Sunday, October 13, 2019

પ્રેમ એટલે...

લાગણીઓની
લીપી ભાવના
ભવસાગરમાં
ભીની ભીની થઇ
જે અહેસાસોની
આહમાં આવે અને
મન મંદ મંદ મુસ્કાય
તે પાવર એટલે પ્રેમ....jn

Saturday, October 12, 2019

લાગણીઓ...


અમારી ચૂપકીદી પર કેટલાય
લોકોના હજારો સવાલ હતા..
અમે જ જાણતા, અંદરના
તોફાનના ક્યાં જવાબ હતા...

મન પર થયેલા પ્રહારોના
ક્યાં કોઈ ઉઝરડા હતા...
હૃદયના ઘા ને ભરે એવા ક્યાં
કોઈ મલમ ભરનારા હતા...

રોજનો ક્રમ હતો એ બોલતા
અને અમે કાયમ સાંભળતા..
કોણ જાણે આજે પણ એમ જ
હતું છતાં કેમ અબોલા હતા...

મંજીલની ઝંખના ના એમને
કરી ના અમને પહોંચવું હતું..
એક જ રાહે ચાલે જતાં હતા
અલગ રાહ ના મુસાફર હતા...

જાણું છું આજે પણ એ જ
જગતમાં અટવાયેલા છે...
જ્યાં બંધ આંખોમાં જ
એમના સવાલના જવાબ હતા...jn

Wednesday, October 9, 2019

આહાહાહા...

તે મને સાગર કહ્યો...
જાણે કોઈ અઘટિત
ઘટના ઘટી હોય...

તે મને ચંદ્ર કહ્યો...
એ જાણી આકાશને
વેદના થઈ હોય...

તે મને સુરજ કહ્યો...
એ સાંભળી દીપકને
ઈર્ષા આવી હોય...

તે મને સિતારો કહ્યો...
ખરતો જોઈ હજારો એ
મુરાદો માગી હોય....

તે મને વરસાદ કહ્યો...
કલ્પનાઓમાં માનવજાત
આખી ભીંજાણી હોય....

તે મને માણસ કહ્યો...
એ નામ જાણી દેવોના
હૈયે વરાળ જામી હોય...

તે મને જગદીશ કહ્યો..
જાણી જગતના નાથને
ઝપ્પી લેવી હોય....jn

જે એન પટેલ (જગત)

Tuesday, October 1, 2019

સ્વચ્છતા એ જ પ્રભુતા...

જોયું છે ભીતરે એક સુંદર સુઘડ ને સ્વચ્છ ભારત મારી કલ્પનાઓનું...
સપનું છે મારું અને સૌનું રહે મોખરે ભારત એ મારી કલ્પનાઓનું...
સ્વચ્છતા હોય ત્યાં જ વસે છે ઈશ્વર માટે જ કહું સ્વચ્છતા ત્યાં પ્રભુતા....
જડમૂળથી કાઢી ગંદકી ને ચણે શુ સ્વચ્છ ભારતનું ઇમારત મારી કલ્પનાઓનું...

સ્વચ્છતા એ માણસના શરીરનું અંગ છે અને એટલે જ ભગવાન મારી અંદર આવીને બેઠેલો છે અને એનું પ્રમાણ પણ ભગવાન પોતે જ ગીતામાં આપી ગયા છે....
 *સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો*
અર્થાત હું તારા હૃદયમાં વસેલો છું સમગ્ર જગતને ચલાવવા વાળી શકતી જો મારી અંદર આવીને બેઠી હોય તો મારે મારા જીવનમાં તો સ્વચ્છતા લાવવી જોઈએ અને સાથે સાથે મારી વાણી મારા વિચાર અને મારા વર્તનમાં પણ સ્વચ્છતા જોઈએ...

