Saturday, December 31, 2022

બદલાય છે...

તહેવાર ક્યાં બદલાય છે ભલેને સાલ બદલાય...

વ્યવહાર ક્યાં બદલાય છે ભલે ને ચાલ બદલાય...

સંબંધને સંબંધોની એક  સમજણ હોય છે..

સાથે લઈ સાથે ચાલીએ પછી ભલેને ઢાલ બદલાય..

પદ પૈસો ને પ્રતિષ્ઠા આવી અને લાગણીઓ ભૂલાય..

માણસ એનો એ જ તોય વિચારોની ખાલ બદલાય...

મસ્ત બનીને મસ્તીમાં ચાલવા વાળો મસ્તરામ છું..

જીવનની સરગમને માણું છું પછી ભલેને તાલ બદલાય...

સૂર્ય ચંદ્ર વાયુ ને અગ્નિ ને ચલાયા વાળી શક્તિ એમ જ છે..

જગતની ચાલ આજે પણ એમ જ છે ભલેને કાલ બદલાય...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, December 22, 2022

પ્રેમની પરાકાષ્ઠા.

બંધ કરીને આંખો તારી છબી બનાવી દઉં…

ને મારા અહેસાસો તમારામાં ભળાવી દઉં…

પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ જેવો ખરો હું..

તારા શ્વાસોમાં મારી મહેક ભરાવી દઉં..

અમૃત્વ જેવું કંઈક છે મારા શબ્દોમાં હજીયે..

ચારજ પળમાં ચાર ભવને સજાવી દઉં..

ઘાયલ કરે છે આજે પણ પ્રેમનો નશો જાણું છું..

પરાકાષ્ઠાએ લઈ જાય એ આલિંગન કરાવી દઉં..

હજુ નથી જાણતી જગતમાં પ્રેમની તાકાત..

તારી આંખનું આંસુ મારી આંખથી વહાવી દઉં...jn

 જે. એન. પટેલ (જગત) 

Thursday, December 15, 2022

વાતો...

વાતો બધી ખયાલી છે આમ આજની..

કલ્પનાઓ બની રહી છે રામ રાજની.‌.

માણસનો ભાવ અંકાય છે ભાવમાં હવે..

સંબંધોની સમજણ રહી કામ કાજની...

મફતિયા વૃતિ ઘર કરી ગઈ માનવમાં..

નજર તાકીને બેઠો જાણે આંખ બાજની...

કામ લોભ ને નશામાં મદ મસ્ત બેઠો છે..

રાહ જોઈને બેસે રોજ આમ સાંજની..

નેવે મૂકી બેઠો ઇજ્જત આબરૂને પાગ..

જગત જાણે છે શું કિંમત છે લાજની...jn

સ્વદેશ....

ચારે કોર સ્વદેશી હોવાના ડંકા વાગી રહ્યા હતા..

આ સાંભળી સુતા માણસો જાગી રહ્યા હતા...

એક ટોળામાં બધા સ્વદેશી ઝંડો લઈ ફરતાં હતા..

જૂતાથી માથાની ટોપી વિદેશી પહેરી ભાગી રહ્યા હતા...

આભ દોર્યું તો સુરજ ઉગ્યો તો મારા દેશમાં..

નોટ વોટ ને લોટની લાઈનમાં લાગી રહ્યા હતા..

ઝરીવાળા ઝભ્ભામાં શોભવું સૌને ગમતું હતું..

મગરમચ્છ આંસુએ સર્પની કાચળી ત્યાગી રહ્યા હતા..

સોનેરી સુરજ જગતમાં આજે પણ ઉગ્યો હશે..

આથમતી સંધ્યાએ મંદિરે ઘંટારવ વાગી રહ્યા હતા..jn

જે. એન. પટેલ (જગત)

Wednesday, November 30, 2022

માનવ...

ઘર છોડીને મકાન શોધવા નીકળ્યો છે..

માને ભૂલી માસીના મોહમાં મલક્યો છે..

ડોક્ટર વકીલ એન્જિનિયર ક્લાસ વન છું..

ભરેલો છું તોય અધૂરા ગડે છલક્યો છું...

સમય આવે ત્યારે જાત ઘસી નાખું છું..

એટલે જ કદાચ કોઈકની નજરે ખટક્યો છું..

તન રાધા મન મીરાં ને ધન છે હૈયું મારું..

કાયાની નગરી નો રાજા થઈ ભટક્યો છું..

હિંમત હણાઈ ગઈ છે હવે જગતની બધી..

ટટ્ટાર થઈને ચાલું છું ને અંદરથી બટક્યો છું...jn


જે. એન. પટેલ (જગત)

વિજ્ઞાન..

વિજ્ઞાનને કથા કહું કળા કહું કે આશીર્વાદ કહું..

જીવન ને જીવનની દરેક પળમાં એના વિના કેમ રહું..

ઉપગ્રહ છોડી શકું છું પણ પૂર્વગ્રહ નથી છોડી શકતો..

સાથ જોઈએ છે બીજાનો છતાંય એકલતાએ રહું..

ટેકનોલોજી નો ગુલામ બનીને બેસી રહ્યો છું..

ને બીજાને શિખામણ ના નામે સલાહ સૂચન કહું..

મંદિરની ભક્તિ હવે યંત્રોમાં વેચાઈ રહી છે..

શ્રદ્ધા ખોવાઈ ગઈ છે હું અંધશ્રદ્ધામાં અટવાઈ રહું..

વિજ્ઞાનની કથાઓ ચોપડામાં મઢાઈને રહી ગઈ છે..

જગત ના સમજે ઋષિઓનો રાહ તો કોને કહું...jn


જે. એન‌. પટેલ (જગત)

Thursday, November 17, 2022

શું થશે...?

જો આમને આમ હવે મળવાનું છે તો પ્રેમ થશે...

તારી આંખો સાચવજે નઈ તો નક્કી વ્હેમ જશે...

પ્રેમનો સવાલ છે જરીક નજીક આવ તે પ્રેમની રીત છે..

આમ તો તું પણ જાણે છે જે હસે તેનું જ ઘર વસે...

લાગણીઓ ના બંધન બંધાયેલા હોય એ પાકું..

એમ અમસ્તાં વાતો વાતોમાં ગમતું થોડું હશે...

હા મને તારી સાથે વાતો કરવી ખૂબ ગમે છે...

આજે જ ખબર થઈ એકલતા પણ કેમ હસે...

નિજાનંદ પરમાનંદ આનંદની તૃપ્તિ ઝંખાય છે..

આપણે આમ જ રહેવાનું જગતનું જે થવું હોય તે થશે...jn

જે. એન. પટેલ (જગત)

પાંદડા...

 પાનખર સાથે ખરતા પાન અમે જોયા છે..

વસંત સાથે ડોકિયા કરતાં પાન અને જોયા છે...

ઉજ્જડ બની રહી જાય છે જીવન કેરો બાગ..

રોજ સવારે ઈશ્વરને ચડતા પાન અમે જોયા છે..

તે ક્યારેય ખાલીપો જોયો છે ઘરના ખૂણાનો...??

વધતી ઉંમર સાથે ઢળતાં પાન અમે જોયા છે...

