Friday, August 26, 2022

गंगा मैया...

 गंगा मैया गंगा मैया गंगा मैया।।।

तेरी पावनता से जुड़ी मेरी अस्मिता,,

शीतल बुंदों में जुड़ा है जीवन मेरा।।

चलता जाऊं जीवन में बनके खेवैया।।

गंगा मैया गंगा मैया।।


भागीरथी बन के आई करने उद्धार सबका,

बूंद तेरी जिसको छूए हो जाए बेड़ा पार उसका।

जटाधारी बोले सर पर आजा मोरी मैया।।

गंगा मैया गंगा मैया।।

થઈ શકું છું...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક.. થઈ શકું છું...

પ્રકાર.. પદ્ય 


રવિ નથી પણ કોઇના જીવનનું કિરણ થઇ શકું છું..

ખાબોચીયું મટીને પણ તોફાની દરિયો થઇ શકું છું...

દુઃખમાં દુઃખી ને સુખમાં પણ દુઃખી ઘટમાળ છે માનવની..

કીડીને કણ, હાથીને મણ સમજણ સાથે તૃષ્ટ થઈ શકું છું..

સૌંદર્યનું બજાર ચાલી રહ્યું છે આજે ઘર ઘરમાં..

વાણી, વિચાર, વ્યવહાર, ને વર્તનથી તૃપ્ત થઈ શકું છું...

અંતરના ઉજાસની લાલિમા સૌ કોઈ નથી ઝાંખી શકતા.!

પ્રેમ કરીને આજે પણ તારામાં પાગલ થઈ શકું છું...

મેં ક્યારેય કહ્યું આ "જગત"ને કે હું ઇશ્વર છું..??

તુજ કહે છે અવતાર લઇ તારો અંશ થઇ શકું છું....jn


જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

સર્જનહાર....

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક..સર્જનહાર....

પ્રકાર.. પદ્ય 

જીવનની ઘટમાળના સૌંદર્યની લાલિમા કોણ જાણી શકે છે.‌.?

રોજ સવારે નવા ઝોમ સાથે જાગુ કોણ પિછાણી શકે છે..?

ઝરમર ઝરમર વરસતો વરસાદ ને મોરલાના ટહુકા..

સૃષ્ટિના સૌંદર્ય સાથે પ્રભુનો સ્પર્શ કોણ માણી શકે છે..?

ચંદ્રની લાલિમા જોઈ સુરજ ને ક્યાં કોઈ ચાહી શકે છે..!

અવિરત છે ગતિ.. એવી લાલાશને કોણ આણી શકે છે..?

ટૂંકા ગાળાના રસ્તાઓ શોધતો રહે છે આજે માનવ...

જીવન તો છે જીવવા જેવું ગળે ટુપો કોણ તાણી શકે છે..?

આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એ ઈશ્વરની ઘટમાળ છે...

જગદીશ ના જગતની મિલાવટ કોણ જાણી શકે છે...?..jn


જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

હિસાબ..

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક... હિસાબ..

પ્રકાર.. પદ્ય (અછાંદસ)


આજ એ અચાનક આવી ને મને કહેવા લાગી....

આપણા જીવનની ઘટમાળની 

ગણતરીનો હિસાબ 

મારે જોઈએ છે.

બોલ તારી પાસે કાંઈક માગું..?

મેં પણ કહ્યું... હા માગીલે.

એ બોલી મને તારામાં ઘર 

બનાવી રહેવું છે.

મેં પણ કહી દીધું

દિલના દરબારમાં રાજ છે તારું

ગુલામ કે દાસી બનીને નહીં 

પણ બેગમ બનીને આવ...

જાણે છે એ શું બોલી...!!

મારે તો બાદશાહને ગુલામ 

બનાવવો છે,

તારા દિલના દરબારમાં નહીં 

મનના મહેલમાં રહેવું છે,

તારા અંતરના સૌંદર્યને માણવું છે,

તારા શ્વાસોની સેજ પર બેસવું છે,

તારી આંખોની લાલિમાને  મારામાં ભરવી છે,

હૈયાના હિંચકે હિંચવું છે,

તારા હ્રદયની રજાઈમાં સુવું છે,

બસ એ બોલે જતીતી ને મેં પણ 

મારી બાહોને ફેલાવી....

બસ સુનમૂન થઈને મારામાં 

વિંટળાઈ વળી...

હું બસ એટલુંજ બોલ્યો... 

બોલ  મળી ગયો તારો હિસાબ..!!

ને એ ખોવાઈ ગઈ એના જગતમાં...jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

કંચન...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ....જે. એન‌. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક..કંચન...

પ્રકાર.. પદ્ય 


દોર વગર પણ બાંધેલું છે આજે એવું બંધન જોયું..

પરકાજે પોતાની જાત ને ઘસતું એનું જીવન જોયું...

