Thursday, December 26, 2019

સ્પંદન સાધના ...

અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*
આસ લગાવી બેઠા હતા ને...
હર પળ ઘડીઓ ગણતા હતા...
અભિનંદન...અભિનંદન
સ્પંદન સ્પંદન સ્પંદન તમને અભિનંદન...
અભિનંદન *અભિનંદન...*

ગુજરાતીનું ગૌરવ બન્યું ને સુરતની છે શાન...
ભારત ભરની ભોમ બની છે આજે અહીં મહેમાન...
ભાવથી સ્વાગત કરશું પહેરાવી શબ્દોના હાર...
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

 અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

છલકાતા ને મલકાતા આવ્યા છે હરખાતા...
ડગલા માંડ્યા દોડીને ત્યાં આવી વિજય પતાકા...
એક એક કરતાં આજે આવી છે વણઝાર...
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

 અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

એક બીજાને હળવા મળવા એક બીજામાં ભળવા
ઝરણાં માફક મોજ મજાને મસ્તીથી ખળ ભળવા
સ્પંદક આજે આવ્યા, અહીં લઈ કૌશલ્યનો હાર..
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

કર્મ કુશળતાની આહુતિ ધરવા આવ્યા છે સૌ..
જાત ઘસીને પ્રકાશ સૌમાં ભરવા આવ્યા છે સૌ...
બનશે એનો પથદર્શક જે લઈને ફરતો ભાર...
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

પાટીદારની શાન કહો કે સંસકારોની વાડી..
કણબી કૂર્મી ક્ષત્રિય છે વાત અમે એ જાણી...
સંસ્કારોની ખડકાશે આજે અહીં ભરમાર...
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

ચાલ્યા છે સૌ સથવારે ને સમય બન્યો બલવાન...
વિનોદની વાણીમાં આજે હરખાણો ભગવાન...
જાણી જગતનો નાથ આવ્યો આશિષ લઈ અપાર...
સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...

અભિનંદન અભિનંદન...
સ્પંદન સ્પંદન સ્પંદન તમને *અભિનંદન...*

સ્પંદન સ્પંદન સાધના...
હા આ છે સ્પંદન સાધના ...
હા મારું સ્પંદન સાધના...
હા મારું સ્પંદન સાધના...jn

Wednesday, December 18, 2019

છે ને...

કફનમાં કોઈ પોકેટ નથી હોતું..
ઉપર કોઈ એકાઉન્ટ નથી હોતું..

બીડી ને કહે છે સ્વર્ગની સીડી...
ત્યાં જવા કોઈ રોકેટ નથી હોતું...

કહે, આ નહીં તો આવતા ભવે મળીશું...
ઓળખ આપે એવું કોઇ લોકેટ નથી હોતું...

મોબાઈલ સાથે પાવર બેંક લઈ લેજે..
મને ખબર છે ત્યાં કોઈ સોકેટ નથી હોતું....

સ્મરણો સાથે યાદો છોડી જા જગતમાં...
મળ્યા પછી તારું કોઈ પોકેટ નથી હોતું...jn

Friday, December 6, 2019

સ્ત્રી એટલે....

રડતા બાળકનો
અવાજ
કાને પડતાજ
સૌને
લાગણીઓ જન્મે છે
પરંતુ
એ બાળકના
રુદનમાં
બાળકને શું જોઈએ
તે સમજતું અન્ય પાત્ર
એટલે સ્ત્રી....jn

પ્રેમ એટલે...


નાના
બાળકના
રુદનને  બધા જ
સાંભળી શકે છે
પણ
એ રુદન
પાછળના ભાવને
સમજવાની
ક્ષમતા
એટલે પ્રેમ...jn

Thursday, December 5, 2019

પ્રેમ એટલે...


કલ્પનાઓના નગરમાં
બંધ આંખો ની પાછળ
રમતું એક અનન્ય પાત્ર
સામે આવે
જાણે આંખોમાં
એક આખું નગર વસ્તુ હોય
એનો સ્પર્શ કરવો હોય
એને બાહુમાં ભરી ઝુમવું હોય
એના અવાજમાં જાણે જાદુ હોય
ને અચાનક એ સામે આવી જાય
એના શ્વાસ શ્વાસને અથડાય
ને અચાનક
એના આલિંગનમાં
હું અટવાઈ જાઉં
આ અહેસાસ એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...


કોઈ એક
એવું જણ
જેની સાથે
એક પળ
જીવવા માટે
હજાર વાર
મરવું
મંજુર હોય...jn

Friday, November 15, 2019

વિરપુર નો જોગીડો.....


વીરપુર નામે એક એવું ધામ છે...
સંત એવો એક જ્યાં જલારામ છે...

આવતો નથી જ્યાં ક્યારેય અકાલ..
અન્નકૂટના એવા અખુટ ભંડાર છે...

ગંગા જમના..... વહે છે શ્રદ્ધામાં..
જલાના ધામનો  મહિમા અપાર છે...

કંકુ વાળુ કેડિયું માથે પાઘડી..
ટૂંકી પોતડી સજ્યા શણગાર છે...

રામ નામ ની લગની રે... લાગી..
દીનદુખિયાના ભાગ..ને ઘડનાર છે...

દેશ....વિદેશ વાગ્યા...આજ ડંકા...
જલાની લીલા એવી તો અપરંપાર છે...

ભોજો ભગત રે.. જેનો છે ગુરુ...
સદાવ્રત સાથે દાન આપનાર છે...

રામનામ લેજો ને ભોજન કરજો..
વિરપુરનો સંત એવો દાતાર છે...

રામ ધૂન ચાલી છે જલાના નામની...
આખા જગતમાં જે સાક્ષાત્કાર છે....jn

Monday, November 4, 2019

હર કોઈ બોલે.... ગઝલ...

રાધા બોલે માધવ માધવ...
મીરા બોલે ગિરધર ગિરધર..

ગવાલો બોલે કૃષ્ણ કૃષ્ણ..
ગોપી બોલે  કાના  કાના...

શબરી બોલે રાઘવ રાઘવ...
સીતા  બોલે  દશરથ નંદન...

દશરથ બોલે રામા રામા...
હનુમત  બોલે પ્રભુ  પ્રભુ...

રાવણ બોલે શિવમ્ શિવમ્..
વામન  બોલે  વિષ્ણુ વિષ્ણુ...

શ્રાવણ બોલે જય જય અંબે..
ભક્તો બોલે  હર હર ભોલે...

હર કોઈ બોલે હાય ને હેલો..
ને જગત બોલે જય શ્રી કૃષ્ણ...jn

દિવાના...

અમે તો તમારી નજર ના દિવાના...
ભલે છો તમે આ જગતથી અજાણ્યા...

ઝલક એક જોવા રહીએ તરસતા..
તમે ક્યાં રહો છો કદીએ વરસતા...

કહો છો નથી મેળ મારો તમારો...
અમે ક્યાં કહ્યું છે કે આપો જન્મારો...

હૃદયમાં વસો છો અમારા ઘણું છે...
ભલેને એ મારું-તમારું સમણું છે...

જગત આ ભલે ને સવાલો કરે છે..
હવે તો ખુલી આંખ પણ આહ્ ભરે છે...jn

Sunday, October 13, 2019

પ્રેમ એટલે...

લાગણીઓની
લીપી ભાવના
ભવસાગરમાં
ભીની ભીની થઇ
જે અહેસાસોની
આહમાં આવે અને
મન મંદ મંદ મુસ્કાય
તે પાવર એટલે પ્રેમ....jn

Saturday, October 12, 2019

લાગણીઓ...


અમારી ચૂપકીદી પર કેટલાય
લોકોના હજારો સવાલ હતા..
અમે જ જાણતા, અંદરના
તોફાનના ક્યાં જવાબ હતા...

મન પર થયેલા પ્રહારોના
ક્યાં કોઈ ઉઝરડા હતા...
હૃદયના ઘા ને ભરે એવા ક્યાં
કોઈ મલમ ભરનારા હતા...

રોજનો ક્રમ હતો એ બોલતા
અને અમે કાયમ સાંભળતા..
કોણ જાણે આજે પણ એમ જ
હતું છતાં કેમ અબોલા હતા...

મંજીલની ઝંખના ના એમને
કરી ના અમને પહોંચવું હતું..
એક જ રાહે ચાલે જતાં હતા
અલગ રાહ ના મુસાફર હતા...

જાણું છું આજે પણ એ જ
જગતમાં અટવાયેલા છે...
જ્યાં બંધ આંખોમાં જ
એમના સવાલના જવાબ હતા...jn

Wednesday, October 9, 2019

આહાહાહા...

તે મને સાગર કહ્યો...
જાણે કોઈ અઘટિત
ઘટના ઘટી હોય...

તે મને ચંદ્ર કહ્યો...
એ જાણી આકાશને
વેદના થઈ હોય...

તે મને સુરજ કહ્યો...
એ સાંભળી દીપકને
ઈર્ષા આવી હોય...

તે મને સિતારો કહ્યો...
ખરતો જોઈ હજારો એ
મુરાદો માગી હોય....

