Thursday, August 23, 2018

અપેક્ષા...ગઝલ

વાત ખૂટવાની નથી..
રાત ઉઠવાની નથી..

નાખવાની નાથ છે..
બાથ ભરવાની નથી...

બંધ આંખની વાત છે..
આમ મળવાની નથી...

ઝાંઝવાની છે તરસ..
માંગ  ફળવાની  નથી...

છે જગત રળિયામણું..
ભોર પડવાની નથી...jn

Monday, August 13, 2018

પ્રેમ એટલે...

અઢળક 
આશાઓ જ્યાં 
બંધાઇ છે 
છતાં એક પણ 
આસની 
અપેક્ષા ના રાખવી
તે એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...


શ્વાસો ની 
શેરીમાં
વિશ્વાસ નામનું 
વાદળ 
જ્યાં વરસે
ને હૈયામાં
મીઠી સુવાસ
પ્રસરાય
તે એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...


કંકાસમાં કલરવ..
ભોગમાં ભાવ..
ઇચ્છાઓમાં ત્યાગ..
રાગદ્વેષ માં પ્રેમ..
એકલતામાં મેદની..
નૈરાશ્યમાં આશા...
ભરી સતત મનને
ઉત્સાહમાં રાખે
તે એટલે પ્રેમ...jn