Tuesday, December 14, 2021

પ્રેમ એટલે...

અચાનક

આજે આંખો 

વરસવા લાગી...

મેં આંસુ ને 

પૂછ્યું કેમ આજે આમ..!!

આંસું બોલ્યું જરા આઈનાને જો...

અરે આ શું...!!!

આતો એની છબી 

આંખોમાં દેખાય છે...

હળવેથી આંસુ બોલ્યું..

હવે તું જ કે 

તારી આંખમાં 

કોઈ હોય તો

મારાથી 

કેમ રહેવાય.!!..jn


જે. એન‌. પટેલ (જગત)

Friday, November 26, 2021

જિંદગી...

જિંદગી ક્યારેય સીધી લીટી માં નથી સરતી...

મન ગમતી વસ્તુ કે વ્યક્તિ ક્યારેય નથી મળતી...

સમયનું વહેણ સતત વહ્યા કરે છે...

ઉંમર સાથે જવાની ક્યારે પરત નથી ફરતી...

અંધકાર પછી રાહ જોતા પ્રકાશ આવે છે...

સંબંધોમાં ઓટ પછી ક્યારેય નથી ભરતી...

તૂટતા તારા જોઈને મુરાદો માગવી પડે...

માગ્યા વિના તો સગી મા પણ નથી ધરતી...

ચાલ જીવી લઈએ જગતની પળોને...

શ્વાસ ખૂટશે તો ફરી જિંદગી નથી મળતી...jn


જે. એન. પટેલ (જગત)

lockdown શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા..

 પરિવારના પ્રેમ સાથે એની મસ્તી જોઈ છે...

જિંદગીને આજ અમે હસતી જોઈ છે...

છુપાયેલી છે કેટલીય શક્તિઓ બાળકમાં..

સમયના અભાવમાં કળાની પસ્તી જોઈ છે...

એકલતામાં અટવાયેલી રહેતી જ્યારે હું..

ઘરમાં જ મારા પોતીકાની વસ્તી જોઈ છે...

ઘરમાં જ રહેવું છે સલામત રહેવું છે..

જગતની જેલમાં પણ આજે મસ્તી જોઈ છે...


કોરોના નો કાળ આવ્યો અને lockdown લાવ્યો.

કોઈને પણ ખબર ન પડતાં પરિવારને પાસે લાવ્યો કોરોના નો કાળ આવ્યો... 

ઓનલાઇન નું શિક્ષણ લાવ્યો...

 સાથે સાથે શિક્ષણ ના ફાયદા પણ લાવ્યો અને ગેરફાયદા પણ લાવ્યો કોરોના નો કાળ આવ્યો..


અચાનક જ કોરોના રૂપી કાળ આવ્યો અને સમગ્ર માનવજાતને થંભાવી દીધી. માણસ લાચાર બની ગયો કોરોનાના કહેર સામે ઘરમાં રહેવા માટે મજબૂર બની ગયો અને આવા સમયની અંદર હસતા રમતા ફૂલો ઘરમાં જ કેદ થઇ ગયા શાળાઓના પટાંગણ કલરવ કરતા બંધ થઇ ગયા રોજ સવારે પીળા પિતાંબરને ઓઢીને આવતા શાળાના વાહનો લુપ્ત થઈ ગયા.

કોરોના નો કાળ આવ્યો સાથે ઓનલાઇન શિક્ષણ લાવ્યો..


કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન મળી શકતું નથી‌ તો જ્યારે ગુરુ જ ના હોય તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય..?? 

શાળા એ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતી સાથે સાથે જીવન ઘડતરના સિદ્ધાંતો પણ ભણાવે છે બીજાની સાથે કેમ રહેવું એકબીજાને સહન કરવાના પાઠ ભણાવે છે. દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ હસતાં રમતાં રહેવું હાર ને પચાવવી અને જીતને વહેંચવી તે શાળા શીખવાડે છે..


કહેવાય છે કે...

येषां न विद्या, न तपो न दानम्, न ज्ञानं न शीलं, न गुणो न धर्मं ।

ते मृत्यु लोके भूवी भाट भूता, मनुष्य रूपेण मुर्गा चरन्ति।।


વિદ્યા વિનાનું જીવન પશુ સમાન છે રોટી કપડા ઓર મકાન પછી માનવ માટે મહત્વની જરૂરિયાત હોય તો તે માત્ર ને માત્ર શિક્ષણ છે એ જીવન લક્ષી પણ હોઈ શકે છે અને વ્યવસાયલક્ષી પણ હોઈ શકે છે..

