Saturday, February 28, 2015

ચાલ...


હવે એક એક શ્વાસ તારા, આમ લખી દઉં..
હવાને કહી તારો પહેગામ લખી દઉં...

આકાશના આકારનું કારણ કોઇ પૂછે..!!
વાદળના ખેતરે તારું ફરમાન લખી દઉં...

જીવનભર કરીશું પ્રેમ, ભલે લાગે વહેમ..
જાલીમ દુનિયાને હવે અંજામ લખી દઉં...

મળી જ જવાના ક્યારેક આમ અમસ્તાજ..
લાવો તમારા હૈયે એવી હામ લખી દઉં...

ક્યારેક તો કહેવાના આ "જગત" અમારું..!!
વિના વિચારે બધું તમારે નામ લખી દઉં....jn

શું કહું તમને...!


ધગધગતી રેતની હુંફ વિશે શું કહું તમને..!
ક્ષીતીજ ને પાર અફાટી રણ વિશે શું કહું તમને...!

હ્રદયમા ઉઠતી છલાંગો, ઘાયલ કરતી વળી..
ઝાંઝવાના અખાટ સાગર વિશે શું કહું તમને...!

મંજીલ ક્યાં અળગી છે..? સાવ સીધી સામેજ છે..
ભીતરી ભાંગફોડ ને હુલ્લર વિશે શું કહું તમને...!

તરસ છે આંખોમાં આભાસી ધોળા સાગરની..
નિતરતી બુંદની ખારાશ વિશે શું કહું તમને...!

જીવનભર જોતા રહીશું આવુંજ એક જગત..
આઇનાની ઉઘાડી સચ્ચાઇ વિશે શું કહું તમને....jn

Friday, February 27, 2015

ઝંખના.....


Sorry....
કહ્યું મેં... તો....
મારા હાથમાંથી 
હાથ છોડાવી 
મોઢું ફેરવી લીધું...

I am sorry....
આમ કહી 
મેં હાથ જાલ્યો તો....
જાટકો મારી હાથ છોડીને 
મોઢું મરોડ્યું...

I am really sorry....
આ વખતે 
એમની આંખોની ભાષા 
મેં વાંચી લીધી....
તરત મારી બાહો ફેલાવી...

બસ આજેય એમના 
એમજ સાચવીને રાખ્યા છે..
એમની ઝંખના જ
આવા "જગત"ની હતી......Jn

પ્રેમની ઇમારત.....


દુરથી જ તને જોઇ ખુશ રહેવું,
આવીજ મારા પ્રેમની રીત છે..

લાગણીયોની રેત સંબંધોનો સિમેન્ટ,
પ્રેમનું પાણી ને અહેસાસોની ઇટ છે...

શંકા-વિશ્વાસ.....


શંકાની
super fast
માણસને 
ખાડામાં જ 
લઇ જાય છે..
જ્યારે 
વિશ્વાસના 
વહાણ
મધ દરિએથી
મંજીલ સુધી 
લઇ જાય છે....jn

સાત ભવનો પ્રેમ.....


સાત 
જનમની 
બઘા 
વાતો કરે છે..
પણ 
આપણે તો,
આજ ભવે 
સાત ભવનો 
પ્રેમ 
કરવો છે...jn

વિશ્વાસ....

ક્યારેક 
વધુ 
પડતો 
વિશ્વાસ 
માણસને
જગતમાં 
મોઘો
પડે છે...jn

Sunday, February 15, 2015

વેલેનટાઈન ડે ની શુભેચ્છાઓ...


જોને આ વેલેનટાઈન ડે પાછો
કોઇ રંગ ઉડાડડવા આવે છે...

ક્યારેક હસ્યાના ઓરતા તો વળી
ક્યારેક રુદનની કથની લાવે છે...

જીવનનો બાઞ અદભૂત ખિલાવી પાછો
ક્યારેક એજ અગ્નિ વરસાવે છે...

હરખ ગેલા ગીતો ગવરાવે ને ક્યારેક
પત્થરને પિગળાવે એ રુદન લાવે છે...

એ જ નવા સ્મરણો જગાવે છે તો વળી
ઘાતકી બની ઉજાડવા આવે છે...

વસંત પણ એજ લાવે છે આ "જગત"માં
ને પાનખર પણ એજ લાવે છે...jn

ગાલનું ખંજન....


આમ આંખોમાજ રાખશો....??
વહેતા વહેણની દશાતો જુઓ..!!
હજારો વહાણ ડૂબી ગયા હશે..
આ ગાલોના લોલુપ્ત ખાડામાં..
તેમ છતાં નાવ હંકારવાનું મન,,
હવે લાગણીઓના ચપ્પુ ચલાવા દે..
જગતની મંજીલ દેખાઇ રહી છે...jn

I LOVE MY INDIA....