બુંદો બનીને જ્યારે ઈશ્વર સ્પર્શ કરે છે..

તાજગીની મસ્તી ભરતાં પાન અમે જોયા છે...

દુઃખ વેઠીને જગતને સુખ આપવાની આદત છે..

ભર બપોરે ભઠમાં તપતા પાન અમે જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)

માનવી...

 મેંદી નાખી માથાના વાળ કાળા કરાવે છે..

મને કે ક'મને ઢળતી ઉંમરે માળા ફરાવે છે..

ઘર જમાઈ જેમ પડ્યા રહે છે બાપના ઘરે..

નસીબના બળિયા છે જેને સાળા ફરાવે છે..

ઉભા હાડકાનો થઈ ગયો કાળા માથાનો માનવી..

કામ નામે ખર્ચા કરાવી ને પછી તાળા મરાવે છે..

હણાઈ ગઈ છે હૈયાની ખુમારી હવે ક્યાં શોધો.!

મફતિયા ને કરોળિયાની જેમ જાળાં કરાવે છે...

જગતની ઉડાન કેટલી, કોણ જાણી શકે છે..!

પંખીના પણ હવે ઘરમાં માળા ભરાવે છે...jn

Friday, November 11, 2022

ગ્રહણ ...

સામર્થ્યને અસમર્થનું ગ્રહણ લાગ્યું છે..

પાવિત્ર્યને અપવિત્રતાનું ઝરણ લાગ્યું છે..


ધર્મ અર્થ કામ ને મોક્ષની સાથે કોણ ચાલે..!

સત્તાને આંધળી દોડનું હરણ લાગ્યું છે...


શ્રધ્ધા વેચાણમાં મળે ને સાથે વેપાર..

કંકુ વેર્યાની વાત સાથે ચરણ લાગ્યું છે...


જગત દંગ છે જ્યારથી જીવન જંગ છે..

ભક્તિના ઘોડાપૂરનું શરણ લાગ્યું છે...jn


જે. એન. પટેલ (જગત)

ભારત ભોમ

*મલ્હાર* છેડાય ને બુંદો વરસે હવે ક્યાં એવા રાગ છે...

મિશાલ બને ને ઇતિહાસ રચાય હવે ક્યાં એવી આગ છે...


ગીતાનો ગાનાર અવતરણ કરવા થનગની રહયો છે..

સુદામાની સાથે મીરાંની ભક્તિ, ક્યાં એવી માંગ છે..!


કસ્તુરીની મહેક શોધવી છે પણ ત્યાં સુધી નથી કોઈ ઠેકાણું...

હૈયાથી હૈયાની સુગંધ ને હવે ફૂલોના પણ ક્યાં એવા બાગ છે...


માણસને માનવ્ય ને માણસાઈના પાઠ કોણ ભણાવે..?

છલકે ખુમારી ને માથું સદાય ઉપર ક્યાં એવી પાઘ છે..!


તેજસ્વીતા તપસ્વીતા અસ્મિતા હર કોઈ ઝંખે છે જગતમાં...

*दुर्लभम् भारते जन्म* સૌ કોઈના ક્યાં એવા ભાગ છે...jn

*✍️નામ:જે. એન. પટેલ (જગત)*

Friday, November 4, 2022

મજા...

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,

હારેલી જીંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર.!

તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મજા અનેરી હોય છે.

તમામ ઉંમર જેને પામવાની તડપ હોય પરંતુ,

તેને મેળવીને ગુમાવાની પણ મજા અનેરી હોય છે...

બે હાથ વડે જીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,

છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મજા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામેછે,

કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મજા અનેરી હોય છે.

દુનીયાજીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં

એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મજા અનેરી હોય છે…jn

જે. એન. પટેલ (જગત)

Thursday, November 3, 2022

આરંભ...

ઋષિઓ કહેતા આરંભે શુરા..

વડીલો કહેતા વહેલા તે પહેલાં..

સમય કહેતો શરૂઆત સારી..

માણસ રહેતો ભરીને ખુમારી...

વહેલો ઉઠે તે વીર કહેવાય..

મોડો આળસુનો પીર કહેવાય..

પ્રારંભે જાગ્યા ત્યારથી સવાર છે..

નહીં તો જાણે રોજે રવિવાર છે...

દિવાળી જીવનમાં તો રોજ ઉજાસ છે..

જગત મારું લાગ્યું તો રોજ પ્રભાસ છે...jn

જે. એન. પટેલ (જગત)

માણસ...

કડવા ઘુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો..?

પીધા પછી અમે હસતાં એ જોઈને વાંધો હતો...

સૌ જાણે છે આદતોને અમારી આજે પણ,

ભામાશા બન્યા પછીએ ખોઈને વાંધો હતો...

માણસાઈના નામે માણસ હવે ક્યાં મપાય..!

યંત્રવત જીવનનો હવે ક્યાં કોઈને વાંધો હતો..!

હસતા મોઢે પીધો હતો અમે એ ઝેરનો કટોરો.!

જિંદગીનો જુગાર જીત્યા  ત્યાં લોહીને વાંધો હતો...

અંતિમ ચરણમાં ચાલતું તું આખું જગત અમારું,

દિલના દર્દને ઠલવ્યા એનો રોઈને વાંધો હતો...jn


Wednesday, November 2, 2022

જીવન...

એક વિર ચાલ્યો ગયો અનંતના આકાશે...

ધબકે છે વિચારો એના શ્વાસે શ્વાસે...

કાંટાળી કેડીને બનાવ્યો છે રાજમાર્ગ..

અંતરથી અંતરના દિપ આજે પ્રકાશે...

અવતાર એળે જાય એવું જીવન નથી..!

માનવથી મહામાનવનો ઈતિહાસ રચાશે..

વિચારો ક્યાંક રહે ના માત્ર પુસ્તકમાં..!

કે પછી મંદિરો જ માત્ર એના બંધાશે...!

કામ કરી હાક પ્રભુને મારવા છું તત્પર..

જીવું છું જીવન જગતનો નાથ લે પાસે...jn

Monday, October 24, 2022

પૂનમનો ચાંદ...

 પૂનમનો ચાંદ આવ્યો... 

સંગે અજવાળું લાવ્યો...

હે....ઝીણી ઝીણી મોસમની ઠંડક પામ્યો... 

સંગે અજવાળું લાવ્યો...


હો.. વર્ષે છે બુંદોમાં આજે આસો..

દૂધ ને પૌવા કેમ કરી ખાશો...

હે.. કડકે ને ભડકે ચમકારે ચાલ્યો...

સંગે અજવાળું લાવ્યો...


હો... શરદ પૂનમની આ રાતમાં...

રમશે સૌ ગોરી કોના સંગાથમાં...

હે.. ખેલૈયાના ખેલ આજ કેવો જામ્યો...

સંગે અજવાળું લાવ્યો...

દિવાળી...

 ચાલ દિવાળી દિવાળી રમીએ..

આમ જ એકબીજાને ગમીએ...


ભૂલો કરેલી બધી ભુલીએ..

નવા વર્ષે સૌ સ્નેહીજનોને નમીએ...


કોરે સૌને એકલતા જાણે છે સૌ..