સમગ્ર જગતમાં સૌથી શક્તિશાળી કોઈ વ્યક્તિ હોય તો તે શિક્ષિત વ્યક્તિ છે.

ઇતિહાસના પાના જોઈશું શું સમજાશે કોઈપણ રાજા પોતાના રાજ્યમાં જ પૂજનીય હોય છે જ્યારે એક વિદ્વાન એટલે કે ભણેલો-ગણેલો ડોક્ટર એન્જિનિયર કે વૈજ્ઞાનિક તે સમગ્ર વિશ્વમાં માનવજાત માટે આદરણીય અને પૂજનીય હોય છે.

ભણેલા-ગણેલા માનવ માટે શિક્ષણ તેના જીવનમાં આવતી મુશ્કેલીઓની ઢાલ છે,

અને એટલે જ કહેવાય છે...


न चोर हार्यं, न च राज हार्यं, 

न भातृ भाज्यं, न च भारकारि।।

व्ययं कृते वर्धत एव नित्यं 

विद्याधनं सर्वधनप्रधानम।।


અર્થાત ચોરી શકતા નથી,

રાજા લઇ શકતો નથી, ભાઈ ભાગ માગી શકતો નથી, સરકાર તેના પર કર નાખી નથી શકતી, કેટલું વાપરશો તેટલું વધે છે અને એટલા માટે જ વિદ્યારૂપી ધન શ્રેષ્ઠ ધન છે..


એક ભક્ત માટે તેની આસ્થાનું કેન્દ્ર મંદિર છે એવી જ રીતે બાળક માટે શિક્ષણ આપવાનું કેન્દ્ર એ માત્ર અને માત્ર શાળા જ હોઈ શકે છે.

હવાની ઉપસ્થિતિ વાતાવરણ બધી જગ્યાએ હોય છે તેમ છતાં પણ જ્યારે આપણને ગરમી લાગે છે ત્યારે આપણે પંખાની નીચે જઇએ છીએ તેવી જ રીતે શિક્ષણ ભલે ગમે ત્યાંથી મળે પણ શાળામાં ભણવાનો કંઈક આનંદ અલગ જ હોય છે...


સામાન્ય વાતને આપણે વિચારીએ કે જીવન નિર્વાહ માટે વિત્ત કમાવા માટે આપણે બહાર નીકળવું જ પડે છે તેવી જ રીતે ઓનલાઇન શિક્ષણ લઈશું તું માત્ર અને માત્ર કહેવાનું શિક્ષણ મળશે પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત થશે અને આવા પુસ્તકિયા જ્ઞાન નો શો મતલબ..?

હું જાણું છું કે ઓનલાઈન શિક્ષણથી આપણને ફાયદા કરતાં ગેરલાભ ઘણા જ થયા છે તેમ છતાં પણ એક કહેવત યાદ આવે કે ના મામા કરતાં કહેણો મામો સારો આ પણ એવું જ છે કે ભણવા ખાતર ભણીએ છીએ અને આગળના ધોરણમાં જવા માટે એક ફોર્માલીટી પૂરી કરીએ છીએ..

 *Education mind to draw out..* 

શાળામાં મળેલું શિક્ષણ બાળકમાં રહેલી ખાસિયતોને બહાર લાવે છે તેની નબળાઈઓને દૂર ભગાડે છે. 

અને એટલા માટે જ કહેવાય છે...

मंजिले उन्ही को मिलती है जिनके सपनों में जान होती है।

पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है।।

અંતમાં એટલું જ કહીશ...

ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીને પશુ જેવો બનાવી દીધો છે મન ફાવે ત્યારે જાગે છે મન ફાવે ત્યારે ખાય છે અને મન ફાવે ત્યારે સુવે છે..

અને એટલે જ જગતની ચોટલી જે હાથમાં જાલીને બેઠો છે તે જગદીશને કહીએ....

સર્વેડત્ર સુખિન: સંતુ સર્વે સંતુ નિરામયા:

 સર્વે ભદ્રાણી પશ્યન્તુ માં કશ્ચિત્ દુઃખમાપ્નુયાત્..