આજનો દિવસ પ્રેમને યાદ કરવા 
પશ્ચિમી લોકો દ્વારા ઉજવાય છે...
ભારતની ભૂમિ પ્રેમ માટે પૂજાય છે..
આજનો મંગલદીન એટલે
માતૃભૂમિને પોતાની જાત કરતા પણ 
વધારે પ્રેમ કરનાર એવા અનન્ય 
વિરોના બલીદાન તેમજ એમના પ્રેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ...
ફાંસીની સજા સાંભળતા જ આનંદમાં 
નાચી ઉઠે ને હરખભેર કહે તારા પ્રેમનું રુણ 
ચૂકવવા ફરીથી જન્મ લઇશું...
"જગત"માં આવા અલૌકિક પ્રેમને નમસ્કાર..
મારું ભારત મહાન છે 
આવા પ્રેમીઓના બલીદાનથી..
 I LOVE MY INDIA.....jn

Thursday, February 12, 2015

જગત"ની મહેક...


કરુ ચુંબન ને અચાનક તું ભટકી જાય..
અધરોના દ્વન્દ્વમાં શ્વાસ તારો અટકી જાય...

મળે તારો સ્પર્શ ને એકાએક આમ,
શરીરે મારા હજારો વોટ ઝબકી જાય...

પ્રેમનો સ્પર્શ ને અધરોની અધિરાઇ..
મળવા જાય ને અધવચ્ચે કોઇ ટપકી જાય...

છેડાય મીઠા સુર, જાણે કોઇ વાજીંત્ર..
હળવા સ્પર્શ સાથે તું ક્યાંક બહેકી જાય...

હોઠની હળવાશ, આંખોની આળસમાં..
હૈયાનું આવરણ અચાનક સરકી જાય...

હું કાઇ કહું ત્યાંજ શરમ તમારી..
એકાએક આલીંગનથી લટકી જાય...

અનન્ય એવા સિંચનમાં માદકતા ભળે..
જગદીશનું આ "જગત" આમ મહેકી જાય...jn

GOD WITH ME....


લહેરો ઉડી રહી છે હવા વહી રહી છે..
હું  જરા દરિએ ટહેલવા ચાલ્યો...
સાગરને કેડી બનાવવી પડશે...

અરુણ આવ્યો, કિરણો પથરાઇ..
આદિત્ય આજ બાળવા આવ્યો..
ચંદ્રને શીતળતા પાથરવી પડશે..

ક્ષિતીજ પથરાયું આપણા મિલને..
ફુલોને મહેકાવવા વસંત આવ્યો..
તારલાએ શોભા વધારવી પડશે...

કર્યો શૃંગાર, વળી ચાલ નખરાળી..
આંખોમાં ઇશારા ભરમાય..
હવાને માદકતા પ્રસરાવી પડશે...

બુલંદ છે ઇરાદા, અસ્મિતા છે હૈયે.
અડકવા જાઉં હિમાલયનો તાજ..
આકાશે કેડી કંડારવી પડશે...

રહ્યા ભલે દુર આકાશી વાદળ..
લાગે થાક, બે ઘડી વિસામા કાજ..
વાદળે ચાદર બીછાવવી પડશે...

તે કરેલો વાયદો, આપેલું વચન..
જીવન જંગમા "જગત"ની સંગે,,
જગદીશે અનુભૂતિ આપવી પડશે...jn

જીવન


આજે
તે
મને એમ પૂછ્યું  
જીવન શું છે..?
બસ 
તારી આંખોમાં 
આંખો નાખી,
હમેશની જેમ 
હાથ જાલ્યો 
અને તરત 
એક સંતોષ કારક 
સ્મિત સાથે 
તું મારામાં 
વિંટળાઇ વળી....jn

Friday, February 6, 2015

પ્રેમદીપ....

આંખમાથી નીકળેલુ એક આંસુ આજ રોકી લીધુ...
હોઠ હસતા રહ્યાને હ્રદયે આજ રોઇ લીધુ...

આજ જાણે તેને કોઇના હાથે સેંથુ ભરાવી લીધુ...
કહે છે લોકો આજ પાગલ મને, એમ કહી સૌએ હસી લીધુ...

તુજ તો કરતી હતી સાથે જીવવા મરવાની વાત,,,
ને આજ ધબકતી ધડકને તેજ કફન ઓઢાડી દીધુ...

ચાહીશ "જગત"ના અંત સુધી પરવાનાની જેમ,,,
આજ તે પ્રેમદીપ બુજાવી જીવનમા અંધારુ કરી દીધુ....jn

ઈનામ....

રણ ને વટાવી જા, તો સમુંદર ઈનામ માં..
પર્વત પર ચઢી જા, તો શીખર ઈનામ માં...

ઠેકી ને જે આવે ધર્મ ના વાડા ની વાડ ને..
ઍના જ માટે રાખ્યો છે ઈશ્વર  ઈનામ માં.....

ભવસાગર તરી જા તો સાગર ઈનામમાં..
ક્ષીતીજ ને અડકી જા તો ધરા ઈનામમાં...

લાગણીયો ને સમજી  જા તો હ્રદય ઈનામમાં...
ઐસ્વર્ય ને સમજી જા તો માનવ મન ઈનામમાં..

જીવનને સમજી જા તો નિજાનંદ ઈનામમાં..
જગતને સમજી જા તો જગદીશ ઈનામમાં... Jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, February 3, 2015

LOVE U 2 3..


