પણ સદન લાગે છે.....jn

HAPPY ASHADHIBIJ.....

દરેક માતા પોતાના પુત્રને 
શીવાજી બનાવવા માગે છે
પણ પોતાની જાતને ક્યારેય 
જીજાબાઈના રોલમાં વિચારે છે..??

દરેક માતા પોતાના પુત્રને 
હનુમાન બનાવવા માગે છે
પણ પોતે ક્યારેય અંજનીના
બલિદાનને સમજી શકી છે..?

દરેક માતા પોતાના પુત્રને 
દેવકી બની જન્મતો આપે છે..
પણ જશોદા બની ક્યારેય
કાનાનું નિર્માણ કરી શકી છે..?..jn

Friday, June 27, 2014

જોઈએ છે...કોઈ મળે તો કે'જો...

માણસથી માણસને જોડે 
એવો એક સેતુ બનાવવો છે...
નીકળતા અશ્રુને રોકવા 
એક જળાશય બનાવવો છે...

સંબંધોમાં પડતી તીરાડોને
પુરવા કારીગર બનાવવો છે...
મગજની સંવેદનાઓ માપે એવા
યંત્રનો નિષ્ણાત બનાવવો છે...

માનવ શરીરમાં સ્ફુર્તિ ને ઉર્જા ભરે
એવો એક પંપ બનાવવો છે...
દુઃખના કિનારેથી સુખના સાગરે જાય 
એવો ઓવરબ્રીજ બનાવવો છે...

સુખના ટેંડર ભરી શકે એવો 
માર્કેટીંગ ઓફિસર બનાવવો છે...
આ બઘું સરસ રીતે પાર પાડી શકે
એના માટે સંચાલક બનાવવો છે...

ક્યાંક મળી જાય BE/DIPLO.IN HEART
ENGINEER... તો કે'જો...
જગદીશના આ "જગત"નો 
તેને MD બનાવવો છે.....jn

સંધ્યા...

ખીલી છે આ સંધ્યા...
જાણે હોય એ કાકવંઘ્યા...

આતુર છે મળવા ક્ષીતીજનેે...
જાણે હોય એ નવોઢા.....jn

કાકવંધ્યા ( પ્રથમ વાર જેને ગર્ભ 
ધારણ કર્યો હોય એવી સ્ત્રી )

Thursday, June 26, 2014

શખ્ખો.....

જોઈ તારો શખ્ખો પ્રેમમાં પડ્યો...
તોય જન્મારો આખો ઓછો પડ્યો....jn

શખ્ખો (ચહેરાનો મનોહર દેખાવ)

ઉપવન....

મળ્યાં છે આજ આ બે તન...
ખીલ્યું છે જાણે એ ઉપવન....jn

મળ્યાં છે બે તન...
ખીલ્યું છે ઉપવન...

એક થયા મનોમન...
સાક્ષી છે એ પવન...jn

પુરી છે રંગોળી.....

વહેલી સવાર ની ઠંડી ગુલાબી
રંગીન ફુલોએ પાથરી રંગોળી

ઉઘડી આંખે યાદ કર્યા મનાવી
સુંદર પ્રભાત અલૌકીક જાણી

ગુંજન મીઠું હજુય બોલ માણી
વારંવાર સાંભળુ, છું મમળાવી

મહોહર ચેહરો ઠ્ઠ્ઠ્ઠો જાય ભૂલાવી
તરવરાટી આંખો, હસ્તી બોલાવી

ધીમી જો ગતિ, ધડકન ભાગતી 
એહસાસી "જગત"માં દોડી વહેતી....jn

Tuesday, June 24, 2014

મને ગમશે....

તમારું સ્મિત બની 
લહેરાઇ જવાનું મને ગમશે...
તમારાં આંસુ થઇ 
લૂંછાઇ જવાનું મને ગમશે...

તમારી શેરીમાં આવીને 
પહેલા જોઇ લઉં તમને...
ગમે ત્યાં એ પછી 
ફંટાઇ જવાનું મને ગમશે...

પ્રતિબિંબો તમારાં જો 
ન દેખાડી શકું તમને..
તો દર્પણ છું છતાં 
તરડાઇ જવાનુ મને ગમશે... 

"જગત"માં એમ તો 
હું ક્યાંય રોકાતો નથી કિન્તુ...
તમે જો રોકશો તો રોકાઇ
જવાનું મને ગમશે.....jn

Monday, June 23, 2014

He is GOD.....

અરે હા....