તે મને વરસાદ કહ્યો...
કલ્પનાઓમાં માનવજાત
આખી ભીંજાણી હોય....

તે મને માણસ કહ્યો...
એ નામ જાણી દેવોના
હૈયે વરાળ જામી હોય...

તે મને જગદીશ કહ્યો..
જાણી જગતના નાથને
ઝપ્પી લેવી હોય....jn

જે એન પટેલ (જગત)

Tuesday, October 1, 2019

સ્વચ્છતા એ જ પ્રભુતા...

જોયું છે ભીતરે એક સુંદર સુઘડ ને સ્વચ્છ ભારત મારી કલ્પનાઓનું...
સપનું છે મારું અને સૌનું રહે મોખરે ભારત એ મારી કલ્પનાઓનું...
સ્વચ્છતા હોય ત્યાં જ વસે છે ઈશ્વર માટે જ કહું સ્વચ્છતા ત્યાં પ્રભુતા....
જડમૂળથી કાઢી ગંદકી ને ચણે શુ સ્વચ્છ ભારતનું ઇમારત મારી કલ્પનાઓનું...

સ્વચ્છતા એ માણસના શરીરનું અંગ છે અને એટલે જ ભગવાન મારી અંદર આવીને બેઠેલો છે અને એનું પ્રમાણ પણ ભગવાન પોતે જ ગીતામાં આપી ગયા છે....
 *સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો*
અર્થાત હું તારા હૃદયમાં વસેલો છું સમગ્ર જગતને ચલાવવા વાળી શકતી જો મારી અંદર આવીને બેઠી હોય તો મારે મારા જીવનમાં તો સ્વચ્છતા લાવવી જોઈએ અને સાથે સાથે મારી વાણી મારા વિચાર અને મારા વર્તનમાં પણ સ્વચ્છતા જોઈએ...

આજે ઘરની અંદર અને ઘરની બહાર તેમજ રસ્તા પર જઈશું કે કોઈપણ જગ્યાએ મુસાફરી કરીએ તું ત્યાં આપણને કચરો જોવા મળે છે ગંદકી જોવા મળે છે અને આ કચરો નજર સામે આવે તો પણ આંખ આડા કાન કરી ચાલતી પકડીએ છીએ..
આજે સરકાર દ્વારા તેમજ જાહેર સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ મોટા મોટા બેનરો આપી ઝુંબેશો ચલાવવામાં આવતી હોય છે પણ એ માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે એનું પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પાલન થતું નથી...
આજે સોશિયલ મીડિયામાં પણ મોટી મોટી વાતો કરી ફોટા પડાવી અને જાહેર સ્થળો ઉપર લગાવી દેવામાં આવે છે અને આમ કરવાથી કંઈ સ્વચ્છતા થઈ નથી જતી એના માટે પ્રત્યેક વ્યક્તિએ જાગૃત થવું પડે પ્રત્યેક વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે અને એટલા માટે જ કદાચ ગાંધીજીએ પોતાના જીવનમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે એમને સ્વચ્છતા ની વાત કરતા પણ એ વાત વાત ન રહેતાં એમના જીવનમાં અનુસરી છે પોતે શરૂઆત કરી છે...
એમનું જીવન પ્રત્યેક માનવ ને સ્વચ્છતાના પ્રતિકરૂપે માર્ગદર્શન પૂરું પાડે છે રસ્તામાં ચાલતાં કચરો નજર સામે આવે તો તરત ઉપાડ્યું છે.. પણ આજે સ્વચ્છતા માત્ર શબ્દોમાં રહી છે આચરણમાં આવી નથી કૃતિમાં આવી નથી અને પરિણામે જ સ્વચ્છતા નું પરિણામ આજે શુન્ય જોવા મળે છે...

શરીરને સ્વચ્છ રાખવા માટે સુગંધિત સાબુ વાપરીએ છીએ ઘરને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ દરેક વ્યક્તિ પોતાના મનને સ્વચ્છ રાખે તો કુટુંબ સ્વચ્છ થશે પરિણામે સમાજ સ્વચ્છ થશે અને એનાથી રાષ્ટ્રની સ્વચ્છતા આપોઆપ થઇ જશે અને આના માટે મારી વાણી મારા વિચારો અને મારા વર્તનમાં સ્વચ્છતા લાવવી પડશે... અને આ કામ પાયાનું આજની શિક્ષણ સંસ્થા પાસેથી મને મળે છે ખરું..?? એનો જવાબ આપણી પાસે નથી કારણ આજનું શિક્ષણ આજીવિકા લક્ષી છે તો જીવનલક્ષી શિક્ષણ ના પાઠ મને કોણ ભણાવશે..?? જીવનલક્ષી શિક્ષણ મને મારી આધ્યાત્મિક સંસ્થાઓ પાસેથી મળે છે માટે મારા જીવનમાં ભક્તિ ની સમજણ આવે તું જ મારી વાણી વિચાર અને વર્તનમાં સ્વચ્છતા દેખાય અને સમજાય કે સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુ વસે છે અને આ સમજણ આવે તો કહેવાય છેને કે દરેક જણ પોતાનું આંગણું સાફ કરી નાખે તો આખું જગત સ્વચ્છ થઈ જાય...
આધ્યાત્મિકતાથી માત્ર નજર સામે નો કચરો નથી જતો પણ મારા અંતર મનમાં રહેલો કચરો પણ દૂર થાય છે અને પરિણામે બીજા તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલાય છે બીજો બીજો ન લાગતા મારો પોતીકો લાગે છે... અને પોતાનો લાગે ત્યારે લઘુતા કે ગુરુતા રહેતી નથી..

અંતમાં એટલું જ લખીશ.... કે
મેલ ભર્યો છે મનના મહેલમાં ત્યાં શરીર સ્વચ્છતા ક્યાં..??
પહેર્યા છે કપડાં જૂઠના નામે ત્યાં વિચારોની સ્વચ્છતા ક્યાં..??
રાખ્યું સ્વચ્છ મન જેણે વસી છે આજે પ્રભુ ત્યાં...
એટલું જ લખું અંતમાં *સ્વચ્છતા છે જ્યાં પ્રભુતા છે ત્યાં*...jn

Wednesday, September 25, 2019

મહેક....

ચાલ ડાઉનલોડ કરી થોડા વરસાદના ફોરા મોકલું છું...
ભીની મીઠી સુવાસને એક પીડીએફ માં સુંઘવા મોકલું છું...

વીજળીના ચમકારાને યૂ ટ્યુબ માં અપડેટ કર્યો છે..
કડાકાને સબ્સ્ક્રાઇબ બેલમાં તને સંભળાવા મોકલું છું...

મોરલાના ગળા બેસી ગયા છે એવા ટહુકાને સ્કેન કર્યા છે..
મુશળધાર વરસાદની સરગમને રીંગટોન બનાવવા મોકલું છું...

ખુલ્લા મોઢે ઝીલેલી વરસાદની બૂંદોને ટ્વીટરમાં ટ્વીટ કરી છે...
વરસાદની હેલીને વોટ્સઅપ ના સ્ટેટસ માં નાવા મોકલું છું...

 સોશિયલ મીડિયાને એક વાર બાજુમાં મૂકીદે ચાલ હવે..
જગદીશના જગતની મોમેંટ ને માણવા મોકલું છું...jn

Sunday, September 22, 2019

"હું" અને હું...

વાત ફૂલોની હતી એટલે કેમ ચલાવી લેત..
જો સુગંધની હોત તો હજુએ પ્રસરાવી લેત...

આપણામાં હું અને તું જેવું ક્યાં કંઈ છે જ..
જો અલગ જેવું કંઈક લાગત તો મનાવી લેત...

જીવન કેરા સિદ્ધાંતો ભણવાની શાળા હોત તો..
લાગણીઓ સાથે નિસ્વાર્થ પ્રેમ ભણાવી લેત...

સૃષ્ટિના રંગોની અમને સમજણ ક્યાં હતી..
નહીં તો પતંગિયાની જેમ જાત રંગાવી લેત...

અંશ બનીને આવું છું હું તારામાં અવતરવા..
જગદીશ બનાવી પૂજે જગત તો વધાવી લેત...jn

Friday, September 20, 2019

ફીલોશોફર...

ગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય...jn
Feb.. 2014

Wednesday, September 18, 2019

ભાગ્ય....


શબ્દો નો પુજારી છું
કોઈએ કવિ કહ્યો જગતમાં
એ સૌભાગ્ય છે મારું...

હજારો યોનીની સફર
પછી માનવ થઇ આવ્યો છું
એ મહાભાગ્ય છે મારું...jn

Tuesday, September 17, 2019

માણસ...

આખા બગીચાના ફૂલો ઉતારીને આવ્યો...
મને એમ કે ઈશ્વર આજે વધાવી લેશે...

ભોગવાદી કીચડે રંગાયેલો હું દાન-પુણ્ય કરું છું...
મને એમ કે ઈશ્વર આજે સજાવી લેશે...

