Monday, May 25, 2020

સદા સેવ્ય કૃષ્ણ...

મોરનો ટહુકો સાંભળ્યો છે જ્યારથી વનમાં..
કંઈક કરતાં કેટલાય તરંગો ઉઠ્યા છે મનમાં...

ગેલી થાય છે ગોકુળની ગોપીઓ અને ગાયો..
વૃક્ષો પણ હાજરી પુરાવી જાય છે પવનમાં...

વૈકુંઠવાસી જ્યાં વસ્યો હોય એ વનરાવનમાં..
કીડીના ઝાંઝર ને મહેકે કાવેરીનું નિર કવનમાં...

કૃષ્ણની વાંસળી વાગે છે ગોકુળની ગલીઓમાં..
બધો જ શોર સમી જાય છે એના અમનમાં...

કૃષ્ણ લાગે છે વહાલો ને સેવા કરવા યોગ્ય..
જગતમાં હજારો શીશ જુકે છે નમનમાં...jn

જે. એન. પટેલ  (જગત)

Thursday, May 21, 2020

જાત...

કોઈ જોઈ જાય અમને તોય નજર ના લાગે..
ભરીલે નજરમાં તમને તોય નજર ના લાગે...

શબ્દો નો શણગાર અને વાણીની મીઠાસ છે..
કોઈના મને કે કમને તોય નજર ના લાગે...

સરસ્વતીનો ઉપાસક અને જીવન મારું સાધના..
કેટલી આંખો જોવે અમને તોય નજર ના લાગે...

ગૌરવ છે મારા કુળનું ને અભીમાન છું તારું...
સાથે લઈને ચાલીસ પવનને તોય નજર ના લાગે...

બસ એક નામ કાફી છે આ જગતને અમારું...
માને કે પછી ના માને તોય નજર ના લાગે...jn

સમજણ....

ઝંખું છું તો સરસ લાગે છે..
ઈચ્છાઓની તરસ જાગે છે...

પળ બે પળ નો સાથ તમારો..
ભવભવનો સાથી માંગે છે...

માણી છે વસંતપુર બહારે..
પાનખરે અળગી ભાગે છે...

મતભેદ ભલે આજે આવ્યો..
સૂર રેલ્યો એક જ રાગે છે...

જોયું છે જગત એકલવાયું...
એક એક દીન વરસ લાગે છે...jn

Sunday, May 17, 2020

ઇશ્વરની કમાલ...

પંચમહાભૂતનું શરીર ને એમાંય પાછો તું આવીને બિરાજે ખરી છે કમાલ ઈશ્વર તારી...

ડોક્ટરના પંપીંગનું બિલ અને તારું છેલ્લા શ્વાસ સુધી ફ્રી ખરી છે કમાલ ઇશ્વર તારી...

આંખ જોવે નાક સુંગે ને મોઢું મમળાવે એને તું પચાવે ખરી છે કમાલ ઈશ્વર તારી...

આપ્યુ છે બધું જ ડબલ મન બુદ્ધિ સાથે આપ્યો અહંકાર ખરી છે કમાલ ઈશ્વર તારી...

નર માંથી નારાયણ બનું હું આપ્યો છે કર્મ નો સિદ્ધાંત ખરી છે કમાલ ઈશ્વર તારી...

સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન તારું, છતાં કહે થોડોક માણસ થા ખરી છે કમાલ ઈશ્વર તારી...

જગત છે આખું મિથ્યા ને મોહરૂપી માયા લગાવી બેઠો ખરી છે કમાલ ઈશ્વર તારી...jn

Thursday, May 14, 2020

શું થઈ ગયું આજે...!!

lockdown માં એવી તો સપડાઈ ગઈ છું ,
બે બારણાં ની વચ્ચે હું તો પુરાઈ ગઈ છું,
બાળકોની રમતો સંતોષવામાં ભરાઈ ગઈ છું,
પતિના સથવારા માં ક્યાંક છુપાઈ ગઈ છું, રામાયણ-મહાભારતમાં એવી તો સમાઈ ગઈ છું,
જાણે હું જ સીતા, દ્રૌપદી હોઉ એમ છવાઈ ગઈ છું,
રામ,કૃષ્ણના ગુણો સાકારિત કરવા લપેટાઈ ગઈ છું,
સર્વત્ર કંસ, રાવણ, જરાસંઘના ગુણોથી ડઘાઈ ગઈ છું,
વિશ્વયુદ્ધમાં સામેલ ક્રાંતિવીરો ને યાદ કરી કપાઈ ગઈ છું,
વીર સાવરકર, ભગતસિંહ, સુભાષચંદ્ર ના ચરિત્રથી પલટાઈ ગઈ છું,
કોણ જાણે કેમ આ બોલિવૂડમાં પકડાઈ ગઈ છું,
ઘર રૂપી ઘટમાળમાં એવી તો સજાવાઈ ગઈ છું,
જાણે આ સૃષ્ટિમાં હું ક્યાંક ખોવાઈ ગઈ છું,
રસ્તો શોધતા-શોધતા હું વધુ ને વધુ ફસાઈ ગઈ છું,
અંતરથી સાદ કરું છું હું તો મૂળથી જ ઉખેડાઈ ગઈ છું,
                 વર્ષા લીંબાણી......

શું કરી રહ્યા છો આજે..??

કોરોનાની મહામારી થી સળગી રહ્યા છીએ,
પરિવારમાં એકબીજાની સાથે વળગી રહ્યા છીએ,
બાળકોની વિશિષ્ટતાઓ માણી રહ્યા છીએ,
વડીલોની સેવામાં સમય પસાર કરી રહ્યા છીએ,
પતિ-પત્ની એકબીજાનો સાથ માણી રહ્યા છીએ,
વિશ્વ યુદ્ધમાં વિશ્વંભર ને શોધી રહ્યા છીએ,
જ્ઞાતિજનોની ઉગારવા વિનંતી કરી રહ્યા છીએ,
ખરા રહી થી અંતરનાદ કરી રહ્યા છીએ.....
        વર્ષા લીંબાણી........✍️

ગુજરાત સ્થાપના દિન...

