Tuesday, June 30, 2015

હું જ કરાવીશ..!!

ક્યાં સુધી આમ એકલી જ ચાલીસ..
ક્યારેક તો મારા વિચારોમાં આવીશ..!!

વર્ષાની હેલી એ હવે તો થઇ રહી છે..
બોલ તારા ઘરની ડેલી હવે તો સજાવીશ..!!

હવે સમણામાં મળવાનું નથી ફાવતુ..
વરરાજા બની આવવાનું ક્યારે કહીશ..!!

એકાંતમાં તો ઘણું રડી લીધું હશે..
હવે તો ભરી મહેફિલે પણ હું રડાવીશ...

પલળીને પણ કોરી રહી હોઇશ આ ભવે..
પ્રેમની અનરાધાર વર્ષામાં હું પલાળીશ...

ચટ્ટાન જેવું અડગ ને શીલા જેવું મજબૂત..
પારસમણીનો સ્પર્શ હું જ કરાવીશ..!!

છોડ હવે જગતની આ પળોજણ..
કલ્પના છોડી હકીકત ક્યારે બનાવીશ.!..jn

Tuesday, June 23, 2015

ચાલ રમીએ...ફરીએ બચપન...

ચાલ રમીએ...
ફરીએ બચપન...
યાદ કરીએ...

ગીલ્લીને દંડો...
હુતુ..તુ..ની રમત...
પંચક સાથે...

ભમરડોને...
યાદ છે એ ગિલોલ..!!
અને સતોલ્લી..!!

છુપા છુપીને..
ઓલ્યુ ચોખંડ પણ...
સાથે લખોટી...

કાંઈ યાદ છે..?
આંબલી ને પીપળી...
એ ડોક દાંડી...

છાપોની બાજી...
એ આઇશ માઇશ...
પાછી એ હોકી...

આરાપાટા ને...
વરસાદી કબડ્ડી...
પકડ દાવ...

ક્યાં ગયું એ..??
આજ સૌ શોધેતો છે...
એ બચપન..

જીવુ હું ફરી...
તારી કલ્પનાઓનું...
એ બચપન...jn

Monday, June 22, 2015

ભટકે છે...ગઝલ...


જ્યાં થયુ ચુંબન, અચાનક શ્વાસ ભટકી જાય છે..
હોઠના દ્વન્દ્વ વચ્ચે ધબકાર અટકી જાય છે...

સ્પર્શ જો મળશે મને આ આગવો તે અંગનો..
આ બદનમાંથી હજારો  વોટ ઝટકી જાય છે...

પ્રેમના એકજ ડગે અધિરાઇ ભાંગી ઓષ્ઠની..
જાય મળવા આ અધર, ને કોઇ પટકી જાય છે...

સૂર છેડાયો મધુર જો હારમોનીયમ રમે..!
એક હળવા સ્પર્શમાં તો સાવ બટકી જાય છે...

હોઠની હળવાશ, આળસ આંખની શરમાય છે..
આવરણ હૈયાનુ એકાએક છટકી જાય છે...

હું કહું, આજે શરમ તારી તને જો રોકશે..!!
ત્યાં જ તું આલીંગને મારા જ લટકી જાય છે...j

સિંચને આમજ હ્રદયની સોળ  માદકતા ભળે..
આ જગત જગદીશનું, લે આમ ભટકી જાય છ...jn

Friday, June 19, 2015

જો થશે...ગઝલ...


રાખજે આ આંસુ સંભાળી રવાના જો થશે..
ક્યાંક એ વરસાદને પણ આપવાના જો થશે...

ચાલજે ઢાંકી નયન તારા ઉઘાડા ના પડે..!
ક્યાંક તપતા સૂર્યને દેખાડવાના જો થશે...

ભાળજે તારી નજરના, દર્પણે તું આમ તો..
ક્યાંક મારી મંઝિલે પણ ભાળવાના જો થશે...

નીકળી છું એકલી તું પ્રેમ સાગર ખેડવા..
ક્યાંક જીવન વ્હાણ હંકારી જવાના જો થશે...

આ "જગત"માં છે હજીયે, એ તરસ ને ચાહના..
ક્યાંક તારા એ અધર, નાહક દિવાના જો થશે...jn

Sunday, June 14, 2015

મને ગમશે...


બની પહેલું 
વરસાદી બુંદ 
તારા ગાલ પર 
હેલી કરી 
હોઠને સ્પર્શી 
તારા અંગોનું 
આલીંગન 
મને ગમશે...

Friday, June 5, 2015

છબી...ગઝલ...


છબી જે તમારી નયનમાં રમે છે..
તમોને જ મળવું, મને તો ગમે છે...

મળી જ્યાં નજર આ નજરને તમારી..
ખબર ક્યાં હવે, શ્વાસ એમા શમે છે....

હતું આગલા જન્મનું જે કરજ આ..
હ્રદય પર પુરાવા તમારા ભમે છે...

નથી ઝંખના કે નથી કોઇ આહટ,,
ન જાણે  હ્રદય કેમ જોવા નમે છે...

"જગત" આખુ કે'શે..! હવે તું ભુલી જા ..
હવે બંધ નયને જ સુવું ગમે છે....jn

Thursday, June 4, 2015

વિજય કેરી પતાકા...ગઝલ...

હું ઝઝુમતો એકલો ભવસાગરે, તું આવને..
જો સફર મજધારમાં ડૂબી રહી ઉચકાવને...

બંધ દરવાજે કડી વાખી નથી અમ કોઇએ..
ચાહની સાંકળ જરા ઢાળી નયન ખખડાવને...

બે જણાની લાગણી જાણે બની જીવન રસી..
એ જ તો છે પ્રેમ, મન ખોલી હવે છલકાવને...

આમ તો તારી ઘણીએ આદતો હું જાણું છુ..
ચાલ દિલ ફાડી હવે તો પ્રેમને વરસાવને...

થૈ ચમક પલકારમાં ઝૂકી જશે જો આ "જગત"..
તું વિજય કેરી પતાકા ચાલ જો ફરકાવને....jn

i love u so much....


આ"જે પણ મારી જ યાદમાં રહે છે..
ઇ"શારા કરી મનને ફોસલાયા કરે છે...

લ"ઇને નિશ્ચય હુંએ આવ્યો જ હતો..
વ"ધી રહેલી ઉમરે કેમ હીબકા ભરે છે...

યુ"વાનીની વસંત આજેય મારામાં છે..
સો"હામણી મહેક આજેય મારામાં ફરે છે...

મ"ન તારું આમજ "જગત"માં ભટકશે..
ચ"કાસ પ્રથમ અક્ષરો, એની શાખ પૂરે છે....jn