Thursday, February 23, 2017

કર્મ...

ત્રણ ડગલે શું મળવાનું છે..
વામન થઇ વિસ્તરવાનું છે..*

કર્મો કેરા બંધન બાંધી..
જીવે પાછા ફરવાનું છે...jn

આહાહા...

તે મને સાગર કહ્યો, જાણે કોઇ ઘટના ઘટી..
ચાલ તારા મુખકમળને સજાવી દઉ...

જરજરીત થયેલા એ આલ્બમ જેવો..
તને ગમે તો, પ્રણયની હેલી વરસાવી દઉ...

આંગણુ ભલે ઉજ્જડ હોય ને હાથ ખાલી..
તુ કહીતો જો, હ્રદયે ઝરુખો ખીલવી દઉ...

વસંતની રાહ જોવી વ્યર્થ નથી લાગતી..!!
હું જ મારા વહાલનું વહેણ વહાવી દઉ...

હ્રદયમાં આજે પણ એજ ઘબકાર છે..
સાંભળ.. બસ આમજ સીનામાં દબાવી દઉ...

એકચિત્ત થઇ આલીંગનમાં ભિડે છે..
ફરીથી એકવાર આ "જગત"માં ભળાવી દઉ....jn

હાઈકુ..

પ્રજવલિત..
થયો છે વૈશ્વાનર..
કરી લો યજ્ઞ...Jn

બાહોમાં તારી
પિછાણ્યું મેં જગત
વૈકુંઠ જાણે...Jn

હું..નથી...તો..!! ગઝલ...

આંખ લાગી છે છતાં સગપણ નથી..
આ નશીલી આંખની સમજણ નથી...

આદતો પણ જાણવા ક્યાંથી મળે..
જાત આખીનું મને વળગણ નથી...

સાવ મોળો હોય છે સંસાર પણ..
લાગણીમાં ભાવનું ગળપણ નથી...

જે મળ્યાં છે એ બધા બંધન હશે..
હું કહું છું કોઇ પણ અર્પણ નથી...

ખાખમાં માણસ બળીને તો ભળે..
કર્મને બાળી શકે, બળતણ નથી...

જીવતા જે જીવડો નડતો રહ્યો..
એમનું મૃત્યુ પછી તર્પણ નથી...

વાંચવાની ના ગમે જો આ ગઝલ..
તો જગતમાં આજથી 'હું' પણ નથી...jn