Monday, December 17, 2018

રેવાબા વિધ્યામંદિર..

પ્રાર્થના - શ્ર્લોક
આજે આપણે શાળાના વાર્ષિક ઉત્સવને એટલે કે ગૌરવ ઉત્સવને ઉજવવા
માટે મળ્યા છીએ.   કાર્યક્રમની શરુઆત આપણે માતાજીને વંદન કરીને કરીશું.
સૌ પ્રથમ હું અમારા આમંત્રણ ને માન આપીને આવેલા અતિથીઓના નામ બોલીશ 
તેઓ દિપ પ્રાગ્ટય માટે મંચ પર આગળ આવશે…
નામની યાદી…..
દિપ પ્રાગટ્ય વંદના - શુભં કરોતુ કલ્યાણમ્ આરોગ્યં ધનસંપદહ્,
                      શત્રુબુધ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે..
                          દીપજ્યોતિઃ પરબ્રમ્હ દીપ્જ્યોતિર્જનાર્દનહ્,
                          દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોસ્તુ તે..
શાબ્દીક સ્વાગત…
અમારા રેવા બા પરિવારના આમંત્રણને માન આપી… સરસ મજાની ગુલાબી ઠંડીની પરવા 
કર્યા વિના આપ સૌ વાલીગણ પધાર્યા છો એ અમારા આજના વાર્ષિક ગૌરવોત્સવની શોભા છે.
આ શોભા વધારવા બદલ આપ સૌ વડીલોનું રેવા બા પરિવારના પ્રતિનીધી તરીકે 
હું કૃતજ્ઞા પટેલ હ્રદયના ભાવથી.. શબ્દોના સ્નેહથી.. આપ સૌનું ઉમંગભેર સ્વાગત કરું છું.
મહેમાનોનું સ્વાગત--
સ્વાગત ગીત…
હું પ્રેશીતાબેન ને કહીશ કે ધોરણ ૭-૮-૯ ની અમારી વિધ્યાર્થી બહેનો ને લઇને આવેલ
મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીતથી કરે...
સૌ અતિથી સ્નેહી જનોનો હું રેવા બા પરિવાર તરફથી હ્રદયથી આભાર માનું છું.
તેઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણે આગળના કાર્યક્રમ
તરફ આગળ વધીએ.
આજનો દિવસ એટલે માગશર સુદ એકાદશી એટલે કે સમગ્ર જગતને માર્ગદર્શન આપે છે એવી
માં ગીતાજીનો જન્મદિવસ. આજના આ ગૌરવોત્સવનું સૌથી મોટું ગૌરવજ એ છે કે એ આજના મહાન
દિવસે છે.  ગીતાજી માટે આપણે શું કહી શકીએ આપણી બટુક બુધ્ધીથી. પણ આપણા કવિઓ કહે.. કે..
વેદોનો વિશ્વાસ છે ગીતા.. ઋષિઓ કેરી આશ છે ગીતા…
રમતા રમતા જીવન જીવું.. એ કાવ્યનો પ્રાસ છે ગીતા…
નાચે માથે લઇને ઇમરસન.. સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા…
જન્મદિવસ જેનો માણીએ.. ગ્રંથોમાં એક ખાસ છે ગીતા…
ખેતર છે આ જીવન મારું..ને વાવણીનો ચાસ છે ગીતા..
જીવ જગત ને જગદીશ તણી.. ઓળખ આપતો પાસ છે ગીતા…
છે જવાબ "જગત"ના પ્રશ્નોના .. કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા…
વેશભુષા..
સૌ અણુએ અણુમાં સમાયો હવે… આ જગતના કણે કણ નિહાળ્યો હવે…
વૃક્ષમાં વાસુદેવ જ એ થઇને વસ્યો..  છોડમાં આજ રણછોડ ભાળ્યો હવે…
આવી જ એક પ્રકૃતિની વાતની સમજણ ને લઇને કે.જી. ના વિધ્યાર્થીઓ આવે છે..
