Monday, February 16, 2026

🌹❤️🌹ચાલને....🌹❤️🌹

ચાલ ફરી એકવાર જગતની શેર કરી લઈએ..

મન ભરીને માણેલી પળોને યાદ કરી લઈએ...

સંગીતની અસર સૌ એ મન ભરીને માણી છે...

બંસીના સૂરમાં વનિતાની વાણીને જાણી લઈએ...

પ્રીતિની પ્રીત અલૌકિક છે એમાં શંકા કુશંકા ક્યાં..!

વર્ષાના વ્હાલમાં ભવનો ભવ સાગર તરી લઈએ...

સુરાવલીના સૂરને એક ચેતન જ માગી શકે છે...

વિમલની વાતો જેન્તીના જોશમાં થોડી કરી લઈએ...

રેખા દેખાય કવિતા વંચાય અને ગીતા ગવાય..

ભુપેન્દ્રના ભાવને પ્રિતેશના પ્રેમમાં હરી લઈએ...

દિનેશની ડાયરી ને જીતુની જીત સૌ જાણે જ છે..

હીનાની હળવી ચાલના આનંદે થોડું સરી લઈએ...

રીટાની રફતારનો આનંદ કમલેશ માણે રન્ના સંગ...

તુલસીની માળા હેતલના હેતે પહેરી લઈએ...

અલૌકિક ખજાના ના માલિક કિશોરના કલરવને..

રાજેશ ના રાજમાં પ્રવીણને પીછાણી લઈએ...

સુનિલની સાદગી જીગ્નેશ જોવે ને મીત માણે છે..

અર્ચનાની ખુશીમાં રીન્કુ નો રંગ થોડો ભરી લઈએ...

વિનોદની વાણીમાં પુનમનો ચાંદ ખીલે છે એવો..

ગીતાની ગુંજમાં લીનાના લટકાને તાણી લઈએ...

દ્રષ્ટિ દર્શિકાની ધૂન ગોવિંદ ને ભરતની છવાય છે..

વિવેકની વાતો ભવ્યાની નમ્રતામાં ભરી લઈએ...

ઉર્મિની ઉર્મિ હર્ષનું હાસ્ય ને વસંતનો વાયરો..

ડિમ્પલની સાદગીમાં મનિષાને માણી લઈએ...

મોહનની વાતો લઈને આવે છે ચંદ્રિકા રોજ...

હરસુખના હાસ્યમાં પુરૂષોત્તમને પીછાણી લઈએ...

નરેન્દ્રની આંખો મોનિકાની વાતો ભરે જોશ સૌમાં..

હેનાની હા ને ધરાની વાહ ને થોડી સરખાવી લઈએ...

જગદીશના જગતમાં શબ્દોનો શોર સૌને ગમે છે...

કલ્પનાઓ સાથે થોડી ભાવનાને ભરી લઈએ...jn

જે. એન. પટેલ (જગત)

Friday, November 21, 2025

@@

 જિંદગીની મજા શું છે એ ખબર નથી..!

ચાલવું સૌ ને એ રસ્તે પણ ડગર નથી..

આનંદની ટોચ હરખભેર  માણવી છે..

સરનામું મળી જાય એવું નગર નથી...jn

એક ચહેરો..

 એક ચહેરો એવો જોયો..

મંદ મંદ મુસ્કાતો જોયો

સંગીત ની ધૂન વગાડતો..

મોરલા સાથે નાચતો જોયો

ચહેરા પર એના તેજ એવું..

ને આંખો માં છલકાય...પ્રેમ

સૌને કરતો મંત્રમુગ્થ..એતો

એકવાર જે મળતા એને

બસ પોતાના જ કરી લેતો...

સંસ્કૃતિ ની સુગંધ પ્રસરાવતો

કે.કે.પી.એસ. પરિવાર નો દિલ નો તારો...🙏❤️☺️

@@

 બળીને માણસ ખાખ થઈ કર્મોનું ગણિત ગણી શકે છે..?

ક્લાસ વન બનીને પણ જીવનનું ભણતર ભણી શકે છે..?

*Kkp's સુરાવલી પરિવારનો કલશોર...*

સુરાવલીના સુર વહ્યા છે..

ગામે ગામે ભાળો આજે..

દહેગામની એ દાનેશ્વરી...

રખિયાલની રાજેશ્વરી..

નાગપુરના જણ અલબેલા..

હૈદરાબાદીના હૈયા હેલા..

કલકત્તાની કાલી આવે

સૌને દર્શન દેવા આજે...

કલોલ પણ કલબલતું આવે..

દુબઈના દિલ ધક ધક ચાલે..

ચીખલીના ચટકા જાણી

*નવસારી નવસર્જન માટે..2* 

મુંબઈની મહામાયામાં ચાલી..

નાસિક નાથ વિહોણી નાચે...

