Saturday, April 7, 2018

Happy birthday

કોન્ગ્રેચ્યુલેશન કોન્ગ્રેચ્યુલેશન
ના કોઈ ચિંતા ના કોઈ ટેંશન
કોન્ગ્રેચ્યુલેશન કોન્ગ્રેચ્યુલેશન
હેપ્પી બર્થડે
હેપ્પી બર્થડે
કાલા કાલા વ્હાલા વ્હાલા લતા બહેન
હેપ્પી બર્થડે
હેપ્પી બર્થડે

બાળપણાંમાં મસ્તી ખુબ ને
ખુબ કર્યા તોફાન..
હિંમતના સથવારે ભગાવ્યું
કેન્સરનો પકડી કાન..

કવિયત્રી ને..લેખિકા
લાગણીઓથી પ્રેમાળ..
નિયોતી સંગ સિદ્ધેશ્વર
મળ્યા મજાના બાળ...

ભરથાર છે યજ્ઞેશભાઇ
ને વારાના છે દાદી
જીગર ને વિશા કહે છે
સાસુ છે સીદી સાદી...

તમે છો સૌના વ્હાલા વ્હાલા
લાગો સૌને પ્યારા..
તોફાની તાંડવ પર વરસે
સ્નેહની અવિરત ધારા..

તોફાની તાંડવના મિત્રો
કરે છે  આપને વંદન..
જન્મદિવસે અમ સૌ ના
આભ ભરી અભિનંદન..

No comments:

Post a Comment