Wednesday, February 20, 2019

વિદાય...

માનનીય આચાર્યશ્રી શિક્ષક ગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો અમે સૌ વિદાય લેવા જઈ રહ્યા છીએ.. ત્યારે આ વિદાય વેળાએ એક વાત કહેવાનું મન થાય... કે ઘડિયાળના દોડતા કાંટાને કોઈ કહી દો કે એ અહીંયા થંભી જાય... નથી જવા દેવી અમારે આ પળોને અમારા જીવનમાંથી.. રોકવો છે આ સમયને અમારે અમારા સ્મરણથી.. ફરી એક વાર અમારે રોજ અમારા ટિફિન બોક્સ માંથી એ નાસ્તાની આપ-લે કરવી છે.. ફરી એકવાર બેલ પડે અને કોણ પહેલું જશે રૂમની બહાર એ પળોને માણવી છે.. ક્યારેક લેસન ન લાવ્યા હોઈએ અને વર્ગ શિક્ષકનો એ મીઠો ઠપકો થાય એ મીઠા ઠપકાને આજ ફરી મારે યાદ કરવો છે... ફરી એકવાર મારે શાળાએ જવું છે... કેટલી યાદો જોડાયેલી છે અમારી આ પ્રકાશના આંગણમાં.. કેટકેટલી ચિચિયારીઓ છુપાયેલી છે આ પ્રકાશના પટાંગણમાં.. આમાંથી કેટલું ભરી શકીશું અમે અમારા સંસ્મરણમાં.. જવાનું મન તો અમને ક્યારેય નહીં થાય આ શાળાને છોડીને આ શાળાના શિક્ષકો ને છોડીને આ શાળાએ કેટલા એ મિત્રો આપ્યા છે.. કેટલી એ જીવનની પહેલી ઓ સુજાવી છે.. અને કેટલાય અનુભવો થી અમારૂ ઘડતર કર્યું છે.. જીવનનું પહેલું ડગલું અમારા માતા-પિતા અને ઘરના સ્વજનો એ ભરાવ્યું છે... પણ જીવનના પાઠ... જીવનનું ગણિત... જીવનના સરવાળા બાદબાકી... એ તો અમને અમારા શિક્ષકો દ્વારા જ મળ્યું છે અને આજે એ ઘડકરને લઈ અમે અમારા જીવનનું એક વિશાળ ડગલું ભરવા માટે અમે અનદેખી મંજિલ પર દોડવા કટિબદ્ધ થયા છીએ.. આ શાળાએ અમારા ગુરુજનોએ અમને એ મંઝિલ પર ચાલવા માટે સક્ષમ બનાવ્યા છે લાયક બનાવ્યા છે અને એટલે જ અમે આજે કહી શકીએ છીએ... કે ડગલા જ અમે એવા માંડીશું... કે ડગલાં જ અમે એવા માંડીશું કે મંઝિલ સામે ચાલીને આવે અને કહે બોલ શું જોઈએ તારે... શું બનવું છે તારે.... આવા લાયક બની અમે આ પ્રકાશ પરિવારનો પ્રકાશ લઇ અમારા જીવનમાં અમારા સમાજમાં અમારા રાષ્ટ્રમાં આ પ્રકાશ નું નામ રોશન કરીશું એવો "જ" કાર સાથે નિર્ધાર કરીએ છીએ.. મોટી મોટી શાળાઓ મોટા મોટા building એસી રૂમ પ્રોજેક્ટર પર ભણવાનું આ બધું સાંભળીએ ત્યારે અમને પણ અજુગતું લાગે પણ અમને તો આ પ્રકાશના પ્રકાશમાં બારીમાંથી એક પવનની લહેર આવે સુરજ જ્યારે ડોકિયું કરે અને ભણવાની જે મજા આવે એ ત્યાં ક્યાં મળે..?? કહેવું તો ઘણું છે પણ સમય મર્યાદા છે એટલે અંતમાં એટલું જ કહીશ...કે.. પ્રકાશનું એક નાનું કિરણ અમે બનીશું... સુરજ નહીં તો એક નાનો દિપક અમે બનીશું... જગત આખાને કદાચ અજવાળી નહીં શકીએ અમે.. પણ એક નાના ઓરડા ને પ્રજ્વલિત જરૂર કરીશું... ફરી એકવાર હું આ પ્રકાશ પરિવારનો હૃદયના ભાવથી શબ્દોના સ્મરણથી દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારું વક્તવ્ય પુરુ કરું છું.. અસ્તુ જય હિન્દ જય ભારત....

વંદન...

