Friday, February 26, 2016

પ્રેમ એટલે...


કોઇના
માથા પર
હથોડીની જેમ
ફટકા મારીને
મન સુધી પહોચવું
એમ નહીં...!!
ચાવીની જેમ
હ્રદયના દ્વાર પર
જઇને
ટકોરો મારવો...jn..જગત

પ્રેમ એટલે...


કોઇ પણ
જાતના
નિયમો કે
બાંહેધરી વિના
કરવામા
આવતો કરાર
વિનાનો
દસ્તાવેજ...jn

બજાર...


લગાવ્યુ દિલનું બજાર જણાવ્યું પણ નહી..
વેપારની પધ્ધત વિશે ભણાવ્યું પણ નહી...

દિલો જાન લગાવી દીધા અમેતો "જગત"માં..
કેમ આવી ગઇ ખોટ એ ગણાવ્યુ પણ નહી...Jn

અવતાર...ગઝલ...

માનવીના મન સુધી જે પ્હોંચવા ફાવ્યાં હશે..
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યાં હશે..!!

કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં..!!
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યાં હશે...!!

એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ..
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે..!!

વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતાં..
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યાં હશે..!!

ભોમ છે ભારત તણી માથે ચડાવી રેતને..
આ "જગત"માં આમ અવતાર થઇ પૂજાયા હશે..!!".jn

Saturday, February 13, 2016

માણસ અમે...તરહી..ગઝલ...


સાવ નોખી ધૂળનાં માણસ અમે..*
સૌને નમતાં ને ગમતાં સાલસ અમે...

પત્થરોના પેટમાં પુષ્પો ચણી..
હિમ ચડીને ઠેકતાં સાહસ અમે...

નાચતાં રમતાં જીવનને માણતાં..
રામ કૃષ્ણ તણા ભલા વારસ અમે...

જાત મહેનત માણનારા સૌ જનો..
થાય સોનું જ્યાં એવા પારસ અમે..

હા કરીએ વંદના છે એવું "જગત"..
ભારત કેરી ભોમના માણસ અમે...jn

પ્રેમ એટલે...


જેમ
નદી પોતાના
હું ને
ભૂલી
સાગરમાં
ઓગળી જાય છે
બસ એમજ
મારું મારા
હું ને
તારા જગતમાં
ઓગાળવું...Jn

સવાર...ગઝલ...


આ મરિચ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..
જોતજોતામાં અરુણની એ બગી પાછી પડી...

આંખ સામે દીપકોની આવતી વણઝાર જોઇ..
આમ જોને નભમંડળની ચાંદની ઝાંખી પડી...

તૂટતાં એ તારલામાં ઝંખનાઓ જાગતા..
કઇક મૂરાદો અચાનક આંખમાં બાજી પડી...

જોઇ છે આ ધૃવ તારાની અડગતા પણ અમે..
સ્થિરતાની કેહવાતી વાયકા કાચી પડી...

ચાલતી થઇ રાત છોડી આ ગગનના સાથને..
કોણ પુરશે આ નભે રંગો, જગા ખાલી પડી...

છેવટે આવી ગયો પ્રકાશ પાથરવા એ રવિ..
કલરવે પંખી તણા, આ રાત જો ભાંગી પડી...

આવતાં જોઈ સવારને આ "જગત"ની નાત પણ..
ભાનુના સાથે નવા સંકલ્પમા લાગી પડી...jn

Wednesday, February 3, 2016

કામણ...


સાગરના સૂરમાં કામણગાતી જોઇ કામણગારી નાર..
વાગ્યા એની નજર કેરા બાણ ઉતરી ગયા હ્રદયની પાર...

રંગો ઉડ્યા ઉરમાં ને પ્રગટ થઇ આવ્યા આજ કામદેવ..
અનિમેશ નજરે જોતા, એકાએક એક થઇ આંખો ચાર...

મોજાના ઉમળકે ઉછળતું ને માછલી બની માંઇ તરતું..
પહોંચાડી ગયો પવન માદકતા, ક્યાં લાગી એને વાર...

એક લહેરે આવી બીછાવી ચાદર ને સજાવી દીધી છે સેજ..
જીતવાની આદત છે તને ને વહોરીને તૈયાર બેઠી છું હાર...

ઉરમાં ચડી છે મસ્તી ને તનનો તળવળાળટ ઉછળે છે..
હ્રદયના છીપ માથી  બહાર આવા મથે છે હૈયાનો ઉભાર...

ભૂલી ગઇ ભાન ભીંજાતી રહી મોજાંની આવન જાવનમાં..
આજ કરી બેઠી જંગ દ્વન્દ્વનો ને કરતી રહી વાર પર વાર...

ઘાયલ બની ભળી રહી બુંદો,  આવ્યું  ફિણ મોજાના મુખે..
મરજાદ ભૂલી "જગત"ની, કર્યો અળગો આલીંગનનો ભાર..Jn

પ્રેમ એટલે...


કોઇને
પ્રથમ નજરે
જોતાજ
ઘાયલ
થવાનું મન
થઇ આવે...jn

પ્રેમ એટલે...


જીંદગીથી
હારેલા
માણસમાં
ઉત્સાહ
સ્ફુર્તિ ને
ચૈતન્ય ભરી
જગત સામે
લડવાની
ખુમારી ભરે...Jn

પ્રેમ એટલે...


આંખોની
સામે દેખાય
એ નહી..
કાનોમાં
મીઠું ગુંજન થાય
એ પણ નહી..
પ્રેમ એટલે
હ્રદયમાં
કોઇ એકના માટે
નીતરતી,
અનુભવાતી
લાગણીઓ...Jn

પ્રેમ એટલે...


મનની
બંજર પડેલી
લાગણીઓમાં
તને જોતાજ
નવી
લાગણીઓની
કુંપળોનું
બહાર આવવું...Jn

પ્રેમ એટલે...


પહેલીજ
મુલાકાતમાં
તારા ભાલે
કરેલા
સ્ફટીકમય
ચુંબનનો
આસ્વાદ
આજે પણ
બંધ આંખોમાં
માણવો....Jn

પ્રેમ એટલે...


તારી
કામણગારી
કાયા ને
નખરાળી
નજરના
જામનો નશો
માનાર્હ પદને
વટાવી મારામાં
છેલ્લા શ્વાસ
સુધી અવિરત
આ જગતમાં રહે...Jn