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:...

અસ્તુ.....

Tuesday, November 23, 2021

કસુંબલ રંગ ...

*શીર્ષક - કસુંબલ ભોમ.* 


જગત જોઇને મને રહી ગયું છે દંગ...

જ્યારથી ચડ્યો છે આ *કસુંબલ રંગ...* 

ના કરશો પરીક્ષા હવે મારી ખુમારીની..

પ્રત્યંચાને ક્યાં લાગે કોઈ જંકનો સંગ...

જટાયુની જાતને ક્યાં ભણાવાય છે કદી..?

રામના કામે તત્પર છે જે કપાવવા અંગ...

શુરાતનની ગાથા ગાય એવા કવિ કાગ છે..

સંગ હોય સુરાનો તો ભલે હોય જીવન જંગ...

કણ કણને પવિત્ર કરે એવી કુર્કુટની વાણી છે..

જ્યાં પાપ ધોવે છે યમુના સરસ્વતી ને ગંગ...

ગંગાને માથે ધારણ કરી બન્યો ગંગાધર..

ભક્ત છું એનો કે'તો ફરું ચડાવીને ભંગ...

જગતની ચોટલી હાથમાં જાલીને બેઠો છે..

એ ભલે હોય કૃષ્ણ, હું એ છું અનંગ...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, November 2, 2021

एक सच।।

जिंदगी हसती रही हमारी और मौत बदनाम हो गई।।

मन्नते करने वाले बहोत थे क्या करें उम्र हमारी कम हो गई।।

बस दुआओं में याद रखना यह सोच थी हमारी।।

किस्मत तो देखो एक ही पल में हस्ती हमारी खो गई।।

जिंदगी के राज लोग हमसे पूछा करते थे और मुस्कुराते थे।।

वक्त पर कैसे भरोसा करें, हमारी मौत ही एक राज बन गई।।

किस के कंधे पर हम सर रखते और दिल का हाल बताते ??

मरने के बाद भी लोग कंधे बदलते रहे और अर्थी निकल गई।।

सारे जगत का बोझ उठाने का जिम्मा हमने तो नहीं लिया था।।

फिर क्यों जलती चिता देखके, हर आंख छलकती गई।।


जे एन पटेल (जगत)

??

 દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

 તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે...jn


???

 બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.


એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામેછે,કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.


દુનીયાજીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાંએક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝાઅનેરી હોય છે………jn

પ્રેમ એટલે...

તમારા 

હસતાં રમતાં 

સમયમાં 

સૌ કોઈ સાથ 

આપે છે...

તમારા 

કપરા સમયમાં, 

વિકટ પરિસ્થિતિમાં 

તમને લાચાર 

બનવા ના દે,

તમારાં 

દુઃખ દર્દને ભુલાવી 

તમને સતત 

હસતાં રાખે

તે વ્યક્તિ 

એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...

 કોઈ 

એક વ્યક્તિના 

સ્મરણ માત્રથી 

શરીરમાં થતાં 

ગલગલીયા...jn

પ્રેમ એટલે...

આજે પણ 

તમને 

મળ્યાનો અહેસાસ 

રોમ રોમને 

પુલકિત કરે છે.

તમારી 

આંખોનો ઉત્સાહ 

અંગે અંગમાં 

સ્ફૂર્તિ ભરે છે.

મારું 

તમારા હોવાનું 

સૌભાગ્ય 

જીવનને 

ધન્ય કરે છે.

આ સત્ય 

એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ (જગત)

* કસુંબલ ભોમ.*

જગત જોઇને મને રહી ગયું છે દંગ...

જ્યારથી ચડ્યો છે આ *કસુંબલ રંગ...* 

ના કરશો પરીક્ષા હવે મારી ખુમારીની..

પ્રત્યંચાને ક્યાં લાગે કોઈ જંકનો સંગ...

જટાયુની જાતને ક્યાં ભણાવાય છે કદી..?

રામના કામે તત્પર છે જે કપાવવા અંગ...

શુરાતનની ગાથા ગાય એવા કવિ કાગ છે..

સંગ હોય સુરાનો તો ભલે હોય જીવન જંગ...

કણ કણને પવિત્ર કરે એવી કુર્કુટની વાણી છે..

જ્યાં પાપ ધોવે છે યમુના સરસ્વતી ને ગંગ...