આજે ઘરની અંદર અને ઘરની બહાર તેમજ રસ્તા પર જઈશું કે કોઈપણ જગ્યાએ મુસાફરી કરીએ તું ત્યાં આપણને કચરો જોવા મળે છે ગંદકી જોવા મળે છે અને આ કચરો નજર સામે આવે તો પણ આંખ આડા કાન કરી ચાલતી પકડીએ છીએ..
આજે સરકાર દ્વારા તેમજ જાહેર સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ મોટા મોટા બેનરો આપી ઝુંબેશો ચલાવવામાં આવતી હોય છે પણ એ માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે એનું પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પાલન થતું નથી...
આજે સોશિયલ મીડિયામાં પણ મોટી મોટી વાતો કરી ફોટા પડાવી અને જાહેર સ્થળો ઉપર લગાવી દેવામાં આવે છે અને આમ કરવાથી કંઈ સ્વચ્છતા થઈ નથી જતી એના માટે પ્રત્યેક વ્યક્તિએ જાગૃત થવું પડે પ્રત્યેક વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે અને એટલા માટે જ કદાચ ગાંધીજીએ પોતાના જીવનમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે એમને સ્વચ્છતા ની વાત કરતા પણ એ વાત વાત ન રહેતાં એમના જીવનમાં અનુસરી છે પોતે શરૂઆત કરી છે...
એમનું જીવન પ્રત્યેક માનવ ને સ્વચ્છતાના પ્રતિકરૂપે માર્ગદર્શન પૂરું પાડે છે રસ્તામાં ચાલતાં કચરો નજર સામે આવે તો તરત ઉપાડ્યું છે.. પણ આજે સ્વચ્છતા માત્ર શબ્દોમાં રહી છે આચરણમાં આવી નથી કૃતિમાં આવી નથી અને પરિણામે જ સ્વચ્છતા નું પરિણામ આજે શુન્ય જોવા મળે છે...

શરીરને સ્વચ્છ રાખવા માટે સુગંધિત સાબુ વાપરીએ છીએ ઘરને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ દરેક વ્યક્તિ પોતાના મનને સ્વચ્છ રાખે તો કુટુંબ સ્વચ્છ થશે પરિણામે સમાજ સ્વચ્છ થશે અને એનાથી રાષ્ટ્રની સ્વચ્છતા આપોઆપ થઇ જશે અને આના માટે મારી વાણી મારા વિચારો અને મારા વર્તનમાં સ્વચ્છતા લાવવી પડશે... અને આ કામ પાયાનું આજની શિક્ષણ સંસ્થા પાસેથી મને મળે છે ખરું..?? એનો જવાબ આપણી પાસે નથી કારણ આજનું શિક્ષણ આજીવિકા લક્ષી છે તો જીવનલક્ષી શિક્ષણ ના પાઠ મને કોણ ભણાવશે..?? જીવનલક્ષી શિક્ષણ મને મારી આધ્યાત્મિક સંસ્થાઓ પાસેથી મળે છે માટે મારા જીવનમાં ભક્તિ ની સમજણ આવે તું જ મારી વાણી વિચાર અને વર્તનમાં સ્વચ્છતા દેખાય અને સમજાય કે સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુ વસે છે અને આ સમજણ આવે તો કહેવાય છેને કે દરેક જણ પોતાનું આંગણું સાફ કરી નાખે તો આખું જગત સ્વચ્છ થઈ જાય...
આધ્યાત્મિકતાથી માત્ર નજર સામે નો કચરો નથી જતો પણ મારા અંતર મનમાં રહેલો કચરો પણ દૂર થાય છે અને પરિણામે બીજા તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલાય છે બીજો બીજો ન લાગતા મારો પોતીકો લાગે છે... અને પોતાનો લાગે ત્યારે લઘુતા કે ગુરુતા રહેતી નથી..

અંતમાં એટલું જ લખીશ.... કે
મેલ ભર્યો છે મનના મહેલમાં ત્યાં શરીર સ્વચ્છતા ક્યાં..??
પહેર્યા છે કપડાં જૂઠના નામે ત્યાં વિચારોની સ્વચ્છતા ક્યાં..??
રાખ્યું સ્વચ્છ મન જેણે વસી છે આજે પ્રભુ ત્યાં...
એટલું જ લખું અંતમાં *સ્વચ્છતા છે જ્યાં પ્રભુતા છે ત્યાં*...jn