Monday, February 22, 2021

છું હું....

આદિલની ઓથમાં ઊછળતું સંગીત છું હું...

બેફામની બેફીકરાઈમાં બનતું ગીત છું હું...


મહેખાનાની મદિરા ક્યાં ડોલાવી શકે છે..?

ઘાયલના નશામાં નાચતી  પ્રિત છું હું...


તરૂણના હૈયામાં ભરે છે ખંતથી જે ખુમારી...

મેઘાણીના મુખેથી નીકળતું અમૃત છું હું...


પ્રેમની પરાકાષ્ઠા જાણી વેદના વહાવી છે...

મરીઝના માથે ચડી નાચતી જીત છું હું...


ભરોસો કરી ભવસાગરમાં તરવા પડ્યો છું...

નરસિંહના પ્રભાતે પાંગરતું અંકિત છું હું...


દુનિયાદારીના ઝેર અમે પીધા જાણી જાણી..

મીરાની ભક્તિના ભાવોથી પુલકિત છું હું...


જીવ જગત ને જગદીશનો મર્મ જાણ્યો છે..

જાત સાથે મસ્તીમાં રહેતું ગલિત છું હું...Jn


જે. એન. પટેલ (જગત)