કેમ રે રહું છું આજે હું દિનહીન,
આજે ગુજરાતનો સ્થાપના દિન,
ચારેકોર હાહાકાર મચાવે છે ચીન,
નરેન્દ્ર મોદી કરશે તેમને જરૂર ખિન્ન,
વહી  રહ્યું છે એમાં ગુજરાતીનું ખૂન,
કેમ ના હોય એમાં આટલો જૂનૂન,
વિશ્વ થયું છે આજે તેને આધિન,
સરદાર યાદ આવે છે સૌને આજ દિન,
આજે ગુજરાતીઓનો છે ગૌરવદિન......
                વર્ષા લીંબાણી..✍🏻

શું બની ને બેઠી છે સ્ત્રી...!!!

ભગવાનની ઉત્કૃષ્ટ કલાકૃતિ એટલે સ્ત્રી,
પારકાને પોતાના ગણવાની શક્તિ તે એટલે સ્ત્રી,
પપ્પાની પરી માંથી ભાર વહન બનનાર એટલે સ્ત્રી,
સ્વતંત્રતાનો સિમ્બોલ છતાં પરતંત્ર રહેનાર એટલે સ્ત્રી,
સવારથી સાંજ સુધી ઘરની બાઈ બની રહેનાર એટલે સ્ત્રી,
શક્તિ હોવા છતાં રક્ષણીય થઇ રહી જનાર એટલે સ્ત્રી,
રક્ષણીય છે છતાંય પ્રદર્શનીય થઈ રહી જનાર એટલે સ્ત્રી,.        સૃષ્ટિ રચયિતાનું છેલ્લામાં છેલ્લું મોડલ એટલે સ્ત્રી,
છતાંયે મર્યાદા રૂપી ઘુંઘટમાં રહી જનાર એટલે સ્ત્રી,
ચમાર બની સૌ જેને પરખે છે તે એટલી સ્ત્રી,
જેના આંતર સૌંદર્ય કરતાં બાહ્ય સૌંદર્ય કીંમતી ગણાય એટલે સ્ત્રી,
જ્યારે જેવો સમય આવે તેવી નોકરી કરનાર એટલે સ્ત્રી,
તું આખો દિવસ શું કરે છે તે સાંભળનાર એટલે સ્ત્રી,
છતાં પણ પોતાની ફરજ ક્યારેય ન છોડનાર એટલે સ્ત્રી,
                 વર્ષા લીંબાણી.✍🏻

Lockdown પછી મારા સ્વપ્નનું ભારત...

"ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે."
હું તો મારી ગાઢ નિદ્રામાં સૂતી હતી અને કોરોના રૂપી દાવાનળે આવી મને સ્વપ્ન માંથી જગાડી ઝબકીને જાગી જોયું તો આખું વિશ્વ ભડકે બળી રહ્યું હતું તેની જ્વાળા મારા ભારત પર પણ આવતી જોઈ એશો આરામથી જિંદગી જીવતા મારા ભારતવાસીઓને હચમચાવી નાખ્યા ભારતનો પ્રત્યેક માણસ પોતાનામાં એટલો મસ્ત બની જિંદગી જીવી રહ્યો હતો તેમની પાસે ના તો પત્ની માટે સમય હતો કે ના તો બાળકો માટે પોતાના ધંધા રોજગાર માં સૌ પૂરોવાઈ ગયા હતા કોરોના પણ આવ્યો  તેની સાથે તે lockdown ને પણ લેતો આવ્યો કોરોના એ તો કોઈને રોતાં ના આવડે એવા કરી દીધા દરેક વ્યક્તિના ચહેરા પર અનેક રેખાઓ છપાઈ ગઈ હવે શું થશે એવો સૌ નિસાસો નાખવા માંડ્યા પણ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ મને સમજાતું ગયું આ કોરોના તો ભગવાનની આપેલ મીઠી લપડાક છે પૈસાની પાછળ પાગલ બનનાર પરિવારમાં પરોવાવા માંડ્યા પૈસાની સાથે સાથે માણસની પણ કિંમત સમજાણી પ્રદૂષણ રહિત વાતાવરણ કેવું હોય તેની સૌને ખબર પડી મેં મારા ભારતની કલ્પના સ્વપ્નમાં કરી હતી તે મને ધીરે ધીરે સાકારિત થતી જોવા મળે છે આપણા આધગુરુ શંકરાચાર્યે કીધું છે"દુર્લભ ભારતસ્ય જન્મ"ભારતની ભૂમિ પર મને જન્મ મળવો તે મારા ભાગ્યની વાત છે કેટલાય જન્મારા ના તપ પછી આવી પવિત્ર ભૂમિ ની અંદર મને જન્મ મળતો હોય છે તો તેને મારે સાર્થક કરવો પડે જે ભૂમિ ની અંદર રામ અને કૃષ્ણ નાચ્યા છે તે ભૂમિ કેટલી પવિત્ર હશે એ પવિત્ર ભૂમિની રક્ષા માટે આજે આપણા દેશનું લોક રક્ષા દળ સતત આપી રહ્યું છે તેના તપને કારણે પણ કદાચ મારા સ્વપ્નનું ભારત નિર્માણ થાય
"કંઇક એવા પણ દિવસો જોવા પડ્યા,
ને સોમરસથી હાથ ધોવા પડ્યા,
રોગ પણ અહીં કેવો આવી ગયો,
કે તબીબોને પણ આજ ગુમાવવા પડયા."
કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે કોરોના ના કારણે આપણે ઘણું બધું ગુમાવ્યું છે તેની સાથે સાથે તેનાથી વિશેષ મેળવ્યું પણ છે એ મેળવેલ મોતી થી મારા સ્વપ્નના ભારતને સજાવીશ
"સ્વપ્ન સાકાર કરવા ઉલેચ્યો મેં એક દરિયો,
મોદી રૂપી મળ્યો આજ મને એક મરજીવો,
મારા સ્વપ્નને સાકાર કરવા ઊભો છે અડીખમ,
તેથી તો દેશ અને દેશવાસીઓ છે હેમખેમ. ‌"
મારા સ્વપ્ન પ્રમાણે મારો દેશ એટલે મારા દેશની પ્રત્યેક વ્યક્તિ પરદેશ ત્યજી સ્વદેશમાં જોડાય પશ્ચિમી સંસ્કૃતિની ત્યજી ભારતીય સંસ્કૃતિના  મૂલ્યને સમજે શહેર નો શણગાર ત્યજી ગામડાના શણગારને સ્નેહથી સ્વીકારે પૈસાના પૂજારી ન બનતા બાળકોને પોતાના પ્રેમરૂપી પૂરમાં નવડાવે ઘરમાં રહેલી ગૃહલક્ષ્મી ના ગુણોને વાંચી સમજી તેનો પણ થોડો વિચાર કરતા થાય આજે સ્ત્રી પુરુષ સમોવડી બનવા મીટ માંડી બેઠી છે તેને પોતાની સાચી કિંમત સમજાય તો ને તો જ મારા સ્વપ્નનું ભારત નિર્માણ થાય એટલા માટે જ.
"ઘરમાં રહેવું છે સલામત રહેવું છે,
બાકી તો કિનારે આવીને ડૂબતા વહાણને જોયા છે,
બનવું છે એક મિસાલ જગતની મારે પણ,
વિશ્વના માર્ગદર્શક બનવા ની એ આણ છે."...

