Monday, December 28, 2015

happy GEETA jayanti...


મોરલી મનોહર
મોહનના
મનોમંથનથી
માખણ મિસરી માફક
મળેલું મધુર માધુર્ય
મતલબ "મા' ગીતા"...jn

છેલ્લો દિવસ...


છેલ્લો દિવસ.... હા હું છેલ્લો 
દિવસ મુવીની જ વાત કરું છું.
એ જોતાની સાથેજ કેટલીએ 
લાગણીઓ આજે તાજી થઇ ગઇ.
આજે પણ એ દિવસો નજર સામે
રમે છે, એક એક મારા વિધ્યાર્થીઓ
અને એમની મારા પ્રત્યેની લાગણી..
સામાન્ય રીતે બાળક શાળામાં
જવા માટે પગ પછાડે અને મારા
બાળકો રાહ જોઇને બેઠા હોય ક્યારે
શાળામાં પહોચીશું..!
એનું કારણ કદાચ એજ હશે એ બાળકો 
મને ક્યારેય પારકા લાગ્યાજ નથી.
આજે તો હવે ટેકનોલોજીનો જમાનો,
facebook કે whatsup જેવા માધ્યમમાં
કેટલાય વિધ્યાર્થીઓની શિક્ષકદીનની
જ્યારે શુભેચ્છાઓ મને મળી ત્યારે 
ખરેખર મનમા ગલગલીયા થયા
મને મારી જ પીઠ થાબડવાનું મન
થઇ આવ્યું, ને મન ફરી એકવાર
મનમાં એક પંક્તિ ગુનગુનાવા લાગ્યું 
ચાલ ફરી એકવાર મારે શાળાએ જવું છે.
જોત જોતામાંજ વેકેશન પુરુ ને
ફરી એકવાર મન ભૂતકાળમાં સરી
આંટો મારીને પાછું વર્તમાનમાં
દોડવા લાગ્યું.
હવે તો મને પણ એમ થાય કે આ 
વેકેશન કદાચ ના આવે તો વધુ સારું...
ત્યાંજ સ્કૂલ બેલના ટકોરા સાથે
મારી તંદ્રા તૂટી ને ફરી એકવાર 
હું મારા મનગમતા કામની સાથે 
મારા ક્લાસમાં મારા બાળકોમાં
એકાકાર બની મારા જગતમાં 
ખોવાઇ ગઇ....jn

દિવાની...


રાતભર વાંસળી વાગી..
ને હું હાંફળી ફાંફળી જાગી...

પડખા બદલતી આમતેમ..
ઝણકારમાં ઝાંઝરી વાગી...

રાસ રચાયો  મધુવનમાં..
જોગન બની બાવરી ભાગી...

આંખ ખૂલી ને જોઉં ત્યાં તો..
ભાળી આખી નગરી બાગી...

યમુના કિનારે જગતાત પુકારે..
ભરતા પાણી ગાગરી ભાંગી...jn

ઘર...ગઝલ...


મારા વિચારને દિલમાં પણ મળ્યું છે ઘર..
નર-નારના મિલન પર આજે બન્યું છે ઘર...

ભવભવ છે સાથ આ સમણાના જગત મહી..
દિલના ભલા લગાવ થકી તો ચણ્યું છે ઘર...

ઠોકરને પણ બનાવશુ આજે શીખામણો..
પરિપક્વતા જડી ને જો પાછું વળ્યું છે ઘર...

વાખ્યા છે દ્વાર તેં પણ મનના તને શું કહું..!
ખોલીને જો મને જ ફરીથી જડ્યું છે ઘર...

સ્વર્ગ છે અહીં, આ જે "જગત" છે તે આપણું..
તો ફરી ફરીને ક્યાં મળશે જે મળ્યું છે ઘર..?..jn

તારો અંશ...ગઝલ...


ખૂબ મોટું હ્રદય છે, છતાં હું એ સાગર નથી..
ખુશ્બુથી એ ભરેલું જીવન છે પણ અત્તર નથી...

આજીવન પીશ કડવાશ હું, જે તમે આપશો..!
ઘુંટડા ઝેરના પીશું જ ભલે ને શંકર નથી...

ફુલ જેવા નરમ દિલનો, ને મનનો મક્કમ ખરો..
આવતા ઘા સહજમાં ખમું, તોય પત્થર નથી...

માનવીના આ મન આમ વાંચી બતાડું ભલે..
બંધ આંખે અપાતા વચન કોઇ મંતર નથી...

અંશ છું હું તમારો અલગ તો નથી, કેમ કે..
આ જગતનો તો જગદીશ છું તોય ઇશ્વર નથી...jn

બંધન....ગઝલ...


આવી ગઇ છે એને પાંખો..
ભાવી ગઇ છે એની આંખો...