અને સૌથી કઠીન હોય તો એ નાના બાળકોને એક હરોળમા એક એક્સનમાં ગોઠવવા
તેમ છતાં અમારા શિક્ષીકા નિમિષાબેન, જયશ્રીબેન અને ખુશ્બુબેન સરસ પ્રયત્ન કરી આ
નાના ભુલકાઓને મંચ પર લાવ્યા છે.. તો હવે નિહાળીશું.. વેશભુષા...
ખુબ સરસ… આપણા માટે ગૌરવની વાત છે કે આ ફળ,ફુલ,વૃક્ષો, પ્રાણીઓ આ બધાના જતન
માટે આપણા ઋષીઓ પુજનની સમજણ આપી ગયા છે….
3 બોલીવુડ ડાન્સ..
કાર્યક્રમને આગળ વધારતા જોઇએ તો આપણી સંસ્કૃતિ એટલે દુધમા સાકરની જેમ 
ભળવા વાળી અને જરુર લાગે ત્યાં ભળાવી પણ લે… આવીજ એક ડાન્સની થીમ ને લઇ
ધોરણ - ૧ ના રીપલબેનના ડાન્સરો આવે છે..  લઇને બોલીવુડ ડાન્સ
વાહા સે આહા તક… મજા પાડી દીધી આ ડાન્સરોએ તો બધાને એમના તાલે નાચતા કરી દીધા..
બોલીવુડ ડાન્સ-૨..
ભારતની ભૂમિ પર જન્મ મળે એજ સૌથી મોટુ ગૌરવ છે આપણા સૌનું.
મહાપુરુષો જ્યાં નાચ્યા હોય કુદયા હોય રમ્યા હોય ત્યાં નાચવાની પણ એક મોજ છે..
આવી જ એક મોજ સાથે ખુમારીને વધારે અને સાથે સાથે આપણ ને ગૌરવ થાય એવા જ
એક દમદાર ડાન્સ સાથે ગુજરાતી ગરબાની રંગત ને લઇ શીતલબેનના ગોકુલ વાસીઓ
ધોરણ - ૨ ના ડાન્સરો આવે છે..  લઇને બોલીવુડ ગૌરવ ડાન્સ..
વાહ ખુબ મજા પડી ગઇ જાણે અમે પણ ગોકુળમાં પહોચી ગયા… ખુબ સરસ….
જય જય કારા..
મહાપુરુષો કહે છે કે તારામા રામ એ તારું ગૌરવ.. મારામાં રામ એ મારું ગૌરવ..
સૌનામાં રામ એ સમગ્ર માનવ જાતનું ગૌરવ… 
આવા જ ગૌરવની એક નાની પાંખડી લઇને આવે છે જય જય કારા… સાથે અમારા 
ધોરણ…૭,૮,૯ માંથી અમારા પ્રેશીતાબેન ના બાહુબલીને પણ શરમાવે એવા પ્રભાસો આવે છે..
ખુબ સરસ… હમણા થોડા દિવસ પહેલાજ બાહુબલીના ડાયરેક્ટરનો ફોન આવ્યો હતો એને
બાહુબલી-૩ માટે આ હીરો જોઇએ છે… સૌ ને ફરી એકવાર તાલીયોથી વધાવી લઇશું…
લઘુ નાટક..
આપણી સંસ્કૃતિ આદી અનાદી કાળથી સંગીત પ્રેમી રહી છે. સંગીત માણસના જીવનને હમેંશા 
હસતું રમતું રાખે છે. ગમે એવા થાક ને સ્ફુર્તિમા બદલે છે.  આ બધું આપણા માટે જાણીતું છે,
પણ સંગીત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવું એ વિચારવા જેવી વાત છે. કહેવાય છે ને 
અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી.. તેમ છતાં અમારા ઇમરાનભાઇએ
બોલીવુડના ગીતો સાથે વિધ્યાર્થી જીવનના કેટલાક પ્રષ્નોને રમુજ પરિસ્થીતિઓમાં
ધોરણ ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ સાથે મળીને એક અલગ જ નુસખો કર્યો છે.
