Saturday, June 17, 2017

સાચું ને...!!

ક્યાં સુધી આમ તડપાવીશ..
ક્યારેક તો બાહોમાં આવીશ...

એકલતા હવે નથી ફાવતી..
ક્યારેક તો સાથે ચાલીશ...

ઉંગ પણ વેચાઇ ગઇ છે...
ક્યારેક તો સવારે જગાડીશ...

લે તું તો સાવ સુનમુન છે..
ક્યારેક તો મને બોલાવીશ...

જગતથી ક્યાં અજાણ છું..
ક્યારેક તો તું પણ માનીશ...Jn

જગદીશ...ગઝલ...

સૌ અણુએ અણુમાં સમાયો હવે...
આ જગતના કણે કણ નિહાળ્યો હવે...

વૃક્ષમાં વાસુદેવ જ એ થઇને વસ્યો..
છોડમાં આજ રણછોડ ભાળ્યો હવે...

રાતભર જાગતો મૂજમાં એ ધબકી..
ભોર થઇ સ્મૃતિ સાથે જગાડ્યો હવે...

કર્મનું આ ગણિત શીખવા જેવું છે..
જાણતો હું છતાં ભવ બગાડ્યો હવે...

આ જગત પણ સલામો કમાલને કરે..
જીવને સ્નેહથી જો, સજાવ્યો હવે...jn


Sunday, June 11, 2017

પ્રેમ એટલે...


પર પુરુષનો
સ્પર્શ માત્ર પણ
અકળામણ
અનુભવ કરાવે...
અને ગમતા
પુરુષનું આલીંગન
પણ ઓછું લાગે...Jn

જે. એન. પટેલ... ( જગત )

પ્રેમ એટલે...


ઘણું બધું 
કહેવાનું 
મન કહે ને 
અચાનક બસ
ચૂપચાપ 
બધું જ
તું સાંભળીલે...Jn

જે. એન. પટેલ... ( જગત )

Wednesday, June 7, 2017

પ્રેમ એટલે...

દરેક
વખતે
જીતવુ જ
પણ ક્યારેક
યોગ્ય સમયે
હારવું...jn

જે. એન. પટેલ... ( જગત )

સ્ત્રી એટલે...


દરેક જગ્યાએ
દરેક વખતે જીતવું જ
એવો મહાન આદર્શ
એટલે પુરુષ...
પણ યોગ્ય સમયે
જરૂર લાગે ત્યારે
હસતા મુખે હારવું
એવું મહાન વ્યક્તિત્વ
એટલે સ્ત્રી.....Jn

જે. એન. પટેલ... ( જગત )

Monday, June 5, 2017

શ્યામ કહું કે કૃષ્ણ... ગીત...

શ્યામ રે સંતાયો મારો 
મથુરાની વાટે..
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

શોધુ રે ક્યાં એને એકલતાની વાટે...
થાકી છે આંખો મારી ઢળતી આ રાતે...
ઘેલુ થયું છે  મન,,
યશોદાના લાલમાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

ગોકુળની ઘેલી ગોપી સાદ કરે છે...
આકુળ વ્યાકુળ થઇને શ્વાસ ભરે છે...
આવીજા આજ મારી,,
મનની એ બાનમાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

ગીતાને ગાઇ એણે માનવ્ય કાજે...
જાગી છે માનવ હૈયે વિરતા આજે...
જીવન પૂર્યું જગતમાં..
ખાલી ખોળીયામાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...jn