ક્યાંય સુધી રેવું માળામાં..
ખૂલી થઇ છે હવે તો પાંખો...

સંતાઇ ને ક્યાં જોવાના છે..!
ચાહનારા છે તમને લાખો...

ઢળવા લાગી છે હવે રોશની..
પ્રેમ પ્રકાશ જો થઇ ગ્યો ઝાંખો...

થઇ ગઇ ખીલીને વેગીલી..
ચાલો કોઇતો નાથ ને નાખો...jn

"મા"


"મા" ના ધાવણ પછી
જો કોઇ શ્રેષ્ઠ ટોનીક હોય
તો તે માતૃભાષા છે...jn

Thursday, December 17, 2015

જીવન...


હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..!
આ સંબંધ જેવું બીજું કોઇ સગપણ હોય તો કે..!!

જીવન આખું જીવ્યા ને હજુએ જીવવાના..
મોજમાંજ રહેવા જેવું બાળપણ હોય તો કે..!!

અદેખી ને મતલબી બની બેઠી છે આ દુનિયા..
છતાં પણ ગામડા જેવું ભોળપણ હોય તો કે..!!

બધુંજ તો તારું ને અમે પણ તારા જ છીએ..
છે ઇશ્વર સંગ જેવું શાણપણ હોય તો કે..!!

"જગત"ના રંગો કેટલા નીરાળા હોય છે..
ખૂબ ખુશ છું, કહેવા જેવું ઘડપણ હોય તો કે..!!.jn

એકલતા...


ઝંખના પણ કેવી કરી, કદીએ પુરી થવાની નથી..
વિસરાઇ ગએલી પળો પાછી વળવાની નથી...

મૃગજળ જેવું કાંઇ જોયું ને લગાવી દોડ..
તરસ હતી ભીતરે પણ એમ છીપાવાની નથી...

અતીતની યાદો પણ હવે તો ખૂટવા લાગી..
હવે એ કાલ કંઇ આજ બની આવવાની નથી...

આજીવન તમને ન્યોછાવર કરેલું છે અમે..
આવતા ભવની તો વતો, કોઇ મળવાની નથી...

ડગલેને પગલે યાદ કરીશ હવે આ જગતમાં..
હજારો મળશે તોય આ એકલતા જવાની નથી...jn

જગતનો જગદીશ...તરહી...ગઝલ...


સુતો છે ઓઢીને આસમાની રજાઇમાં એને ઉગાડવો છે...
અઢીસો  મણની તળાઇ ઓઢી સુતેલ રસ્તો જગાડવો છે..*

તમે જો આવો અમારે આંગણે,  બની નવોઢા સજી ધજીને..
વળી વળીને એ ઓરડાને હજુ અમસ્તો સજાવવો છે...

કરી ઉભો એક એક દિલમાં ઉજાસ સાથે ઉમંગને પણ..
હ્રદય ઝરૂખે ફરી એ પાછો દિપોત્સવને મનાવવો છે...

ગલી ગલીમાં ફરી ફરીને નમે છે, માનવ થયો નમાલો..
હવે જગાડી એનું જ ગૌરવ, એ ઇશને ખોળે રમાડવો છે...

વિચારજો, આ હ્રદય રમાડીને જઇ શકો છો તમે તમારું..!
હવે તમારા જગતનો જગદીશ આજ એને બનાવવો છે...jn

Wednesday, December 16, 2015

પ્રેમ એટલે...


મારા સંપૂર્ણ
સમર્પણ સાથે
તારું મારા ભાલ પર
કરેલું એક ચુંબન
મારા અધરની
અધીરાઇથી
હજારો ગણું વેગીલું
ને નિરપેક્ષ મને
આલીંગનમાં ભરવું....jn

ચાલ રમીએ....


ચાલ રમીએ..
માટીમાં ઘર ઘર..
આપણે બેજ...

ના કોઇ આશ..
ના કોઇ રોક ટોક..
મન.. માલીક...

હું લાવું માટી..
તું લઇ આવ પાણી..
રમીએ ભેળા...jn

જગત..ગઝલ...


આજ મન જુઓ ફરી મલકાય છે..
આપને જોતા નયન હરખાય છે...

લાખ કોશીશો ભલે કરતાં તમે..
લાગણીતો તોય લો છલકાય છે...

કેટલા પહેરાને આમજ રાખશો..!
આ હ્રદયના તાર ક્યાં બંધાય છે...!

દંભ તો નઇ હોય, મજબૂરી હશે..!
આજ મુખે આપના ઝંખાય છે...

અવતરણ પાછું કરીએ આ ભવે..
આ "જગત" ક્યાં કોઇનું લુંટાય છે..!.jn

Sunday, December 13, 2015

બોલ લૌ...!!