આજેય યાદ છે 
તારી એ નાદાની 
જાણી જોઇ મને 
I LOVE U 
કહી મારા મોઢે 
LOVE U 2 3..10 DHEN 10..
સાંભળવાની આતુરતા....
ને પછી દોડીને મારામાં 
ક્યાંય સુંધી લટકી રહેવું...jn

મને ગમતું...

આમ ક્યાંય સુધી તારુ લટકવું મને ગમતું..
તારા અંગે અંગનું વીંટળાઇ જવું મને ગમતું...

ધબકારનું આમ મળવું અને થતો દ્વન્દ્વ..
પગ પછાડી મારામાં ભળવું મને ગમતું...jn

"જગત"ના જાણકાર..

તમે રિસાયા અમને મનાવતા ક્યાં આવડે છે..
તમને જ ચાહ્યા છે પણ જતાવતાં ક્યાં આવડે છે...

લાગણીઓ વહેવડાવાની હઠ જો પકડી છે..
આંસુઓની જલધારી ચડાવતા ક્યાં આવડે છે...

દુનિયા ખૂબ જોઇ એના રંગોને નિહાળ્ય..
મોસમની જેમ રંગો બદલતા ક્યાં આવડે છે...

ખુશીઓ લઇ નિકળ્યા દિલના બજારમાં..
આવેલી ખોટ.. મોઢુ મચકાવતા ક્યાં આવડે છે...

મળી જશે અનેક "જગત"ના જાણકાર..
તારી જેમ કમર લચકાવતાં ક્યાં આવડે છે...jn

જીંદગી એટલે શું..?

આજે
તું 
એમ પૂછીશ 
જીંદગી એટલે શું..?
બસ 
તારી આંખોમાં 
આંખો નાખી લઇશ..
હમેશની જેમ 
હાથ જાલી લઇશ..
અને તરત 
એક સંતોષ કારક 
સ્મિત સાથે 
તું મારામાં 
વિંટળાઇ વળીશ...jn

દુનિયા મળી ગઇ....

સાકેતની સાહસિકતા સમજાઇ ગઇ..
જીગરની જીગર ટકરાઇ ગઇ...

તૃષાની તૃપ્તતા અંકાઇ ગઇ..
આગમની ઓળખ પિછાણાઇ ગઇ...

અતુલની આળસ ખંખેરાઇ ગઇ..
આલમની અંગડાઇ ઓગળી ગઇ...

અનપઢની દીશા નક્કી થઇ ગઇ..
ઘાયલની ઘટના ઇતિહાસ બની ગઇ...

મિતુલની મીઠાશ ફાવી ગઇ..
બે'દિલની લાગણી ગમી ગઇ...

આરતીની સાલસતા ભાવી ગઇ..
કુંજન ગુંજનને સંભળાવી ગઇ...

સરલની સરળતા સરકી ગઇ..
અનસુયાની આંખો ભટકાઇ ગઇ...

ભાવનાની ભાંગજડ ટળી ગઇ..
નિપુણની નિપુણતા મપાઇ ગઇ...

રેખાની રેખાઓ કોતરાઇ ગઇ..
શીલની શીલતા ઓગળતી ગઇ...

ઉષાની ઉર્મિઓ અંકાતી ગઇ..
પ્રેમાર્દના દર્દને ઠાલવતી ગઇ...

પ્રદીપની જ્યોતિ પરખાઇ ગઇ..
શૈલેષની સોડમ મહેકાઇ ગઇ...

અદીશની દિશા નક્કી થઇ ગઇ..
ધૃવની ચમક જરા અડકી ગઇ...

લતાની લતાઓ વીંટળાઇ ગઈ...
નાજુકની નાજુકતા નીરખાઈ ગઈ...

સ્મિતા આવી ને સ્મિત રેલાવી ગઇ..
જ્યોતિની જ્યોત ઉજાસ ફેલાવી ગઇ...

હવે શુ રહ્યું બાકી આ જગતમાં ..!!
માગી દોસ્તી ને દુનિયા મળી ગઇ...jn

દાસી....

દાસી તો હું પણ કાનાની બનતી રહી..
કઇંક કેટલા ભવથી જનમ લેતી રહી...

તોય કેમ ના જાણે તરસ છીપાણી,,
ભવો ભવ તરસ મારી વધતી રહી...

પ્રિત તો કરી ઘેલી થઇને મે,,
તોય વારંવાર અવતરતી રહી...

માગ્યો હતો કાનાનો સાથ આ ભવે,,
તોય ભવે ભવ એ ઝંખના ઝંખતી રહી...

દોડતી ને ભટકતી ગામે ગામ,,
માધવને માનવમા હું ગોતતી રહી...

જોવી છે હજુ એ રાહ મારે આ ભવે,,
ભલે ને આજ સુધી, ઝોળી ઝૂલતી રહી...

મલ્યુ હતું આ ભવે જગત એવું,
તોય કેમ, જાણી ને અજાણ બનતી રહી....jn