Friday, April 29, 2016

માણસ...


કુતરાને વળી ક્યાં કમાવા જવું પડે છે..!!
ઉંદરને ભલા ક્યાં કોઇ મજુરી આપે છે..!!

પશુ પક્ષીના ઘર પ્લાન કોણ દોરે છે..!!
શિયાળની બુદ્ધિ ક્યાં કોઇ વાપરે છે..!!

કાચબાની ગતી ભલા કોણ ગમાડે છે..!!
ચિત્તાની પણ ક્યાં કોઇ હરીફાઇ કરે છે..!!

જંગલમાં  ક્યાં કોઇ સભાઓ ભરે છે..!!
સિંહોને પણ ક્યાં કોઇ સલામ ભરે છે..!!

ચકલીઓ વળી ક્યાં ચડ્ડી પહેરે છે..!!
બાજને ક્યાં દૂરબીનની જરુર પડે છે..!!

કીડીને કણ, હાથીને મણ કોણ આપે છે..!!
તોય જગદીશ પર કોણ વિશ્વાસ રાખે છે..!!

છતાં ક્યાં કોઇ કોઇને ટાંગ અડાડે છે..!!
ને આ માણસ, આખા જગતને નડે છે...Jn

પ્રેમ એટલે...


તારું
દરવાજા
પાછળ
સંતાવું
એ જાણતા
હોવા છતાં
તારા એ
ભાઉ...ઉઉમાં
થરથર કાંપતાં
તને ઉપાડીને
મારા આલિંગનમાં
ભરીને ચૂમવું...Jn

પ્રેમ એટલે...


તને કોલ
લગાવતા
Waiting
આવતાજ
મારી ધબકારનું
તેજ થઇ
શંકાઓના
વમળમાં
ગરકાવ થઇ
અધીરા બનવું...jn

Wednesday, April 27, 2016

રામ રાજ્ય...ગઝલ...


રાહ જોશો, કેમ આવે, કોણ લાવે રામ રાજ્ય..
સૌ બની બેઠા છે રાવણ, કેમ આવે રામ રાજ્ય...

લે બગલમાં રાખ છૂરો, નામ લેવું રામ મુખમાં..
જાય ઓળંગી બઘું, પાછો  ચલાવે રામ રાજ્ય...

રામ નામે જાપ કરતો, પારકું આગવું ગણાવે..
માણસો જો સાવ કેવા, જે ભણાવે રામ રાજ્ય...

છે ભરોસો, રામ રાખે એ ભલાને કોણ ચાખે..
રામના કાર્યો કરે છે, એ બનાવે રામ રાજ્ય...

રામ છું રમતો, કહે સૌ મસ્ત રામ મને ભલેને..
મોજમાં રહે છે એ, ને સૌને હસાવે, રામ રાજ્ય...

નામ લઇને રામનું આરંભ કરવા જાય માનવ..
રામ નામે પત્થરો ને જે તરાવે, રામ રાજ્ય...

રામ બોલો ભાઇ રામ કહી "જગત" મોકલાવે..
કર્મનું બંધન છતાં મોક્ષે સિધાવે, રામ રાજ્ય...jn

પ્રેમ એટલે...


મારી
પ્રોફાઇલ
જોતા જ
તારા મોઢેથી
વાહ સાથે
નિકળતો
ઉદગાર...Jn

પ્રેમ એટલે...


તમારી
બંધ આંખોને
વાંચી શકે,
બંધ હોઠોને
સાંભળી શકે,
ને વિના કહે
બઘું જ
સમજી શકે
એવો એક જણ...Jn

પ્રેમ એટલે...


માત્ર મળવું
એટલુંજ નહીં
પણ ક્યારેક
રાધા ને કૃષ્ણની
જેમ સૌના મન
મંદિરમાં રહીને
પુજાવું...Jn

પ્રેમ એટલે...


તારી વાત
નિકળતાજ
મારા હૈયામાં
હરખની હેલી
સાથે કેટલીએ
કવિતાનો
તાલબધ્ધ
થતો થનગનાટ...Jn

Thursday, April 14, 2016

માંડ્યા...ગઝલ...


જાણું છું તો પણ મેં સપના માંડ્યા..
ખાડો છે તો પણ મેં ડગલાં માંડ્યા...

ચાહત તારી આજે પણ સામે છે..
દર્પણ જોઇ અમે ભરમાવા માંડ્યા...

બંધ નયન આજે પણ જોઈલે છે..
બસ કર વ્હાલી, જો શરમાવા માંડ્યા...

કાંઇ નથી મળતું ખાલી ખાલીપો..
આંખોમાં મોટા ઊજાગરા માંડ્યા...

કાંઇ જ બાકી ના હોય 'જગત'માંથી..
તો પણ ખોટા એ સરવાળા માંડ્યા...jn

પ્રેમ એટલે...


જેમ
ખીચડીમાં
ઘી
નાખ્યા પછી
દેખાય નહી
પણ
એક એક
કોળિયે એનો
આવતો સ્વાદ...jn

પ્રેમ એટલે...


સુકા
રણમાં
મારા પ્રેમના
ઝાંઝવામાં
અવિરત
તારું
ભીંજાવું...Jn

પ્રેમ એટલે...


તારા
પેન્ડિંગ
સમણાઓ
પર મારા
અહેસાસોનું
રિઝર્વેશન...jn

પ્રેમ એટલે...


તારી
એકલતામાં
પણ
મારા
અહેસાસોની
ભરમેદની...Jn

પ્રેમ એટલે...


મારી યાદ
આવતાજ
તારી આંખનું
છલકવું
ને બંધ આંખે
મને લપેટાઇને
તારું
મલકવું...Jn

પ્રેમ એટલે...


દર્પણ સામે
જતાજ
પહેલીવાર
તારા ગાલ પર
પડેલી મારા
હોઠની છાપને
આજે પણ
નિહાળવી...jn

Saturday, April 9, 2016

હું...


મારો પરિચય આપવો અઘરો છે..
તેમ છતાં કહું તો બહુ જબરો છે...

બાજી...

શક્યતા ક્યાં કોઇ બાજીને હવે તો હારવાની..
એક આદત જો બની ગઇ છે તને જીતાડવાની...

બંધ આંખોમાંજ બાજીને રમીએ છીએ આજે..
આમ આદત જો પડી ગઇ બંધમાં પણ આવવાની...jn

એક મધુરી રાત...ગઝલ...


રાત આવી છે હવે સ્મરણ ભુસી લૌ, મન થયું છે..
આંખમાં આવેલ સ્વપ્નને ફગવી દૌ, મન થયું છે...

રાતભર જાગ્યો હવે આ અંત વેળા આવવાની..
આ પરોઢ ને ખોતરીને પૂછવાં જૌ, મન થયું છે...

ચાંદનો આસ્વાદ માણ્યો તો અમે ને ટેરવાએ..
અંગમાં અંગો પરોવી નાથવા કૌ, મન થયું છે...

હાલને બેહાલ કરવા રાત પણ પટકાઇ ગઇ'તી..
બુંદ થૈ ઝાકળ બનીને ઊડતો થૌ, મન થયું છે...

આ નયનને આંજવા કાજળ ઘસાવા લાગતું તું..
રીતસર આળોટતી હું બાથમાં રૌ, મન થયું છે...

કાચળી તારી ઉતારી ઓગળી, ભળવું હ્રદયમાં..
સીસકારો ઠાલવીને પાઘને લૌ, મન થયું છે...

મારુ મન પણ મોરના એ થનગનાટે નાચતું તું..
આ પ્રણયને પણ જગતમાંથી ભરે સૌ, મન થયું છે...Jn