રેલમછેલ બની આજે લક્ષ્મી, જાણે આવી છે હેલી..

સંબંધોની લાલિમા માગતું એક અનેરું માગણ જોયું...

મારું મારું કરતો હરપળ ઘટમાળે રહેતો માનવ..

બીજો એ બીજો ક્યાં..! દૈવી ગુણ ભરેલું આંગણ જોયું...

ભોગી રોગી ને જોગી બનવા બેઠો છે આજે યોગી..

માનવતાની સૌંદર્યની ફોરમ ભરતું એ ચંદન જોયું...

સોના ચાંદી ને રૂપાથી અનમોલ કહું એવું આજે..

ઇશ્વરના આ જ 'જગત'માં નજરોથી મારી કંચન જોયું...Jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

મારામાં હું...

 સાહિત્ય સંગમ ફાઇનલ સ્પર્ધા

*ગ્રુપ નંબર....(૭)*

*વ્હાલપની વેલડીઓ.*

નામ.... જે. એન. પટેલ (જગત)

ગામ... રખિયાલ દહેગામ 

શબ્દ..જીવન, લાલિમા, ઘટમાળ, સૌંદર્ય..

શીર્ષક.. મારામાં હું...

પ્રકાર.. પદ્ય 

આજ ફરીથી 'હું'કારને ભણવો છે..

કેમે કરીને અહંકારને હણવો છે...

ઋષિઓએ આપેલા જીવન રાહે ચાલું..

મારામાં જ એક માનવને જણવો છે...

નિર્ગુણ નિરાકારનું સૌંદર્ય ક્યાં જાણું..!

સગુણ સાકાર બેઠેલાને ગણવો છે..

ચિત્રગુપ્ત લઈ બેઠો હશે ઘટમાળ બધી...

સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે...

જગદીશના જગતની લાલિમા સમજવી છે..

ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે...jn

જે. એન. પટેલ (જગત)

રખિયાલ દહેગામ

ગંગા સ્પર્શ....

રોમ રોમ પુલકિત મારું થયું... 

બુંદ જ્યાં ગંગાનું સ્પર્શી ગયું...

વીણી વીણીને શું વીણીએ હવે..!

આંખોથી હર્ષનું એક આંસુ સર્યું...

જોતા જ આલિંગન જેનું માણ્યું..

જીવન બન્યું છે મારું હર્યું ભર્યું...

મોક્ષની ગતિ એટલી મોંઘી તો નથી..

માં ના ખોળામાં જ્યાં જીવન ધર્યું...

જગતની ઝંખના આનાથી વધુ શું..?

કર્મોનું ગણિત માં ગંગાએ ગણ્યું...jn


જે. એન. પટેલ (જગત)

Sunday, August 21, 2022

પાટીદાર સમાજ..

 પથ્થર ને પાટુ મારી પેદા કરે તે એટલે પાટીદાર..

ટીખળની પરવાના કરે તે એટલે પાટીદાર..

દાતૃત્વવાન એટલે કે દાનમાં હંમેશા આગળ રહે તે એટલે પાટીદાર..

રમતા રમતા જીવનને જાણે અને માણે તે એટલે પાટીદાર...

સમગ્ર વર્ષ દરમિયાન જોવા જઈએ તો શ્રાવણ મહિનો આવે એટલે જાણે આખું વિશ્વ ભક્તિમય બની જાય ભક્તિના ઘોડાપૂર આવે ઠેર ઠેર મંદિરો ઉભરાવા લાગે શિવાલયની અંદર એટલા બધા ફૂલો અને બીલીપત્ર ચઢાવવામાં આવે તે જોઈ લાગે કે શિવજીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હશે તેમ છતાં શ્રાવણ મહિનાના દિવસો એટલા આત્યંતિક પાવિત્ર દિવસો.

શ્રાવણ મહિનાના દિવસો એટલે દાન પુણ્ય કરવાના કરવાના દિવસો..

આપણી સમાજ માટે જોઈએ તો શ્રાવણ મહિનો એટલે દીવાસાથી લઈ સાતમ આઠમ રક્ષાબંધન અને સાથે સાથે વિર પસલી જેવા કેટલાય તહેવારો ધામધૂમથી ઉજવવાના દિવસો..

આપણે નસીબદાર છીએ કે આપણે પાટીદાર કુળમાં કચ્છી સમાજમાં જન્મ લીધો છે.

આપણો કચ્છી સમાજ એટલે દીકરીને લક્ષ્મીની જગ્યાએ પૂજવા વાળો સમાજ... એટલે કે નિહાણીને જગદંબાના સ્વરૂપ ગણી પૂજવા વાળો સમાજ..