ઉઘાડ ઈશ્વર તારા દરવાજા તારા રૂણનો હિસાબ લઈ આવ્યો છું...
સુતા હતા આ દેશના લોકો જાતને ફોડી સૌને જગાડી આવ્યો છું...

જોયા છે રોજ કેટલાય કૂતરા બિલાડા ને મરતા આ આંખોથી...
જાતને સળગાવી અલગારી બનીને, શહીદી વહોરી આવ્યો છું...

વહ્યા છે કેટલાય પુર ને અભિષેક થયો છે આજે ધરતીના ખોળામાં...
રંગો ના રાજા એવા એ રંગથી આજે તિરંગાને રંગી આવ્યો છું...jn

Tuesday, February 19, 2019

વંદન...

🙏🏻🇮🇳સમગ્ર દેશવાસીઓને મારા
કૃતજ્ઞતા પૂર્વક નતમસ્તક વંદન🇮🇳🙏🏻
આજે નવરા બેઠા મનમાં એક વિચાર આવ્યો
અને અચાનક એ વિચારે મને વિચારમાં મૂકી દીધો..
અને હું એ વિચાર માંથી વધુ વિચારવા લાગ્યો...
14 ફેબ્રુઆરીએ જે ઘટના ઘટી એ ઘટનાએ
આખા દેશને દુઃખ માં મૂકી દીધો છે
આપણી લાગણીઓ, આપણો ભાવ,
દેશ અને દેશના રક્ષક પ્રત્યેનો આપણો પ્રેમ
હોવાથી આખો દેશ પોતાની કૃતજ્ઞતા
વ્યક્ત કરવા ગામે ગામ શ્રદ્ધાંજલિ આપે
ભગવાન પાસે એમના કર્મોને આધીન
ગતિ મળે એ માટે પ્રાર્થના કરે અને એમના
પરિવારને એમના સ્વજનોને શક્તિ આપે
એવી પ્રાર્થના આ દેશ નો નાગરિક
કરતો રહ્યો છે....
ખરેખર હૃદયથી એમને વંદન છે પણ
આજે જે વિચારે મને વિચાર માં મુક્યો
એ વિચાર એવો છે કે આપણે બધા ગામેગામ
પોત પોતાના ધંધા પોતાની દુકાનો
પોતપોતાના કામ એક દિવસ માટે આપણે
બધા જ બંધ રાખીએ છીએ આપણા
સૌની ભાવના ને નમસ્કાર છે. કોઈ ની ભાવનાને
ઠેસ વાગે એવું નથી વિચારતો પણ આપણે
સૌએ આપણા ધંધા બંધ રાખ્યા
આપણો વ્યવહાર બંધ રાખ્યો
આપણો વ્યવસાય બંધ રાખ્યો
એની જગ્યાએ આપણે
એક દિવસની કમાણી જે કંઈ પણ છે....
એક રૂપિયાથી લઈને સો, હજાર.. લાખ..
કરોડ... સુધીની જે પણ કંઈ છે એ કમાણી
એ જો આ શહીદોને એમના પરિવારને
અર્પણ કરી હોત તો કેવું..??
સમગ્ર ભારત વર્ષમાં એક વર્ગ એવો
પણ છે કે જે રોજેરોજ કમાય
અને રોજેરોજ એના ઘરનો ચૂલો
પ્રગટાવતો હોય છે... ક્યાંક આપણાથી દેશભક્તિના
ભાવમાં કંઈક છૂટતું તો નથી ને...??
દેશભક્તિ મારા દેખાવમાં હોય એ
સારી વાત છે.. પણ મારી વાણી
મારા વર્તન અને મારા વિચારોમાં
આવે તે 'જગત'ની શ્રેષ્ઠ વાત છે...
યોગ્ય લાગે તો આપ શેર કરી શકો છો..jn
જય હિન્દ જય ભારત..

Sunday, February 17, 2019

પ્રેમ એટલે...

જરુરી નથી કે
તમે જેને ચાહો
એ પણ તમને ચાહે જ..
પ્રેમ તો છે કોઈ એકને
દિલ ફાડીને
મન ભરીને
ચાહવાનો એક
અનન્ય ઉમળકો...Jn

Saturday, February 16, 2019

હે કૃષ્ણ...

હે ક્રિશ્ન સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ સરણ માં આવ્યા છે
એને લીલા તોરણે વધાવો
ને શોર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યા છે
ધન્ય થયું તુજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈને આવ્યા છે.
તારી આંખોને એણે પાવન કરી
હવે હૃદયથી સ્નેહ વરસાવો
કે એને છાતી સરસા લગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમ ના પ્રેમાળ પિતા આવ્યા છે.
હે કૃષ્ણ સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
કે લાડકવાયા આવ્યા છે.