ગંગાને માથે ધારણ કરી બન્યો ગંગાધર..

ભક્ત છું એનો કે'તો ફરું ચડાવીને ભંગ...

જગતની ચોટલી હાથમાં જાલીને બેઠો છે..

એ ભલે હોય કૃષ્ણ, હું એ છું અનંગ...jn

જે. એન. પટેલ (જગત)

Sunday, October 24, 2021

ગણતરી...

અજવાળાંની નિશાળે ભણું છું..

તિમિર હું તેજ ફેંકીને હણું છું...

સંબંધોમાં અંધકારની તિરાડ પડી છે..

આશાના કિરણે હૈયે ઉજાસ ચણું છું...

પ્રકાશ સાથે હવે નિશાને ક્યાં ફાવે છે..?

ઉષાની ઊર્જામાં હૃદયે શાતા જણું છું...

બુંદો ને વીણવાની આદત નથી અમારી..

વર્ષાની હેલી માં પાણી ને લણું છું...

જગતના નાથની ક્યાંક ભૂલ આવી હશે...

એટલે જ જીવનના હિસાબો ગણું છું...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, September 25, 2021

સમણાંનું જગત...

 GLF- GUJARAT LITERATURE FESTIVAL 2021

નામ - જે. એન. પટેલ

ઉપનામ - જગત

ગામ રખિયાલ દહેગામ

jn9101@gmail.com

પ્રકાર - પદ્ય કવિતા

શીર્ષક *સમણાંનું જગત* 

તારીખ 24 ઓગસ્ટ 2021

ખુલ્લી આંખોની દુનિયા કેમ કહેશો સાચી છે..?

 *દિવાસ્વપ્નોની* દુનિયાને પણ અમે વાંચી છે...

કલ્પનાઓનું એક આખું નગર ને મહેલ વસે છે...

આંખોમાં તમને લઈ કેટલીએ ઇચ્છાઓ નાચી છે...

સામે આવો ને જોવો છો તોય ક્યાં મલકાવો છો..??

કદાચ એટલે જ ક્યાંક પ્રિતની રીત અમારી કાચી છે..

ઘાંચીના બળદની જેમ નજર ગોળ ગોળ ઘુમે..

લાખ સમજાવું પણ કૂતરાની પૂંછડીની જેમ વાંકી છે...

વળી વળી ફરી ફરી ત્યાં જ આવે જગત અમારું..

નવજાત બાળકની જેમ વિશ્વ અમારું માંચી છે...jn

જે. એન. પટેલ (જગત)

હું બાહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે..🙏🏻✒️🙏🏻

Friday, September 17, 2021

ગરબો...

 

આસોની અજવાળી રાતો આવી......

માડીના ગરબા ને લઈને આવી...


ગોળ ગોળ ગરબાની રમઝટ જામે..

અંબિકા આવી સૌનો હાથ થામે...

ઉત્સવની હર હૈયે હેલી આવી...

માડીના ગરબા ને લઇને આવી...


ચાચરનો ચોક છે આજ આંગણે..

હર હૈયે વંદન આંબાના ધામને...

સોળે શણગાર સજી રમવા આવી..

માડીના ગરબા..ને લઈને આવી..


શક્તિનો યાચક બનીને ઝુમું...

ભક્તિ ના ભાવથી આજે ઘૂમું...

આશિષ લઇ જગત જનની આવી..

ગરબામાં માડીને લઈને આવી...


આસોની અજવાળી રાતો આવી....

માડીના ગરબા ને લઇને આવી...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, September 4, 2021

શિક્ષક દિનની શુભેચ્છાઓ..

જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે તે એટલે શિક્ષક...

કલમના "ક" થી માંડી જીવનની બારાક્ષરી શીખવાડે તે એટલે શિક્ષક...

પરીક્ષાના ભાર થી લઈ પરિશ્રમ નો ડર ભગાડે તે એટલે શિક્ષક...

માત્ર રોટલો મેળવવાનું શિક્ષણ ના આપતા જીવન જીવવાનું શિક્ષણ આપે તે એટલે શિક્ષક...

બાલમંદિરથી લઈ કોલેજ અને ત્યાર બાદ જીવનમાં દરેક ડગલે માર્ગદર્શક બની રહે તે એટલે શિક્ષક...