ઢીંચણથી ઢીંચણ અડાડી સાથે જમીએ..


નવા વર્ષનો નવો સંકલ્પ કરી..

એકબીજાના ગુણ દોષને ખમીએ...


દિવાળી લાવે સૌના જીવનમાં હર્ષ ઉમંગ..

નવા વર્ષે અભિનંદન જગતને કહીએ...jn

આવનારા નવા વર્ષની શુભેચ્છાઓ...

આપના જીવનમાં 

વીત્તરૂપી ધનની સાથે 

વિદ્યા વિચાર અને વાણીનો 

વૈભવ સ્થિર થાય.. 


આપની શક્તિઓ 

કેવલ ભોગાાર્થે ના વપરાતા 

ભગવદ કાર્યરાર્થે વપરાય..


આપના જીવનમાં 

અંધકાર રૂપિ અવગુણો સામે 

ગુણોનો ઉજાસ થાય..


નવા વર્ષની સોનેરી પ્રભાત 

આપના સંકલ્પોને સિદ્ધ કરે..


ભાઈ બહેન નો પવિત્ર ઉત્સવ 

સ્ત્રી તરફ જોવાનો 

આપનો દ્રષ્ટિ કોણ બદલે...


જગતના નાથ એવા 

જગદીશ્વરને સાથે 

લઈને અમારી શુભેચ્છાઓ... 


શુભેચ્છક....


શ્રી રામ વિજય સો મીલ..

શ્રી ગણેશ ટીંબર માર્ટ..

શ્રી અંબિકા વે બ્રિજ..

શ્રી જગદીશ ટ્રેડર્સ...

રુદ્રં બાયો કેર.. (વડોદરા)

સમસ્ત પરિવાર....

Saturday, October 8, 2022

બંધન...

ઝાકળભીના પારિજાતને ચડતા અમે જોયા છે..

સાંજ ઢળતાં જ ત્યાં પડતા અમે જોયા છે...

રોજ સવારે સ્ફૂર્તિમાં જન્મેલા એના કૂપણો..

સૂર્યના સૌર્ય સામે લડતા અમે જોયા છે...

શિવના માથે ચડવું એ ગૌરવ આખી જાતનું...

બંધન છુટતાં કચરામાં અમે સડતા જોયા છે...

સિંહ કહી પ્રાણ પૂરે એ શાલિવાહન ક્યાં છે..!

માટીના સૈન્યને પણ અમે ઘડતા જોયા છે...

ભૂલ્યું જગત જગદીશની સમજણને કદાચ..

બધું જ છે છતાં એને અમે રડતાં જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, October 1, 2022

સુરાવલી... સાખી...

 સુરાવલીના સુર વહ્યા છે..

ગામે ગામે ભાળો આજે..

દહેગામની એ દાનેશ્વરી...

રખિયાલની રાજેશ્વરી..


નાગપુરના જણ અલબેલા..

હૈદરાબાદીના હૈયા હેલા..

કલકત્તાની કાલી આવે

સૌને દર્શન દેવા આજે...


મુંબઈની મહામાયામાં ચાલી..

નાસિક નાથ વિહોણી નાચે...

અમદાવાદના લટકા હટકે..

અમરાવતીનું અમૃત માગે..


સંગમનેરનો સંગ કરીને..

પુનાના એ પગ પણ ડોલે...

કોલ્હાપુરનો કલરવ જાણી...

સુરતનો સૂર સાથે બોલે...


કડોદરાનો કલશોર એવો..

મલકાપુર પણ મલકાયું..

વિજાપુરની વાણી મીઠી..

તલોદના પણ તંબુરા વાગે...


મોડાસાનો મૂડ તાણી...

હીંમતનગર ગરબે ઘુમે...

ડેમાઈની ડફલી માણી...

બેંગ્લોર પણ સામે નાચે..


રાજકોટથી રણજણતી..

કચ્છથી આવે ધમધમતી...

નડિયાદીની સરગમ વાગે...

સાણંદની ત્યાં વાણી જાગે...


ઘેલું થયું જગત એ જાણી..

ગરબાની અમે રંગત માણી..

જાણી જગતનો નાથ ભાગે

દર્શન દેવા કાજે આજે...jn


જે. એન. પટેલ (જગત)

Friday, August 26, 2022

गंगा मैया...

 गंगा मैया गंगा मैया गंगा मैया।।।

तेरी पावनता से जुड़ी मेरी अस्मिता,,

शीतल बुंदों में जुड़ा है जीवन मेरा।।

चलता जाऊं जीवन में बनके खेवैया।।

गंगा मैया गंगा मैया।।


भागीरथी बन के आई करने उद्धार सबका,

बूंद तेरी जिसको छूए हो जाए बेड़ा पार उसका।

जटाधारी बोले सर पर आजा मोरी मैया।।

गंगा मैया गंगा मैया।।

થઈ શકું છું...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક.. થઈ શકું છું...

પ્રકાર.. પદ્ય 


રવિ નથી પણ કોઇના જીવનનું કિરણ થઇ શકું છું..

ખાબોચીયું મટીને પણ તોફાની દરિયો થઇ શકું છું...

દુઃખમાં દુઃખી ને સુખમાં પણ દુઃખી ઘટમાળ છે માનવની..

કીડીને કણ, હાથીને મણ સમજણ સાથે તૃષ્ટ થઈ શકું છું..

સૌંદર્યનું બજાર ચાલી રહ્યું છે આજે ઘર ઘરમાં..

વાણી, વિચાર, વ્યવહાર, ને વર્તનથી તૃપ્ત થઈ શકું છું...

અંતરના ઉજાસની લાલિમા સૌ કોઈ નથી ઝાંખી શકતા.!

પ્રેમ કરીને આજે પણ તારામાં પાગલ થઈ શકું છું...

મેં ક્યારેય કહ્યું આ "જગત"ને કે હું ઇશ્વર છું..??

તુજ કહે છે અવતાર લઇ તારો અંશ થઇ શકું છું....jn


જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

સર્જનહાર....

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક..સર્જનહાર....

પ્રકાર.. પદ્ય 

જીવનની ઘટમાળના સૌંદર્યની લાલિમા કોણ જાણી શકે છે.‌.?

રોજ સવારે નવા ઝોમ સાથે જાગુ કોણ પિછાણી શકે છે..?

ઝરમર ઝરમર વરસતો વરસાદ ને મોરલાના ટહુકા..

સૃષ્ટિના સૌંદર્ય સાથે પ્રભુનો સ્પર્શ કોણ માણી શકે છે..?

ચંદ્રની લાલિમા જોઈ સુરજ ને ક્યાં કોઈ ચાહી શકે છે..!

અવિરત છે ગતિ.. એવી લાલાશને કોણ આણી શકે છે..?

ટૂંકા ગાળાના રસ્તાઓ શોધતો રહે છે આજે માનવ...

જીવન તો છે જીવવા જેવું ગળે ટુપો કોણ તાણી શકે છે..?

આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એ ઈશ્વરની ઘટમાળ છે...

જગદીશ ના જગતની મિલાવટ કોણ જાણી શકે છે...?..jn


જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

હિસાબ..

