Wednesday, September 25, 2019

મહેક....

ચાલ ડાઉનલોડ કરી થોડા વરસાદના ફોરા મોકલું છું...
ભીની મીઠી સુવાસને એક પીડીએફ માં સુંઘવા મોકલું છું...

વીજળીના ચમકારાને યૂ ટ્યુબ માં અપડેટ કર્યો છે..
કડાકાને સબ્સ્ક્રાઇબ બેલમાં તને સંભળાવા મોકલું છું...

મોરલાના ગળા બેસી ગયા છે એવા ટહુકાને સ્કેન કર્યા છે..
મુશળધાર વરસાદની સરગમને રીંગટોન બનાવવા મોકલું છું...

ખુલ્લા મોઢે ઝીલેલી વરસાદની બૂંદોને ટ્વીટરમાં ટ્વીટ કરી છે...
વરસાદની હેલીને વોટ્સઅપ ના સ્ટેટસ માં નાવા મોકલું છું...

 સોશિયલ મીડિયાને એક વાર બાજુમાં મૂકીદે ચાલ હવે..
જગદીશના જગતની મોમેંટ ને માણવા મોકલું છું...jn

Sunday, September 22, 2019

"હું" અને હું...

વાત ફૂલોની હતી એટલે કેમ ચલાવી લેત..
જો સુગંધની હોત તો હજુએ પ્રસરાવી લેત...

આપણામાં હું અને તું જેવું ક્યાં કંઈ છે જ..
જો અલગ જેવું કંઈક લાગત તો મનાવી લેત...

જીવન કેરા સિદ્ધાંતો ભણવાની શાળા હોત તો..
લાગણીઓ સાથે નિસ્વાર્થ પ્રેમ ભણાવી લેત...

સૃષ્ટિના રંગોની અમને સમજણ ક્યાં હતી..
નહીં તો પતંગિયાની જેમ જાત રંગાવી લેત...

અંશ બનીને આવું છું હું તારામાં અવતરવા..
જગદીશ બનાવી પૂજે જગત તો વધાવી લેત...jn

Friday, September 20, 2019

ફીલોશોફર...

ગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય...jn
Feb.. 2014

Wednesday, September 18, 2019

ભાગ્ય....


શબ્દો નો પુજારી છું
કોઈએ કવિ કહ્યો જગતમાં
એ સૌભાગ્ય છે મારું...

હજારો યોનીની સફર
પછી માનવ થઇ આવ્યો છું
એ મહાભાગ્ય છે મારું...jn

Tuesday, September 17, 2019

માણસ...

આખા બગીચાના ફૂલો ઉતારીને આવ્યો...
મને એમ કે ઈશ્વર આજે વધાવી લેશે...

ભોગવાદી કીચડે રંગાયેલો હું દાન-પુણ્ય કરું છું...
મને એમ કે ઈશ્વર આજે સજાવી લેશે...

હાથો બની કો'ક નો પરતાલે નાચતો રહ્યો છું હું...
મને એમ કે ઈશ્વર આજે બજાવી લેશે...

ભૂલો કરી છે ભૂતકાળે ચાલ હવે હું સુધારી લઉં...
મને એમ કે ઈશ્વર આજે ચલાવી લેશે...

મુખમાં રામ બગલમાં છરી લઈ ચાલ્યો હું જગતમાં..
મને એમ કે ઈશ્વર આજે બચાવી લેશે...jn

Sunday, September 8, 2019

નજર...

એ આવ્યા ત્યારે
જગત એને જોવામાં
મશગુલ હતું....
અને અમે બસ
અનિમેષ નજરે
નિહાળતા રહ્યા....jn

ચંદ્ર સાથેનો સંવાદ...

તું ભલે ભાગતો ફરે છે
તારા ઘરની કેડી કંડારી રાખી છે...
તું એકલો જ આવજે
ગળકબારી ખુલ્લી રાખી છે..

અંતરની ભિનાશમાં
લાગણીઓથી કડી વાખી છે..
મેં સાંભળ્યું.. મારે કાજે
તે સેજ ને સજાવી રાખી છે...

હારને પચાવવી એ મારા
લોહીમાં વણાઈ ગયેલું છે..
મા ભારતીની કોખમાં જ
હિંમતને પચાવી રાખી છે...

દોરા ધાગામાં તો જાણું છું
તું પણ નથી જ માનતો..
લોકો કહે છે મારા આવવાની
તે કોઈ બાધા બાંધી રાખી છે...

 *જગત* આખું મથે છે
તને શોધવા ને તને પામવા..
અને એક તે મારાજ નામની
માળા જાપવાની રાખી છે....jn

Monday, September 2, 2019

માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...

આજે માતૃભાષા દિવસ.. આજનો દિવસ એટલે માતૃભાષા ને વંદન કરવાનો દિવસ...
આજનો દિવસ એટલે માતૃભાષા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ....
શું કહી શકીએ આપણી માતૃભાષા વિશે..??
આપણી બટુક બુદ્ધિ નાની પડે..
લખવા જઈએ તો કલમ અટકી પડે...
અને વિચારવા જઈએ તો શબ્દો શોધવા પડે...
આપણા કવિઓ કહે છે કે....

શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...

શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...

ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...

વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...

અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...

અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...
આપણી ભારતની ભૂમિમાં તપ જ એવું છે "ક" ને શોધો તો બારાક્ષરી મળે ...
જ્યાં 10  10 અવતારો નાચ્યા હોય એ ભૂમિ ની વાત શબ્દોમાં આપવી શક્ય જ નથી...
ઋષિઓ પણ કહેતા આપણા વેદો પણ કહે છે કે ...
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી... અર્થાત માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે...
કહેવાય છે ને કે માતૃભાષા એ મને મારી લાગે...
અને અંગ્રેજી ભાષા મને સારી લાગે...
મારું આવે ત્યાં પ્રેમ આવે...
વાત્સલ્ય આવે....
 ભાવ આવે...
કૃતજ્ઞતા આવે...
અસ્મિતા આવે...
તેજસ્વી અાવે...
તપસ્વી આવે...
તત્પરતા આવે...
અને સારું લાગે ત્યાં વ્યાપાર આવે...
કિંમત આવે ફાયદો આવે..
વ્યવહાર આવે... અને એટલે જ આપણા સાહિત્યકારો આપણા કવિઓ કહી ગયા છે...
કો
 કે માતાના ધાવણ પછી જો કોઇ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા છે...
અંતમાં એટલું જ કહીશ..
અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે.. ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાતી છે !
અહીં નર્મદાનાં નીર છે  માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે !  યસ, આ ગુજરાતી છે !
અહીં ગરબા-રાસ છે  વળી જ્ઞાનનો ઉજાસ છે  ને સોનેરી પરભાત છે  અલ્યા, આ ગુજરાતી છે !
અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે !   કહો આ ગુજરાતી છે !
અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે   યાર, આ ગુજરાતી છે !
અહીં પર્વોનો પ્રાસ છે  તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે !  દોસ્ત, આ ગુજરાતી છે !
 શ્બ્દોમાં વર્ણવવી એ શક્ય જ નથી મારા ગુજરાતીની ગાથાને...
અસ્તુ... જય જય ગરવી ગુજરાત

Happy anniversary...

शादी के दिन क्या दे आपको।।
बस दिल से दुआ दे आपको।।

साथ रहो आप दोनों हरदम।।
बस दिल से सजा दे आपको।।

सुख-दुख मिलके सहेंगे सब।।
गमको सारे यूं ही भुला देना।।

खुशियां सारी जगत भर की।।
बस दिल से लूटा दे आपको।।..jn