આજ મને એક
એન્જિનીયર મળી ગયો....
મને કહે જો મારી તાકાત
આ મકાન જો... એની એ બનાવટ
ને એની ઘડાઈ પણ..
મારા હોઠ હસ્યા ને બોલ્યા...
લે અમારા ગામમાં તો ઓલ્યો
દરજીડો ( પક્ષી ) જો કેવા લૂક સાથે
એનું મકાન બનાવે છે....
એ પાછો જુસ્સાથી બોલ્યો
આ બિલડીંગ જો તારું માથું ભમી જશે
એટલી ઉંચી છે ને જો કેવી રીતે
ઉભી છે એ પણ જો...
મારા હોઠ પર અટ્હાસ્ય આવ્યું..
મે એને કહ્યું જો આ આકાશ..
ક્યાંય છે એમા એક પણ થાંભલો..??
ઉભુ છે ને તોય..!!
બસ એ એન્જિનીયર મારી સામે
જ જોઈ રહ્યો.. પણ આ વખતે એને
કાંઈ બોલવાની ઘેલછા ના કરી..
પણ મે કહ્યું GOOD NOON....jn

Friday, June 20, 2014

તારા વિહોણ.....

જોઉ આકાશે બંધાતા નીતનવા બંગલા...
તોય રહીયે ઘર વિહોણા...
સંબંધ ઘણો જુનો રહીએ તોય અળગા...
કેમ રહીયે તારા વિહોણા....

પ્રગટેલા એ દિવડાની જેમ સળગતાં.
દિલના દ્વાર તારા વિહોણા...
ખળ ખળ સરે બુંદો ને ઝરણા બની વહેતા...
આંસુ એ તારા વિહોણા...

નીંદર ત્યજીને જોઉ તો પડી ગયાં છુટા...
સમણા તારા વિહોણા...
સાપ જાય ને રહી જાય જેમ એના લીટા...
રહ્યા એમ તારા વિહોણા...

અંતરથી અંતરનું અંતર જેમ  વધતું  રહ્યું...
કેમ કપાય તારા વિહોણા...
મજધાર વટાવી કિનારે ડૂબતાં વહી રહ્યું...
મંજીલ દૂર તારા વિહોણા...

બંધ આંખોએ વાંચુ તારા હાલ..
આ ખુલ્લી આંખોમાં...
અંધાપો તારા વિહોણા...
શ્વાસોની ગતિ સરકતી ને આંખો પાછી વરસતી...
ચુકાય ધબકાર તારા વિહોણા...

કોની ભૂલ ને કોનો વાંક..કે થઈ પછી ઉતાવળ ક્યાંક..!!
કહું કોને તારા વિહોણા...
જગતમાં કોઈક તો બતાવ જે સમજે આ સંબંધને
અધુરો સંસાર તારા વિહોણા....jn

Thursday, June 19, 2014

વિશ્વાસ...

ખુદથી વધુ તારામાં
વિશ્વાસ રાખું છું....

એટલે જ તારા નામે
શ્વાસે શ્વાસ રાખું છું....jn

Wednesday, June 18, 2014

જગતની શેર....

નિકળ્યા હતા દુનિયાની શેર કરવા...
ને રસ્તામાં જ રોકાઈ ગયા...

ચાલ્યા હતા આ સૃષ્ટિને સમજવા..
ને નાસમજ બની થંભી ગયા...

લીધો વિસામો કંઈક પળોનો જરા..
ને ઘર સમજી વસીજ ગયા...

કિસ્મતમાં ન હતી એ, ના એની ચાહના..
હાથોમાં લકીર કોતરાવી ગયા...

કરેલી ટમ ટમ બુંદોથી શરુઆત..
ને મુશળધાર હેલી વહાવી ગયા...

ના હતું આવું કોઈ "જગત" અમારું..
ને આખું અંગત બનાવી ગયા...jn

તારી યાદ....

તારી યાદોને કહીદે આમ 
હરતે ફરતે ના આવે...

અને જો આવવુંજ હોય  
તો તને લઈને આવે...jn

Saturday, June 14, 2014

એક હકીકત કહું કે ક્લ્પના...

ચંદ્રની સાક્ષીએ 
તારો હાથ જાલ્યો છે..

અધરની ઉષ્માથી 
તારી માંગ સજાવી છે...

હ્રદયના સ્પંદનથી 
વેદોચ્ચાર કર્યો છે...

વિશ્વાસની મેદનીએ 
આશીષ આપ્યા છે...

તારલાએ જાણે 
પુષ્પ વર્ષા કરી છે...

નભમંડળે એ મિલનની
શોભા વધારી છે...

મનના તરંગોએ 
આલીંગનમાં ભરી છે...

કલ્પનાઓ ના સહારે 
તારા અંગેઅંગમાં...

આ જગતના પ્રેમની 
મહેક ભરી છે.....jn

Friday, June 13, 2014

શુભ સવાર....

નીજ કર ના..
દર્શન કરી નમુ...
પ્રભાતે રોજ...

સોનેરી તેજે...
પ્રસન્ન ભાનુ શોભે...
ક્ષિતિજ ઓથે...

જુકીને આજ...
કહુ એ આદિત્યને...
ભલે પઘાર્યા...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી.....jn

Thursday, June 12, 2014

માણસ ....

ઉપગ્રહ છોડવાવાળો માણસ 
પૂર્વગ્રહ છોડી શકે છે...??

ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??

મારું મારું કરતો માણસ 
આપણું ક્યારેય કહી શકે છે...??

સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..jn

કભી ખુશી કભી ગમ.....

તું જાણે છે 
મને આ મૃત્યુનો 
અણગમો કે ડર 
કેમ નથી....??
જો ક્યાંક મારા
જવાનો શોક હશે..!!
પણ આ "જગત"માં  
ક્યાંક મારા 
આગમનની ખુશી 
અનહદ હશે....jn

Sunday, June 8, 2014

એક ઘટના......

અરે.....
આજે એક ઘટના ઘટી ગઈ...

અચાનક એ આવી ને મને કે...
તારી પાસે કાંઈક માગું...?
મેં પણ કહ્યું હા માગીલે....!!
એ બોલી મને તારામાં ઘર 
બનાવી રહેવું છે...!!
મેં પણ કહી દીધું દિલના 
દરબારમાં રાજ છે તારું
ગુલામ કે દાસી બનીને નઈ
પણ બેગમ બનીને આવ...
જાણેછે એ શું બોલી...!!
મારે તો બાદશાહને ગુલામ 
બનાવવો છે...
તારા દિલના દરબારમાં નહીં..
મનના મહેલમાં રહેવું છે...
તારા શ્વાસોની સેજ પર બેસવું છે...
હૈયાના હિંચકે હિંચવું છે...
તારા હ્રદયની રજાઈમાં સુવું છે...
બસ એ બોલે જતીતી ને મેં પણ 
મારી બાહોને ફેલાવી....
બસ સુનમૂન થઈને મારામાં 
વિંટળાઈ વળી...
હું બસ એટલુંજ બોલ્યો બોલ 
મળી ગયું તારું "જગત"...!!
ને એ ખોવાઈ ગઈ એના જગતમાં...jn

આઈનો બોલ્યો.....

એક દિવસ એ
આઈનાની સામે
ઉભો હતો ને મેં
એને કહ્યું તારી જાતને
જરા સાફતો રાખ...!!
આઈનો
અટ્હાસ્ય કરતો બોલ્યો
તારી આંખો ધૂંધળી છે
કચરો તારી આંખોમાં છે....
મને તરત
સમજાઈ ગયું
આ "જગત"માં પણ
આમજ હશે...હશે..!!??
પોતાના દોષ
બીજા પર ઢોળવો....jn

એક સત્ય...

કોઈકે બહુ સરસ કહ્યું છે...કે
પાણી અને સંબંધ એ બે વચ્ચે 
બહુ સામ્યતા છે...
સંબંધ અને પાણીને હમેશા 
સાચવીને જ રાખો....
પાણી ભલે ગમે તેવું હોય...
કદાચ એ પીવાના કામમાં ના 
પણ આવે...!! 
પણ આગને બુજાવા તો 
એ જ કામ આવશે...
બસ આ જ એક સચ્ચાઈ 
"જગત"ની એ સમજી જાય....jn

જાણી તોય અજાણી.....

મંદિરમાં જઈને 
પત્થરમાં રહેલા 
એ કઠોર જગદીશને 
હાથ જોડી હરકોઈ 
નમન કરે છે...
ઘરમાં રહેતાં 
એ જીવતા સ્વજનોને
કદાચ કોઈ સાંભળવા 
પણ તૈયાર નથી હોતા..!!!..jn

Wednesday, June 4, 2014

happy birthday.....

આજ શું આપું આપને..!!

કમળ પાસેથી કાબેલિયત...
ગુલાબ પાસેથી કોમળતા...
ગરુડ પાસેથી તેજ નજર...
કુર્મ પાસેથી સતત ગતિ...
સાવજ પાસેથી નિર્ભયતા...
ઐરાવત પાસેથી દીર્ઘ દ્રષ્ટિ...
મયુર પાસેથી જીવન કળા...
કોયલ પાસેથી મીઠી વાણી...
શીયાળ પાસેથી ચતુરાઈ...
જગતની બઘીજ કળાઓ આપના
જીવનમાં ધરીને આજ કહું...
HAPPY BIRTHDAY Dear.....jn

બસ આમ જ બેઠો છું.....

કલમ ન હતી એટલે કિટ્ટો લઈને બેઠો...
શાહી ના મળી એટલે રક્તની બુંદે લખવા બેઠો...

લખવી હતી તારાપર એક ગઝલ...
તારાજ કહેલા શબ્દોને શોધવા બેઠો...

તે કરેલા વાયદા ને વચનોને નિભાવવા...
મૂંઝવણ સાથે મનને મનાવવા બેઠો... 

જાણતો હતો તોફાની સાગરની આ સફર...
તારા પ્રેમની નાવમાં મંજીલ ખુંદવા બેઠો...

વહેતા જતાં એ સમયના વહાણમાં...
તારી યાદોને સહારે ભવસાગર તરવા બેઠો...

મુશ્કેલ છે "જગત"માં એકલા મઝધારે ચાલવું...
તોય તારી સુવાસના ચપ્પુ ચલાવા બેઠો....jn