Tuesday, August 25, 2015

part of life

આજેય એમજ છે આંખોમાં ઇંતજાર..
ગુંજે છે કાનમાં આપના એ સાદનો નાદ..
આજ તો આપણા પ્રેમની શરૂઆત હતી...

ચાંદ તારા અને વેદોના ગાન વચ્ચે,,
નભમંડળનો શણગાર ને ઝાંઝરના ઝણકારે..
મહેમાનોમાં આખીએ કાયનાત હતી...

સહજમા આપ કહેતા ગયા ને અમે સાંભળ્યું..
વિશ્વાસની મેદની વચ્ચેનો વાર્તાલાપ..
જાણે આ કોઇ વર્ષો જુની વાત હતી...
 
હ્રદયના સ્પંદનથીજ મળ્યા હતા..
ના કોઇ કોલ આપ્યા ના વાયદા કર્યા..
મનના તરંગોથી જ રજુઆત હતી...

કલ્પનાઓની સવારી લઇ નીકળ્યાતા..
છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની પ્રતિજ્ઞા..
અપેક્ષાઓ વિનાની અા શાલિનતા હતી...

તમારી સાથેની ચારજ પળો અમને મળી..
જાણે ચાર જન્મારા અમને મળીજ ગયા..
આપના આલીંગનની આજ કરામત હતી...

આપની હા જ હતી, ના નો પ્રશ્ન હતો જ નહી..
સોપી દીધું આ "જગત" અમે આપને જ..
બસ આજ આપણી છેલ્લી મુલાકાત હતી...jn

Wednesday, August 19, 2015

સૂરજ....


નીશાને લઇ શાંતિ જમાવી જાય છે..
કિરણને લઇ સૌને નમાવી જાય છે...

ઉષાને લઇ ઉજાસ ફેલાવી જાય છે...
ઉર્જાને લઇ સ્ફુર્તિ અપાવી જાય છે...

સંધ્યાને લઇ સાંજને સજાવી જાય છે...
ચાંદનીને લઇ ચંદ્રને ખીલાવી જાય છે...

અરુણને લઇ જગતને જગાવી જાય છે...
વર્ષાને લઇ અંતરને ભીંજાવી જાય છે....jn

આનંદ આનંદ.....


આમ અનીમેશ
નજરે જોયા કરું..
આંખોમાં તરવરાટ ને
અધરોની અધીરાઇ
માપતો રહું...
હાથની રેખાઓને રમાડું
ઉડતી લટોને ઉડાડું,,
દેહની લોલુપતા લલચાવે
ને ઘાયલ થાઉં હું,
બોલ આનાથી વધુ
આનંદ આપતી પળો આ
જગતમાં કોઇ હોઇ શકે..??..jn

યુવાની....


કાંકરિયાની પાળે લવ લવ કરતી યુવાની...
તાલ તૂટે તો એજ પાળેથી ઝંપલાવતી યુવાની...

ફરે હાથમાં નાખી હાથ ને વિશ્વાસ બે આનાનો..
લાલ લુગડું જોયુ કે તરત આંખ ભટકાવતી યુવાની...

મારે સીટી અને જો ઉતરી જાય સેંડલ..
તરત બેન કહી સંબંધ બદલાવતી યુવાની...

ઘરમાં હાંડલી કરે કુસ્તી, બેટ્ટો બાઇકે ફીલ્ડીંગ ભરે..
જાહોજલાલીમા એક્ટીવાને ધક્કો મરાવતી યુવાની...

વળાંકમા વળે ઢાળમાં ઢળે ને ચડાવમાં પડે...
ખુમારી કેવી..? લાફાએ ગાલ લાલ રખાવતી યુવાની...

બનશે ક્યાંથી ઇતિહાસ હવે જગતમાં
આવીને આવી પ્રેમ કહાની લખાવતી યુવાની...jn

ઘા.....


તારુ મૌન
જ્યારે
પ્રહાર કરે છે
ત્યારે
તેના ઝીંકાતા ઘા
મારાથી
ઝીલાતા નથી...jn

Tuesday, August 11, 2015

આદત......


જાણું છું આજે પણ તું
વરસાદમાં કોરી રહું છું..
મારી લાગણીમાં તને
ભીંજવવાની આદત જો છે...

Saturday, August 8, 2015

નથી મળ્યાં...ગઝલ...

માનવ મને ભાવો જગાડે, જંતર નથી મળ્યાં..
દિલમાં ભરે જે પ્રેમ એ મંતર નથી મળ્યાં...

બોદો બન્યો માનવ હવે ક્યાં સ્થિરતા જડે..?
જો પ્રેમની ફેલી ખુશ્બુ, અત્તર નથી મળ્યાં..

લાખો મળ્યાં લાખો મળીને ચાલતાં થયા...
એકજ હતા એથી હવે બત્તર નથી મળ્યાં...

દૂરથી જ મળતાં ને મળીશું આમ આ ભવે..
કો'દી હ્રદયને માપતા, અંતર નથી મળ્યાં...

દુશ્મનો મળ્યાં દોસ્તો મળ્યાં આમ જગતે હવે..
દિલ તોડનારા કોઇ'દી કટ્ટર નથી મળ્યાં...jn

ધૃવનો તારો....