તો ચાલો એક નવા જોમ સાથે માણીએ લઘુ નાટક..
મોજ આવી ગઇ …. આ નાટિકા જોતા મને એક મહેશ કનોડીયાનું ગીત યાદ આવી ગયું
કોયલે જેસા રંગ હે તેરા જાડુ જેસે બાલ, કરતી હો શીંગાર તો ગોરી લગતી હો ભંગાર..
તું જિસ કો મીલ જાએ ગોરી વો હો જાએ કંગાલ, કરતી હો શીંગાર તો ગોરી લગતી હો ભંગાર..
કાર્યક્રમને આગળ વાધારતા જોઇએ….
ચાવટ..
હસવા અને હસાવા માટેના ઘાણા પ્રકારો છે એમાના ઘણા આપણે જાણતા પણ હોઇશું.
ઘણા કલાકારો એવા હોય કે આપણને પેટ પકડીને હસાવે.. એ પણ આપણું નહી બિજાનું…
અમાર મનસ્વીતાબેન અને અરુણાબેન એવાજ એક સરસ મજાના નવા નુસખા સાથે
ધોરણ-૩-૪-૫ ના હાસ્ય કલાકારોની પલટનને લઇને આવે છે.. તો નિહાળીશું ચાવટ...
આના માટે વાહ ઓછી પડે એટલે ફરી એક્વાર જોરદાર તાળીઓથી આ હાસ્યકારોને
વધાવી લઇએ….

યશગાથા ગુ્જરાતની..
અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે.. ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે  માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે !  યસ, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે  વળી જ્ઞાનનો ઉજાસ છે  ને સોનેરી પરભાત છે  અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે !   કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે   યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે  તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે !  દોસ્ત, આ ગુજરાત છે !
 શ્બ્દોમાં વર્ણવવી એ શક્ય જ નથી મારા ગુજરાતની ગાથાને પણ અમારા સોનલબેને એ
ગાથાને સરસ રીતે ધોરણ -૬ અને ૭ ના વિધ્યાર્થી ઓ સાથે મળીને એક થીમના સ્વરુપમાં 
તૈયાર કરી છે તો ચાલો માણીએ ગુજરાતીના ગૌરવની યશગાથા ગુજરાતની..
જોરદાર તાળીયો થઇ જાય આપણા સૌના ગુજરાતી હોવાના ગૌરવ પર..
પ્રોપડાન્સ..
ધીરે ધીરે ઠંડી પણ આપણા આ ગૌરવોત્સવને જોવા વધુને વધુ પાસે આવતી  ઝંખાય છે..
નાની વસ્તુઓ આપણે ઘણી જોતા હોઇએ છીએ પણ એનો ઉપયોગ આપણે ના પણ કરી શકીએ
અલગ અલગ પ્રોપર્ટી સાથે એક નવા જ અંદાજમાં ઉત્પલબેનના સહયોગથી ધોરણ-૪-૫ ના
વિધ્યાર્થી મિત્રો પોતાના કરતાબ લઇને આવે છે.. પ્રોપડાન્સ…
ખુબ સરસ…. એક નવો અંદાજ ડાન્સમાં પણ જોવા મળે છે….
૧૦ પાપા થીમ..
અજવાળા પછી અંધારુ પણ આવે એમ જ સુખ સાથે દુખ પણ આવે પણ આપણી તૈયારી બન્નેને
સહન કરવાની હોવી જોઇએ. મોજ મસ્તી સાથે કરુણતા પણ જરુરિ છે તો આવી જ એક 
કરુણા ભરીને અમારા પ્રકાશભાઇના ધોરણ -૭-૮-૯ ના વિધ્યાર્થી મિત્રો આવે છે એક સરસ
મજાની મોનો એક્સન સાથે પાપા થીમ લઇને… તો ચાલો માણીએ માય પાપા...