જીવ જગત અને જગદીશ ની સમજણ સાથે સંબંધ ને સમજાવે તે એટલે શિક્ષક...jn

જે. એન. પટેલ (જગત)

Wednesday, August 25, 2021

*શ્રાવણ...*

*શ્રાવણ* કેરો માસ આવ્યો..

ભક્તિ તણા ભંડારા લાવ્યો..


વ્રતો ભરીને વણજાર આવી..

સુહાગણે શણગાર સજાવ્યો..


મંદિરનો પૂજારી પણ ફાવ્યો...

બેઠો બેઠો શિવજી હરખાયો...


ભક્તો કેરા ટોળા નિહાળી..

કૂર્મની સંગે નંદી એ મલકાયો...


કંકુ ચોખા ને બિલી જોઈને..

ભૂતોનો એ નાથ છલકાયો...


જડતામાં ચૈતન્ય આવ્યું...

છોડમાં રણછોડ પરખાયો...


મંદિર માંયલો ઈશ્વર આજે...

હર હૈયે મલકાતો દેખાયો...


વરસાદી બુંદો માં નાચે..

અંતરથી માનવ ભિંજાયો...


ઉત્સવની વણઝારે આવ્યો..

જગતમાં ઉત્સાહ ભરાયો...jn


જે. એન. પટેલ (જગત)

*સમણાંનું જગત*

ખુલ્લી આંખોની દુનિયા કેમ કહેશો સાચી છે..?

દિવાસ્વપ્નોની દુનિયાને પણ અમે વાંચી છે...

કલ્પનાઓનું એક આખું નગર ને મહેલ વસે છે...

આંખોમાં તમને લઈ કેટલીએ ઇચ્છાઓ નાચી છે...

સામે આવો ને જોવો છો તોય ક્યાં મલકાવો છો..??

કદાચ એટલે જ ક્યાંક પ્રિતની રીત અમારી કાચી છે..

ઘાંચીના બળદની જેમ નજર ગોળ ગોળ ઘુમે..

લાખ સમજાવું પણ કૂતરાની પૂંછડીની જેમ વાંકી છે...

વળી વળી ફરી ફરી ત્યાં જ આવે જગત અમારું..

નવજાત બાળકની જેમ વિશ્વ અમારું માંચી છે...jn

જે. એન. પટેલ (જગત)

Monday, August 9, 2021

શ્રાવણ આવ્યો...

*શ્રાવણ* કેરો માસ આવ્યો..

ભક્તિ તણા ભંડારા લાવ્યો..


વ્રતો ભરીને વણજાર આવી..

સુહાગણે શણગાર સજાવ્યો..


મંદિરનો પૂજારી પણ ફાવ્યો...

બેઠો બેઠો શિવજી હરખાયો...


ભક્તો કેરા ટોળા નિહાળી..

કૂર્મની સંગે નંદી એ મલકાયો...


કંકુ ચોખા ને બિલી જોઈને..

ભૂતોનો એ નાથ છલકાયો...


જડતામાં ચૈતન્ય આવ્યું...

છોડમાં રણછોડ પરખાયો...


મંદિર માંયલો ઈશ્વર આજે...

હર હૈયે મલકાતો દેખાયો...


વરસાદી બુંદો માં નાચે..

અંતરથી માનવ ભિંજાયો...


ઉત્સવની વણઝારે આવ્યો..

જગતમાં ઉત્સાહ ભરાયો...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, July 10, 2021

દીકરી મારી...

 ઘર આંગણે જોઈ તને ચહેરા પર હાસ્ય રમે છે...

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...


રોજ સવારે વહેલો જાગી નાદ તને આપુ..

થોડીવાર સુવા દો ને વાલા મારા બાપુ...

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...


કાલીઘેલી ભાષામાં નીતનવા ગીતો સંભળાવે..

કાચું પાકું તીખું મીઠું જેવું બને તેવું ખવડાવે...

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...


સૌને સંભાળે.. ઘરના એક એક ખૂણાને વહાલથી ભરતી..

હૈયુ હરખે આંખો છલકે મન મલકાવ્યા કરતી...

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...


લક્ષ્મીનો અવતાર ધરી આજ ત્રણ કુળને તારનારી...

જગતમાં શ્રેષ્ઠ છે તું જીતની બાજી હારનારી..

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...


