Sunday, July 31, 2022

જીવન

સાવ કોરું બની રહી ગયું છે માનવ જીવન કોઈ પૂછે કેવું જીવો છો તો તરત જ 

SOLEMAN GRANDI ની વાર્તા યાદ આવે...

સોમવારે જન્મ થયો મંગળવારે મોટો થયો......

શનિવારે માંદો થયો ને

રવિવારે મરી ગયો....

બસ આજ છે આજનું માનવ જીવન.

કોઈ પૂછે શું કરો છો તો તરત જ કહીયે સવારે જાગી આટલું આટલું કર્યું અને રાત્રે સુઈ ગયા...

બીજે દિવસે કોઈ પૂછે તો આપણો જવાબ હોય છે ઉપર મુજબ.....

યાંત્રિકતામાં અટવાઈ ગયો છે માનવ..

ટેકનોલોજી માં તણાઈ ગયો છે માનવ..

ફિયાટ, ફોરેન ફેસબુક, ફેશન ને ફર્નિચરના "ફ" માં ફસાઈ ગયો છે માનવ..

ટ્વીટર ની ટ્વીટ ને વોટ્સએપના વમળમાં ગૂંચવાઈ ગયો છે..

ભ્રાંતવાદમાં ભરખાઈ ગયો છે માનવ..

જગતની જંજાળમાં જગદીશને ભૂલી ગયો છે માનવ...jn


✍️ *જે. એન. પટેલ (જગત)*

Friday, July 29, 2022

છત્રછાયા...

વાત રહી ગઈ છે કહેવાની હવે છત્રછાયા..

હકીકતમાં તો છે સંસારની માત્ર માયા...

રામાયણ મહાભારત ક્યાં છે કૃષ્ણ દર્શન..?

જો હોય તો લાવ ક્યાં એવા પાત્ર આવ્યા..!!

પરબ બાંધતા પણ ક્યાં કોઈ પાણી પીતું..!

ને આજે પરબના પાણી પડીકે લાવ્યા...

યુવાની વેચાય છે માત્ર પડીકા ને પોટલીમાં..

એટલે જ તો બેઠા બેઠા નેતા ફાવ્યા...

જગત બગડ્યું કહેવામાં કોનું શું જાય છે..!

બગડેલાને સુધારે, ક્યાં છે એવી છત્રછાયા..?..jn

જે. એન. પટેલ (જગત)

Wednesday, July 27, 2022

ચાલ પેલે પાર જઈ બેસીએ...

ધુમ્મસને પેલે પાર જઈ ફરી બેસીએ...

તારું મારું નહીં આપણું કરી બેસીએ...

ધરાને આકાશનું મિલન છે ક્ષિતિજ..

સમજણના ભાવ સંગ સરી બેસીએ...

વેદોની વાણી વહી છે એ ભોમમાં..

કૃષ્ણની ગીતાનો સાર ભરી બેસીએ...

રામ થઈ વસયો મારામાં શોધવો ક્યાં..!

કામ કરી હાક મારું જાત ધરી બેસીએ...

ચાલે છે સંઘ સદા જગતનો નાથ..

જાલે એ હાથ, ભવસાગર તરી બેસીએ...jn


જે. એન. પટેલ (જગત)

માણસાઈ...

 અચાનક એક સાંજે એક સ્ટુડીયા માંથી કોલ આવ્યો કે આવતીકાલે તમારી ગઝલનું રેકોર્ડિંગ છે તમારે સવારે ૧૧:૦૦ વાગે સ્ટુડિયો પર આવી જવાનું છે.

હરખના મારે રાત પણ લાંબી લાગી અને ટીવીમાં આવવાનું હોય તો એના આનંદમાં સૂવાનું પણ ક્યાં ગમે..!

