Sunday, May 31, 2015

જગત"ની ભીનાશ.....


અચાનક આવીને મને કે 
મારે આજ તને કાંઈક.....
બસ કહેતા કહેતા તો 
ધૃસકે ને ધૃસકે રડવા લાગી...
પરિસ્થિતિને પામી ગયો હું
બઘું જ સાંભળ્યા પછી બસ 
એટલું જ બોલ્યો......
દિલ ખાલી કર્યો વગર તું મને
દિલ ફાડીને પ્રેમ કેમ કરી શકીશ.!!
બસ આગળ કાંઇ બોલું એ 
પહેલાં જ  એકાકાર બની 
એના "જગત"ની ભીનાશ
મારામાં ભરતી રહી.....jn

Sunday, May 24, 2015

પ્રેમના શિખર.....


નયનથી 
નયન જ્યાં 
ટકરાયા
પછી ખબર પડી 
કે અહીંયા શ્વાસ
ઘવાય છે...

અધરો 
અધર પર 
ભીડાયા 
પછી ખબર પડી 
કે અહીંયા શ્વાસ
અચકાય છે...

તનનો
તરવરાટ 
ઓગળ્યા
પછી ખબર પડી 
કે અહીંયા શ્વાસ
ભટકાય છે...

પ્રેમના 
શિખર પર 
પહોંચ્યા 
પછી ખબર પડી 
કે અહીંયા શ્વાસ
રુંધાય છે.....jn

શુભ સવાર...

નીજ કર ના..
દર્શન કરી નમુ...
પ્રભાતે રોજ...

સોનેરી તેજે...
પ્રસન્ન ભાનુ શોભે...
ક્ષિતિજ ઓથે...

જુકીને આજ...
કહુ એ આદિત્યને...
ભલે પઘાર્યા...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી.....jn

શુભ સવાર..


સોળ કળાએ..
શોભે પ્રસન્નભાનું..
ઓસની ઓથે...

લાવી છે આજ..
નવો એ ઉપહાર..
આજની ઘડી...

ખીલ્યા છે આજ..
કાંઈક નવા પુષ્પો..
શુભ સવારે...

કહું છું સૌને..
હ્રદય પૂર્વક હું..
જય શ્રીકૃષ્ણ...jn

સુંદરતાની ટોચ.....


આજ એને મન કાંઇક 
અવઢવના જાગી હોય 
એમ અચાનક મારી 
આંખમાં આંખ પરોવી મને કે, 
તને કોઇક મારા કરતાંય 
વધુ સુંદર સ્ત્રી મળી જાય તો 
તુ મને મૂકી દઇશને...!!??
એ ગાંડીને શું કહું ...!!
જે મનની સુંદરતાની ટોચ 
પર જઇ બીરાજેલ હોય 
એને મન ક્યાં "જગત"માં 
આવી તુચ્છતા આવે...!!
આગળ કાંઇ કહું એ પહેલા જ 
મને ચૂપ કરાવી એના 
"જગત"માં વિંટળાઇ ગઇ....jn

દસ્તાવેજ....


નજર જ્યાં મળી અમે એમના થઇ ગયા...
ના ખબર અમને શ્વાસ એમના થઇ ગયા...

હતું કોઇ પૂર્વ જન્મનું લેણુ અમારું એમને,,
મન પર દસ્તાવેજ જો એમના થઇ ગયા...jn

છબી...ગઝલ...


છબી જે તમારી નયનમાં રમે છે..
તમોનેજ મળવું, મનેતો ગમે છે...

મળી જ્યાં નજર આ નજરને તમારી..
ખબર ક્યાં હવે, શ્વાસ એમા શમે છે....

હતું આગલા જન્મનું જે કરજ આ..
હ્રદય પર પુરાવા તમારા ભમે છે...

નથી ઝંખના કે નથી કોઇ આહટ,,
ન જાણે  હ્રદય કેમ જોવા નમે છે...

"જગત" આખુ કે'શે..! હવે તું ભુલી જા ..
હવે બંધ નયને જ સુવું ગમે છે....jn

Friday, May 15, 2015

મારે તને જોવો છે..

સૌ કહે અણુએ અણુમાં સમાયો છે...
ચાલ મારે જગતમાં તને જોવો છે...
કીડીમાં કણ, હાથીમાં મણ બની બેઠો,,
ચાલ મારે જગતમાં તને જોવો છે...jn

એક સવાલ....


આજ
વરસાદ આવ્યો 
એટલે 
લાઇટ ગઇ..
મારી દીકરી 
મને 
એક જુની ચોપડીનું
પુંઠુ લઇ પવન 
નાખતા નાખતા 
અચાનક બોલી....
પાપા.... 
આ પુસ્તકોને 
ગરમી ના લાગે...??
હું એક 
હળવા સ્મિત સાથે 
હસતો રહ્યો.....jn

આ લટો તારી.....


ચંદ્રને જોવા જાઉં ને વાદળો 
અદેખા બની આવી જાય છે,,
જોવું નજરને નજર પરોવી
ત્યાંજ આ લટો સળગી જાય છે...

જેમ સુરજની સવારી આવે ને 
આખું એ જગત ખીલી જાયછે,,
બસ એમજ આ આનન તારી 
નજર પડતાજ ખીલી જાય છે....jn

Saturday, May 9, 2015

આંખોના આવેગો....

અચાનક 
એમની 
આકાશી આકારની 
અણીયારી આંખોને 
આંકતાજ 
અમારી આંખોના  
આવેગો એકાએક 
આગળ આવી 
એમનાઓષ્ઠની 
અધિરાઇને 
આલીંગનમાં 
ઓગાળી આવ્યા....jn

ખૂમારી....


ચાલ પ્રેમમાં કાંઇક નવું લાવીએ..
થોડી લાગણી થોડો સ્નેહ વાવીએ...

થકાવશે આ એકલતા આપણને..
જાલ હાથ તો મંજીલને બીરદાવીએ...

ક્યાં સુંધી આમ ગતાનુંગતીકતા..??
હવે સમયની સાથે તાલ મલાવીએ...

દેખાડા ને ખોટા ઠઠારા શું કામ..??
અંતરથી જીવન શણગાર સજાવીએ...

કોઈના જવાથી જીવન થોડું થોભે..!!
નવી સવારે નવો સંકલ્પ જગાવીએ...

નકામી ચીજોના પણ બજાર હોય..
તૂટેલા હ્રદયનીએ બોલી લગાવીએ...

જોયા છે વહાણ ડૂબીને કિનારો જીતેલા..!!
ચાલ એજ ખૂમારી "જગત"ને અપાવીએ...jn