Lockdown....

પરિવારના પ્રેમ સાથે એની મસ્તી જોઈ છે...
જિંદગીને આજ અમે હસતી જોઈ છે...

Lockdown શ્રાપ છે કે પછી અભિશ્રાપ..
ઘરમાં જ રહેતી લક્ષ્મીની હસ્તી જોઈ છે...

છુપાયેલી છે કેટલીય શક્તિઓ બાળકોમાં..
સમયના અભાવમાં કળાની પસ્તી જોઈ છે...

એકલતામાં અટવાયેલો રહે તો જ્યારે હું..
ઘરમાં જ મારા પોતીકાની વસ્તી જોઈ છે...

હિંમત રાખીને ચાલવાનું છે સૌની સાથે..
બાકી તો કિનારે આવી ડૂબતી કસ્તી જોઇ છે...

ડરવાનું નથી અને હારવાનું પણ નથી...
સાધન વિના જિંદગીને ખસતી જોઈ છે...

ઘરમાં જ રહેવું છે સલામત રહેવું છે..
જગતની જેલમાં પણ આજે મસ્તી જોઈ છે...jn

Tuesday, May 12, 2020

ગુજરાતી નાટક...

"માથે પડ્યા બાપા કે અમે"
"માથે પડ્યા બાપા કે અમે"

