Tuesday, November 27, 2018


મોરલાના કંઠમાં અટકી જવાનું મન થયું છે..
આંખમાં તારી હવે ખટકી જવાનું મન થયું છે...

બંધ આંખોનું જગત રળિયામણું બન્યું છે મારું..
એહસાસોથી મને ભટકી જવાનું મન થયું છે...jn

પ્રેમ કે વહેમ...


મફતના massage કરીને..
Cell phone માં વાતો કરીને..
Whtsup માં વાયદા કરીને..
Facebook માં ફોટા મુકીને..
ચાર મિત્રોની મદદ લઇને...
૧૦૦ રૂપિયાના બે હાર લઇને..
Court માં જઇ સહી કરીને...
પછી આખા જગતને કહે અમે
Love marriage કર્યા છે...
આવો ઉછીનો ને ઉધાર ભાગેલો
પ્રેમ કેટલો ચાલે....??...jn

શુભ સંધ્યા..

ચાંદને કહેજો રાહ ના જોવે મારી...
લાગી છે કોઈ અંગતની કેદ સારી...jn

પરતાલે નાચે છે શકીરા..
તાલ અમારો સાથ ફકીરા...

એક નહીં બે નહીં ત્રણ નહીં..
લાવ્યો આજ જમાત ફકીરા..

ગર્જન છે જાણે સાવજનું..
તોફાનીની ત્રાડ ફકીરા..jn
રાજા એ રામ છે રુદીયામાં ધામ છે...
એણે મને માયા લગાડી રે...

શબરીના એંઠા બોર ખાધા મારા રામે..
મળવાનો વિશ્વાસ જગાડ્યો મારા રામે..
સીતાની શોધમાં રડ્યા એ રામ છે...
એણે મને માયા લગાડી રે...

પ્રેમ એટલે...


લોહીના 
સંબંધ કરતા 
પણ વધુ 
લોહી 
બનાવનારના 
સંબંધ તરફ 
થતું એક 
અલૌકિક 
આકર્ષણ....jn

પ્રેમ એટલે...


આશાના બીજથી
સ્નેહની સમજણથી
હ્રદયના ભાવથી
જીવનનું ખાતર આપી
ઈચ્છાઓના ચાસ ખેંચીને
લાગણીઓથી જતન કરીને
સમજણ, 
સંયમ, 
અને વિશ્વાસ 
સાથેનું 
જે વટવૃક્ષ અડગ બની 
ઉભુ રહે છે 
તે એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...

સતત બોલ્યા 
કરવું એવું બધેજ 
જોવા મળે 
એ શક્ય નથી...!!
ક્યારેક એકની 
વાણી બીજાના
મૌનની
વાચા બની જાય..
તે એટલે પ્રેમ....jn

પ્રેમ એટલે...


એક ભક્તનું 
ભગવાન સાથે
પરણવું...
ભગવાનનું
સ્વામીત્વ 
સ્વિકારવું...
ભગવાનના 
ભરોસે જીવન
નૈયા મુકવી...jn

પ્રેમ એટલે...


નદીને જેમ
સાગરનું ખેંચાણ 
રહે છે..... 
ને મળવા વેગીલી 
બની દોડે છે...
બસ મનનું પણ 
કોઈ એક હ્રદયની
ધકધક સાંભળીને
સતત ખેંચાવું...jn

પ્રેમ એટલે...


બંધ બાજીની 
જેમ જ 
બંધ આંખોના 
પ્રેમનો 
ખુલ્લી આંખોમાં
અંકાતો
વિશ્વાસ....jn

પ્રેમ એટલે...

 
જગદીશની 
બનાવેલી આ
સૃષ્ટિને 
અનન્ય ચિત્તે
ચાહવાની
અદમ્ય ઈચ્છા...jn

પ્રેમ એટલે...

સુખની 
પરાકાષ્ઠાની
ટોચથી લઈ 
દુઃખના ઉંડાણની
ખીણ સુધી
અવિરત વહેતો
લાગણીઓનો 
પ્રવાહ...jn

Monday, November 5, 2018

" દિપાવલી સંદેશ "


ભાવ જીવન, જીવનવિકાસની દ્રષ્ટિનો સંસ્કાર કરવાનો ઉત્સવ

(1)  ધનતેરસ  - લક્ષ્મીપૂજન
" પ્રભુ " આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે  -  અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે  -   વિત્ત
પરાર્થે વપરાય  તે   -   લક્ષ્મી
પ્રભુ કાર્યાર્થ  વપરાય તે  -   મહાલક્ષ્મી

(2)  કાળી ચૌદશ  -  શકિતપૂજન
વિચાર કરવાનો દિવસ કે " મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે. ?
પરપીડન માટે વપરાય તે  -  અશકિત
સ્વાર્થ માટે વપરાય તે  -  શકિત
રક્ષણાર્થે વપરાય  તે   -  કાલી
પ્રભુકાર્યાર્થ વપરાય તે  -   મહાકાલી

(3)  દિવાળી  -  જ્ઞાનપૂજન
     (શારદાપૂજનનો દિવસ)
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?

(4)   બેસતુ વર્ષ  -  ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાથે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
" પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભુ માટે "

(5)   ભાઈ બીજ  - ભાવ પૂજન
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)

Saturday, November 3, 2018

રામ બની કૃષ્ણનું પુજન...

અર્જુન બની બોલાવ તો કૃષ્ણ ગીતા ગાવા તૈયાર છે...
શબરી બની બોલાવ તો રામ એંઠા બોર ખાવા તૈયાર છે...

વિભીષણ બની આવ તો રામ રાવણને હણવા તૈયાર છે..
ગોવાળ બની આવ તો કાનો કાલી નાગ નાથવા તૈયાર છે...

સુગ્રીવ બની આવ તો રામ બાહોમાં ભરવા તૈયાર છે..
સુદામા બની આવ દ્વારકાધીશ ચરણ સ્પર્શવા તૈયાર છે...

જશોદા બનીને બોલાવ તો કાનો માખણ ચોરવા તૈયાર છે..
કૈકેયી બનીને માગ તો રામ વનમાં જવા તૈયાર છે...

હનુમાન થઈને દોડ તો રામ ફરી સીતાને શોધવા તૈયાર છે..
અભિમન્યુ બનીને કુદ તો કૃષ્ણ ફરીથી રડવા તૈયાર છે...

રામ બની રામને પુજ તો વાલ્મીકિ કલમ ઉપાડવા તૈયાર છે..
કૃષ્ણના વિચારો લઇ દોડ તો વ્યાસ આજે પણ લખવા તૈયાર છે...

માનવ બનીને ચાલ તો રામ હ્રદયમાં રમવા તૈયાર છે..
જીવમાંથી શીવ બન તો જગત આખું નમવા તૈયાર છે....jn