હાથો બની કો'ક નો પરતાલે નાચતો રહ્યો છું હું...
મને એમ કે ઈશ્વર આજે બજાવી લેશે...

ભૂલો કરી છે ભૂતકાળે ચાલ હવે હું સુધારી લઉં...
મને એમ કે ઈશ્વર આજે ચલાવી લેશે...

મુખમાં રામ બગલમાં છરી લઈ ચાલ્યો હું જગતમાં..
મને એમ કે ઈશ્વર આજે બચાવી લેશે...jn

Sunday, September 8, 2019

નજર...

એ આવ્યા ત્યારે
જગત એને જોવામાં
મશગુલ હતું....
અને અમે બસ
અનિમેષ નજરે
નિહાળતા રહ્યા....jn

ચંદ્ર સાથેનો સંવાદ...

તું ભલે ભાગતો ફરે છે
તારા ઘરની કેડી કંડારી રાખી છે...
તું એકલો જ આવજે
ગળકબારી ખુલ્લી રાખી છે..

અંતરની ભિનાશમાં
લાગણીઓથી કડી વાખી છે..
મેં સાંભળ્યું.. મારે કાજે
તે સેજ ને સજાવી રાખી છે...

હારને પચાવવી એ મારા
લોહીમાં વણાઈ ગયેલું છે..
મા ભારતીની કોખમાં જ
હિંમતને પચાવી રાખી છે...

દોરા ધાગામાં તો જાણું છું
તું પણ નથી જ માનતો..
લોકો કહે છે મારા આવવાની
તે કોઈ બાધા બાંધી રાખી છે...

 *જગત* આખું મથે છે
તને શોધવા ને તને પામવા..
અને એક તે મારાજ નામની
માળા જાપવાની રાખી છે....jn

Monday, September 2, 2019

માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...

આજે માતૃભાષા દિવસ.. આજનો દિવસ એટલે માતૃભાષા ને વંદન કરવાનો દિવસ...
આજનો દિવસ એટલે માતૃભાષા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ....
શું કહી શકીએ આપણી માતૃભાષા વિશે..??
આપણી બટુક બુદ્ધિ નાની પડે..
લખવા જઈએ તો કલમ અટકી પડે...
અને વિચારવા જઈએ તો શબ્દો શોધવા પડે...
આપણા કવિઓ કહે છે કે....

શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...

શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...

ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...

વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...

અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...

અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...
આપણી ભારતની ભૂમિમાં તપ જ એવું છે "ક" ને શોધો તો બારાક્ષરી મળે ...
જ્યાં 10  10 અવતારો નાચ્યા હોય એ ભૂમિ ની વાત શબ્દોમાં આપવી શક્ય જ નથી...
ઋષિઓ પણ કહેતા આપણા વેદો પણ કહે છે કે ...
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી... અર્થાત માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે...
કહેવાય છે ને કે માતૃભાષા એ મને મારી લાગે...
અને અંગ્રેજી ભાષા મને સારી લાગે...
મારું આવે ત્યાં પ્રેમ આવે...
વાત્સલ્ય આવે....
 ભાવ આવે...
કૃતજ્ઞતા આવે...
અસ્મિતા આવે...
તેજસ્વી અાવે...
તપસ્વી આવે...
તત્પરતા આવે...
અને સારું લાગે ત્યાં વ્યાપાર આવે...
કિંમત આવે ફાયદો આવે..
વ્યવહાર આવે... અને એટલે જ આપણા સાહિત્યકારો આપણા કવિઓ કહી ગયા છે...
કો
 કે માતાના ધાવણ પછી જો કોઇ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા છે...
અંતમાં એટલું જ કહીશ..
અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે.. ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાતી છે !
અહીં નર્મદાનાં નીર છે  માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે !  યસ, આ ગુજરાતી છે !
અહીં ગરબા-રાસ છે  વળી જ્ઞાનનો ઉજાસ છે  ને સોનેરી પરભાત છે  અલ્યા, આ ગુજરાતી છે !
અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે !   કહો આ ગુજરાતી છે !
અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે   યાર, આ ગુજરાતી છે !
અહીં પર્વોનો પ્રાસ છે  તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે !  દોસ્ત, આ ગુજરાતી છે !
 શ્બ્દોમાં વર્ણવવી એ શક્ય જ નથી મારા ગુજરાતીની ગાથાને...
અસ્તુ... જય જય ગરવી ગુજરાત

Happy anniversary...

शादी के दिन क्या दे आपको।।
बस दिल से दुआ दे आपको।।

साथ रहो आप दोनों हरदम।।
बस दिल से सजा दे आपको।।

सुख-दुख मिलके सहेंगे सब।।
गमको सारे यूं ही भुला देना।।

खुशियां सारी जगत भर की।।
बस दिल से लूटा दे आपको।।..jn

Saturday, August 31, 2019

મોબાઈલ...

હોસ્પિટલમાં એક બહેને
જન્મ આપેલા નવજાત
શિશુને ન જોતા
એને એના મોબાઈલની
શોધખોળ ચાલુ કરી...
આ તો પછી મને સમજાયું
એને ડીપી બદલવાની
ઉતાવળ હતી બોલો...jn

મોબાઈલ...

આજ સવારથી જ એણે
ઉપવાસ રાખવાનું નક્કી કર્યું હતું..

આજ આખો દિવસ  પરિવાર
સાથે રહેવાનું નક્કી કર્યું હતું...jn

ગુંજ...

અસ્પૃશ્યતાની વાતો સૌ એ કરી હતી...
મારા કાનમાં ભાવલક્ષી શબ્દ ગુંજતો હતો...
 જે.એન.પટેલ (જગત)

Friday, August 30, 2019

પ્રેમ એટલે...

દરિયાના 
ઘૂઘવતા મોજાના 
અવાજ સાથે 
તારી ધબકારને 
સાંભળતા સાંભળતા 
તને અનિમેષ નજરે 
જોવાનો મારો ઉમળકો....jn

Thursday, August 22, 2019

યોગેશ્વર...ગઝલ

કાનો આવી ગેલા કરતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

જન્મદિવસે જગને કાજે..
માખણ મિસરી લઈને ફરતો..
ચૈતન્ય  અસ્મિતાની  સંગે..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

ગોવાળોની  સાથે  રમતો..
નાનો  થઇને  કાનો ફરતો...
કૃતજ્ઞતાની  વાતો  વાવી...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

ગોપીઓને  દૂત  બનાવી..
ક્રાંતિ તણા જે કામો કરતો...
ગોવર્ધનને ઉંચકી લેતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

કંસને મારી મથુરા નગરી..
ગ્વાલો ને પોતાના કરતો...
પડખે ઊભા રહીને પાછો..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

રણમાંથી એ ભાગી જાતો..
રણછોડ  બનીને  પૂજાતો...
પાંડવ પડખે આવી ચડતો..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

અર્જુન ને એ ગીતા કે'તો..
વિશ્વરૂપ ધરી  દર્શન દેતો..
યોગેશ્વર થઈ અવતરતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...jn

Saturday, August 17, 2019

પાટીદાર સમાજ ની ગૌરવ ગાથા...