(ગામડા ના બાપ શહેરમાં રહેતા પોતાના દીકરાના ત્યાં આવી છે શહેરમાં તો પહોંચી ગયા પણ અજાણ્યા વિસ્તારમાં ઘર કેમ શોધું તેની મૂંઝવણમાં છે આંટા મારે છે કદાચ કોઈક એને મળી જાય અને દીકરાના ઘર સુધી પહોંચાડે)
પિતા: ભગવાન જાણે ક્યાં રહેતો હશે એટલા મોટા શહેરમાં તમે કેમ કરીને શોધીશ નથી તો કોઈની જાણતો કેમ નથી કોઈને પહેચાન તો કેમ કરીને દીકરાના ઘરે પહોંચીશ? ફોન કરું પણ ફોનમાં પણ બેટરી લો છે
(આંટા મારે છે એટલામાં એક પેપરવાળો દેખાય છે)
પેપરવાળો: પેપર... પેપર...
પિતા: (ખુશ થઈ) ઓ.. પેપરવાળા ભાઈ તું મારા દીકરાને ઓળખે છે એ તો બહુ મોટો સાહેબ છે સાહેબ એનું નામ દિપક છે તને ખબર છે એ મારું નામ અજવાળશે એને ઘરે મને પહોંચાડીને
પેપરવાળા: ક્યાંથી સવાર સવારમાં આવા મળી જતા હોય છે આટલા મોટા શહેરમાં તો કેટલાય દિપક કેટલાય મોટા મોટા સાહેબો હોય બધાને થોડા અમે ઓળખતા હોઈએ
(પેપરવાળો જતો રહે છે થોડીવારમાં દૂધવાળો આવે છે)
પિતા:  દૂધવાળા ભાઈ અહીંયા આવો તો તમારા જેવું એક કામ છે
દૂધવાળો: શું કામ છે કાકા જલ્દી બોલો
પિતા: દિપક સાહેબ નું ઘર જોયું છે એ મારો દીકરો થાય બહુ મોટો સાહેબ છે
દૂધવાળો: જુઓ કાકા આટલા મોટા શહેરમાં ગણાય ના નામ દીપક હોય તમારી પાસે એડ્રેસ હોય તો મને આપો
પિતા: એડ્રેસ વળી કેવું? એમાં મને કાંઈ ખબર પડે નહીં
દૂધવાળો: તમારો દીકરો કઈ જગ્યાએ રહે છે એનું તમારી પાસે સરનામું છે
પિતા: ઓ.. એમ બોલને ભાઈ એ તો એક કાગડિયા માં લખેલું છે ઉભો રહે ભાઈ હમણાં જ તને આપુ(ખિસ્સામાંથી કાગળ કાઢી આપે છે)
દૂધવાળા: ઓહો આજ દિપકભાઈ ના ઘરે જવું છે સામે 21 નંબર નું ઘર દેખાય એ તમારા દીકરાનુ છે જુઓ સામે જ થાય
પિતા: ભગવાન તારું ભલું કરે
(દીકરાના ઘરે પહોંચે છે)
પિતા:(દરવાજો પછાડે છે) દિપક ઓ દિપક દરવાજો ઉઘાડ હું આવ્યો છે
જ્યોતિ: દિપક જરા જુઓ તો બહાર કચરાવાળો છે કે શું?
દિપક:(દરવાજો ખોલવા જાય છે) પપ્પા તમે આવો આવો આમ અચાનક જ્યોતિ જો તો ખરી ગામડેથી પપ્પા આવ્યા છે
જ્યોતિ: (મોં બગાડીને) અહીંયાં એ પહોંચી આવ્યો માથાનો દુખાવો. આવો આવો પપ્પા (પગે લાગે છે)
પિતા: (આશીર્વાદ આપે છે) પુત્રમાન ભવ
દિપક: બેસો પપ્પા જ્યોતિ પપ્પા માટે સરસ મજાની ચા બનાવ
પિતા: વહુ બેટા જરા આદુવાળી ચા બનાવજો ઉપર મલાઈવાળું એવી ઉપર મલાઈ વળે એવી
જ્યોતિ: હા બનાવી આવું છું
દિપક: પપ્પા કેમ ઓચિંતાના આવવાનું થયું
પિતા: કેમ ના અવાય
દિપક: અવાય જ પણ સમાચાર કર્યા હોત હું તમને સ્ટેશન લેવા આવી ગયો હોત
પિતા: કંઈ વાંધો નહીં ચાર જણને પૂછતો પૂછતો પહોંચ્યા આવ્યો અમે ભણેલા નથી પણ ક્યાંય પાછા પડી એવા એ નથી
દિપક:(હસે છે જ્યોતિ ચા લઈને આવે છે) મમ્મી મજામાં છે ને દાદીમા ની તબિયત કેવી છે
પિતા: બધાએ મજામાં છે બધા તને બહુ જ યાદ કરે છે આ તો તારી મારી કીધું દીકરો ને વહુ આવતા નથી તેમની પાસે તો સમય નથી પણ તમે જઈને તેને મળી આવો(થેલીમાંથી લાડુ કાઢે છે) લે આ તારી માએ ચોખ્ખા ઘીના લાડુ મોકલાવ્યા છે
દિપક: (લાડુ લે છે) પપ્પા તમે નાહી-ધોઈ તૈયાર થઈ જાવ
ચાલો તમને તમારો રૂમ બતાવી દવું
(બાપ દીકરો રૂમમાં જાય છે)
જ્યોતિ: (રસોડામાંથી બહાર આવે છે) દિપક આ તમારા પપ્પાની ગમે ત્યાં તમારી સાથે લઈ જજો આ ઘરે રહેશે તે મને બિલકુલ નહિ પહોસાય
દિપક: મહેરબાની કરીને તું અત્યારે કંઈ જ બોલતી નહીં હું પપ્પાને મારી સાથે લઈ જઈશ જ્યોતિ: લઈ જઈશ નહિ લઇ જવા પડશે મારે મારું માથું નથી દુખાવવુ
(પિતા તૈયાર થઈ બહાર આવે છે)
પિતા: બેટા મને આ તારો શહેર બધું જ ફરાવજે એટલે ઘરે જઈ મારા બધા જ ભાઈબંધો ને કહેતા ફાવે બધાના દીકરા ખેતી કરે છે અને મેં જ તને પેટે પાટા બાંધીને પણ આવ્યો છે તને ખબર છે બેટા હું તને ભણાવતો હતો ને ત્યારે આખું ગામ કહેતુ ભણાવવાની શું જરૂર છે તારું શહેર જોઈને જાઉં ને તો બધાને કહેતા ફાવે
દિપક: પપ્પા એમાં કહેવાનું શું હોય ચાલો આપણે હમણાં જ જઈએ
પિતા: એટલી બધી ઉતાવળ નથી કે  આજે જ જવું પડે શાંતિથી જઈશું હું તો હજુ રોકાવાનો છું
દિપક: કંઈ વાંધો નહીં પપ્પા તમારે જેટલું રોકાવું હોય એટલુ
રોકાજો છો
જ્યોતિ:  પપ્પા જેટલું રોકાવું હોય એટલું રોકાજો પણ હમણાં તમે દિપક સાથે જાઓ ઘરમાં એકલા એકલા કંટાળી જશો
પિતા: સારું બેટા તમે કહો છો તો જતો આવું
(બાપ દીકરો જવા માટે નીકળી છે)
જ્યોતિ: દિપક એક મિનિટ અહીં આવો તો (દિપક આવે છે જ્યોતિ પાસે) મારી વાત ધ્યાનથી સાંભળો આ તમારા પપ્પાને બહાર ફરાવી જમાડીને શાંતિ  લઈ આવજો
