Thursday, December 25, 2014

તને શું થાય છે....

આજ કેમ આમ થાય છે જે જુઓ રીસાય છે..
વાતમાં માલ નથી, વાતનું વતેસર થાય છે...

સાગરે માછલીઓ સામે જંગ છેડ્યો છે..
કિનારે મછવારાના ટોળા ઉભરાય છે...

વસંતને શું વાંકુ પડ્યું છે વાયરા સાથે..!
સુગંધની હડતાલ વાયરામાં જણાય છે...

આકાશે કરી છેડતી ઓલી ધરાની..
એટલે જ ક્ષિતીજ આમ અકળાય છે...

યમરાજ પણ આમ ટુટીયું વાળી બેઠા..
જ્યાં જુઓ ત્યાં 108 દોડાવાય છે...

હિમાલયના દેવાલયો ખાલી દેખાયા..
હાલતે ને ચાલતે બરફનું યુદ્ધ છેડાય છે...

આવાને આવા કાવાદાવા છે જગતમાં..
તમારાય હોઠ ઇર્શાદ...કહી મલકાય છે...jn

No comments:

Post a Comment