પથ્થરને પાટુમારી પેદા કરીએ એવા પાણીદાર અમે...૨
વિશ્વએ માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...૨
સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે...૨
પરિશ્રમ જેની પારસમણિ છે એવા સાચા પાટીદાર અમે...૨
વર્ષો પહેલા આપણા વડીલો સિંધ પ્રદેશમાંથી પંજાબ આવ્યા અને ત્યાંથી કચ્છ પ્રાંતમાં ખેંગાર રાજા ના રાજ માં સ્થિર થયા. જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવું એ આપણો સ્વભાવ છે. આપણા વડીલો આમ જ એ પ્રદેશમાં ભળી ગયા અને ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતી કરવા લાગ્યા. રાજાને જ્યારે સૈન્યની જરૂર પડી ત્યારે આપણા વડીલો પ્રાણની પરવા ન કરતા માતૃભૂમિના રક્ષણ માટે લડયા છે અને એટલે જ કહેવાનું મન થાય છે કે....
બચાવી છે સંસ્કૃતિ જેણે, ને ચડ્યા છે ગોધન ના વારે...૨
ચણાયા પછી પાળિયામાં સૂઈને નમન લઈ ગયા છે...૨
અને એટલે જ આજે પણ આપણે આપણા વતનમાં પાળિયાની પૂજા કરતા રહ્યા છીએ. આજ ગુણોના કારણે ખેંગાર રાજાએ પણ આપણા વડીલો ને કૂર્મી ક્ષત્રિયો કહ્યા છે, એટલે કે કર્મથી ક્ષત્રિય.
આપણા શાસ્ત્રોએ એમ કહ્યું છે "ક્ષતાતે ત્રાયતી ઇતિ ક્ષત્રિય" એટલે કે સંસ્કૃતિનું જે રક્ષણ કરે તે ક્ષત્રિય. એટલે જ કહું છું કે પાટીદારના કુળના હોવાનું ખૂબ મોટું સૌભાગ્ય છે, એ કંઈ નાની વાત નથી..
આપણા વડીલોએ સમાજરૂપી ખેતરને ખેડીને એટલું સુંદર રીતે તૈયાર કર્યું છે કે એ ખેતર માં જો ગુણોનું બીજ વાવીશું તો તરત જ ઊગી નીકળશે, પણ જો એમાં કંઈ જ નહીં વાવીએ તો ઓખાઈ બાવળીયા, બોયડી જેવો વધારા નો કાંટાળો કચરો જરૂર ઉગશે. પણ જો એમાં ફળાઉ ઝાડવા, લીમડા જેવા છોડ વાવીશું તો સરસ મજાના ફળો અને મીઠો છાંયડો માણીશું..
ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતામાં કહે છે કે...
 ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે
અર્થાત આ શરીર એક ક્ષેત્ર છે, એક ખેતર છે, એમાં શું વાવવું એ મારે નક્કી કરવાનું છે, એને ઉપવન બનાવવું કે જંગલ..??
આપણા વડીલો જીવનરૂપી ખેતરમાં ગુણોનો વાવેતર કરી ગયા છે. જેમકે
૧- મહેનત - એટલે કે હાર્ડવર્ક...
૨- સાહસ - અર્થાત્ ઘર છોડી અજાણ્યા વિસ્તારમાં ગયા છે, અને જેવો દેશ તેવો વેશ ધારણ કરી એમની સાથે દુધમાં સાકર ભળે તેમ ભળીને રહ્યા છે.
૩- પ્રમાણિકતા - આજે પણ હક વગરનું લેવાનું આપણા લોહીમાં નથી
૪- એકતા - આજે આપણે આ વાડીમાં સાથે બેઠા છીએ એ જ બતાવે છે કે આપણી એકતા શું છે. સંયુક્ત પરિવારની જેમ જ સમાજ એક મોટું કુટુંબ છે, અને એટલે જ કહેવાય છે કે જેના અન્ન ભેળા એના મન પણ ભેળા..
૫- કેન્દ્રમાં ભગવાન - આપણા દિવસની શરૂઆત હોય કે કોઈ મોટા સારા ઉત્સવની શરૂઆત હોય પ્રથમ આપણા ઈષ્ટ દેવતા કે કુળદેવીને વંદન કરીને કરીએ છીએ. હંમેશા ભગવાન ને સાથે લઈને ચાલવા વાળા આપણે છીએ.
પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે એટલે કે સ્વાધ્યાય કાર્ય ના પ્રણેતા એવા પૂજ્ય દાદાજીપણ આપણી સમાજ માટે કહે છે..
 *પા* - એટલે પાણીદાર એટલે કે પાટુ મારીને પેદા કરવા વાળો...
 *ટી* - ટીકા કે ટીખળની પરવા ન કરનાર અર્થાત કોઈ મજાક કરે તેને ના ગણનારો. ઘણીવાર લોકો આપણા સમાજને ઘેટાંના ટોળાં જેવો કહે છે..
*દા* - દાતૃત્વવાન એટલેકે દાનવીર..
 *ર* - એટલે કે રમતા રમતા જીવનને જીવી જનારો એવો નમ્ર તે એટલે પાટીદાર.
આવા મહાપુરુષ પણ આપણા સમાજની નોંધ લઈ ગયા છે. એટલે જ જ્યાં જઈ સ્થિર થયા છીએ તેના લોકલ સમાજ ત્યાંના લોકો આપણી સલાહ લે એવું જીવન જીવ્યા છીએ. આપણી ખેતી આપણો વ્યવસાય આપણી કામ કરવાની પદ્ધતિ આ બધા ની નોંધ આજે પણ દુનિયા લેતી રહેલી છે.
આવો વૈભવશાળી સમાજ આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બનતો જોવા મળે છે. વડીલોએ મહેનતથી અને સમજણનું ભાવરૂપી અમીનું ઝરણું વરસાવી ઉભા કરેલા સંયુક્ત પરિવારો આજે વિભક્ત થતાં જોવા મળે છે. આપણા વડીલો એ બીજાને પાસે લઇ વગર મૂડીના ભાગીદાર બનાવી સાથે લઈને ચાલ્યા છે. જ્યારે આજે બીજાને સાથે રાખવાની તો વાત દૂર જ રહી પણ વિશ્વાસ ના નામે શૂન્યતા જોવા મળે છે.
વર્ષો પહેલા અંગ્રેજ અમલદારો દર મહિને એમના ગેજેટ બહાર પાડતા હતા. એમા એમણે કણબી  પાટીદાર સમાજ માટે નિર્વ્યસની સમાજ એવું સંબોધન કર્યું છે. અને આજે વ્યસનના વમળમાં ડૂબ્યો છે. પાનના ગલ્લે પિચકારી મારતો યુવાન દેખાય છે. બીજાના તાલમાં નાચતો યુવાન દેખાય છે. વળાંકમાં વળતો યુવાન દેખાય છે. ઢાળમાં ઢળતો અને ચઢાવ માં પડતો યુવાન દેખાય છે.
સમાજમાં આજે સગપણની બાબતમાં બાહ્ય વૈભવ જોવા માં આવે છે, જ્યારે આપણા વડીલોએ આંતરિક વૈભવ જોયો છે. ખોરડા ની ખાનદાની જોઈ છે.  આજે ઊંચી અપેક્ષાઓના પરિણામે સગપણ સમસ્યા ઘર કરી ગઇ છે. વ્યવસાયિક દૃષ્ટિએ પણ આજે ખોટી હરિફાઈ થતી જોવા મળે છે અને પરિણામે ધંધા મંદા પડવા લાગ્યા છે, અને ધંધા ભાંગવા પણ માંડ્યા છે.
આપણા સમાજ માટે ખુબ ગૌરવની વાત છે કે સમાજની અંદર ઊંચા હોદ્દેદારો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર વગેરે વગેરે આપણા દિકરા-દિકરીઓ થતા જોવા મળે છે, પણ આ હરણફાળ હરીફાઈ ક્યાંક આપણને માં ઉમિયાના દીકરા દીકરી બનવાનું ભૂલાવીતો નથી રહીને..??
 "બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન" આપીએ છીએ પણ "લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન" એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં ક્યાંક જીવનલક્ષી શિક્ષણ ભુલાતું તો નથી ને..??
આપણા બાપા ઓ સરસ મજાના આંબાના છોડ વર્ષો પહેલા સમાજરૂપી ખેતરમાં વાવી ગયા છે, આજે એ વૈભવ રૂપી આંબામાં સરસ મજાની કેરીઓ લાગી છે. આ કેરી ને મારે યોગ્ય સમયે હાંખ પડે ત્યારે ઉતારીને ખાવાની છે. જો યોગ્ય સમયે નહી ઉતારું તો તેમાં સડો પડશે અને તેનો નાશ થશે. બસ આમ જ આપણી પાસે રહેલા વિત્તના વૈભવ ને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ નહીં કરીએ તો તેમાં પણ દુર્ગુણો રૂપી સડો પડશે અને એનો નાશ થશે.
આપણી પાસે વિત્તના વૈભવ સાથે વાણીનો વૈભવ, સંસ્કારોનો વૈભવ, કુટુંબનું ગૌરવ, કુળનું ગૌરવ પણ છે, અને એટલે જ આવા સમાજને સાચવવો એ આ સમાજ ના દીકરા દીકરી તરીકે મારી પણ જવાબદારી છે.
માટે જ હું મારી વાણીમાં મારા વિચારો માં અને મારા વર્તનમાં બદલ લાવીશ જ.
અંતમાં એટલું જ કહીશ વડીલોના કરેલા વ્યવહારને લઈને આજે પણ આપણી સમાજ માટે કહેવાય છે કે પાટીદાર એટલે પ્રમાણિકતા નો સિક્કો અને એટલે જ કહું છું...
પાળીયા બનીને મારે પણ પૂજાવું છે....૨
આ જગત યાદ કરે એમ મારે પણ ઘસાવું છે....૨
                                             અસ્તુ... જય માં ઉમિયા... જગદીશ એન. લિંબાણી

Thursday, August 1, 2019

*શ્રાવણ...* ગઝલ

*શ્રાવણ* કેરો માસ આવ્યો..
ભક્તિ તણા ભંડારા લાવ્યો..

વ્રતો ભરીને વણજાર આવી..
સુહાગણે શણગાર સજાવ્યો..

બેઠો બેઠો શિવજી હરખાયો..
મંદિરનો પૂજારી પણ ફાવ્યો...

ભક્તો કેરા ટોળા નિહાળી..
કૂર્મની સંગે નંદી એ મલકાયો...

મુખમાં રામ બગલમાં છુરી..
ભાલે મોટા તિલક કરી ચાલ્યો..

કંકુ ચોખા ને બિલી જોઈને..
ભૂતોનો એ નાથ ગભરાયો...

