Tuesday, April 27, 2021

જય શ્રી રામ....🙏🏻❤️🙏🏻

રામના હાથથી છૂટે તે મરે છે.. 

ને રામના નામે પથ્થર તરે છે...


મુગટ બનીને માથે શોભીશ...

ને રામની ચાખડી રાજ કરે છે...


રામ આવશે એવા વિશ્વાસથી..

શબરી એંઠા કરીને બોર ભરે છે...


જટાયુની જાત હવે કયાં શોધવી..?

ગલીએ ગલીએ રાવણ ફરે છે...


રામનું કામ અને રામનું નામ અલગ હશે..

વાનર થઈ જાત આખી કોણ ધરે છે...


મારૂતિ બની એ જ સીતાને શોધે..

જે રામને પોતાના હૈયે ધરે છે...


મિત્રતાની એક મિશાલ છે સુગ્રીવ..

જગતમાં રામ પાછળ કોણ મરે છે...jn

Saturday, April 17, 2021

હું... માણસ... ગઝલ

ખૂલ્લો છું માણસ છું...

મનનો હું સાલસ છું...


શબ્દોમાં જીવન છે..

અડકે તો પારસ છું...


ધરતી મારી મા છે..

ઋષિઓનો વારસ છું...


સંસ્કૃતિ મારી શાન છે..

વે દો નો  વા હ ક  છું...


ટાંકણાના ઘા ખમતો..

પત્થરમાં આરસ છું...


માનવ  છું  કૃતજ્ઞી..

ઉત્સવનો ચાહક છું...


ઘેલું છે જગત આખું...

તેથી જ તો માણસ છું...jn


જે. એન. પટેલ (જગત)

Tuesday, April 6, 2021

હું.. હું... હું...

આંસુ છૂપાવી હોઠ પર હાસ્ય રાખું એવો ઊંચો કલાકાર છું...

વણ માગે જ વાતને સમજાવી દઉં તેવો સલાહકાર છું...


ભલભલા મરે છે તમારી ચાલમાં ને ગાલમાં પડતા ખંજન માં.. 

આંખોની ભાષા વાંચું ને  બંધ હોઠે વાત કરું એવો અદાકાર છું...


જાણું છું પ્રેમની મુરત બની બેઠા છો ને કેટલાયની આસ્થાનું કેન્દ્ર..

તમને રોજ મારી સાથે લડવાનું મન થાય એવી મીઠી તકરાર છું...


મિત્રો મોંઘા નથી કારણ એક જ એ અનમોલ બનીને આવ્યા છે...

કોઈકના હૈયે કોઈકના હોઠે તો કોઈકના મનમાં વાગતી થનકાર છું...


મળ્યા પછી કોઈ ભૂલે તો ખરું આ મલકાતાં જગતના જગદીશને...

હું જ અંશ હું જ વંશ હું જ પ્રેમ હું જ તારામાં લડતો પડકાર છે...jn