જોરદાર તાળીયો સાથે વધાવી લઇશું આ ટીમને… ભલ ભલાના હ્રદયને પીગળાવી નાખે..
જોતા જોતા પણ આંખો ભિંજાઇ ગઇ.  દિકરીને મન એના પિતા રીયલ હીરો હોય છે.
૧૧ નાટક નેતાજી
ચાલને થોડી મસ્તી કરી લઇએ..જીંદગીને થોડી હસતી કરી લઇએ…
થકાવશે આ આંધળી દોડધામ..ટેન્સનની થોડી પસ્તી કરી લઇએ…
ક્યાં સુધી રહીશુ આમ ગુલામ..! કંટાળાની થોડી વસ્તી કરી લઇએ…
અહંકાર છોડી શબ્દોનો જરીક..જાતને થોડી સસ્તી કરી લઇએ… 
પણ આ કોણ કરી શકે..? આજે તો કાચિંડાને પણ શરમાવે એવો માણસ બની બેઠો છે.
ઋતુઓમાં પણ કાચિંડો રંગના બદલે એટલા રંગ બદલે છે એ… 
આપણા માંથી કોઇ કહેશે એ કોણ હોઇ શકે જે આટલા રંગો બદલે છે..?
હા એક્દમ સાચું … આજના નેતા…. આવાજ નેતાઓના સંસદ ભવન સાથે અમારા અજયભાઇ
ધોરણ ૮-૯- અને ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ સાથે આવે છે તો માણીશું નાટક નેતાજી...
સાચાને સાચું અને ખોટાને ખોટું કેહવાની તાકાત કદાચ આજના નેતાઓમા નથી…
૧૨ ગૃપ સોંગ..
એક સરસ વાત યાદ આવે હું ગુજરાતી હોવાની… કે…
કાકા સાહેબનો કલરવ ગુજરાતી…. મેઘાણીનો બોલ ગુજતાતી…
સરદારનો સુર ગુજરાતી… ગાંધીનો કોલ ગુજરાતી…
દેશ વિદેશ માં દોડે ગુજરાતી.. સાકર જેમ દુધમા ભળે ગુજરાતી..
અને એટલે જ કહું છું કે માતાના ધાવણ પછી જો કોઇ શ્રેષ્ઠ ટોનીક છે તો તે માતૃભાષા..
ગુજરાતી હોવાના ગૌરવને ચાલો માણીએ શબ્દોની ગાથા સાથે અને સરસ મજાના સંગીતમય
તાલ સાથે અમારા નીતિનભાઇ ,  રીમાબેન અને બીજલબેનના ધોરણ -૫-૬-૭-૮ ના કોરસ સાથે
માણીશું દુહા, લોકગીત, શૌર્યગીત, હેલો…. વગેરે વગેરે….જેવા ગૃપ સોંગને...
વાહ જામો જામો જામો… મજા પડી જાય આખી રાત આવો ડાયરો જામે તો.. પણ સમયની 
મર્યાદા છે આપણ ને એટલે આગળ વધીશું…
૧૩ કરાટે..
આજના ઉત્સવને માણતા માણતા એક સરસ ઉત્સવની વાત યાદ આવે છે….
જાણે મનને આજ સૌ ઉત્સવો સંગ હોય..!!...એમ એક એક ઉત્સવ મનાવી રહ્યું છે…
કોઈ રંગ ઉડાડી પિચકારીથી પલાળી રહ્યું છે...તો કોઈ વળી દિવડા પ્રગટાવી રહ્યું છે…
કોઈ દોર જાલી પતંગ બનાવી ચગાવી રહ્યું છે...તો કોઈ વળી મટકીના માખણને ઉછાળી રહ્યું છે…
મનને જાણે વસંત બેઠી હોય એમ ખીલી રહ્યું છે… આવા જ ઉત્સવોનો સંગ લઇ આ ઉત્સવમાં
વધુ એક ગૌરવને સિધ્ધ કરવા અમારા જીતેન્દ્રભાઇની સેના ધોરન-૮ અને ૯ માંથી 
પોતાના કરતાબને લઇ આવે છે કરાટે સાથે.. તો માણીશું કરાટે..