લખવા બેઠા જગતના કવિઓ..
ગીત-ગઝલ અછાંદસ ને કાવ્યો...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, July 30, 2019

मोहब्बत।।।

तेरी बाजार में इतनी दौलत कहां ।।
जिसका मोल मिल जाए वो मोहब्बत कहां ।।

दिल खोलकर बैठे हैं तेरी दहलीज पर।।
बेबसी हमारी, तुम्हारे पास इतनी फुर्सत कहां।।

मजबूर होकर बैठे हैं रिश्तो के बंधन में।।
लाऐ भी तो लाए खुद में उतनी हिम्मत कहां।।

कुबूल हो जाए हमारी दुआएं ऐसे ही।।
हाथ जोड़कर मांग ले ऐसी इबादत कहा।।

सजाए बैठे हैं सारे *जगत* की गलियां।।
एक तु दौड़ी आए फिर ऐसी जन्नत कहां।।..jn

આજનો નર...

નામ રાખ્યું છે કેદારી..
છતાં જોવે રોજ નારી..
પાછો કહે હું બ્રહ્મચારી...

ખેલ જગતના અનોખા..
રંગમંચે આવ્યો દાવપેચ..
ખેલ રચ્યો જાણે મદારી...jn

Sunday, July 28, 2019

ખુમારી...

જગતને જીતીને શું કરીશ..!!
જાતને જીતવાની હિંમત રાખું છું...

બહારી શત્રુઓ રાખતો નથી..
આંતરિક શત્રુઓને હણી નાખું છું...jn

જગત ભાઈ ને અર્પણ..

રાગ-ઓ કરુણા ના કરનારા રે

ઓ શુરાવલી ગ્રુપ બનાવનારા રે
તમારી કલાકારી નો કોઈ પાર નથી.

ઓ જાત જાત ના વાદય વગાડનારા રે
તમારી કલાકારી નો કોઈ પાર નથી.

1-તમે સીટી વગાડી સારી
ગ્રુપ ના જુમે સહું નર નારી

ઓ માઉથ ઓર્ગેન વગાડનારા રે
તમારી કલાકારી નો કોઈ પાર નથી.


2-તમે ઢોલ વગાડ્યો સારો
નાચી ઉઠ્યો ગ્રુપ સારો

નવી નવી કવિતા લખનારા રે
તમારી કલાકારી નો, કોઇ પાર નથી.

3-જગત જગદીશ કહેવાયા
કોઈ જાણી ન શકે તમારી માયા,

આ ગ્રુપ થકી બધા ઓળખાયા રે
તમારી કલાકારી નો કોઈ પાર નથી.

દમયંતી બેન ચંદુલાલ પારશિયા.

રક્ષાબંધન એટલે ...

સ્ત્રી તરફ જોવાનો
મારો દ્રષ્ટિકોણ
બદલવો..jn

કાચો ધાગો નથી કેવળ સ્નેહ બંધન છે મારું..
કાંડે બાંધુ રક્ષાકવચ એ આલિંગન છે મારું...jn

ભરત લઈ ફર્યા છે માથે ચાખડી..
ને કૃષ્ણએ ઓઢી છે માથે કામળી...

રક્ષાનું કવચ યાદ અપાવે નિજ ધર્મ..
દોડી આવજે કાંડે બાંધવા રાખડી...jn

ધાગો નથી બાંધતી, બાંધુ છું તને સંબંધના બંધનમાં..
સારથી બની ચાલવાનું છે તારે સદાય મારા સંગમાં...jn

રાખડી બાંધવા આવજે આજે..
માંગીશ હિસાબ સંસ્કૃતિ કાજે...

નિભાવજે સ્વધર્મ ઈતિહાસે ગવાય..
સ્નેહનું બંધન જો જે ના લાજે...jn

કહેવાય સુતરનો તાંતણો..
વિશ્વાસ ભરતો મુજમાં...

આશિષ સાથે સ્નેહ બંધન..
અભેદ રક્ષાકવચ ભરતો મુજમાં...jn

પ્રેમની એક રીત છે ન્યારી..
સંબંધોની સમજણ છે પ્યારી..

આવજે તમે મારા આંગણે..
આંખો વાટ જોવે છે તારી...jn

મેઘની જેમ અવિરત તારો પ્રેમ વરસતો રહે છે..
કરે આવીને ભાલે વીર તિલક, ને હું મલકતો રહું...jn

નજર બદલાઈ છે અમારી..
વાણી બદલાઈ છે અમારી...

ભાઈ બહેનના સંબંધોમાં..
હરખે આંખ ભરાઈ છે મારી..jn

હોય છે એક સુતરનો ધાગો..
ભાઈ બહેનના હેતનો ધાગો..

કાંડાનું કૌવત જ્યાં જાગતું..
રક્ષાકવચે ઢાલ બનતો ધાગો...jn

રંગબેરંગી તાંતણે છે સવાર..
બહેને ભર્યા સ્નેહ છે અપાર...

ભાવનો રંગ છે એક અનેરો..
ભાઈ બહેનનો અનન્ય છે પ્યાર..jn

હૈયામાં હરખે બહેન ને ચાડી ખાય છે આંખડી..
ભાઈના હાથમાં જ્યારે મળીને બાંધે છે રાખડી...jn

હ્દયના સ્પંદનોની ગૂંથાયેલી
 *રાખડી* નો તાર મારો ભઈલો.

આંખોના ઊંડાણની રચાયેલી
સરવાણીની ધાર મારો ભઈલો...jn

છે કોઈ...??

વિવેકની વાતો તો સૌ કોઈ કરે છે...
વિવેકાનંદ બનવું ક્યારેય કોઈ વિચારે છે..??

અસ્પૃશ્યતા ભગાવો, સૌ કોઈ ચહે છે..
નરસિંહ બનીને પહેલ કોઈ કરે છે..??

અખંડ ભારતને હરકોઈ ઝંખે છે..
સરદાર બની જાત ઘસી કોઈ ધરે છે..!!

ગોકુળિયા ગામની સંકલ્પના કોની ના હોય..
સુદામાની જેમ હવે ક્યાં કોઈ સરે છે..!!

રામરાજની ઝંખપ પુરા જગતની છે..
રામ નામે પથ્થર ક્યાં હવે કોઈ તરે છે..??

જ્યાં જુઓ ત્યાં જામી છે મિત્રો ની મેહફીલ..
સુગરીવ થઈ પાછળ કયાં કોઈ મરે છે..??

જોયા છે સમાજના વિભાજન જગતે..
નારાણ રામજી જેવા કોઈ અવતરે છે..??.jn

Wednesday, July 24, 2019

સ્ત્રી એટલે...

સૃષ્ટિના
સર્જનહારની
ફેકટરીમાંથી
બનેલું જગતનું
ટોપ મોડલ
એટલે સ્ત્રી....jn

(એટલે જ કહેવાય છે
કે સ્ત્રીને બનાવ્યા પછી
ભગવાને પોતાના
હાથ ધોયા છે)

સ્ત્રી એટલે...

જેનામાં સૂર્ય જેવું તેજ છે...
જેનામાં ચંદ્ર જેવી શીતળતા છે...
મોરના જેવો મધુર કંઠ છે...
માતૃવાત્સલ્યનો ભાવ છે...
પુષ્પોની જેમ સુગંધ
પ્રસરાવી શકે છે...
મેઘધનુષ ના રંગો જેના
જીવનમાં ભર્યા છે...
જગદીશના બનાવેલા
 *જગત* નું જે શ્રેષ્ઠ સર્જન છે...
તેમ છતાં જેના જીવનમાં
નમ્રતા અને સમર્પણની ભાવના
છે તે એટલે સ્ત્રી...jn

Wednesday, June 26, 2019

સાથ....

ઝાલી ને ચાલ હાથ મારો ઠીક લાગે છે...
દરિયાના મોજાંની મને  બીક લાગે છે...
ઝાલી ને ચાલ હાથ મારો.....

આવ્યો સાગર ઘૂઘવતો ભિંજવા મને...
જાણે વર્ષોની આશ ફળી છે એની તો..
રેતીના કણ કણમાં રમવું ઠીક લાગે છે..
ઉડતી ડમરીની મને બીક લાગે છે...
ઝાલી ને ચાલ હાથ મારો.....

સંતાયો  સુરજ જાણે ક્ષિતિજ ઓથે..
ડૂબકી લગાવે તું જાણે દરિયાની ગોદે...
પાણીમાં ભીંજાવું તને  ઠીક લાગે છે..
મોજાના ફિણની મને બીક લાગે છે...
ઝાલી ને ચાલ હાથ મારો.....

ઉમટ્યો મહેરામણ જાણે જોવા મને..
જોઈ આંખો પણ તારી આહે ભરે...
જગતને જલાવું તને ઠીક લાગે છે..
દુનિયાદારીની મને બીક લાગે છે..
ઝાલી ને ચાલ હાથ મારો.....

ઝાલી ને ચાલ હાથ મારો ઠીક લાગે છે...
દરિયાના મોજાંની મને  બીક લાગે છે...
ઝાલી ને ચાલ હાથ મારો....jn

Thursday, May 2, 2019

લ્યો બોલો...