દિપક: હું છું આજે તો આવ્યા છે અને તને નડવાએ લાગ્યા
જ્યોતિ: એ તમારી જે સમજવું હોય એ
(દિપક બહાર જાય છે બંને બાપ-દીકરો નીકળી જાય છે)
(જ્યોતિ ઘરનું કામ કરવા લાગે છે)
જ્યોતિ: શી ખબર આ ડોસલો અહીંયા કેટલા દિવસ માથુ ખાશે મારે
આનું કંઈક રસ્તો કાઢવો પડશે
(કામ પતાવી નિરાંતે બેસીને વિચારે છે ઓચિંતાનું યાદ આવે છે અને ફોન કરે છે)
જ્યોતિ: હેલો મમ્મી મજામાં ને તારી તબિયત કેવી છે પપ્પા મજામાં ને ભઈલો શું કરે છે બધા મજામાં છે એમ તમે બધા તો મજામાં છો પણ હું સજામાં છું શું થાય મારા સસરા આવ્યા છે ગામડેથી કેટલા દિવસ રોકાશે અને કંઈ જ નક્કી નથી મારે હવે આનું શું કરું તું કંઈક રસ્તો બતાવ તો આ ડોસલા થી છુટકારો મળે
(બાપ દીકરો આવે છે જ્યોતિ જલ્દી થી ફોન મૂકી દે છે)
એટલામાં બધું ભરાઈ ગયું ખોટો સિક્કો પાછો પણ આવી ગયો
પિતા: શું કહ્યું બેટા મને હમણાં જરા કાનમાં ઓછું સંભળાય છે જે કંઈ કહેવું હોય એ જરા મોટી થી બોલજો નહિતર મને કંઈ નહી સંભળાય
જ્યોતિ: કંઈ નહીં પપ્પાજી કંઈ નહોતી કહેતી આ તો તમને શહેર કેવું લાગ્યું હશે એનો વિચાર કરતી હતી
પિતા: શહેર તો બેટા બહુ જોરદાર છે હો ફાવી જાય એવું છે બેટા દિપક કાનની દવા કરાવવી હતી તો એવું વિચારતો હતો કે અહીંયા આવ્યો છું તો ભેગાભેગ દવા કરાવી લઈએ તો
દિપક: વાંધો નહી પપ્પા હું કાલે જ ડોક્ટરને મળી આવીશ અત્યારે તમે થાકી ગયા હસો એટલે હવે આરામ કરી લો
જ્યોતિ:(જ્યોતિ રૂમમાં જાય છે) પતી ગયું હવે આ આફત જેમતેમ જશે નહીં હવે તો બીજા પંદર દિવસ કરશે આરામ કરીને જાગે એટલે મારે જ કંઈક કરવું પડશે
પિતા: (ઉઠીને આવે છે) વહુ બેટા હવે જરા ઉઠો તો મને ચા પીવાની ઈચ્છા થઈ છે શું આ તો રોજ પીવાની આદત ખરી ને એટલે
જ્યોતિ: (રૂમમાંથી બહાર આવે છે) હા પપ્પા હમણાં જ બનાવી આપું છું
દિપક: કેમ પપ્પા આરામ નહોતો કરવું તમારે થોડી વાર સુઈ ગયા હોત તો
પિતા: તને તો ખબર છે ને બેટા મને બપોરે ઊંઘવાનું નથી પણ બેટા એક વાત પૂછું હું આવ્યો છું એ જ્યોતિ વહુ ને ગમશે તો ખરું ને?
દિપક: એવું તે કંઈ હોય પપ્પા તમે પણ હું શું વિચારતા હશો
જ્યોતિ: (ચા લઈને આવે છે) અરે પપ્પા એવું તે કંઈ હોતું હશે તમે આવ્યા એનો તો મને ખુબજ આનંદ છે મને તમારી સેવાનો મોકો મળ્યો છે પણ એ મારા ભાગ્યમાં જ ક્યાં છે ભગવાનને પણ મંજૂર નથી
દિપક: આ શું બોલે છે તું જરા સમજાય એવું બોલ
જ્યોતિ: ગામડી થી ફોન આવ્યો હતો
દિપક: તારા પર?
જ્યોતિ: હા તમારો કે પપ્પાનો ફોન નહીં લાગ્યો હોય એટલે મારી પર આવ્યો
પિતા: મારા ફોનમાં તો ઠેકાણા નથી'ક્યારેક ચાલુ હોય તો ક્યારેક બંધ પણ વહુ બેટા સીધી સીધી વાત કરો તો કંઈક સમજણ પડે
જ્યોતિ: તમે નીકળ્યા પછી પપ્પા દાદી ની તબિયત ખુબ જ બગડી અને તમને પાછા બોલાવ્યા છે
પિતા:(એકદમ ઊભા થઈ જાય છે) શું થયું વળી બાને ઘરે થી નીકળ્યો ત્યારે તો બરાબર જેવા હતા
જ્યોતિ: પપ્પા એટેક આવ્યો છે
પિતા: બેટા દિપક મને હમણાં ને હમણાં સ્ટેશનની મુકવા આવ હું બસમાં જતો રહીશ બેટા જાવ તો જરા અંદરથી મારી થેલી લેતા આવો
દિપક: પપ્પા ફરી જલ્દીથી આવજો
પિતા: હા બેટા જરૂર આવીશ મારે તો હમણાં પણ શાંતિથી જ રોકાવું હતું પણ હવે એક મિનિટ પણ મારાથી નઇ રોકાવાય
(જ્યોતિ થેલી આપે છે)
દિપક: પપ્પા જો દાદી ની તબિયત વધારે ખરાબ હોય તો મને જાણ કરજો નહીતો પછી તમે જ ગાડી ભાડે કરીને દાદી ને અહીંયા જ લેતા આવજો
પપ્પા: ભલે બેટા તો કોઈ જાતની ચિંતા કરતા નહીં
(બાપ દીકરો નીકળે છે જ્યોતિ હાશ અનુભવે છે)
જ્યોતિ: હાશ બલ્લા ટણી બપોરે શાંતિથી આરામ કરવા પણ નથી દીધો લાવ શાંતિથી બેસીને પેપર વાંચું
(દિપક પાછો આવે છે)
દિપક: જ્યોતિ મને તો ખૂબ જ ચિંતા થાય છે બાને શું થયું હશે ઘરે મમ્મી પણ એકલા હતા મમ્મીની હાલત કેવી થઈ હશે
જ્યોતિ: મમ્મીને વળી શું થવાનું હતું દાદી ને કાંઈ થયું હોય તો મમ્મીને થાય
દિપક: એટલે તું શું કહેવા માંગે છે
જ્યોતિ: ના કહી નહીં આ તો તમારા પપ્પા જલ્દી થી રવાના થાય ને એના માટેની એક મારી હોશિયારી હતી
દિપક: જ્યોતિ તે આ શું કર્યું? મારા પપ્પાને કે એક દિવસમાં રવાના કરી દીધા તારી મમ્મી અહીંયા રોકવા આવે છે ત્યારે હું તો એને ક્યારેય રવાના નથી કરતો મારા પપ્પા તને એક દિવસ માં ભારે પડી જાય
જ્યોતિ:(દિપક પાસે પ્રેમથી વાત કરે છે) અરે મારા મનના મોરલી મનોહર તમે જરા વિચાર તો કરો પપ્પા અહીંયા રોકાત તો પંદર દિવસમાં મારી શું હાલ થાત
(દિપકની પાછળ પાછળ આવીને બાપ બધી જ વાત સાંભળે છે)
દિપક: તારી વાત તો સાચી છે પણ તારે કોઈક બીજું બહાનું કાઢવું હતું