જોરદાર તાળીયો થઇ જાય આ કરાટે બાજો માટે. આ કરતાબ શક્તિની સાથે ત્વરિતતા, ઝડપ
સાથે તમારો સ્ટેમીના પણ માગી લે છે. 
૧૪ નાટક કુદરતી..
આપણને દરેકમાં બદલ જોઇએ છે. વર્ષો પહેલા જ્યારે ટેક્નોલોજી નો આટલો વિકાસ ના હતો
ત્યારે સમાજમા નાટકો દ્વારા જાગૃતી લાવવા માટે એક પ્રયાસ થતો હતો. અલગ અલગ થીમને
પસંદ કરી જુદા જુદા ગામો મા ભવાઈ રમી એક વિચાર સમાજ સુંધી પહોચાડતા હતા. આજે
પણ હજુ એવા ઘણા ગામડા છે જ્યાં આ સંસ્કૃતિ જીવતી છે. આવી જ એક પ્રેરણાત્મક વાત
અમારા જ એટલે કે ધોરણ ૯ ના પાઠ્ય પુષ્તક માંથી એક લઘુ નાટીકા લેવામાં આવી છે.
સ્વર્ગની કલ્પનાઓ સાથે ગામઠી ભાષાનો મેળ બાબુના પાત્ર સાથે ખુબ જ સુંદર રીતે 
પીરસવા માટે ભાવેશભાઇની ધોરણ ૯-૧૦ ની ટીમ આવે છે.. તો માણીશું નાટક કુદરતી...
ખુબ સરસ જે વાત મોટા મોટા નેતાઓના ભાષણમાં ના સમજાય એ વાત ઘણીવાર આપણને 
એક નાની નાટીકા દ્વ્રારા સમજાઇ જાય છે.. 
૧૫ હાનીકારક બાપુ..
હસવા માટે ક્યારેય કોઇ ક્લાસ નથી હોતા પણ હાસ્ય તો આપણી આસપાસ જ રમતું હોય છે.
ઘણીવાર હાસ્યની પાછળ પણ આપણી પ્રગતિ છુપાએલી હોય છે.  ભારતિય સંસ્કૃતિમાં
આપણી કુટુંબ વ્યવસ્થા એક મોટુ ગૌરવ છે આપણા માટે. આપણા વડીલો આપણને રોકી શકે છે.
જરુર લાગે ત્યાં ટોકી શકે છે, આવી રોક ટોક કડવી દવા જેવી હોય છે જે પીવામાં કડવી પણ
સેહદ માટે મીઠી હોય છે. આવા જ એક હાનીકારક બાપુને લઇ ભાવીકાબેન ના પેશન્ટો
ધોરણ- ૪-૫-૮ માંથી આવે છે… તો નિહાળીશું હાનીકારક બાપુ…
આવા હાનીકારક બાપુ આપણને સૌને મળે તો એનાથી મોટુ આપણું ગૌરવ શું હોઇ શકે..?
૧૬ પીરામીડ..
આપણી આ ભારતની ભૂમિનું તપ જ એવું છે.. એક સરસ પંક્તિ યાદ આવે….કે….
સ્વપ્નોને સાકારિત કરવા, સંગ હરિશના સત્યો દોડે, ચારણ કન્યા હાકલ પાડે કહેવાતો એ રાજા દોડે.
વામન જ્યાંરે ડગલું માંડે ત્રિલોક બલી છોડી દોડે, અવતારો અવતરવા કાજે, ભારત માઁ ની કોખે દોડે.