આ જ એણે કહ્યું કે કાલે
જવાબ આપીશ...
મેં પણ ચાંદામામાને ટોકીને કહ્યું
તારો ઓવરટાઈમ બંધ રાખજે... 
સૂરજદાદા ને કહ્યું
તું જરા જાગવામાં ખટકો રાખજે...jn

પ્રેમ એટલે...

અંધકારમાં
કોઈનો હાથ
હાથમાં ઝાલીને
બંધ આંખે
એની સાથે
ચાલીને મંઝીલ સુધી
પહોંચવાનો
અદમ્ય ઉત્સાહ
સાથે અડગ વિશ્વાસ...jn

God With Me...

ખુશ રહું છું હંમેશા કોઈની સામે દુઃખ મુકવાની આદત નથી મને...
ઈશ્વરની સાથે માણું છું ક્યારેય ઝુકવાની આદત નથી મને...

ઈશ્વર...

ઈશ્વર...

જગતની ચોટલી જે જાલીને બેઠો છે હાથમાં..
એને ક્યાં વળી કોઈ ખટકતું હશે આંખમાં...

કુમારિલની જેમ જાત બાળી હશે આગમાં..
બાહોને ફેલાવી ભરવા બેઠો હશે એને બાથમાં...

કર્મોને ગણી રાખ્યા હશે એને પુણ્ય અને પાપના..
આમજ તો કોઈ નથી પુજાતુ આખી જમાતમાં...

ગાંડો થયો હશે જગદીશ એને કંઈક આપવા..
જે હિંમત રાખી બેઠો હશે, ના કહેવાની મફતમાં...

યાચક બની બેઠી છે કહેવાતી એ માનવજાત...
જાણે જગતનો નાથ કેટલું મૂકવું કોના હાથમાં...jn

પ્રેમ એટલે...

ક્યારેક
બંધ આંખોનું
જગત
ખુલ્લી
આંખો કરતાં
વધુ
સુંદર દેખાવા લાગે...jn

પ્રેમ એટલે...

અંધકારમાં
પણ
જેનો હાથ
ઝાલીને
ચાલવાનું
મન થાય
તે અહેસાસ
એટલે પ્રેમ...jn

ગુજરાતી.. ગુજરાત...

હું ગુજરાતી તું ગુજરાતી તારો મારો સ્વર ગુજરાતી...
તું વાંચે હું લખું ગુજરાતી તારો મારો અક્ષર ગુજરાતી...

વેપારનો રાજા ગુજરાતી બુદ્ધિમા પણ તૈલ ગુજરાતી..
દેશ ને પરદેશ ગુજરાતી દુનિયામાં સૌથી પર ગુજરાતી...

શુટબુટમાં સાફો પહેરે ચૂડીદારમાં શોભે ગુજરાતી..
ધોતી માથે ટોપી પહેરી દુનિયાનો પડકાર ગુજરાતી...

ખમણ ઢોકળા ગાંઠિયા ફાફડા જલેબી ને ખાખરાનો શોખીન..
ચટણીના ચટકા ને ખાણીપીણીની કરતો લહેર ગુજરાતી...

નર્મદ મેઘાણી કાકાસાહેબના સાહિત્યનો કલરવ ગુજરાતી..
શ્યામ કૃષ્ણનો ડંકો ગાંધીનો બંકો ને સરદારનો સુર ગુજરાતી...

સોમનાથે બેઠો ભોળો દ્વારિકાનો નાથ ગુજરાતી..
સાબર ને બનાસના કાંઠા સાથે નર્મદાનું નીર ગુજરાતી...

ગરિમા છે એક અલગ અલાયદી જગતમાં આ ગુજરાતની..
કવિઓની કલમ અટકતી  એવો ભારોભાર ગુજરાતી...jn

જે.‌એન. પટેલ (જગત)

Tuesday, April 23, 2019

સ્ત્રી એટલે...

સીધા, 
સાદા 
અને સરળ 
પૂછાયેલા પ્રશ્નના 
સત્તર જાતના 
અલગ અલગ એંગલથી 
જવાબો આપતું 
અનન્ય પાત્ર એટલે સ્ત્રી...jn

કંઈક તો હશે...

પુણ્ય સાથે પાપ જેવું કંઈક તો હશે..
ભૂલ પછી પશ્ચાતાપ જેવું કંઈક તો હશે...

સૂરજનું ઉઘવું ને પવનની લહેર અવિરત છે..
વળતરમાં  તોલમાપ જેવું કંઈક તો હશે...

કેટલીયે બાધાઓ સાથે વિશ્વાસ ફળે..
પૃથ્વી પર ઝાપ જેવું કંઈક તો હશે...

લગાવીએ છીએ શ્રદ્ધાની ડૂબકી ગંગામાં..
પાણીમાં અભિશ્રાપ જેવું કંઈક તો હશે...

ડરવું જોઈએ કોઈકની બદદુવા લેતા..
આજે પણ શ્રાપ જેવું કંઈક તો હશે...

અવતરણ કરી અવતાર થઈને પૂજાઈ જવું..
કર્મોમાં પણ માપ જેવું કંઈક તો હશે...

ગોકુળિયા ગામે જગતની નજર છે..
આખા વિશ્વના બાપ જેવું કંઈક તો હશે...jn

Thursday, April 18, 2019

સ્ત્રી એટલે...


ચોરીના ચાર ફેરા
ફર્યા પછી
પોતાના અસ્તિત્વને
અનન્ય વિશ્વાસ સાથે
એક જ પળમાં
સપ્તપદી ના સથવારે
પુરુષના જીવનમાં
પોતાના હું ને ઓગાળી
એકરૂપ કરતું
અનન્ય પાત્ર એટલે સ્ત્રી...jn

સ્ત્રી એટલે...


વર્ષોથી જેણે સમણાના
માળા સજાવેલા છે...
વર્ષોથી જેણે વિચારોના
વમળમાં પોતાના વિચારોને
વીંટળાવીને રાખ્યા છે...
વર્ષોથી જેણે કલ્પનાઓનું
નગર વસાવ્યું છે...
પરણતાની સાથે જ
આ બધાની ઉપર
પૂર્ણ વિરામ મુકતું
અનન્ય પાત્ર એટલે સ્ત્રી...jn

Monday, April 15, 2019

પ્રેમ એટલે...


તારા અંશમાં મારો વંશ 
નિહાળતા જ અંદરથી 
આત્યંતિક લાગણીઓ 
સાથે તેને આલિંગનમાં 
ભરી કેટલાય ચુંબનો 
ચોડી દેવાનો મારો ભાવ...jn

પ્રેમ એટલે...


જિંદગીની રફતારમાં 
ગમે એટલી ઊંચાઈઓના 
શિખરો ચડું તેમ છતાં 
હંમેશા તારો હાથ ઝાલીને 
છેલ્લા શ્વાસ સુધી 
તારી સાથે ચાલવાની 
એક ઘેલછા...jn

પ્રેમ એટલે...

મારા 
અવતરણથી લઈને 
મારી 
શ્વાસોની શેરીઓમાં 
સાતત્ય પૂર્ણ 
તારી હાજરી આપી 
મારામાં જીવંતતા રાખી 
મારા છેલ્લા શ્વાસ સુધી 
મને સાચવવો...jn

પ્રેમ એટલે...


હું જવું
ત્યારથી લઈને
મારા આવવાના
સમય સુધી
અવિરત એ રસ્તા પર
અનિમેષ નજરો નાખીને
સતત મારી વાટ જોવી...jn

પ્રેમ એટલે...









આજે પણ
ધબકારા
સાંભળવાના
બહાને
મારામાં વીંટળાઈને
ક્યાંય સુધી
ઊભા રહેવું...jn

પ્રેમ એટલે...

આજે પણ
મારી યાદોનું
સ્મરણ કરતાં કરતાં
તારી આંખોમાં
યૌવનની હેલીનું
સવાર થઇ આવવું...jn

Friday, March 15, 2019

ક્ષિતિજ...

તુ રહી દિવસ ને હું અંધારી રાત..
ક્યાં સુધી લખાણી હશે મુલાકાત...

રોજ એ જ રાહે ચાલી રાહ જોવી..
મનની મનમાં ન રહે કહી દે કોઈ વાત...

ક્ષિતિજ બની મળી લઉં છું રોજ તને..
સાદી ને સીધી સરળ છે મારી જાત...

સમણું બની સજે છે રોજ આંખમાં..
ભોર ભયે જગાડે એ જ મારી સોગાત...

ક્યાં સુધી રહીશ જગતથી અજાણ..
સમજાઈ જશે પ્રેમ ડગલામાં સાત...jn

Wednesday, February 20, 2019

વિદાય...

