Friday, June 1, 2018

મહેમાન...

પ્રથમ પૂછવા ગયા ત્યાં વેદોનો સાર..
ને પછી સાંભળ્યું ત્યાં ગીતાનું ગાન...

જીવનના અધ્યાયનો લાગ્યો તો ભાર..
'સ્વ' નું કર્યું અધ્યયન ત્યાં આવ્યું ભાન...

અંશ બનીને અવતરણ કર્યું છે તારો..
સમજુ છું જ્યારથી, વધ્યું છે સ્વમાન...

તુચ્છ સમજી કરતો હું વાણીના વાર..
બદલાણી દ્રષ્ટિ જ્યાં જોયું પરસન્માન...

ભવસાગરે જગતમાં થશે બેડો પાર..
જગદીશનો જ્યારે બનશે મહેમાન...jn

મારું...

આમ જોઇશ આંખોમાં તો ભાડું લાગશે..
બંધ હોઠે સ્પર્શવા જઇશ તો તાળું લાગશે...

દૂરથી વાર કરીશ તો ધબકાર તેજ ભાગશે..
આલિંગનમાં મને ભરીશ તો સારું લાગશે...jn