જ્યોતિ: બહાનું ગમે તે હોય પણ ઠંડા પાણી ખસ ગઈ એ જોવોને
પિતા: વહુ બેટા ઠંડા પાણીએ ખસ ગઈ નથી ગરમ પાણી લઇને પાછી આવી છે
દિપક: પપ્પા તમે પાછા કેમ શું થયું
જ્યોતિ: શું... પાછા આવ્યા
પિતા: હા વહુ બેટા પાછા આવ્યા તમને બહુ તકલીફ થઈ હશે ખરું ને?
દિપક: ના ના પપ્પા એવું કાંઈ નથી
પિતા: તું તો કંઈ બોલતો જ નહીં તારી ઘરવાળી આગળ તારું કંઈ જ ચાલવાનું નથી તને એમ કે આ ગામડીયા બાપને કંઇ ખબર પડશે નહીં તને આટલા માટે ભણાવ્યો હતો હું તને શહેરમાં રહેવા આવવાની ના પાડતો હતો ત્યારે તારી મમ્મીએ મને કહ્યું કે આટલું બધું ભણાવ્યો છે બહુ પણ ભણેલી છે એટલે એમને ગામડામાં ના ફાવે ભલેને શહેરમાં રહેવા જતા આપણે તો આપણા જ રહેવાના છે પણ બેટા આજે જોઈ લીધું આપણા પણું તમારા માં કેટલું છે અમે અભણ જરૂરી છીએ પણ અમે પણ બાર કુવાના પાણી પીધા છે આમ જેમતેમ અમને સમજીને ફગાવી દેતાં થોડો વિચાર કરજો ક્યારે એવો પણ સમય આવશે કે ગામડું અને ગામડીયા ના માબાપ જ તમને કામ લાગશે જય સીતારામ
(ગુસ્સે થઈ બાપ ચાલ્યા જાય છે જ્યોતિ દિપક એકબીજાની સામે જોવે છે)
(ચાર મહિના પછી)
જ્યોતિ: દિપક આજે 20-25 દિવસ થઈ ગયા તમારી ઓફિસ બંધ છે ક્યારે ચાલુ થશે
દિપક: મને પણ એનું જ ટેન્શન છે અને વળી સંભળાય છે ચીન માં ભયંકર રોગચાળો ફાટ્યો છે આપણા ભારતમાં આવતા પણ વાર લાગે અને જો આવી ગયો તો ઓફિસ ચાલુ થશે પણ નહીં
જ્યોતિ: તો આપણે શું કરીશું આપણું ઘર કેવી રીતે ચાલશે?
દિપક: હું એ એના જ વિચારમાં રહું છું કે હવે શું થશે?
જ્યોતિ: તમે ચિંતા ના કરો હું મારી મમ્મીને ફોન કરું છું એ જરૂર રસ્તો બતાવશે (જ્યોતિ તેની મમ્મીને ફોન કરે છે) મમ્મી દીપકની ઓફિસ આજે વીસ પચ્ચીસ દિવસથી બંધ છે અને ચીનમાં ફેલાયેલી જો બીમારી આપણા શહેરમાં જોવા આવી તો કોઇ શક્યતા જ નથી કે એમની ઓફિસ ખોલે(થોડી વાર વાત સાંભળી અને પછી) શું મમ્મી તું પણ કેવી વાત કરે છે મારા સસરાની આવ્યા હતા ત્યારે મેં તને ફોન કર્યો હતો એ વખતે તે મને સલાહ આપી અને મેં તેમને અહીંથી રવાના કરી દીધા હવે મારાથી એમની પાસે  કઈ રીતે જવાય ના ના મમ્મી મારાથી એ નહીં થાય જો તારાથી મારા માટે કંઈ ન થઈ શકે તો વાંધો નહિ (ફોન મૂકી દે છે)
દિપક: જ્યોતિ શું કહ્યું મમ્મીએ
જ્યોતિ: મમ્મી તો કહે છે આપણે ગામડે જતા રહીએ પણ દિપક આપણા કેમ જવાય આપણે જઈને તો પણ પપ્પા આપણને ઘરમાં પગ મૂકવા પણ આપશે નહીં
દિપક: પપ્પા કદાચ આપણે પ્રેમથી બોલાવશે પણ આપણે કયા મોઢે એમની પાસે જઈએ
જ્યોતિ: આમ બધુ જ વાંક મારો  છે
દિપક: ના જ્યોતિ વાંક તારો નહિ પણ મારો હતો પપ્પા મારી પાછળ પાછા આવ્યા એ વખતે મેં એમની માફી માગી અને તું રોક્યાં હો તો આજે આ પ્રશ્ન ઉભો ન થયો હોત અને હું ક્યારનો તને લઈ ગામડે જતો રહ્યો હોત(દીપક અને જ્યોતિ રડે છે)
જ્યોતિ: ના દિપક મારો જ વાંક છે હું મારી મમ્મીની  વાતમાં આવી ગઈ હતી એટલે વાંક મારો છે
દિપક: ના વાંક મારો છે
(પિતા ગામડેથી આવે છે)
પિતા: ના વાંક તમારો હતો કે મારો હતો બસ સમય થોડો ઘણો ખારો હતો... બેટા હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી મને બધી જ ખબર કયારની પડી ગઈ હતી કે મારો દીકરો તકલીફમાં છે
દિપક: તમને કોને કહ્યું પપ્પા
પિતા: બેટા તારો બાપ  છું હજારો માઈલ દૂર રહેતા દીકરાને કોઈ તકલીફ હોય ને તો મા-બાપને ચેન થી જીવવા નથી દેતી વહુ બેટા તૈયાર થઈ જાઓ હું તમને લેવા માટે આવ્યો છું
(દીપક અને જ્યોતિ પગે લાગે છે)
દિપક: પપ્પા અમને માફ કરી દો
જ્યોતિ: પપ્પા બધો જ વાંક મારો છે
પિતા: (હસતા હસતા) એ બધું પછી વિચારશું હમણાં ફટાફટ તૈયાર થઈ જાવ ચીન થી આવેલો આ રોગ હવે અહીંયા પણ આવી ગયો છે અને તમારા આ શહેરમાં પહેલાં આવશે એટલે આપણે અહીંયાથી જલ્દી નીકળી જવું જોઈએ
જ્યોતિ: પપ્પા એક દિવસ રોકાઈ જઈએ તો
પપ્પા: આ વખતે રોકાવા નહીં પણ મારા દીકરા અને વહુ ને લેવા માટે આવ્યો છું એ પણ ગાડી ભાડે કરીને
દિપક: પપ્પા તમે અમારા માટે કેટલું કરશો
જ્યોતિ: હું તો અત્યાર સુધી એ જ સમજતી હતી કે ગામડાના ગમાર સાસુ સસરા કંઈ જ કામના નથી પણ હવે મને સમજાયું કે માથે મા બાપ નથી પડતા પણ મા-બાપને માથે આપણે પડીએ છીએ
દિપક અને જ્યોતિ: મારા જેવી ભૂલ ક્યારેય કોઈ કરતા નહીં
પિતા: એ મોટી મોટી વાતો રહેવા દો જલ્દી કરો નહીં તો અહિંયા જ રહી જવું પડશે બેટા ખબર પડી હવે
દિપક: મારા પપ્પા હવે તો બધું જ સમજાઈ ગયું"માથે પડ્યા બાપા કે અમે".....
         વર્ષા જે. લીંબાણી.