Wednesday, February 13, 2019

Happy Valentine day...

પશ્ચિમી કલ્ચર એટલે વિવિધ ડે નો ઉત્સવ.
છેલ્લા કેટલાય દિવસોથી નવા નવા ડે ની ઉજવણી થાય છે,
અને હજુ પણ કેટલા દિવસ સુધી થશે. નાના હતા ત્યારે રમતા...
પેલી SOLEMAN GRANDI ની એક સરસ વાત યાદ આવે...
સોમવારે જનમ થયો... મંગળવારે મોટો થયો...
બુધવારે બુધ્ધિ આવી... અને આમ જ એક જીવન પૂરું થઈ ગયું.
બસ આ પશ્ચિમી ઉત્સવોનું પણ એવું જ છે.
પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો,
સવારથી સાંજ સુધી રોજે રોજ વિવિધ ડે ની ઉજવણી થાય,
ઘરમા નાનકડા બાળક માટે કંઈક લઈ જઈએ
તરત એ બાળક ખોલી અને દોડતું એના મમ્મી કે પપ્પા પાસે જાય
અને કે પપ્પા એક bite તમે ભરો તો.‌‌..
શું આ મારો રોજેરોજ ચોકલેટ ડે નથી..??
રોજ સવારે એક નવો સંકલ્પ કરી અને
એ જ બાળક કહે કે પપ્પા આજે હું આટલું કરીશ તો
તમારે મારી સાથે આજે રમવું પડશે.. શું આ પ્રોમિસ ડે નથી મારો...??
એ જ નાનું બાળક રોજ સાંજ પડે હું ઘરે જવું
અને દોડતું આવી અને સીધુ મારી ગરદનમાં લટકી જાય..
શું આ hug ડે નથી મારો...??
ઘરના બીજા બાળકો પણ દોડી આવે અને મને મને મને મને...
પણ ઊંચું કરો અને ઉચકતા ની સાથે જ
ગાલ પર ચુંબનોની વણઝાર થઈ જાય..
શું આ KISS ડે નથી મારો...??
થાકેલો થાકેલો ઘરે આવું અને મારી
સાથે બેસી અને રાતે મન ભરીને વાતો કરે,
ઘરની એ લક્ષ્મી ને તરત જ એક જ પળમાં મારો તમામ થાક દૂર થાય..
શું કહીશ આને હું..? રાત પડે ને હાથના તકિયા પર માથું
ઢાળીને સૂઈ જાય..
તો શું રોજેરોજ વેલેન્ટાઈન ડે નથી મારા માટે..??
મારી સંસ્કૃતિ મહાન છે એનું કારણ જ કદાચ આ છે દિને દિને નવં નવં...
નવા નવા ઉત્સવોને મારા જીવનમાં હું રોજ માણતો રહું છું,
તો મારે આવા કાલ્પનિક ડે ઉજવવાની જરૂર ખરી..!!
મારે આવી યાંત્રિક મારા જીવનમાં લાવવાની જરૂર ખરી..!! હશે...
ચાલો આતો મેં મારા વિચારો રજુ કર્યા..
હું પણ આજે તમને સૌને વિશીશ આપું છું.
વ્યસ્ત જીવનમાંથી પણ આજે સૌ કપલ પોત પોતાના પાર્ટનર માટે
એક દિવસ યાદ કરવા તો કાઢે છે, એ પણ મોટી વાત છે...
ચાલો આજના સ્પેશિયલ દિવસની
જગતમાં સૌ મિત્રોને મારી wishes... Happy Valentine day... Jn

Tuesday, February 12, 2019

શું લાવ્યો...

તાવ આવ્યો..
શબ્દો ની ગોળી મેં ગટી લીધી..
વિચારોની સીરીંઝ ભરી લીધી...


ઘા પડ્યો...
શબ્દોનો મલમ ઘુંટી લેપ કરી લીધી...
ભાવ સાથે પ્રેમની પટ્ટી બાંધી લીધી...


થાક લાગ્યો...
ખોળાની લિજ્જત માણી લીધી...
આલિંગન માં અમે સ્ફુર્તિ લીધી...


ઘાયલ થયો...
લજ્જાને આજ ફગાવી દીધી..
*ચુંબનની* પ્રત્યંછા ખેંચી લીધી..


શાયર બન્યો..
બે-ચાર પંક્તિ મેં લખી લીધી..
જગતની વાહવાહી મેળવી લીધી...jn