Saturday, December 31, 2022

બદલાય છે...

તહેવાર ક્યાં બદલાય છે ભલેને સાલ બદલાય...

વ્યવહાર ક્યાં બદલાય છે ભલે ને ચાલ બદલાય...

સંબંધને સંબંધોની એક  સમજણ હોય છે..

સાથે લઈ સાથે ચાલીએ પછી ભલેને ઢાલ બદલાય..

પદ પૈસો ને પ્રતિષ્ઠા આવી અને લાગણીઓ ભૂલાય..

માણસ એનો એ જ તોય વિચારોની ખાલ બદલાય...

મસ્ત બનીને મસ્તીમાં ચાલવા વાળો મસ્તરામ છું..

જીવનની સરગમને માણું છું પછી ભલેને તાલ બદલાય...

સૂર્ય ચંદ્ર વાયુ ને અગ્નિ ને ચલાયા વાળી શક્તિ એમ જ છે..

જગતની ચાલ આજે પણ એમ જ છે ભલેને કાલ બદલાય...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, December 22, 2022

પ્રેમની પરાકાષ્ઠા.

બંધ કરીને આંખો તારી છબી બનાવી દઉં…

ને મારા અહેસાસો તમારામાં ભળાવી દઉં…

પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ જેવો ખરો હું..

તારા શ્વાસોમાં મારી મહેક ભરાવી દઉં..

અમૃત્વ જેવું કંઈક છે મારા શબ્દોમાં હજીયે..

ચારજ પળમાં ચાર ભવને સજાવી દઉં..

ઘાયલ કરે છે આજે પણ પ્રેમનો નશો જાણું છું..

પરાકાષ્ઠાએ લઈ જાય એ આલિંગન કરાવી દઉં..

હજુ નથી જાણતી જગતમાં પ્રેમની તાકાત..

તારી આંખનું આંસુ મારી આંખથી વહાવી દઉં...jn

 જે. એન. પટેલ (જગત) 

Thursday, December 15, 2022

વાતો...

વાતો બધી ખયાલી છે આમ આજની..

કલ્પનાઓ બની રહી છે રામ રાજની.‌.

માણસનો ભાવ અંકાય છે ભાવમાં હવે..

સંબંધોની સમજણ રહી કામ કાજની...

મફતિયા વૃતિ ઘર કરી ગઈ માનવમાં..

નજર તાકીને બેઠો જાણે આંખ બાજની...

કામ લોભ ને નશામાં મદ મસ્ત બેઠો છે..

રાહ જોઈને બેસે રોજ આમ સાંજની..

નેવે મૂકી બેઠો ઇજ્જત આબરૂને પાગ..

જગત જાણે છે શું કિંમત છે લાજની...jn

સ્વદેશ....

ચારે કોર સ્વદેશી હોવાના ડંકા વાગી રહ્યા હતા..

આ સાંભળી સુતા માણસો જાગી રહ્યા હતા...

એક ટોળામાં બધા સ્વદેશી ઝંડો લઈ ફરતાં હતા..

જૂતાથી માથાની ટોપી વિદેશી પહેરી ભાગી રહ્યા હતા...

આભ દોર્યું તો સુરજ ઉગ્યો તો મારા દેશમાં..

નોટ વોટ ને લોટની લાઈનમાં લાગી રહ્યા હતા..

ઝરીવાળા ઝભ્ભામાં શોભવું સૌને ગમતું હતું..

મગરમચ્છ આંસુએ સર્પની કાચળી ત્યાગી રહ્યા હતા..

સોનેરી સુરજ જગતમાં આજે પણ ઉગ્યો હશે..

આથમતી સંધ્યાએ મંદિરે ઘંટારવ વાગી રહ્યા હતા..jn

જે. એન. પટેલ (જગત)