Wednesday, May 6, 2020

"કેવો ગજબ થઈ ગયો"...

જુઓ તો ખરા બધા આ કોરોના આવ્યો ને કેવો ગજબ થઇ ગયો
lockdownથી તો બધાના વિચારો જ બદલાઈ ગયા કેવો ગજબ થઇ ગયો,
ઘેટા ની માફક શહેરમાં ભાગનારા ગામડા ભણી આવી ગયા કેવો ગજબ થઇ ગયો,
ન ગમતા મા-બાપ પણ  વહાલા થઈ ગયા જુઓ તો ખરા કેવો ગજબ થઇ ગયો,
ખુલ્લું ને ચોખ્ખું આકાશ આજે સૌને નિહાળવા મળ્યુ કેવો ગજબ થઇ ગયો,
પક્ષીઓ મુક્ત પણે આકાશમાં વિહરતા જોવા મળ્યા કેવો ગજબ થઇ ગયો,
નદીઓના નીર નિર્મળ થઈ પોતાની મસ્તીમાં વહેવા લાગ્યા કેવો ગજબ થઈ ગયો,
ઓઝોન વાયુના સ્તર તો જુઓ આપો આપ પુરાવા માંડ્યા  કેવો ગજબ થઈ ગયો,
પશુ સૃષ્ટિમાં પણ આપણને વધારો થતો જોવા મળ્યો કેવો
ગજબ થઇ ગયો,
પૈસાની સાથે માણસની કિંમત પણ આપોઆપ સમજાઈ ગઈ કેવો ગજબ થઇ ગયો,
નાના-મોટા સૌમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી ગઈ કેવો ગજબ થઈ ગયો,
કામવાળી આવતી બંધ થતા જકડાયેલી નસો ખૂલી ગઈ કેવો ગજબ થઇ ગયો,
ડાયાબિટીસ બીપી કે તાવ જેવી બીમારીઓ જાણે લુપ્ત થઈ ગઈ કેવો ગજબ થઈ ગયો,
કોરોના થી તો અઘટિત ઘટના ઓ ઘટતી જોવા મળી કેવો ગજબ થઈ ગયો,
ગૃહલક્ષ્મીના ગુણોને  સૌએ lockdown માં જાણ્યા કેવો ગજબ થઇ ગયો...
           વર્ષા લીંબાણી.........

એની તો માથાકૂટ છે...

મહાભારત ના મર્મ કે ધર્મને ના સમજતા દ્રૌપદી બની યુદ્ધના નગારા વગાડું છું એની તો માથાકૂટ છે

પાંચ પાંડવોને સાથે રાખ્યા કર્ણને અળગો રાખ્યો માતા કુંતાએ યુદ્ધ ટાણે એની તો માથાકૂટ છે

હૈયુ બળતું હતું પણ હોઠથી કંઈ ન બોલ્યા મૂંગા મોઢે બેસી રહ્યા પિતામહ એની તો માથાકૂટ છે

અર્જુનને નિમિત્ત બનાવી ભગવાને ગીતા કીધી પણ આજ દિન સુધી મને ના સમજાણી એની તો માથાકૂટ છે

કોઈ ઝઘડાને કે વાતના વતેસર ને અધ્યાયમાં ખપાવી ગીતાજી નું મહત્વ ઘટાડુ છું એની તો માથાકૂટ છે

સવાર બપોર સાંજ ભગવાને યાદ કર્યા વગર પાડાની વૃત્તિ થી જીવું છું એની તો માથાકૂટ છે

જન્મથી માંડી મૃત્યુ વચ્ચેના સમયમાં આમથી તેમ ફરૂ છું કઈ કરવું નથીને અંતરથી નાદ કરું છું એની તો માથાકૂટ છે

ઘર કુટુંબ  કે સમાજમાં મહાભારત સર્જાય છે ત્યારે દ્રૌપદી બની જાઉં છું પણ કૃષ્ણ આવતો નથી એની તો માથાકૂટ છે

                        વર્ષા લીંબાણી

Friday, May 1, 2020

*સ્ત્રી એટલે.. વરદાન....*

"જો ભગવાન મને કંઈક માગવાનું કહે તો"..?