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક... હિસાબ..

પ્રકાર.. પદ્ય (અછાંદસ)


આજ એ અચાનક આવી ને મને કહેવા લાગી....

આપણા જીવનની ઘટમાળની 

ગણતરીનો હિસાબ 

મારે જોઈએ છે.

બોલ તારી પાસે કાંઈક માગું..?

મેં પણ કહ્યું... હા માગીલે.

એ બોલી મને તારામાં ઘર 

બનાવી રહેવું છે.

મેં પણ કહી દીધું

દિલના દરબારમાં રાજ છે તારું

ગુલામ કે દાસી બનીને નહીં 

પણ બેગમ બનીને આવ...

જાણે છે એ શું બોલી...!!

મારે તો બાદશાહને ગુલામ 

બનાવવો છે,

તારા દિલના દરબારમાં નહીં 

મનના મહેલમાં રહેવું છે,

તારા અંતરના સૌંદર્યને માણવું છે,

તારા શ્વાસોની સેજ પર બેસવું છે,

તારી આંખોની લાલિમાને  મારામાં ભરવી છે,

હૈયાના હિંચકે હિંચવું છે,

તારા હ્રદયની રજાઈમાં સુવું છે,

બસ એ બોલે જતીતી ને મેં પણ 

મારી બાહોને ફેલાવી....

બસ સુનમૂન થઈને મારામાં 

વિંટળાઈ વળી...

હું બસ એટલુંજ બોલ્યો... 

બોલ  મળી ગયો તારો હિસાબ..!!

ને એ ખોવાઈ ગઈ એના જગતમાં...jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

કંચન...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ....જે. એન‌. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક..કંચન...

પ્રકાર.. પદ્ય 


દોર વગર પણ બાંધેલું છે આજે એવું બંધન જોયું..

પરકાજે પોતાની જાત ને ઘસતું એનું જીવન જોયું...

રેલમછેલ બની આજે લક્ષ્મી, જાણે આવી છે હેલી..

સંબંધોની લાલિમા માગતું એક અનેરું માગણ જોયું...

મારું મારું કરતો હરપળ ઘટમાળે રહેતો માનવ..

બીજો એ બીજો ક્યાં..! દૈવી ગુણ ભરેલું આંગણ જોયું...

ભોગી રોગી ને જોગી બનવા બેઠો છે આજે યોગી..

માનવતાની સૌંદર્યની ફોરમ ભરતું એ ચંદન જોયું...

સોના ચાંદી ને રૂપાથી અનમોલ કહું એવું આજે..

ઇશ્વરના આ જ 'જગત'માં નજરોથી મારી કંચન જોયું...Jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

મારામાં હું...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક.. મારામાં હું...

પ્રકાર.. પદ્ય 

આજ ફરીથી 'હું'કારને ભણવો છે..

કેમે કરીને અહંકારને હણવો છે...

ઋષિઓએ આપેલા જીવન રાહે ચાલું..

મારામાં જ એક માનવને જણવો છે...

નિર્ગુણ નિરાકારનું સૌંદર્ય ક્યાં જાણું..!

સગુણ સાકાર બેઠેલાને ગણવો છે..

ચિત્રગુપ્ત લઈ બેઠો હશે ઘટમાળ બધી...

સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે...

જગદીશના જગતની લાલિમા સમજવી છે..

ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે...jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

ગંગા સ્પર્શ....

રોમ રોમ પુલકિત મારું થયું... 

બુંદ જ્યાં ગંગાનું સ્પર્શી ગયું...

વીણી વીણીને શું વીણીએ હવે..!

આંખોથી હર્ષનું એક આંસુ સર્યું...

જોતા જ આલિંગન જેનું માણ્યું..

જીવન બન્યું છે મારું હર્યું ભર્યું...

મોક્ષની ગતિ એટલી મોંઘી તો નથી..

માં ના ખોળામાં જ્યાં જીવન ધર્યું...

જગતની ઝંખના આનાથી વધુ શું..?

કર્મોનું ગણિત માં ગંગાએ ગણ્યું...jn


જે. એન. પટેલ (જગત)

Sunday, August 21, 2022

પાટીદાર સમાજ..

 પથ્થર ને પાટુ મારી પેદા કરે તે એટલે પાટીદાર..

ટીખળની પરવાના કરે તે એટલે પાટીદાર..

દાતૃત્વવાન એટલે કે દાનમાં હંમેશા આગળ રહે તે એટલે પાટીદાર..

રમતા રમતા જીવનને જાણે અને માણે તે એટલે પાટીદાર...

સમગ્ર વર્ષ દરમિયાન જોવા જઈએ તો શ્રાવણ મહિનો આવે એટલે જાણે આખું વિશ્વ ભક્તિમય બની જાય ભક્તિના ઘોડાપૂર આવે ઠેર ઠેર મંદિરો ઉભરાવા લાગે શિવાલયની અંદર એટલા બધા ફૂલો અને બીલીપત્ર ચઢાવવામાં આવે તે જોઈ લાગે કે શિવજીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હશે તેમ છતાં શ્રાવણ મહિનાના દિવસો એટલા આત્યંતિક પાવિત્ર દિવસો.

શ્રાવણ મહિનાના દિવસો એટલે દાન પુણ્ય કરવાના કરવાના દિવસો..

આપણી સમાજ માટે જોઈએ તો શ્રાવણ મહિનો એટલે દીવાસાથી લઈ સાતમ આઠમ રક્ષાબંધન અને સાથે સાથે વિર પસલી જેવા કેટલાય તહેવારો ધામધૂમથી ઉજવવાના દિવસો..

આપણે નસીબદાર છીએ કે આપણે પાટીદાર કુળમાં કચ્છી સમાજમાં જન્મ લીધો છે.

આપણો કચ્છી સમાજ એટલે દીકરીને લક્ષ્મીની જગ્યાએ પૂજવા વાળો સમાજ... એટલે કે નિહાણીને જગદંબાના સ્વરૂપ ગણી પૂજવા વાળો સમાજ..

ભેટ સોગાત દરેક સમાજ આપતો રહે છે પરંતુ આપણા પાટીદાર સમાજમાં દીકરીને સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રથમ યાદ કરી અને ક્યારેય એને ખાલી હાથે પાછી ના મોકલે પછી ભલેને પરિસ્થિતિ ઘરની ગમે એવી હોય પેટે પાટો બાંધીને પણ દીકરીને આપવું આવો એક સંસ્કાર નિર્માણ કરવાનો સમાજ એટલે આપણો કચ્છી પાટીદાર સમાજ...jn

ઈશ્વર...

આજ સવારથી જ જાણે વાતાવરણમાં કંઈક આહલાદકતા હતી મોરના ટહુકા સંભળાતા હતા સાથે કાગડાના કા...કા....

અચાનક મન વિચારે ચડ્યું શું આ પશુ પક્ષી આમ જોવા જઈએ તો માણસ જાત કરતા કેટલા હોશિયાર..!!

આપણને કંઈ જોઈતું હોય તો આપણે આખે આખા શબ્દો અલગ અલગ રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવો પડે અને પશુ પક્ષીઓ તેના એક જ શબ્દથી અલગ અલગ ભાવને સમજી શકે..