અમદાવાદના લટકા હટકે..

અમરાવતીનું અમૃત માગે..

સંગમનેરનો સંગ કરીને..

પુનાના એ પગલા ડોલે...

કોલ્હાપુરનો કલરવ જાણી...

સુરતનો સૂર સાથે બોલે...

કડોદરાનો કલશોર એવો..

મલકાપુર પણ મલકાયું..

વિજાપુરની વાણી મીઠી..

*તલોદના પણ તંબુર વાગે...2* 

મોડાસાનો મૂડ તાણી...

હીંમતનગર ગરબે ઘુમે...

ડેમાઈની અમે ડફલી માણી...

બેંગ્લોર પણ સામે નાચે..

રાજકોટથી રણજણતી એ..

કચ્છથી આવે ધમધમતી...

નડિયાદીની સરગમ વાગે...

સાણંદની ત્યાં વાણી જાગે...

આણંદનો આનંદ લહેરાતો..

ભુજનો માડુ મંદ મલકાતો..

કઠલાલે ઉમંગ છલકાતો...

મહેમદાવાદનો જણ હરખાતો...

ઘેલું થયું જગત એ જાણી..

ગરબાની અમે રંગત માણી..

જાણી જગતનો નાથ ભાગે

*દર્શન દેવા કાજે આજે...2* 

જે. એન. પટેલ (જગત)

Wednesday, August 6, 2025

સુરાવલી... ચલતી..

 રંગોને સંગ લાવ્યો ઉત્સવ ઉમંગ આવ્યો..

દસ દસ વર્ષોના આજ વાયરા ફુંકાયા..

આનંદની ટોચ જાણે વૈભવ વસંત માણે..

એક એક મસ્તક આજ ભાવે ઝુકાયા...

સ્વજનનો સંગ છે સંગીતનો રંગ છે 

સુરાવલીને સાથ હર‌ હૈયે જાણે ઉમંગ છે..

ઉગતો ભાનુ જ જ્યાં ભક્તિનો સૂર ત્યાં..

ગીતાની વાણી રોજ રોજ વહેતી જ્યાં..

કામ‌ કરી હરતાં ફરતાં તોય ગીતોની ધૂનને અમે ગુણગુણતા..

સ્પર્ધાની વાત આવે હૈયે હરખ લાવે મીઠી તકરારે અમે આનંદે સળવળતા...

Wednesday, June 25, 2025

શીખવે છે..

 સમય માણસને ફરતા અને સરતા શીખવે છે..

ડૂબતા માણસને છબછબિયા તરતા શીખવે છે...

અધિરો બની રહી ગયો કાળા માથાનો માનવી.. 

ટીપે ટીપે સરોવર પણ ધીરજ ધરતા શીખવે છે..

જે. એન. પટેલ (જગત)

સમજણ...

 સમજીને ના સમજ બનવું એ ક્યાંય સમજણ છે..?

કહેવું છે ઘણું છતાંય ચૂપ રહેવું કેવી મૂંઝવણ છે..?

સામે હોય તો ઈશારો સમજુ એવું સહજ છે..

શબ્દોનો પુજારી શબ્દ શોધે કેવી પળોજણ છે..?

જે. એન‌. પટેલ (જગત)

Thursday, May 8, 2025

ઝંખના...

શબ્દો ક્યાં મળે છે કે જેને કાપી શકાય...

મિત્રો ક્યાં મળે છે કે જેને વાંચી શકાય...

કહેવામાં શું જાય છે કે પ્રેમ છે મને..

લાગણીઓને ક્યાંથી માપી શકાય...

દેખાડો કર્યા કરે છે કાળા માથાનો માનવ..

રસ્તા શોધે છે જ્યાં સંબંધોને કાપી શકાય...

ઈશારાની પણ ભાષા હોય છે ને..

બધું જ થોડું શબ્દોમાં છાપી શકાય..

જગતની ઝંખના બધા જ સમજે છે ને..

હરતાં ફરતાં આમ સૌને થોડી આપી શકાય...jn

જે. એન‌. પટેલ (જગત)

Tuesday, May 6, 2025

ગમે છે...

તારી સાથે વાતો કરવી રોજ ગમે છે..

જ્યારે જ્યારે તું આંખો સામે રમે છે..

અચાનક લાગણીઓ છલકી જાય છે..

ત્યારે હસતાં હસતાં આંખો જમે છે..

અંતરના ઊંડાણ ક્યારેય મપાતા નથી..

બંધન હોય તો માણસ આપોઆપ નમે છે..

રાહ જોવાની રોજે રોજ આજ સમયે..

ન આવે તોય રોજ રાહ જોવાની ગમે છે..

એક બે ધબકાર ચૂકી જાય છે હૃદય..

તોય જગત એ મીઠી વેદનાને ખમે છે..jn

જે. એન. પટેલ (જગત)