 અને આ ભૂમિને વધુ એક કલગી લાગે એવી જ એક કુશળતા ભરેલી અમારા નીતિનભાઇની
 ટીમ ધોરણ -૯ અને ૧૧ ના વિધ્યાર્થી ભાઇઓ લઇને આવે છે પીરામીડ..
ખુબ સરસ… આ પીરામીડ બનાવવા અને એને પાર પાડવું એટલે એક જંગ જીતવા જેવું છે.
૧૭ સેડો ડાન્સ..
કોઇ પણ સર્જનાત્મક કામ કરવું હોય તો તેની પાછળ વડીલોનો સાથ સહકાર જોઇએ જ.
હવે જે થીમ આવવાની છે એ સમગ્ર તાલુકામાં અમારો એક નવતર પ્રયોગ છે. આ થીમ ને
તૈયાર કરવા ખુબ જ મહેનત સાથે પ્રોપર્ટીની પણ જરુરી હતી. અમે વિના સંકોચે હકારાત્મક 
જવાબની અપેક્ષા સાથે અમારા સૌના લાડીલા જયંતિદાદાને વાત કરી અને તરત જ એક પળનો 
પણ સમય ના લેતાં એમણે બધી જ સગવડો તૈયાર કરી આપવાની હા સાથે અમને હિંમત આપી.
એમની આ હુંફને લીધે જ આ થીમ અમે કરી શક્યા છીએ. એમનું માતૃ હ્રદય સાથેનો પ્રેમ
અમને રોજે રોજ અનુભવાય છે. આવા પ્રેમ માટે કાંઇ કહું તો શું કહું પણ એટલું જરુર કહીસ.. કે..
કૃષ્ણ બની તું એકવાર ભૂલો પડ હવે..અર્પણ કરવા હું મારી જાત લાવી છું…
જાણું છું જગતમાં પ્રેમ એટલે તું તું ને તું જ..તને મળવા હું આખી કાયનાત લાવી છું…
પ્રેમ માટે જો કોઇ પર્યાય શબ્દ હોય તો એ માત્રને માત્ર ''મા'' જ હોઇ શકે.
એટલે જ કહેવાય છે કે મા એટલે મા બીજા બધા વગડાના વા..
ગોળ વિના મોળો કંસાર ને મા વિના સુનો સંસાર..
પ્રેમ અને મા આગળ એક યુધ્ધ થવાનું છે આજે એ યુધ્ધ મા જોઇએ કોણ જીતે છે આજે.
આવા એક યુધ્ધ ને વિશીષ્ટ સ્વરુપે અમારા રીમાબેન અને રાકેશભાઇએ ધોરણ ૧૦ ના વિધ્યાર્થી
ભાઇઓ સાથે તૈયાર કર્યુ છે તો ચાલો માણીએ સેડો ડાન્સ સાથે પ્રેમ અને મા બન્ને માં કોણ મહાન.
હ્ર્દયને પીગળાવી ગયો આ સેડો ડાન્સ… જોરદાર તાળીયો આ મા ના પ્રેમ માટે.
એક સરસ શુભાષિત યાદ આવે… કે.. જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદિઅપી ગરિઅસી… જનની અને 
જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વધુ વહાલા હોય છે પણ આજનો યુવાન એ સમજી શકશે ખરો.. ?
૧૮ બીહુ નૃત્ય..
આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વમા શ્રેષ્ઠ છે એના પાયામાં આપણું કલ્ચર છે.  આજે પણ વિશ્વના 
રંગમંચ પર ભારતના વિવિધ પ્રાંતો ના અલગ અલગ નૃત્યોની નોધ લેવાય છે. આવાજ એક 
અલગ અંદાજમા અમારા રેવાબા પરિવારની ધોરણ. ૮-૯ અને ૧૧ ની  
વિધ્યાર્થી બહેનો રંજનબેન ના સજાવેલા તાલથી બીહુ નૃત્ય…. સાથે આવે છે…
જોરદાર તાળીયો થઇ જાય આ નૃત્ય માટે. ડાન્સ કરવો ખુબ જ સરળ છે પણ નૃત્ય ખુબ કઠીન છે
૧૯ ગરબો…
ગુજરાતીઓ માટે એક સરસ વાત યાદ આવે … કે…
સાવ નોખી ધૂળનાં માણસ અમે,  સૌને નમતાં ને ગમતાં સાલસ અમે…
હા કરીએ વંદના છે એવું "જગત"..ભારત કેરી ભોમના માણસ અમે..