પક્ષી જાત આખી બેઠી હોય અને એક પક્ષી એવો અવાજ કરે કે બધા જ ઉડી જાય અને એવા જ અવાજથી પાછો આખો સમુદાય સાથે મળી અને બેસી જાય.

અચાનક મારી તંદ્ગા તૂટી મારો ફોન વાગ્યો અને સામે છેડેથી કહ્યું કે કાકા ના દીકરાને અચાનક તકલીફ થઈ ગઈ છે અને ઈમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે તેમ છે તરત જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો જ હું તેને ગાડીમાં બેસાડી હોસ્પિટલે પહોંચ્યું હોસ્પિટલે જઈને જોયું તો કોઈ જ રૂમ ખાલી નહીં એક બાજુ ઈમરજન્સી ઊભી થઈ શ્વાસ લેવામાં તકલીફ પડે ઉભો ન રહી શકે આંખો પણ બંધ થઈ જાય આવી ક્રિટિકલ પરિસ્થિતિ નિર્માણ થઈ અને આવા સમયે અચાનક ડોક્ટર મને મળી ગયા અને એમની આંખો મળતા જ મને કે તમે કેમ અહીંયા..?

ઔપચારિક વાતો થયા પછી તાત્કાલિક તેમને આગળની વ્યવસ્થા કરી જગ્યા ન હોવા છતાં પણ ગમે તેમ કરી નાના ભાઈને એક વખત વેન્ટિલેશન પર લઈ લીધો અને ફટાફટ પ્રારંભિક દવા ચાલુ કરી દીધી.

મનમાં કેટલાય સારામાં સારા વિચારોનો દ્વંદ્વ ચાલુ થઈ ગયો હતો ને અચાનક 

ડોક્ટર બહાર આવ્યા અને મને કહ્યું આવો ચાલો કેબિનમાં બેસીએ હું એમની પાછળ પાછળ તેમની કેબિનમાં ગયો અને જેવો દરવાજો ખોલ્યો એવું જ બિલકુલ મારી નજર સામે મોરલી મનોહર માથે *મોર પીંછ શોભતું હતું.* તેમને જોતા જ મારા મનના તરંગો શાંત પડી ગયા.

ડોક્ટર મારા જુના મિત્ર હતા બંને અલક-મલકની વાતો કરતા રહ્યા જૂની યાદોને વાગોળતા રહ્યા અને મારી નજર *મોરપીંછના દર્શનની* સાથે સાથે મુરલી મનોહરને પણ થોડી થોડી વારે જોતી રહી અને મનોમન તેનો આભાર વ્યક્ત કરતી રહી, એને કહેતી રહી તું ક્યારે કયા સ્વરૂપમાં મળી જાય છે એની સમજણ મને આજ પડી ગઈ...jn


જે. એન‌. પટેલ (જગત)

🌲🌲 વૃક્ષ 🌲🌲

કેટલી દબાવશો બીજ જેવી જાત છે અમારી..

દટાઈને બહાર આવવાની ઔકાત છે અમારી...

તોફાનો આવે અને ચાલ્યા જાય તોય અડગ છીએ..

તેજ સૂરજના કિરણ સાથે મુલાકાત છે અમારી...

અપેક્ષાઓ આજે પણ નથી બાંધી કે નથી રાખી..

અપકારીને પણ ઉપકાર કરીએ તેવી નાત છે અમારી..

કાળજાના કટકાને વિખુટા પાડતા પળના વિચારીએ..

નમવું અને ગમવું એવી સદાય આદત છે અમારી...

વસે છે વાસુદેવ હૈયે ને જગત જોવે પણ ખરું..

ખુદને બાળી માનવને મોક્ષ કરે તેવી જાત છે અમારી...jn


જે. એન. પટેલ (જગત)

Sunday, July 31, 2022

જીવન

સાવ કોરું બની રહી ગયું છે માનવ જીવન કોઈ પૂછે કેવું જીવો છો તો તરત જ 

SOLEMAN GRANDI ની વાર્તા યાદ આવે...

સોમવારે જન્મ થયો મંગળવારે મોટો થયો......

શનિવારે માંદો થયો ને

રવિવારે મરી ગયો....

બસ આજ છે આજનું માનવ જીવન.

કોઈ પૂછે શું કરો છો તો તરત જ કહીયે સવારે જાગી આટલું આટલું કર્યું અને રાત્રે સુઈ ગયા...

બીજે દિવસે કોઈ પૂછે તો આપણો જવાબ હોય છે ઉપર મુજબ.....

યાંત્રિકતામાં અટવાઈ ગયો છે માનવ..

ટેકનોલોજી માં તણાઈ ગયો છે માનવ..

ફિયાટ, ફોરેન ફેસબુક, ફેશન ને ફર્નિચરના "ફ" માં ફસાઈ ગયો છે માનવ..

ટ્વીટર ની ટ્વીટ ને વોટ્સએપના વમળમાં ગૂંચવાઈ ગયો છે..

ભ્રાંતવાદમાં ભરખાઈ ગયો છે માનવ..

જગતની જંજાળમાં જગદીશને ભૂલી ગયો છે માનવ...jn


✍️ *જે. એન. પટેલ (જગત)*

Friday, July 29, 2022

છત્રછાયા...

વાત રહી ગઈ છે કહેવાની હવે છત્રછાયા..

હકીકતમાં તો છે સંસારની માત્ર માયા...

રામાયણ મહાભારત ક્યાં છે કૃષ્ણ દર્શન..?

જો હોય તો લાવ ક્યાં એવા પાત્ર આવ્યા..!!

પરબ બાંધતા પણ ક્યાં કોઈ પાણી પીતું..!

ને આજે પરબના પાણી પડીકે લાવ્યા...

યુવાની વેચાય છે માત્ર પડીકા ને પોટલીમાં..

એટલે જ તો બેઠા બેઠા નેતા ફાવ્યા...

જગત બગડ્યું કહેવામાં કોનું શું જાય છે..!

બગડેલાને સુધારે, ક્યાં છે એવી છત્રછાયા..?..jn

જે. એન. પટેલ (જગત)

Wednesday, July 27, 2022

ચાલ પેલે પાર જઈ બેસીએ...

ધુમ્મસને પેલે પાર જઈ ફરી બેસીએ...

તારું મારું નહીં આપણું કરી બેસીએ...

ધરાને આકાશનું મિલન છે ક્ષિતિજ..

સમજણના ભાવ સંગ સરી બેસીએ...

વેદોની વાણી વહી છે એ ભોમમાં..

કૃષ્ણની ગીતાનો સાર ભરી બેસીએ...

રામ થઈ વસયો મારામાં શોધવો ક્યાં..!

કામ કરી હાક મારું જાત ધરી બેસીએ...

ચાલે છે સંઘ સદા જગતનો નાથ..

જાલે એ હાથ, ભવસાગર તરી બેસીએ...jn


જે. એન. પટેલ (જગત)

માણસાઈ...

 અચાનક એક સાંજે એક સ્ટુડીયા માંથી કોલ આવ્યો કે આવતીકાલે તમારી ગઝલનું રેકોર્ડિંગ છે તમારે સવારે ૧૧:૦૦ વાગે સ્ટુડિયો પર આવી જવાનું છે.

