Friday, May 28, 2021

વરસાદ....

 અંકુર ફૂટ્યાની એક વાત છે..

વરસાદી બુંદોની મારી જાત છે..


ઘેરાયેલા વાદળમાં ઝાંઝવું બેઠું..

મુશળધારે કિરણની મુલાકાત છે...


કપાયેલા ઠુંઠામાં કુપણો ફૂટી છે..

તેથી જ કણકણમાં ઈશ્વર હયાત છે..


બુંદોની વણજારે સૃષ્ટિ ખીલી છે..

આનાથી મોટી બોલ કઈ સોગાત છે..!


જગતનો નાથ સ્પર્શે ઝીણી છાંટડીએ...

માણવાની ક્યાં મારી ઓકાત છે..!!. Jn

Wednesday, May 5, 2021

માણસ...

કાળના સમયને સરતો જોયો છે...

મોતનું તાંડવ કરતો જોયો છે...


ચોટ પણ આપે ને ખોટ પણ..

અંતરના ઘા ને ભરતો જોયો છે...


કાચા માથાના માનવીને આજે..

સમયથી પહેલા મરતો જોયો છે...


શંકા પડી હશે કદાચ ઈશ્વરમાં..!

સ્વજન સાથમાં ડરતો જોયો છે...


લડશે ક્યાં જંગ ખુમારીથી હવે..!

જગતમાં થરથરતો જોયો છે...jn

Saturday, May 1, 2021

ઐશ્વર્ય....

ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...


જિંદગીનો ભરોસો ક્યાં રહ્યો છે..!!

ડોક્ટર પણ હાથ ઊંચા કરી રહ્યો છે..

અંદર બેઠેલા ઈશ્વરને જાણી લઈએ...


અંતર ના સગા હવે દૂર ભાગે છે..

સંબંધોમાં થોડી છૂટછાટ માગે છે..

સાથે છે જગદીશને પિછાણી લઈએ...


ઓક્સિજનની દોડાદોડ થઈ છે..

વૃક્ષમાં વસુદેવ ની સમજણ ગઈ છે...

કણ કણમાં કૃષ્ણને તાણી લઈએ...


લાચાર બની ગઈ છે આખીએ સત્તા..

ખોવાઈ ગઈ છે બધી જ પ્રતિષ્ઠા..

જગતને જોશ ભરે એ વાણી લઈએ...


ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...jn


જે. એન. પટેલ (જગત)