તારી આંખોમાં..
જાણે સાગર હોય..!!
એક બુંદ લૌ...??

તારા વિચાર
જાણે વૈકુંઠ હોય..!!
એક શબ્દ લૌ...??

તારી વાણીમાં
જાણે અમૃત હોય..!!
એક ઘૂંટ લૌ...??

તારા અધરે
જાણે ઝરણી વહે..!!
એક કસ લૌ...??

તારા શ્વાસોમાં
જાણે જીવન હોય..!!
એક પળ લૌ...??

તારા ઉભારે
સૃષ્ટિ સર્જન હોય..!!
સ્નેહ ભરી લૌ...??

તારા અંગોમાં
જો સમર્પણ હોય..!!
કે તો માણી લૌ..??

તારી ચાલમાં
"જગત" આખું ચાલે..!!
બે'ડગ ભરુ...??...jn

Saturday, December 12, 2015

happy birthday...

આજનો મંગલ દિવસ
આપના જીવનમાં....

ધૃવના તારલાની તેજસ્વીતા,
ને સુર્ય જેવી સૌર્યતા ભરે...

સરિતા જેવું સાતત્ય ને
સાગર જેવી ગહેરાઇ ભરે...

આકાશને આંબે અેવા વિચાર
ને ધરાના ઉંડાણની સમજ ભરે...

પહાડના જેવી સહનશીલતા
ને ફૂલોના જેવી મૃદુતા ભરે...

ગુંજતો રહે આખાએ જગતમાં,
હ્રદયમાં અેવો અનન્ય પ્રેમ ભરે...

હસ્તી....


ચાલને થોડી મસ્તી કરી લઇએ..
જીંદગીને થોડી હસતી કરી લઇએ...

થકાવશે આ આંધળી દોડધામ..
ટેન્સનની થોડી પસ્તી કરી લઇએ...

ક્યાં સુધી રહીશુ આમ ગુલામ..!
કંટાળાની થોડી વસ્તી કરી લઇએ...

અહંકાર છોડી શબ્દોનો જરીક..
જાતને થોડી સસ્તી કરી લઇએ...

કુતરા બીલાડા બની નથી જીવવું..
જગતમાં થોડી હસ્તી કરી લઇએ...jn

જિંદગી...


જિંદગી જ્યાં એક પુર્ણવિરામ મૂકી જાય છે..
ત્યાંજ જાણે આશ્ચર્ય સાથે અર્થ બદલી જાય છે...

પ્રેમની વ્યાખ્યા જીવનભર જાણવી ના હોય તો,,,
આવતા અંકે શરત લાગું લખાઈ જાય છે...

લાગણી ઉભરાય ત્યારે આ જીવન વ્યર્થ બને..
ને પછી તાજા કલમ લખતા ખીલી જાય છે...

હા વિરહ આવે ભરોસો તૂટવા પણ લાગશે,,
ત્યાં હવે જીવન ને અલ્પવિરામ લાગી જાય છે...

શું કહું હું આ જગત આખા ને કાંઇક તો કહું..
તોય પી.ટી.ઓ. કહી આગળ લખાઈ જાય છે...jn

ચાલને....


ચાલને કાંઇક નવું લાવીએ..
થોડો સ્નેહ થોડો પ્રેમ વાવીએ...

હ્રદયને આમ સાવ કોરુ ના કરી,,
થોડા પ્રેમ તણા પુષ્પો સજાવીએ...

જવાની આમ ચાલી જવાની..
બચપનમાં આંટો મારી આવીએ...

કારણ સાથે સૌ કોઇ મળે છે..
વીના કારણ રમઝટ જમાવીએ...

પ્રેમના નામે રડાવી જાય છે..
આવ તો એકાદ દિલને હસાવીએ...

પોતાના રીસાઇ જાય એ કેમ ચાલે..!
એક નાની સમજણથી મનાવીએ...

જીવ જગતને જગદીશની સમજ..
એક એક માનવ મને અપાવીએ...jn

"જગત"ને માણીએ..


ઠંડીમા ઠરેલી લાગણીઓ ભડકાવીએ..
જામેલા રક્ત માટે તાપણું સળગાવીએ...

અહંમને ઓગાળી, વહેમને પાછો વાળી..
વિશ્વાસની અડગ દીવાલ ચણાવીએ...

હૈયાનો હાંફ કજીયા કંકાસનો કલશોર..
ચાલ હ્રદયની રમજટ મનથી જમાવીએ...

મિલને માણી મિઠાસ ને વિરહની વેદના..
ચાલને એને દુલહન બનાવી વળાવીએ..

ભૂલીજા આ ભૂલો ને "જગત"ને માણીએ..
આવ પાસે તો હવે  મધુરજની મનાવીએ...jn