જો ભગવાન મને કંઈક માગવાનું કહે તો તે મારા માટે ભાગ્યની વાત છે. એક અણમોલ લાહવો છે. મળેલી તકને ઝડપવા હું તત્પર છું તેથી ઘણું બધું વિચાર્યું
એ તો ફ્લેટ ફિયાટ અને ફોન, તેના માટે સૌ કોઈ લે છે લોન.
મને ઘણી વખત વિચાર આવે કે આજે ભૌતિક સુખની પાછળ લોકો એટલા બધા ગાંડા ઘેલા થયા છે. હું શા માટે ભગવાન પાસે ધન, દોલત, માલ, ખજાનો હીરા-મોતી અને ઝવેરાત ન માગું ? જેનાથી મારા જીવનની જરૂરિયાત મુજબ મને ભૌતિક સુખ મળી શકે પણ તે ભૌતિક સુખથી મારા જીવનનો વિકાસ છે ખરો !
 એ પ્રશ્ન થતાં જ મારું મન બદલાયું ભગવાને મને માગવાની તક આપી તો હું ભગવાન પાસે કંઈક વિશેષ માંગુ ભગવાનને કહું ભગવાન તું મને ડોક્ટર એન્જિનિયર વકીલ પ્રોફેસર બનાવે પણ માનવીનું મન ચંચળ છે, તે તરત જ બદલાઇ જાય,
ડોક્ટર બની બધાની સેવા કરું સમાજની સીતા ઘણાઉ, મારા ઘરમાં સુતેલા મા-બાપની સેવા ન કરું તો?
બીજાના કોયડા ઉકેલવામાં પોતે જ ક્યાં કોયડો બની જવું તો?
બધાને વિદ્યા આપવાનો દાવો કરું પણ મારા જીવનના અભ્યાસમાં ક્યાંક કચાશ રહી જાય તો?
એન્જિનિયર બની મોટી મોટી ઇમારતો બનાવું પણ મારા જ કુટુંબની ઇમારત જો ડગમગી જાય અને હું કંઈ ન કરી શકું તો?
મોટી મોટી ડિગ્રી મેળવવા છતાં પણ જો હું સરવાળે શૂન્ય જ છું તો મારી ભગવાન પાસે શું માંગવું? ભગવાન પાસે બધી ડિગ્રી ફીકી પડી જાય એવું કંઈક વિશેષ શું છે !
 હે! પ્રભુ તે મને આ દુનિયામાં દીકરી તરીકે મોકલી છે તો હું વધું કંઈ ન માગું તારી પાસે, એટલું જ માંગીશ તું મને આદર્શ નારી બનાવજે,
यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता।
નારીનું પૂજન સૌથી પહેલાં જ થાય છે નારી ને શક્તિ ગણવામાં આવી છે તો ભગવાન તારી પાસે હું નારી શક્તિ માગીશ.
નારી ને સૌ કહે છે અબળા
કહેનારાના મન બન્યા નબળા
નારી તો બની છે પ્રબળા
 સહેલા થયા છે કામો સઘળા.
નારી પોતાના જીવનની તમામ ક્ષણ બીજાના માટે નૌછાવર કરવા તૈયાર રહે છે નારીનું જીવન ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે
કન્યાત્વ, ભગિનીત્વ, પત્નીત્વ અને માતૃત્વ.
પહેલા તે કન્યા હતી તે કાળે હસતી જાય હસાવતી જાય રમતી જાય રમાડતી જાય સૌનો પ્રેમ જીતતી જાય.
પછી તેનું પ્રતિનિધિત્વ રૂપ જોઈએ. તો તે પોતાના ભાઈને નિરપેક્ષ અને નિરપેક્ષ પ્રેમ કરતી હોય છે કોઈ પણ સ્વાર્થ વગર નો પ્રેમ એટલે ભાઈ બહેન નો પ્રેમ. આવો પ્રેમ ભાઈ ભાઈ ક્યારેય નથી કરી શકતા.
પછીનો તબક્કો પત્નીત્વનો. પોતાના જીવનનું અસ્તિત્વ ભૂલીને જીવનને  પતિમાં ભેળવી દે છે. તે મકાનને ઘર બનાવે છે, ઘરને સ્વર્ગ બનાવે છે.
નારી વગરનું જીવન
બન્યું છે ઉજ્જડ વન.
કામ કરે છે નારીના નયન
જીવન બને છે સાચું ઉપવન.
નારી  ઘર કુટુંબ અને સમાજ બધા ને ધ્યાનમાં રાખે છે, કારણકે વણમાગી ભગવાને તેને તે શક્તિ આપી છે, અને વળી હું તો ભગવાન પાસે શક્તિ માંગું છું,
"નારી વિચારે છે સૌનું હિત,
આપજે પ્રભુ જીવનમાં જીત."
નારી નો મહત્વનો તબક્કો માતૃત્વ.
આખું જીવન સમર્પણ કરનાર મા પોતાના બાળક ઉપર પણ હક રાખી શકતી નથી. ભગવાન પાસે હું આદર્શ નારી બનવાની શક્તિ માંગી ને મારા જીવનને ઉચ્ચ શિખરે પહોંચાડવા માંગું છું. મારી જો લાયકાત હશે તો ભગવાન મને અચૂક શક્તિ આપશે.
અંતે એટલું તો જરૂર કહીશ
"નારીનો મળી જશે સૌ કોઈને પ્રેમ,
સૌ lockdown માં પણ છે હેમખેમ...
              વર્ષા લીંબાણી..