માનનીય આચાર્યશ્રી શિક્ષક ગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો અમે સૌ વિદાય લેવા જઈ રહ્યા છીએ.. ત્યારે આ વિદાય વેળાએ એક વાત કહેવાનું મન થાય... કે ઘડિયાળના દોડતા કાંટાને કોઈ કહી દો કે એ અહીંયા થંભી જાય... નથી જવા દેવી અમારે આ પળોને અમારા જીવનમાંથી.. રોકવો છે આ સમયને અમારે અમારા સ્મરણથી.. ફરી એક વાર અમારે રોજ અમારા ટિફિન બોક્સ માંથી એ નાસ્તાની આપ-લે કરવી છે.. ફરી એકવાર બેલ પડે અને કોણ પહેલું જશે રૂમની બહાર એ પળોને માણવી છે.. ક્યારેક લેસન ન લાવ્યા હોઈએ અને વર્ગ શિક્ષકનો એ મીઠો ઠપકો થાય એ મીઠા ઠપકાને આજ ફરી મારે યાદ કરવો છે... ફરી એકવાર મારે શાળાએ જવું છે... કેટલી યાદો જોડાયેલી છે અમારી આ પ્રકાશના આંગણમાં.. કેટકેટલી ચિચિયારીઓ છુપાયેલી છે આ પ્રકાશના પટાંગણમાં.. આમાંથી કેટલું ભરી શકીશું અમે અમારા સંસ્મરણમાં.. જવાનું મન તો અમને ક્યારેય નહીં થાય આ શાળાને છોડીને આ શાળાના શિક્ષકો ને છોડીને આ શાળાએ કેટલા એ મિત્રો આપ્યા છે.. કેટલી એ જીવનની પહેલી ઓ સુજાવી છે.. અને કેટલાય અનુભવો થી અમારૂ ઘડતર કર્યું છે.. જીવનનું પહેલું ડગલું અમારા માતા-પિતા અને ઘરના સ્વજનો એ ભરાવ્યું છે... પણ જીવનના પાઠ... જીવનનું ગણિત... જીવનના સરવાળા બાદબાકી... એ તો અમને અમારા શિક્ષકો દ્વારા જ મળ્યું છે અને આજે એ ઘડકરને લઈ અમે અમારા જીવનનું એક વિશાળ ડગલું ભરવા માટે અમે અનદેખી મંજિલ પર દોડવા કટિબદ્ધ થયા છીએ.. આ શાળાએ અમારા ગુરુજનોએ અમને એ મંઝિલ પર ચાલવા માટે સક્ષમ બનાવ્યા છે લાયક બનાવ્યા છે અને એટલે જ અમે આજે કહી શકીએ છીએ... કે ડગલા જ અમે એવા માંડીશું... કે ડગલાં જ અમે એવા માંડીશું કે મંઝિલ સામે ચાલીને આવે અને કહે બોલ શું જોઈએ તારે... શું બનવું છે તારે.... આવા લાયક બની અમે આ પ્રકાશ પરિવારનો પ્રકાશ લઇ અમારા જીવનમાં અમારા સમાજમાં અમારા રાષ્ટ્રમાં આ પ્રકાશ નું નામ રોશન કરીશું એવો "જ" કાર સાથે નિર્ધાર કરીએ છીએ.. મોટી મોટી શાળાઓ મોટા મોટા building એસી રૂમ પ્રોજેક્ટર પર ભણવાનું આ બધું સાંભળીએ ત્યારે અમને પણ અજુગતું લાગે પણ અમને તો આ પ્રકાશના પ્રકાશમાં બારીમાંથી એક પવનની લહેર આવે સુરજ જ્યારે ડોકિયું કરે અને ભણવાની જે મજા આવે એ ત્યાં ક્યાં મળે..?? કહેવું તો ઘણું છે પણ સમય મર્યાદા છે એટલે અંતમાં એટલું જ કહીશ...કે.. પ્રકાશનું એક નાનું કિરણ અમે બનીશું... સુરજ નહીં તો એક નાનો દિપક અમે બનીશું... જગત આખાને કદાચ અજવાળી નહીં શકીએ અમે.. પણ એક નાના ઓરડા ને પ્રજ્વલિત જરૂર કરીશું... ફરી એકવાર હું આ પ્રકાશ પરિવારનો હૃદયના ભાવથી શબ્દોના સ્મરણથી દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારું વક્તવ્ય પુરુ કરું છું.. અસ્તુ જય હિન્દ જય ભારત....

વંદન...

ઉઘાડ ઈશ્વર તારા દરવાજા તારા રૂણનો હિસાબ લઈ આવ્યો છું...
સુતા હતા આ દેશના લોકો જાતને ફોડી સૌને જગાડી આવ્યો છું...

જોયા છે રોજ કેટલાય કૂતરા બિલાડા ને મરતા આ આંખોથી...
જાતને સળગાવી અલગારી બનીને, શહીદી વહોરી આવ્યો છું...

વહ્યા છે કેટલાય પુર ને અભિષેક થયો છે આજે ધરતીના ખોળામાં...
રંગો ના રાજા એવા એ રંગથી આજે તિરંગાને રંગી આવ્યો છું...jn

Tuesday, February 19, 2019

વંદન...

🙏🏻🇮🇳સમગ્ર દેશવાસીઓને મારા
કૃતજ્ઞતા પૂર્વક નતમસ્તક વંદન🇮🇳🙏🏻
આજે નવરા બેઠા મનમાં એક વિચાર આવ્યો
અને અચાનક એ વિચારે મને વિચારમાં મૂકી દીધો..
અને હું એ વિચાર માંથી વધુ વિચારવા લાગ્યો...
14 ફેબ્રુઆરીએ જે ઘટના ઘટી એ ઘટનાએ
આખા દેશને દુઃખ માં મૂકી દીધો છે
આપણી લાગણીઓ, આપણો ભાવ,
દેશ અને દેશના રક્ષક પ્રત્યેનો આપણો પ્રેમ
હોવાથી આખો દેશ પોતાની કૃતજ્ઞતા
વ્યક્ત કરવા ગામે ગામ શ્રદ્ધાંજલિ આપે
ભગવાન પાસે એમના કર્મોને આધીન
ગતિ મળે એ માટે પ્રાર્થના કરે અને એમના
પરિવારને એમના સ્વજનોને શક્તિ આપે
એવી પ્રાર્થના આ દેશ નો નાગરિક
કરતો રહ્યો છે....
ખરેખર હૃદયથી એમને વંદન છે પણ
આજે જે વિચારે મને વિચાર માં મુક્યો
એ વિચાર એવો છે કે આપણે બધા ગામેગામ
પોત પોતાના ધંધા પોતાની દુકાનો
પોતપોતાના કામ એક દિવસ માટે આપણે
બધા જ બંધ રાખીએ છીએ આપણા
સૌની ભાવના ને નમસ્કાર છે. કોઈ ની ભાવનાને
ઠેસ વાગે એવું નથી વિચારતો પણ આપણે
સૌએ આપણા ધંધા બંધ રાખ્યા
આપણો વ્યવહાર બંધ રાખ્યો
આપણો વ્યવસાય બંધ રાખ્યો
એની જગ્યાએ આપણે
એક દિવસની કમાણી જે કંઈ પણ છે....
એક રૂપિયાથી લઈને સો, હજાર.. લાખ..
કરોડ... સુધીની જે પણ કંઈ છે એ કમાણી
એ જો આ શહીદોને એમના પરિવારને
અર્પણ કરી હોત તો કેવું..??
સમગ્ર ભારત વર્ષમાં એક વર્ગ એવો
પણ છે કે જે રોજેરોજ કમાય
અને રોજેરોજ એના ઘરનો ચૂલો
પ્રગટાવતો હોય છે... ક્યાંક આપણાથી દેશભક્તિના
ભાવમાં કંઈક છૂટતું તો નથી ને...??
દેશભક્તિ મારા દેખાવમાં હોય એ
સારી વાત છે.. પણ મારી વાણી
મારા વર્તન અને મારા વિચારોમાં
આવે તે 'જગત'ની શ્રેષ્ઠ વાત છે...
યોગ્ય લાગે તો આપ શેર કરી શકો છો..jn
જય હિન્દ જય ભારત..

Sunday, February 17, 2019

પ્રેમ એટલે...

જરુરી નથી કે
તમે જેને ચાહો
એ પણ તમને ચાહે જ..
પ્રેમ તો છે કોઈ એકને
દિલ ફાડીને
મન ભરીને
ચાહવાનો એક
અનન્ય ઉમળકો...Jn

Saturday, February 16, 2019

હે કૃષ્ણ...

હે ક્રિશ્ન સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ સરણ માં આવ્યા છે
એને લીલા તોરણે વધાવો
ને શોર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યા છે
ધન્ય થયું તુજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈને આવ્યા છે.
તારી આંખોને એણે પાવન કરી
હવે હૃદયથી સ્નેહ વરસાવો
કે એને છાતી સરસા લગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમ ના પ્રેમાળ પિતા આવ્યા છે.
હે કૃષ્ણ સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
કે લાડકવાયા આવ્યા છે.

Wednesday, February 13, 2019

Happy Valentine day...