હરખના મારે રાત પણ લાંબી લાગી અને ટીવીમાં આવવાનું હોય તો એના આનંદમાં સૂવાનું પણ ક્યાં ગમે..!

સવાર પડી મારા રૂટિન કામ પતાવી અને હું કાર લઇ પવનની સાથે વાતો કરતો કરતો અમદાવાદ જવા નીકળ્યો, રસ્તામાંથી મારા એક મિત્રને પણ સાથે લીધા ને બંને અલકમલકની વાતો કરતાં કરતાં સ્ટુડિયોની ખૂબ નજીક હતા અને અચાનક જ ત્યાં સિગ્નલ બંધ થઈ ગયું અને અમે ઉતાવળિયા સિગ્નલને જોયું ના જોયું કરી આગળ વધ્યા, તરત જ આગળ ૨ પોલીસ કર્મીઓ આવી ગયા મારી કાર સાઇડમાં કરાવી નીચે ઉતરવા કહ્યું ને હું નીચે ઊતર્યો. તરત તેમને મારું લાયસન્સ માગ્યું મેં તેમને લાયસન્સ આપતા કહ્યું કે સાહેબ અમારે થોડી ઉતાવળ હતી અને મારાથી ભૂલ થઈ ગઈ છે અને સિગ્નલ મેં તોડ્યું છે, કાયદેસર જે દંડ હોય તે હું ભરીશ. 

તરત જ તેમણે મને વળતો જવાબ આપ્યો તમે સાચું બોલ્યા છો એટલે જાઓ પણ ફરી ધ્યાન રાખજો, અને તરત જ દુરથી બૂમ આવી ઓ મનજી કાનજી હાજર હો જજ સાહેબની ગાડી આવી રહી છે...jn

જે. એન. પટેલ (જગત)


હનુમાન...

 जीवन जिसका समर्पित है वो है हनुमान।।

दिल उनका चीरे और देखें, बसते हैं श्री राम।।

प्रभु राम की आंखों में खुशी के आंसू देने वाले,

मूर्छित लक्ष्मण जी को जीवन दान देने वाले हैं हनुमान।।

एक छलांग लगाई और पहुंच गए लंका,

पूंछमे जिस की लंका जलाने का जोश है वो है हनुमान।।

गांव गांव जाकर बैठे हैं श्री रामजी से पहले,

हर गांव के द्वारपाल और सबसे पहले वो है हनुमान।।

जगत सारा राम जी को पूजे, बनाए हैं मंदिर,

राम जी से कहे तूं मेरा वह है हनुमान।।

जे एन पटेल (जगत)

Saturday, July 2, 2022

એક સંવાદ...

એક ટ્રેન ને એક સ્ટેશન બન્નેનું સગપણ કેવું..!

બંન્ને રહે આમને સામને તોય બે કિનારા જેવું...

સ્ટેશન કહે હું મોટું ટ્રેન કહે એ માનવું છે ખોટું..

લડવું ઝઘડવું દોડવું ને પાછું મળવું એવું ને એવું...

ટ્રેન કહે બંધન મારું પાટે એટલે નક્કી કરેલું દોડવું..

જાગવું ભાગવું ને વળી બળવું જીવન મારું તેવું...

મારામાંથી તારામાં ને તારામાંથી મારામાં બન્ને પૂરક..

હસતાં રમતાં હરતાં ફરતાં અસ્ખલિત આમ જ વહેવું...

અટકવું ભટકવું ને છટકવું આવું ને આવું જગત મારું...

હસવું મહેકવું ને સુમસાન થઈ ફરી ધબકતા રહેવું...jn

જે. એન. પટેલ (જગત)

સ્મરણ...

કપૂરની જેમ જાત બાળી દીવો પ્રગટાવ્યો છે તમે...

હૃદયનો ઓરડો પ્રકાશ ને સુવાસ થી મહેકાવ્યો છે તમે...

જિંદગીમાં ઈચ્છાઓ જાગી ના ક્યારેય માગી હતી..

આંખોની ભાષાની લાલચથી બહેકાવ્યો છે તમે...

શ્રદ્ધા અમારી આજે પણ અતૂટ અને પૂર્ણ રહી છે...

કાળા હીરાને અંગાર બનાવી ચમકાવ્યો છે તમે...

સ્મરણ માત્રથી તમારા લાગણીઓ ભીંજાય છે જ્યારે..

ત્યારે ત્યારે બંધ હોઠોની ભાષાથી ધમકાવ્યો છે તમે..

જગત ભલે આખેઆખું તમારું જ બનીને રહ્યું છે..

હસતાં રમતાં જીવનને જીવતા અટકાવ્યો છે તમે...jn

જે. એન. પટેલ (જગત)

Friday, June 24, 2022

ઈશ્વર સાથે ચેટિંગ...

માતાના ઉદરથી લઈને અઘોરીના મંદિર સુધીની સફરની જવાબદારી તારી રહેશે.

બાળક બનીને અવતરણ ભલે કરીશ પણ મારા કાલાઘેલા શબ્દો સાંભળવાની જવાબદારી તારી રહેશે.

ભણતર સાથે ગણતર તેમજ સમય સાથે સમજણ આપવાની જવાબદારી તારી રહેશે.

જીવન રૂપી ભવસાગરમાં હું પડીશ પણ જીવન નૈયાને હાકલવાની જવાબદારી તારી રહેશે.

ટેકનોલોજી ભણાવવાની તું બિલકુલ ચિંતા ના કરતો એ માતાના ઉદરમાંથી ભણવાની જવાબદારી મારી રહેશે.

ભોગવાદના વાયરામાં ફંગોળાઈ ગયું છે જગત એને ભાવ સમજાવવાની જવાબદારી કોની રહેશે...!!


જે. એન. પટેલ (જગત)

મારું બાળપણ... ગઝલ

ભીંત આખી ધ્રૂજતી જોઈ છે અમે..

બાળપણની મોજને ખોઈ છે અમે...

આંખ આડા કાન રાખી ચાલતી..

રાત આવી કેટલી રોઈ છે અમે...

હક હતો ક્યાં આશ બાંધી ક્યાં હતી..?

તૂટતા તારે ધરી જોઈ છે અમે...

બાલતરુ જેવું જીવન આવ્યું ભલે...

વાયરાના વ્હાલથી બોઈ છે અમે...

કોણ જાણે કોણ માણે આ જગત..!

બાળપણની મોજને ખોઈ છે અમે...jn

જે. એન. પટેલ (જગત)

આવજે... ગઝલ..

આવજે તું દોડતી, આ હ્રદયની ચાહ જો...

આ નથી મારો સમય, તું સમયની રાહ જો...

વાયદો કરવા ફરીથી મળીશું આ ભવે..

કેટલી હૈયે છે તારા, ખમેલી આહ જો...

તું એ જાણે છે ને હું પણ એ જાણું તો ખરો...

આ જનમની યાદમાં પણ વિતેલી તાહ જો...

શાંત થઈ બેઠું છે આ મન હવે તો યાદમાં...

ભાળ પડશે એ પછીથી મળેલી વાહ જો...