ભેટ સોગાત દરેક સમાજ આપતો રહે છે પરંતુ આપણા પાટીદાર સમાજમાં દીકરીને સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રથમ યાદ કરી અને ક્યારેય એને ખાલી હાથે પાછી ના મોકલે પછી ભલેને પરિસ્થિતિ ઘરની ગમે એવી હોય પેટે પાટો બાંધીને પણ દીકરીને આપવું આવો એક સંસ્કાર નિર્માણ કરવાનો સમાજ એટલે આપણો કચ્છી પાટીદાર સમાજ...jn

ઈશ્વર...

આજ સવારથી જ જાણે વાતાવરણમાં કંઈક આહલાદકતા હતી મોરના ટહુકા સંભળાતા હતા સાથે કાગડાના કા...કા....

અચાનક મન વિચારે ચડ્યું શું આ પશુ પક્ષી આમ જોવા જઈએ તો માણસ જાત કરતા કેટલા હોશિયાર..!!

આપણને કંઈ જોઈતું હોય તો આપણે આખે આખા શબ્દો અલગ અલગ રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવો પડે અને પશુ પક્ષીઓ તેના એક જ શબ્દથી અલગ અલગ ભાવને સમજી શકે..

પક્ષી જાત આખી બેઠી હોય અને એક પક્ષી એવો અવાજ કરે કે બધા જ ઉડી જાય અને એવા જ અવાજથી પાછો આખો સમુદાય સાથે મળી અને બેસી જાય.

અચાનક મારી તંદ્ગા તૂટી મારો ફોન વાગ્યો અને સામે છેડેથી કહ્યું કે કાકા ના દીકરાને અચાનક તકલીફ થઈ ગઈ છે અને ઈમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે તેમ છે તરત જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો જ હું તેને ગાડીમાં બેસાડી હોસ્પિટલે પહોંચ્યું હોસ્પિટલે જઈને જોયું તો કોઈ જ રૂમ ખાલી નહીં એક બાજુ ઈમરજન્સી ઊભી થઈ શ્વાસ લેવામાં તકલીફ પડે ઉભો ન રહી શકે આંખો પણ બંધ થઈ જાય આવી ક્રિટિકલ પરિસ્થિતિ નિર્માણ થઈ અને આવા સમયે અચાનક ડોક્ટર મને મળી ગયા અને એમની આંખો મળતા જ મને કે તમે કેમ અહીંયા..?

ઔપચારિક વાતો થયા પછી તાત્કાલિક તેમને આગળની વ્યવસ્થા કરી જગ્યા ન હોવા છતાં પણ ગમે તેમ કરી નાના ભાઈને એક વખત વેન્ટિલેશન પર લઈ લીધો અને ફટાફટ પ્રારંભિક દવા ચાલુ કરી દીધી.

મનમાં કેટલાય સારામાં સારા વિચારોનો દ્વંદ્વ ચાલુ થઈ ગયો હતો ને અચાનક 

ડોક્ટર બહાર આવ્યા અને મને કહ્યું આવો ચાલો કેબિનમાં બેસીએ હું એમની પાછળ પાછળ તેમની કેબિનમાં ગયો અને જેવો દરવાજો ખોલ્યો એવું જ બિલકુલ મારી નજર સામે મોરલી મનોહર માથે *મોર પીંછ શોભતું હતું.* તેમને જોતા જ મારા મનના તરંગો શાંત પડી ગયા.

ડોક્ટર મારા જુના મિત્ર હતા બંને અલક-મલકની વાતો કરતા રહ્યા જૂની યાદોને વાગોળતા રહ્યા અને મારી નજર *મોરપીંછના દર્શનની* સાથે સાથે મુરલી મનોહરને પણ થોડી થોડી વારે જોતી રહી અને મનોમન તેનો આભાર વ્યક્ત કરતી રહી, એને કહેતી રહી તું ક્યારે કયા સ્વરૂપમાં મળી જાય છે એની સમજણ મને આજ પડી ગઈ...jn


જે. એન‌. પટેલ (જગત)

🌲🌲 વૃક્ષ 🌲🌲

કેટલી દબાવશો બીજ જેવી જાત છે અમારી..

દટાઈને બહાર આવવાની ઔકાત છે અમારી...

તોફાનો આવે અને ચાલ્યા જાય તોય અડગ છીએ..

તેજ સૂરજના કિરણ સાથે મુલાકાત છે અમારી...

અપેક્ષાઓ આજે પણ નથી બાંધી કે નથી રાખી..

અપકારીને પણ ઉપકાર કરીએ તેવી નાત છે અમારી..

કાળજાના કટકાને વિખુટા પાડતા પળના વિચારીએ..

નમવું અને ગમવું એવી સદાય આદત છે અમારી...

વસે છે વાસુદેવ હૈયે ને જગત જોવે પણ ખરું..

ખુદને બાળી માનવને મોક્ષ કરે તેવી જાત છે અમારી...jn


જે. એન. પટેલ (જગત)