ઘર આંગણે જોઈ તને ચહેરા પર હાસ્ય રમે છે...

એકલતાને વિચારું ત્યાં જ આંખો થોડી જમે છે...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, June 19, 2021

કોણ...?

 ગંગામાં નાઈને કોણ શુધ્ધ થયું છે...?

જંગલમાં જઈને કોણ બુધ્ધ થયું છે..?


સમય સમયનું કામ કરી ને જાય છે...

સામે પડીને કોણ અનિરુદ્ધ થયું છે...?


અવતાર આવીને ચાલ્યા જાય છે..

વિચારો લઈને કોણ વૃધ્ધ થયું છે...?


વિદ્યા.. વાણી ને વિચારનો વૈભવ છે...

વિત્તને પામી કોણ સમૃદ્ધ થયું છે...?


અસ્પૃશ્યતાની વાતો છે જગતમાં...

માનવના સ્પર્શે કોણ શુદ્ધ થયું છે...?


જે. એન. પટેલ (જગત)

Friday, May 28, 2021

વરસાદ....

 અંકુર ફૂટ્યાની એક વાત છે..

વરસાદી બુંદોની મારી જાત છે..


ઘેરાયેલા વાદળમાં ઝાંઝવું બેઠું..

મુશળધારે કિરણની મુલાકાત છે...


કપાયેલા ઠુંઠામાં કુપણો ફૂટી છે..

તેથી જ કણકણમાં ઈશ્વર હયાત છે..


બુંદોની વણજારે સૃષ્ટિ ખીલી છે..

આનાથી મોટી બોલ કઈ સોગાત છે..!


જગતનો નાથ સ્પર્શે ઝીણી છાંટડીએ...

માણવાની ક્યાં મારી ઓકાત છે..!!. Jn

Wednesday, May 5, 2021

માણસ...

કાળના સમયને સરતો જોયો છે...

મોતનું તાંડવ કરતો જોયો છે...


ચોટ પણ આપે ને ખોટ પણ..

અંતરના ઘા ને ભરતો જોયો છે...


કાચા માથાના માનવીને આજે..

સમયથી પહેલા મરતો જોયો છે...


શંકા પડી હશે કદાચ ઈશ્વરમાં..!

સ્વજન સાથમાં ડરતો જોયો છે...


લડશે ક્યાં જંગ ખુમારીથી હવે..!

જગતમાં થરથરતો જોયો છે...jn

Saturday, May 1, 2021

ઐશ્વર્ય....

ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...


જિંદગીનો ભરોસો ક્યાં રહ્યો છે..!!

ડોક્ટર પણ હાથ ઊંચા કરી રહ્યો છે..

અંદર બેઠેલા ઈશ્વરને જાણી લઈએ...


અંતર ના સગા હવે દૂર ભાગે છે..

સંબંધોમાં થોડી છૂટછાટ માગે છે..

સાથે છે જગદીશને પિછાણી લઈએ...


ઓક્સિજનની દોડાદોડ થઈ છે..

વૃક્ષમાં વસુદેવ ની સમજણ ગઈ છે...

કણ કણમાં કૃષ્ણને તાણી લઈએ...


લાચાર બની ગઈ છે આખીએ સત્તા..

ખોવાઈ ગઈ છે બધી જ પ્રતિષ્ઠા..

જગતને જોશ ભરે એ વાણી લઈએ...


ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...jn


જે. એન. પટેલ (જગત)

Tuesday, April 27, 2021

જય શ્રી રામ....🙏🏻❤️🙏🏻

રામના હાથથી છૂટે તે મરે છે.. 

ને રામના નામે પથ્થર તરે છે...


મુગટ બનીને માથે શોભીશ...

ને રામની ચાખડી રાજ કરે છે...


રામ આવશે એવા વિશ્વાસથી..

શબરી એંઠા કરીને બોર ભરે છે...


જટાયુની જાત હવે કયાં શોધવી..?

ગલીએ ગલીએ રાવણ ફરે છે...


રામનું કામ અને રામનું નામ અલગ હશે..

વાનર થઈ જાત આખી કોણ ધરે છે...


મારૂતિ બની એ જ સીતાને શોધે..

જે રામને પોતાના હૈયે ધરે છે...


મિત્રતાની એક મિશાલ છે સુગ્રીવ..