છે ભરોસો એ જગત પર ને મારા પ્રેમ પર..

ચાલ એવી ચાલ પાછી હ્રદયની ચાહ જો...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, June 18, 2022

ચાલ બેસીએ...

 ધુમ્મસને પેલે પાર જઈ ફરી બેસીએ...

તારું મારું નહીં આપણું કરી બેસીએ...

ધરાને આકાશનું મિલન છે ક્ષિતિજ..

સમજણના ભાવ સંગ સરી બેસીએ...

વેદોની વાણી વહી છે એ ભોમમાં..

કૃષ્ણની ગીતાનો સાર ભરી બેસીએ...

રામ થઈ વસે મારામાં શોધવો ક્યાં..!

કામ કરું હાક મારી જાત ધરી બેસીએ...

ચાલે છે સંઘ સદા જગતનો નાથ..

ઝાલ્યો હાથ, ભવસાગર તરી બેસીએ...jn

જે. એન. પટેલ (જગત)


આષાઢી હેલી...

આષાઢનું આમંત્રણ તને યાદ કરે છે..

મોરલાના ટહુકારા તને સાદ કરે છે...

આજે પણ એકલતામાં છું મારી..

હર પળ અહેસાસો મારા સંવાદ કરે છે...

ઓછું બોલવાની આદત રહી છે અમારી..

યાદોમાં પણ જોને તું વિવાદ કરે છે...

ભીની માટીની સુવાસ ને માણવી હતી..

અસાડી વાયરા ફરી-ફરીને ફરીયાદ કરે છે..

ફરી એકવાર ઘેલી કરવી છે જગતમાં.. 

આ વરસાદની હેલી તને યાદ કરે છે...jn

જે. એન‌. પટેલ (જગત)

Thursday, June 9, 2022

જનની.. ગઝલ..

એકલતામાં મારી વાતો કરતી...

હળવા આલિંગને બાહોમાં ભરતી...

ઈચ્છાએ મારી આજે પણ ભળતી..

ને મુરાદો માં એ તારો થઈ ખરતી...

જોયું છે જાનીવાલીપીનારા...

મેઘ ધનુષી રંગો છાંટી સરતી...

મેલો ઘેલો પાલવ જાલી ચાલતો..

જીવનની નૈયા ભવ સાગરે તરતી...

છે જ જગત જનની એવી જગદંબા..

માં મારી વા' થઈ મુજને સ્પર્શતી...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, June 7, 2022

સ્મરણ.... ગઝલ.

તમને તો ફૂલ દીધાનું યાદ નથી..

એની અમને કોઈ ફરિયાદ નથી...

એ સમયે એવો વા ચાલ્યો પણ છે...

ને આજે ત્યાંથી કોઈ વિવાદ નથી...

કોના બંધનમાં બાંધું લાગણીઓ..

જેને હૈયે કોઈની મરજાદ નથી...

આંખોની ભાષા સમજાઈ જતીને...

આજે તો ઈશારે પણ સંવાદ નથી...

આ જગત આખું એ મથ્યું છે આજે..

તમને તો ફૂલ દીધાનું યાદ નથી...jn

જે. એન. પટેલ (જગત)

Friday, June 3, 2022

પંખી....

નળ સરોવરના પંખી 

અમે તો નળ સરોવરના પંખી...

જળની છે જાત અમારી..

નડતર વિહોણી છે સવારી..

નળ સરોવરના પંખી...

ઉડવા માટે પાંખો આપી.. 

જોવા માટે આંખો કાફી..

નળ સરોવરના પંખી...

એક મેક નો છે સહારો..

હરેક છે કિનારો અમારો...

નળ સરોવરના પંખી...

નિત નિત નવા નવા મિત્રો મળતાં...

આંખોમાં નવો ઉમંગ ભરતાં..

નળ સરોવરના પંખી...

જગત આખું જોઈ હરખાતું...

અમે, જ્યારે વાદળ છલકાતું..

નળ સરોવરના પંખી 

અમે તો નળ સરોવરના પંખી...jn

જે. એન. પટેલ (જગત)

Friday, May 6, 2022

વેદના...ગઝલ...

ભીંત આખી આજ ધડધડતી રહી..

લાગણીઓ સાવ હળહળતી રહી...

દર્દ સાથે એક ચીચને સાંભળી..

ને હ્રદયમાં આહ વલવળતી રહી...

એ દબાતા પગ મને સંભળાય ત્યાં..

પાંખ એનું નામ ફડફડતી રહી...

શાંત થઈ એના હૃદયની તડપ..

આગ અંગોમાય ઝળહળતી રહી...

આપણી આડે હવે ભીંત છે ભલે...

લાગણીઓ સાવ બળબળતી રહી...

શું લખું હું..! ચીસ કે આ કલ્પના..!!

આંગળી ને પેન થરથરતી રહી..

આ 'જગત' ક્યારે સમજશે વેદના..!!

આજ પણ ધબકાર ખચકાતી રહી...Jn

જે. એન. પટેલ (જગત)

Thursday, March 31, 2022

શીર્ષક - અવતાર

 કણ કણમાં આજે કૃષ્ણને જોયા છે...

હર  દિલમાં  આજે  રામને જોયા છે...

મત્સ્ય ને કૂર્મની ગતિ કોણે જાણી...

ધરતીને ધરતાં વરાહને જોયા છે...

વિશ્વાસે વહાણને હંકારી લાવે...

ભક્તો કાજે નરસિંહને જોયા છે...

મિથ્યાભિમાન બલીનું તોડે માગણ..

ત્રણ ડગ ભરતાં વામનને જોયા છે...

શુદ્ધ હોય તે બુધ્ધ હોય એવું ક્યાં..!

રુધિર રંગી પરશુરામને જોયા છે...

શાસ્ત્રો જેનો પડછાયો બન્યો છે..

કૃષ્ણના સાયા બલરામને જોયા છે...

નિષ્કલ્કી થઇને પુજાશે માણસ..

જગતે એવા માનવને જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)

Sunday, March 20, 2022

માળો... ગઝલ

ઘર જેવો સથવારો ભાળો..

ઘરમાં ચકલી બાંધે માળો..

ચકલી કે'તી હું છું ભૂરી..

ને ચકો કે' હું  કંઠે કાળો...

ચીં ચીં ચીં ચીં.. કરતી રહેતી..

લુપ્ત છે પ્રજાતી, ક્યાં ભાળો.. 

છબછબિયાં કીધાં ખાબોચે..

આવે યાદ એ કાંકરિ ચાળો...

ભેળું કરતી તેણા‍ં વિણતી..

ઘરમાં  તો  આવે  કંટાળો...

પંખે પટકાતી જ્યાં ચકલી..

હાથ પછી ફરતો હુંફાળો...

ખૂશાલ જગતને છે જાણ્યું..

ઘરમાં ચકલી બાંધે માળો...jn

Saturday, March 19, 2022

સત્તાની ભૂખ...

જ્યારથી તિરંગામાં એક રંગ વધુ જોયો છે...

આઝાદીનો એક એવો રંગ અમે ખોયો છે...

એક આખો મલક લોહિયાળ બની રહે છે...