સવાર પડી મારા રૂટિન કામ પતાવી અને હું કાર લઇ પવનની સાથે વાતો કરતો કરતો અમદાવાદ જવા નીકળ્યો, રસ્તામાંથી મારા એક મિત્રને પણ સાથે લીધા ને બંને અલકમલકની વાતો કરતાં કરતાં સ્ટુડિયોની ખૂબ નજીક હતા અને અચાનક જ ત્યાં સિગ્નલ બંધ થઈ ગયું અને અમે ઉતાવળિયા સિગ્નલને જોયું ના જોયું કરી આગળ વધ્યા, તરત જ આગળ ૨ પોલીસ કર્મીઓ આવી ગયા મારી કાર સાઇડમાં કરાવી નીચે ઉતરવા કહ્યું ને હું નીચે ઊતર્યો. તરત તેમને મારું લાયસન્સ માગ્યું મેં તેમને લાયસન્સ આપતા કહ્યું કે સાહેબ અમારે થોડી ઉતાવળ હતી અને મારાથી ભૂલ થઈ ગઈ છે અને સિગ્નલ મેં તોડ્યું છે, કાયદેસર જે દંડ હોય તે હું ભરીશ. 

તરત જ તેમણે મને વળતો જવાબ આપ્યો તમે સાચું બોલ્યા છો એટલે જાઓ પણ ફરી ધ્યાન રાખજો, અને તરત જ દુરથી બૂમ આવી ઓ મનજી કાનજી હાજર હો જજ સાહેબની ગાડી આવી રહી છે...jn

જે. એન. પટેલ (જગત)


હનુમાન...

 जीवन जिसका समर्पित है वो है हनुमान।।

दिल उनका चीरे और देखें, बसते हैं श्री राम।।

प्रभु राम की आंखों में खुशी के आंसू देने वाले,

मूर्छित लक्ष्मण जी को जीवन दान देने वाले हैं हनुमान।।

एक छलांग लगाई और पहुंच गए लंका,

पूंछमे जिस की लंका जलाने का जोश है वो है हनुमान।।

गांव गांव जाकर बैठे हैं श्री रामजी से पहले,

हर गांव के द्वारपाल और सबसे पहले वो है हनुमान।।

जगत सारा राम जी को पूजे, बनाए हैं मंदिर,

राम जी से कहे तूं मेरा वह है हनुमान।।

जे एन पटेल (जगत)

Saturday, July 2, 2022

એક સંવાદ...

એક ટ્રેન ને એક સ્ટેશન બન્નેનું સગપણ કેવું..!

બંન્ને રહે આમને સામને તોય બે કિનારા જેવું...

સ્ટેશન કહે હું મોટું ટ્રેન કહે એ માનવું છે ખોટું..

લડવું ઝઘડવું દોડવું ને પાછું મળવું એવું ને એવું...

ટ્રેન કહે બંધન મારું પાટે એટલે નક્કી કરેલું દોડવું..

જાગવું ભાગવું ને વળી બળવું જીવન મારું તેવું...

મારામાંથી તારામાં ને તારામાંથી મારામાં બન્ને પૂરક..

હસતાં રમતાં હરતાં ફરતાં અસ્ખલિત આમ જ વહેવું...

અટકવું ભટકવું ને છટકવું આવું ને આવું જગત મારું...

હસવું મહેકવું ને સુમસાન થઈ ફરી ધબકતા રહેવું...jn

જે. એન. પટેલ (જગત)

સ્મરણ...

કપૂરની જેમ જાત બાળી દીવો પ્રગટાવ્યો છે તમે...

હૃદયનો ઓરડો પ્રકાશ ને સુવાસ થી મહેકાવ્યો છે તમે...

જિંદગીમાં ઈચ્છાઓ જાગી ના ક્યારેય માગી હતી..

આંખોની ભાષાની લાલચથી બહેકાવ્યો છે તમે...

શ્રદ્ધા અમારી આજે પણ અતૂટ અને પૂર્ણ રહી છે...

કાળા હીરાને અંગાર બનાવી ચમકાવ્યો છે તમે...

સ્મરણ માત્રથી તમારા લાગણીઓ ભીંજાય છે જ્યારે..

ત્યારે ત્યારે બંધ હોઠોની ભાષાથી ધમકાવ્યો છે તમે..

જગત ભલે આખેઆખું તમારું જ બનીને રહ્યું છે..

હસતાં રમતાં જીવનને જીવતા અટકાવ્યો છે તમે...jn

જે. એન. પટેલ (જગત)