પશ્ચિમી કલ્ચર એટલે વિવિધ ડે નો ઉત્સવ.
છેલ્લા કેટલાય દિવસોથી નવા નવા ડે ની ઉજવણી થાય છે,
અને હજુ પણ કેટલા દિવસ સુધી થશે. નાના હતા ત્યારે રમતા...
પેલી SOLEMAN GRANDI ની એક સરસ વાત યાદ આવે...
સોમવારે જનમ થયો... મંગળવારે મોટો થયો...
બુધવારે બુધ્ધિ આવી... અને આમ જ એક જીવન પૂરું થઈ ગયું.
બસ આ પશ્ચિમી ઉત્સવોનું પણ એવું જ છે.
પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો,
સવારથી સાંજ સુધી રોજે રોજ વિવિધ ડે ની ઉજવણી થાય,
ઘરમા નાનકડા બાળક માટે કંઈક લઈ જઈએ
તરત એ બાળક ખોલી અને દોડતું એના મમ્મી કે પપ્પા પાસે જાય
અને કે પપ્પા એક bite તમે ભરો તો.‌‌..
શું આ મારો રોજેરોજ ચોકલેટ ડે નથી..??
રોજ સવારે એક નવો સંકલ્પ કરી અને
એ જ બાળક કહે કે પપ્પા આજે હું આટલું કરીશ તો
તમારે મારી સાથે આજે રમવું પડશે.. શું આ પ્રોમિસ ડે નથી મારો...??
એ જ નાનું બાળક રોજ સાંજ પડે હું ઘરે જવું
અને દોડતું આવી અને સીધુ મારી ગરદનમાં લટકી જાય..
શું આ hug ડે નથી મારો...??
ઘરના બીજા બાળકો પણ દોડી આવે અને મને મને મને મને...
પણ ઊંચું કરો અને ઉચકતા ની સાથે જ
ગાલ પર ચુંબનોની વણઝાર થઈ જાય..
શું આ KISS ડે નથી મારો...??
થાકેલો થાકેલો ઘરે આવું અને મારી
સાથે બેસી અને રાતે મન ભરીને વાતો કરે,
ઘરની એ લક્ષ્મી ને તરત જ એક જ પળમાં મારો તમામ થાક દૂર થાય..
શું કહીશ આને હું..? રાત પડે ને હાથના તકિયા પર માથું
ઢાળીને સૂઈ જાય..
તો શું રોજેરોજ વેલેન્ટાઈન ડે નથી મારા માટે..??
મારી સંસ્કૃતિ મહાન છે એનું કારણ જ કદાચ આ છે દિને દિને નવં નવં...
નવા નવા ઉત્સવોને મારા જીવનમાં હું રોજ માણતો રહું છું,
તો મારે આવા કાલ્પનિક ડે ઉજવવાની જરૂર ખરી..!!
મારે આવી યાંત્રિક મારા જીવનમાં લાવવાની જરૂર ખરી..!! હશે...
ચાલો આતો મેં મારા વિચારો રજુ કર્યા..
હું પણ આજે તમને સૌને વિશીશ આપું છું.
વ્યસ્ત જીવનમાંથી પણ આજે સૌ કપલ પોત પોતાના પાર્ટનર માટે
એક દિવસ યાદ કરવા તો કાઢે છે, એ પણ મોટી વાત છે...
ચાલો આજના સ્પેશિયલ દિવસની
જગતમાં સૌ મિત્રોને મારી wishes... Happy Valentine day... Jn

Tuesday, February 12, 2019

શું લાવ્યો...

તાવ આવ્યો..
શબ્દો ની ગોળી મેં ગટી લીધી..
વિચારોની સીરીંઝ ભરી લીધી...


ઘા પડ્યો...
શબ્દોનો મલમ ઘુંટી લેપ કરી લીધી...
ભાવ સાથે પ્રેમની પટ્ટી બાંધી લીધી...


થાક લાગ્યો...
ખોળાની લિજ્જત માણી લીધી...
આલિંગન માં અમે સ્ફુર્તિ લીધી...


ઘાયલ થયો...
લજ્જાને આજ ફગાવી દીધી..
*ચુંબનની* પ્રત્યંછા ખેંચી લીધી..


શાયર બન્યો..
બે-ચાર પંક્તિ મેં લખી લીધી..
જગતની વાહવાહી મેળવી લીધી...jn

Tuesday, January 22, 2019

પ્રેમ એટલે...

આંખોથી આંખો મળે
અને તાર વગરનું
એક સગપણ બંધાય..
હ્રદયથી હ્રદય જોડાય
એ અહેસાસ સાથે જ
મનને પાંખો ફૂટે...
અને પછી બન્ને એક
કલ્પનાઓના નગરમાં
ઉડતા જાય ઉડતા જાય ઉડતા જાય....
આવો પ્રેમ માત્ર ફિલ્મોમાં
જ જોવા મળે હો...jn🤩❤🤩

પ્રેમ એટલે...

ચાની કીટલીએ
બેઠા બેઠા
એક ચા નો ઓર્ડર
આપ્યો હોય
અને ચોથા ભાઈબંધની
એન્ટ્રી થતાં જ
એક માંથી
ચાર કટીંગ કરવી
આ એટલે પ્રેમ...jn
જીવતા જીવને પાણી માટે તરસાવે છે..
મર્યા પછી એજ ગંગાજળ પીવડાવે છે...

બુઢાપામાં લાકડી બની ટેકો કોણ આપે છે..?
અરે... મર્યા પછી પણ ખભા બદલાવે છે...jn

સમજણ...

કર્મને બાળે એ બળતણ ક્યાં મળે છે..!.
ખાખમાં માણસ બળીને ક્યાં ભળે છે...

જીવ માંથી શિવ..ને નારાયણ છે નરનો..
કોઈ સ્કુલે આમની સમજણ મળે છે..!..jn

Thursday, January 17, 2019

બે સંસ્કૃતિ ના મુખ્ય તહેવારો...

બે સંસ્કૃતિ ના મુખ્ય તહેવારો
વચ્ચે નો તફાવત જૂઓ
31 ડિસેમ્બર દારુ ની રેલમછેલ
મહેફીલો વગેરે વગેરે ઘણુ બધુ....
અને આપણી દિવાળી
લક્ષ્મીપુજન અન્નકૂટ મીઠાઇ
ની લિજ્જત આતશબાજી વડીલોના
ચરણસ્પર્શ સગાસંબધી જોડે
સ્નેહમીલન એકબીજાનો આદરસત્કાર
હવે વિચારો
31મી ડિસેમ્બર ની ઉજવણી ટાળો
અને ભાવી પેઢી ને વિદેશી સંસ્કૃતિથી
બચાવો જો તમને આ સંદેશ સારો
લાગ્યો હોય તો તેનો પ્રસાર કરો...jn

હે કૃષ્ણ...

करिश्ये वचन‍‌ं तवः નો ટંકાર કરવો છે..
दिने दिने नवं नवं નો રણકાર કરવો છે...

નરસિંહ અને મીરાના ભાવને યાદ કરી..
परसपरमभावयंतं નો સાકાર કરવો છે...

હૈયામાં હામ રાખી, હૃદય માં રામ રાખું છું..
ममैवांशो जीवलोके નો હ'કાર કરવો છે...

હું બની શકું છું, કરી શકું છું ને લડી શકું છું..
उद्धरेदात्मनात्मानं નો જ'કાર કરવો છે...

पांडवानां धनंजयः હવે તો બનવું છે મારે...
नष्टो‌ मोहः કહી જગતનો ઉદ્ધાર કરવો છે...jn

મન થયું છે...

આજ કાગળ ને કલમ લઈ બેસવાનું મન થયું છે..
આજ ફરી કોઈના પ્રેમમાં પડવાનું મન થયું છે...

કેટલાયે અરમાનો અમે દફનાવ્યા હશે.‌‌.
જિંદગીના સિદ્ધાંતોને શાંધવાનું મન થયું છે...

હારેલો-થાકેલો નિરસ બની જીવતો રહેલો..
ઉત્સવના ઉત્સાહ ભરી ફરી નાચવાનું મન થયું છે...

રંગોથી ભરેલી દુનિયાનો બે રંગી હું માણસ..
ગોધૂલીના પાંડુરંગે રંગાવાનું મન થયું છે...

ચાલ તને જ પ્રપોઝ કરી લઉં જગતના નાથ.
આજ ફરી તારા જ પ્રેમમાં પડવાનું મન થયું છે...jn

લઇ જશે...ગઝલ..

કર્મ નું ભાથું હવે તો લઈ જશે..
ચોપડે યમના જે સરભર થઈ જશે...

થાક દુનિયાનો મને ક્યાં લાગશે..!
એક પળમાં સૌ ઉપાડી લઈ જશે...

વાહ વાહી પણ હવે ક્યાં આવશે..!
રામ બોલો ભાઈ રામ જ્યાં ગઇ જશે...

ભાગ સરવાળા ભલા ક્યાં માંડશે..!
વિશ્વ ભાગાકાર સમજાવી જશે...

સાથ આજે કોણ ચાલી આપશે..!
આગિયો થઈ આજ પ્રગટાવી જશે...jn