ચિચિયારીના નાદમાં રક્તની નદી વહે છે...

શહીદી વહોરી છે કે પછી દુશ્મન બની મર્યો છે..

આજ ઘરનો ખૂણો ખાલી આંખોમાં ભર્યો છે...

સત્તાની એવી કેવી લાલચ એને જાગી છે...

ઘરની દિવાળી આજે હોળી બની ભાગી છે...

જીવ જગત ને જગદીશ કોણ સમજાવે છે..

એ જ જે માનવમાં ગૌરવને જગાવે છે...jn

જે. એન. પટેલ (જગત)

Monday, February 21, 2022

મારામાં હું...

 આજ ફરીથી 'હું'કારને ભણવો છે..

કેમે કરીને અહંકારને હણવો છે...

ઋષિઓ એ આપેલા રાહે ચાલુ છું..

મારામાં જ એક માનવને જણવો છે...

નિર્ગુણ નિરાકારને ક્યાં ઓળખું..!

સગુણ સાકાર બેઠેલાને ગણવો છે..

ચિત્રગુપ્ત લઈ ભલે બેઠો હશે સઘળું...

સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે...

જગદીશનું જગત સમજવું સહેલું છે..

ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે...jn

જે. એન. પટેલ (જગત)

Monday, February 7, 2022

સંગીત એક થેરાપી...

ચારેક વર્ષ પહેલા મુંબઈની એક *ગુજરાતી મીડ વે સંસ્થા* દ્વારા મારો એક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો જેનો વિષય હતો *સંગીત એક થેરાપી છે* ..

આપણે સૌ સાથે મળી અને આ થેરાપી ને માણી જ રહ્યાં છીએ...

સંગીતના માત્રને માત્ર ફાયદા જ છે ક્યારેય કોઈ ગેરફાયદો રહ્યો નથી...

સંગીત માં વાદન દ્વારા શ્રેષ્ઠ *એક્યુપ્રેશર* થાય છે. 

સંગીત માં ડુબી જવાથી પોતાના *ટેન્સનથી* સો ટકા છુટકારો મળેછે.

કલાકાર જ્યારે સંગીત મય હોય છે ત્યારે સંપૂર્ણ *ધ્યાનસ્થ* હોય છે.

ગાયન દ્વારા શ્રેષ્ઠ *પ્રાણાયામ* થઈ જાય છે. તે પણ સહજતાથી.

સારા તથા સુંદર ધ્વની થી *આત્મા પુષ્ટ* થાય છે

કારણ કે સંગીત *આત્મા* નો ખોરાક છે.

સંગીતના નાદ થી *આધિ વ્યાધિ ને ઉપાધિ* મટે છે.

વિશ્વ આખા માં રહેલી બધા જ પ્રકારની *એનર્જી* , સંગીત ના ધ્વની થી વશીભુત છે.

સંગીતની પુષ્ટિ માણસને તન મન અને ધનથી *તૃપ્ત* કરે છે.

સંગીત માણસને ક્યારે *એકલવાયું* થવા દેતું નથી.

અને એટલે જ કદાચ આપણા *શાસ્ત્રકારો* પણ આમ જ કહી ગયા છે...

:  नाद आधिनम्  जगत सर्वम् : 

:  राग आधिनम् देवम् सर्वम् :

જે. એન. પટેલ (જગત)


🙏🏻🎤❤️🎤❤️🎤🙏🏻

વર્ષા....

આભના કુમકુમ વેરાયાની વાત છે..

વરસાદી ફોરાં જેવી મારી જાત છે...

ઘેરાયેલા વાદળ ને ઝાંઝવું બેઉ સરખા..

મુશળધારે પણ કિરણની મુલાકાત છે...

વરસાદી સ્પર્શમાં ઠુંઠાને પણ કૂંપળ ફૂટી..

જોયું ઈશ્વર એટલે જ કણકણમાં હયાત છે...

અંતરમાં આવ્યું એક નવું અંકુર ફુટવા..

ને પછી જાગવા જેવી આખી રાત છે...

જગતનો નાથ આવ્યો છે બુંદો બનીને...

સ્પર્શ માણું જીવન જાણું એ જ સૌગાત છે...jn


જે. એન. પટેલ (જગત)

Friday, January 28, 2022

 જો આમને આમ હવે મળવાનું છે તો પ્રેમ થશે...

તારી આંખો સાચવજે નઈ તો નક્કી વ્હેમ જશે...


લાગણીઓ ના બંધન બંધાયેલા હોય એ પાકું..

એમ અમસ્તાં વાતો વાતોમાં ગમતું કેમ હશે...


હા મને તારી સાથે વાતો કરવી ખૂબ ગમે છે...

આજે જ ખબર થઈ છે મારી એકલતા કેમ હસે...

 તિરંગામા એક વધારાનો રંગ અમે જોયો છે...

જ્યારે જ્યારે ભારત માં એ એક સપૂત ખોયો છે...

શિર્ષક- ઉત્તરાયણ...

 એ આકાશે રંગોળી ઉડી રહી..

હાથની દોર તે આકારતી...

ઉડી જાય ઉત્તરના વાયરે..

હાથ જેમ હંકારે તાંતણે..

પ્રભુના એ પ્રેમને સમજાવતી..

હાથની દોર તે આકારતી...

શૌર્ય તણા તેજ ને ચમકાવતી..

દાન મનો મર્મ અએ સમજાવતી..

સ્વાસ્થને નિરામયતા એ આપતી..

હાથની દોર તે આકારતી...

જીવનનો જંગ તે સમજાવે..

ચડતી પડતી ને સમ બનાવે..

પ્રભુ સંગે છે વાત એ સમજાવતી..

હાથની દોર તે આકારતી...

એ આકાશે રંગોળી ઉડી રહી..

હાથની દોર તે આકારતી...jn

જે. એન. પટેલ (જગત)

ગ્રંથ... (કટાવ છંદ)

શબ્દો મારા શ્વાસ છે..

વાણી મારી પ્રાસ છે...

વેદોમાં  વિશ્વાસ  છે...

ઋષિ તણી જે આશ છે..

રમતા રમતા જીવવું..

જીવન એવું ખાસ છે..

માથે લઈને નાચું ગીતા..

સ્ફુર્તિનો એમાં વાસ છે...

જીવન મારું ખેતર છે..

એ વાવણી નો ચાસ છે..

જીવ જગત સમજાવે..

જગદીશનો જે પાસ છે...

છે જવાબ જગતનો એ..

કૃષ્ણ તણો એ શ્વાસ છે...jn

જે. એન. પટેલ (જગત)

સાથ...

ઝાડ એના પાંદડાંને પૂછે...

સાથ મારો ક્યાં તને ખૂંચે..

જોડાયેલું છું તારી સાથે..

રહે છે મસ્તક સદાય ઉંચે..

ભર યુવાની લાગે છે સંગે..

હું હું ના રહું સંગ તારો  તૂટે..

વાયરાની વસંતમાં હસું છું..

પર્ણોનો પરિવાર બુંદમાં ફૂટે..

રહીશું સાથે ને આમ જ ભેળા..

જ્યાં સુધી આ જગત ના છૂટે...jn

જે. એન. પટેલ (જગત)