અેકાએક મને કહેવા
લાગી તું તો મને યાદ
પણ નહિ કરતો હોઉ...!!

કેમ આજ આમ કહે છે..!!

તું રહ્યો આકાશ જેવો,
તો તારે તારલાઓની વળી
કમી ક્યાં હોય...??

અરે પગલી આકાશમાં
ધૃવના તારલા ના હોય..!

આજેય એનું જગત
એ આકાશના આકારમાં
જ અટકેલું છે.....jn

Friday, August 7, 2015

I Love U So Much......


આજ આલીંગનથી અકળાયા એમના અધરો...
ઇકરારના ઇશારામાં ઇશની ઇચ્છાનો ઇજારો...

લલાટે લખીને લાવ્યો લાગણીઓનો લીફાફો..
વસમી વેદનાના વેપારમાં વાળ્યો વળી વધારો...

યુગ યુગની યુગાંતરની યાદોની યાત્રા...
સોહામણી સહિયર સજી સંબંધે સેવ્યો સુધારો...

મનભરી માણીએ મનની મુલાકાત મનથીજ..
ચકાશીલે ચાલ, ચોતરફ ચાહતની ચોધારો....jn

આંખોની ભાષા....


જાણતો હતો આજ
એ કાંઇક ઉલજનમાં હશે
એટલેજ મને કહેતી હતી
મારે કંઈક કહેવું છે...

જેવી આવી તરત જ મેં કહ્યું
I Am Always With You...

બસ કુદકો મારીને ક્યાંય
સુધી લટકતી રહી...

બોલ તારા જગતમાં કાંઇ
ઓછપ હોય તો જણાવ..!!

એ એટલું જ બોલી
આ આંખોની ભાષા મને
પણ શીખવને...!!..jn

Monday, August 3, 2015

અવતરણ.....ગઝલ...

છવાયા તમે આ હ્રદયમાં હવે તો..
ભરીને ગયા છો નયનમાં હવે તો...

ફસાવ્યો  સજેલા શખ્ખામાં તમારા ..
સજાવી લઇશ આમ મનમાં હવે તો...

કર્યા ના હતાં આજ સુંધી છબરડા..!!
નહીંતર ફરત ના ચમનમાં હવે તો...

પ્રથમ રાખતો લાગણીઓ તમારી..
લખી નાખુ છું એ અમનમાં હવે તો...

ગઝલને લખી તો તરત જ જોયા.
ઉડી લાગણીઓ પવનમાં હવે તો...

જરૂરી હતી ને રહેશે જ કવિતા..
મળીશું પછીના જનમમાં હવે તો...

જગતમાં હવે હા કહીને રહીશું..
ઉતાવળ કરી અવતરણમાં હવે તો...jn

No Thanks No Sorry No Please...


ચાલ મારે તને
આજે Thanks કહેવું છે...

જાણું તું એમ જ કહીશ કે
No Thanks
No Sorry
No Please...
કારણ કે એ મારું જ વાક્ય છે..

હવે વચ્ચે કાંઇજ ના બોલીશ...

તું મળી ને તરત મારામાં
એક નવો ઉદય થયો..
સાવ ખાલી હતો ને
રચનાઓથી ભરાઇ ગયો..
વિરહની વેદના વહાવતા શીખ્યો..
લાગણીઓને લખતા શીખ્યો..
પ્રેમની પરીભાષા જાણી..
આંખોથી ઇશારાની લીપી જાણી..
બંધ હોઠોમાં.......
બસ બસ બસ..... કહી
એ વીંટળાઇ વળી, ને બોલી
Thank You So Much..
આવા એક "જગત"ની મને
તે જ તો ઓળખ આપી છે...jn

Sunday, August 2, 2015

આઇ લવ યુ સો મચ....


આજે તો ગમે એમ પણ કહીને જ રહીશ..
ઇશારાથી પણ તને સમજાવીને જ રહીશ...

લખીને લાવ્યો  છું નામ તારું હથેળીમાં..
વરસોની ચાહત છે, જતાવીને જ રહીશ...

યુગ યુગ સુધી ગવાશે ચાહતના કિસ્સા..
સોળે શણગાર તને સજાવીને જ રહીશ...

મન મારી ક્યાં સુધી જગતમાં  એકલો રહું..!
ચકાસીલે પંક્તિને હવે જણાવીને જ રહીશ...jn

કૃષ્ણ કનૈયો.....


કાશી, કલકત્તા,
કચ્છ કે કુરુક્ષેત્ર
ક્યાં કચવાયો
કૃષ્ણ કનૈયો,
કોઇ કાલાઘેલા
કાવાદાવા
કરી કર્મના
કહો કાળને
કોરી કેડી કંડારે...jn

Saturday, August 1, 2015

સંસ્કૃતિનો જન્મદિવસ...


આજનો દિવસ એટલે
આદીકાળથી સમગ્ર
જગતની માનવ જાતને
માર્ગદર્શન આપનારી
ભારતીય સંસ્કૃતિનો
જન્મદિવસ...
આ સંસ્કૃતિને ઉભી કરનાર
જગતના તમામ
મહા પુરુષોને નત મસ્તક
કૃતજ્ઞતા પૂર્વક મારા વંદન..jn