જગતમાં રામ પાછળ કોણ મરે છે...jn

Saturday, April 17, 2021

હું... માણસ... ગઝલ

ખૂલ્લો છું માણસ છું...

મનનો હું સાલસ છું...


શબ્દોમાં જીવન છે..

અડકે તો પારસ છું...


ધરતી મારી મા છે..

ઋષિઓનો વારસ છું...


સંસ્કૃતિ મારી શાન છે..

વે દો નો  વા હ ક  છું...


ટાંકણાના ઘા ખમતો..

પત્થરમાં આરસ છું...


માનવ  છું  કૃતજ્ઞી..

ઉત્સવનો ચાહક છું...


ઘેલું છે જગત આખું...

તેથી જ તો માણસ છું...jn


જે. એન. પટેલ (જગત)

Tuesday, April 6, 2021

હું.. હું... હું...

આંસુ છૂપાવી હોઠ પર હાસ્ય રાખું એવો ઊંચો કલાકાર છું...

વણ માગે જ વાતને સમજાવી દઉં તેવો સલાહકાર છું...


ભલભલા મરે છે તમારી ચાલમાં ને ગાલમાં પડતા ખંજન માં.. 

આંખોની ભાષા વાંચું ને  બંધ હોઠે વાત કરું એવો અદાકાર છું...


જાણું છું પ્રેમની મુરત બની બેઠા છો ને કેટલાયની આસ્થાનું કેન્દ્ર..

તમને રોજ મારી સાથે લડવાનું મન થાય એવી મીઠી તકરાર છું...


મિત્રો મોંઘા નથી કારણ એક જ એ અનમોલ બનીને આવ્યા છે...

કોઈકના હૈયે કોઈકના હોઠે તો કોઈકના મનમાં વાગતી થનકાર છું...


મળ્યા પછી કોઈ ભૂલે તો ખરું આ મલકાતાં જગતના જગદીશને...

હું જ અંશ હું જ વંશ હું જ પ્રેમ હું જ તારામાં લડતો પડકાર છે...jn

Tuesday, March 23, 2021

પ્રેમ એટલે...

કોઈ એક 

અવાજ 

કાને પડે 

ને તરત જ

અડધો થાક 

ચાલ્યો જાય...jn

Monday, March 22, 2021

પ્રેમ એટલે...

કૃષ્ણ 

ગોકુળ મેલી 

જવાના છે 

એ ખબર 

પડતાં જ 

હજારો હૈયાનું 

ભીંજાવું ને કેટલીએ 

આંખોનું 

અવિરત વરસવું...jn

Monday, February 22, 2021

છું હું....

આદિલની ઓથમાં ઊછળતું સંગીત છું હું...

બેફામની બેફીકરાઈમાં બનતું ગીત છું હું...


મહેખાનાની મદિરા ક્યાં ડોલાવી શકે છે..?

ઘાયલના નશામાં નાચતી  પ્રિત છું હું...


તરૂણના હૈયામાં ભરે છે ખંતથી જે ખુમારી...

મેઘાણીના મુખેથી નીકળતું અમૃત છું હું...


પ્રેમની પરાકાષ્ઠા જાણી વેદના વહાવી છે...

મરીઝના માથે ચડી નાચતી જીત છું હું...


ભરોસો કરી ભવસાગરમાં તરવા પડ્યો છું...

નરસિંહના પ્રભાતે પાંગરતું અંકિત છું હું...


દુનિયાદારીના ઝેર અમે પીધા જાણી જાણી..

મીરાની ભક્તિના ભાવોથી પુલકિત છું હું...


જીવ જગત ને જગદીશનો મર્મ જાણ્યો છે..

જાત સાથે મસ્તીમાં રહેતું ગલિત છું હું...Jn


જે. એન. પટેલ (જગત)

Monday, January 25, 2021

જીવન... ગઝલ...

 શોધો તો સરિતા નીકળે છે..

વાવો તો વનિતા નીકળે છે...


શબ્દો નો ચાહક પણ છું હું..

કાપો તો કવિતા નીકળે છે...


સુર સાથે ક્યારેક મથી લઉં છું..

સરગમ ની પ્રણિતા નીકળે છે...


કામ મને મારું ગમતું છે...

આપો તો અમિતા નીકળે છે...


છે જગતની જંજાળો ઓછી..?

ભોર ભયે અનીતા નિકળે છે...jn