આપણો સાહિત્યનો વારસો એટલો વિશાળ છે કે એની તુલના ક્યાંય થઇજ ના શકે…
શબ્દ એક છેડો ત્યાં સુર નીકળે.."ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે… 
આવો ખજાનો છે આપણા સાહિત્યનો આ સાહિત્યના ખજાનાનું એક રત્ન એટલે આપણા ગરબા.
આવા રત્નોમાંથી એક સરસ મજાનું રત્ન અમારા બીજલબેન ધોરન -૧૧ ની  બહેનો સાથે
લઇને આવે છે સરસ મજાનો ગરબો..
ખુબ સરસ…. ગરબાની રીધમ વાગે ને બધાના મન ડોલી ઉઠે…પગ તરત જ ઠેસ મારવા 
લાગી જાય અત્યારે પણ બધાના મન તો થનગની જ રહ્યા છે..
આપણું ગુજરાતીઓનું કલ્ચર જ એવું છે કે જે સાંભળે એને ગમી જાય અને તરત એને 
ગમે તેવા મ્યુઝિક સાથે નવા જોમ મા એ પણ ગરબાના તાલમાં ગુમે છે.. 
એટલે જ ગુજરાતી દુનિયાના છેડે વિસ્તરાયેલો છે… 
૨૦ માઇમ..
આજના મહાન દિવસે કાંઇ કહુ આ ભુમિ માટે તો…
શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે.. વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે…
ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે.. ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે…
અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે.. કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે…
કવિ દાદની એક સરસ પંક્તિ યાદ આવે…
આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક, કે વાવો મહાભારત ને ગીતા નિકળે…
હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા, રાવણો જ્યાંથી બીતા બીતા નિકળે…
શું તાસીર છે આ ભુમિની હજી રાજા જનક જેવા હળ હાકે તો સીતા નિકળે..
કૃષ્ણના  ટેરવાં જો આવીને ફંફોસે તો વાંસળીના ટુકડા સંજીતા નિકળે…
આવીજ એક કૃષ્ણની વાતને લઇને મોનો એક્ટીંગ સાથે એટલે કે માઇમ લઇને અમારા મેહુલભાઇના
કૃષણ અને અર્જુનો ધોરણ ૯-૧૦-અને ૧૧ માંથી આવે છે તો માણીશું માઇમ..
ચહેરાના હાવભાવ સાથે એક વિશિષ્ટ વાતને લઈ ખુબ સરસ સંદેશ...
આભાર...
સતત પ્રોત્સાહન અને ભાવ-પ્રેમ અમને મળતો રહે છે અમારા શિક્ષકો અને ટ્રષ્ટીઓ પાસેથી.
આવા જ એક પ્રોત્સાહના ભાગ રુપે આજે મને મારી શાળાએ એન્કરીંગ કરવાનો એક અનેરો
અવસર આપ્યો છે તે બદલ સૌનો હું હ્રદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું.
આટલા મોટા ગૌરવોત્સવની કમાન સોંપી એ મારા ભાગ્ય સાથે સૌનો સહયોગ પણ છે..
હું કૃતજ્ઞા પટેલ ધોરણ- ૯ ફરી એક્વાર મારા શિક્ષક ઘણ તેમજ મારા માતા પિતા અને મને
સૌ એ શાંતીથી સાંભળી મારો આત્મવિશ્વાસ વધારવા બદલ ફરી એક્વાર આપ સૌનો આભાર માનું છું