Saturday, September 25, 2021

સમણાંનું જગત...

 GLF- GUJARAT LITERATURE FESTIVAL 2021

નામ - જે. એન. પટેલ

ઉપનામ - જગત

ગામ રખિયાલ દહેગામ

jn9101@gmail.com

પ્રકાર - પદ્ય કવિતા

શીર્ષક *સમણાંનું જગત* 

તારીખ 24 ઓગસ્ટ 2021

ખુલ્લી આંખોની દુનિયા કેમ કહેશો સાચી છે..?

 *દિવાસ્વપ્નોની* દુનિયાને પણ અમે વાંચી છે...

કલ્પનાઓનું એક આખું નગર ને મહેલ વસે છે...

આંખોમાં તમને લઈ કેટલીએ ઇચ્છાઓ નાચી છે...

સામે આવો ને જોવો છો તોય ક્યાં મલકાવો છો..??

કદાચ એટલે જ ક્યાંક પ્રિતની રીત અમારી કાચી છે..

ઘાંચીના બળદની જેમ નજર ગોળ ગોળ ઘુમે..

લાખ સમજાવું પણ કૂતરાની પૂંછડીની જેમ વાંકી છે...

વળી વળી ફરી ફરી ત્યાં જ આવે જગત અમારું..

નવજાત બાળકની જેમ વિશ્વ અમારું માંચી છે...jn

જે. એન. પટેલ (જગત)

હું બાહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે..🙏🏻✒️🙏🏻

Friday, September 17, 2021

ગરબો...

 

આસોની અજવાળી રાતો આવી......

માડીના ગરબા ને લઈને આવી...


ગોળ ગોળ ગરબાની રમઝટ જામે..

અંબિકા આવી સૌનો હાથ થામે...

ઉત્સવની હર હૈયે હેલી આવી...

માડીના ગરબા ને લઇને આવી...


ચાચરનો ચોક છે આજ આંગણે..

હર હૈયે વંદન આંબાના ધામને...

સોળે શણગાર સજી રમવા આવી..

માડીના ગરબા..ને લઈને આવી..


શક્તિનો યાચક બનીને ઝુમું...

ભક્તિ ના ભાવથી આજે ઘૂમું...

આશિષ લઇ જગત જનની આવી..

ગરબામાં માડીને લઈને આવી...


આસોની અજવાળી રાતો આવી....

માડીના ગરબા ને લઇને આવી...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, September 4, 2021

શિક્ષક દિનની શુભેચ્છાઓ..

જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે તે એટલે શિક્ષક...

કલમના "ક" થી માંડી જીવનની બારાક્ષરી શીખવાડે તે એટલે શિક્ષક...

પરીક્ષાના ભાર થી લઈ પરિશ્રમ નો ડર ભગાડે તે એટલે શિક્ષક...

માત્ર રોટલો મેળવવાનું શિક્ષણ ના આપતા જીવન જીવવાનું શિક્ષણ આપે તે એટલે શિક્ષક...

બાલમંદિરથી લઈ કોલેજ અને ત્યાર બાદ જીવનમાં દરેક ડગલે માર્ગદર્શક બની રહે તે એટલે શિક્ષક...

જીવ જગત અને જગદીશ ની સમજણ સાથે સંબંધ ને સમજાવે તે એટલે શિક્ષક...jn

જે. એન. પટેલ (જગત)