Monday, April 27, 2020

ગૌરવ... ગઝલ

શબ્દોને પકડીને કેદ કરવાની આણ છે...
ને કવિઓને કરફ્યુના લાગ્યાની જાણ છે...

ઘર ઘરમાં આજે જાણે મૂર્છિત થઇ બેઠા..
કોરોનાના પણ જાણે લાગેલા બાણ છે...

જ્યાં જુઓ ત્યાં રાશનના પેકેટ ભરાય છે..
તો પણ કે'તા રહેતા હમણાં ઘરમાં તાણ છે...

ઘરમાં જ રહેવાનું છે સલામત રહેવું છે..
બાકી તો કિનારે આવીને ડૂબતાં વહાણ છે...

બનવું છે એક મિસાલ જગતમાં મારે પણ..
વિશ્વના માર્ગદર્શક બનવાનીએ આણ છે...jn

Saturday, April 25, 2020

ક્રિકેટ...

આજના યુગમાં આપણે સૌ બાળકો કે માતા-પિતા સતત ભણતરનો ભાર લઇ ફરતા રહ્યા છીએ. તેવા સમયમાં મારું મન કંઈક અલગ જ વિચાર કરી રહ્યું છે. હું એક એવા વિષયને ન્યાય આપવા જઈ રહી છું કે તે વિષય અબાલ-વૃદ્ધ સૌને આનંદ થી નચાવી ઊઠે તેવો છે મારો વિષય છે"ક્રિકેટ"
જ્યારે મેચ રમાતી હોય ત્યારે મોટા મોટા વેપારીઓ પોતાના ઉદ્યોગ-ધંધા પડતા મુકી ક્રિકેટ જોવા તલ્લીન થઈ જાય છે ગ્રાહકો પણ ખરીદી કરવાનું ભૂલી ટીવી પરનું લાઈવ પ્રસારણ જોવામાં મગ્ન થઈ જાય છે. ચોરી ચૂંટી યુવાનોની ભીડ જમા થઈ જાય છે અને ફાઇનલ હોય ત્યારે! ત્યારે તો પૂછવું જ શું ? જાણે ઉત્સવ હોય તેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. ભારત વિજય થાય તો તો દેશભરમાં દિવાળી સર્જાય છે અડધી રાત્રે વિજય ના સમાચાર મળે અને ફટાકડા થી આખું આકાશ નવરંગી બની જાય. એ જ સૌની પ્રિયતા નું પ્રતિક છે આજે બાળકો ટીવી કમ્પ્યુટર મોબાઇલમાં સતત વ્યસ્ત રહે છે. મેદાનની રમતો માં તો કોઈનું ધ્યાન જ નથી તે વિશેનું કોઈની પાસે જ્ઞાન પણ નથી પણ ક્રિકેટ એવી રમત છે કે આજે પણ બાળકો રમવા માટે તત્પર હોય છે. ક્રિકેટ એ મારા જીવન સાથે સંકળાયેલી છે, ક્રિકેટથી મારુ શારીરિક બૌદ્ધિક વિકાસ થાય છે તેની સાથે સાથે મારો આધ્યાત્મિક પણ વિકાસ થાય છે. પણ આપણે ને પાછો પ્રશ્ન ઊભો થાય આધ્યાત્મિક વિકાસ કેવી રીતે ?
આજ દિવસ સુધી આપણે ચોગ્ગા અને છગ્ગા જોયા કોમેન્ટ્રી સાંભળી આનંદ માણ્યો છે પણ ખરેખર ક્રિકેટ મારા જીવન સાથે સંકળાયેલી છે ક્રિકેટમાં 11 ખેલાડી હોય છે તેવી જ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને એક મન એ મળી ૧૧ થાય છે આમ જોતા મારા જીવનમાં પણ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને મન મળીને 11 ખેલાડીઓ છે તે મારા જીવનરૂપી મેદાનમાં સતત રમતા હોય છે ક્રિકેટ રમવા માટે બેટ્સમેનની જરૂર પડે છે તે  બેટ્સમેન એટલે હું પોતે. બેટ્સમેન આઉટ ન થાય તે માટે તેણે સ્ટમ્પથી સાચવવાનું હોય છે આપણા જીવનમાં પણ જ્ઞાન કર્મ અને ભક્તિ રૂપી સ્ટમ્પ છે તેની સાચવવાના હોય છે. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવવું તે જ્ઞાનને સત્કર્મમાં વાપરી મારું કર્મ મહાન બનાવું અને ભક્તિથી મારા જીવનમાં શક્તિ નિર્માણ કરૂ. ક્રિકેટમાં સ્ટમ્પથી સાચવવા માટે બેટ આપવામાં આવે છે બેટ્સમેન બેટ દ્વારા સ્ટમ્પને સાચવે છે તેવી જ રીતે ભગવાને પણ મને બુદ્ધિ રૂપી બેટ આપ્યું છે અને મનરૂપી બોલ આપ્યો છે તેના વડે જ્ઞાન કર્મ અને ભક્તિ રૂપી સ્ટમ્પને હું સાચવી શકુ. ક્રિકેટના મેદાનમાં એમ્પાયર હોય છે તેનો નિર્ણય આખરી હોય છે, એમ્પાયર નો નિર્ણય સૌને માન્ય રાખવો પડે છે, તેની આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી તેવી જ રીતે મારા જીવનના એમ્પાયર પણ ભગવાન છે, મારા જીવનના બધા જ નિર્ણયો તેના હાથમાં છે તેનો નિર્ણય માન્ય રાખ્યા વગર છૂટકો જ નથી. તેની આગળ આપણો કોઈ ગજ વાગે નહીં ક્રિકેટની રમત જોનાર અને રમનાર સૌને આનંદ આપે છે ક્રિકેટની રમતમાં કોમેન્ટ્રી બોલવામાં આવે છે. કોમેન્ટ્રી  બોલવાથી બધાનું ધ્યાન એકાગ્ર થાય છે, જો હું સમજી ને ક્રિકેટ રમું તો શારીરિક વિકાસની સાથે સાથે મારો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને જીવનરૂપી રમતમાં સફળતા મેળવી મારા એમ્પાયર ની હું લાડકી બની શકુ છું
આપણા દેશમાં કેટલાય ખેલાડીઓ ક્રિકેટની રમત થી પોતાના જીવનની સામાન્ય સ્થિતિમાંથી વૈભવશાળી બની ભારતનું નામ રોશન કર્યું છે, કપિલદેવ, મહેન્દ્રસિંહ ધોની જેવા ક્રિકેટરોએ તો આખા વિશ્વમાં નામના ઉભી કરી છે. ક્રિકેટ આર્થિક વિકાસ પણ કરી શકે છે આપણે ક્રિકેટની રમતને માત્રને માત્ર રમત ના સમજતા તેના પર ઊંડાણપૂર્વક વિચારીએ તો મારા જીવનના પ્રત્યેક તબક્કામાં મને મદદગાર થાય છે
શારીરિક વિકાસ કરતી ક્રિકેટ, બૌદ્ધિક વિકાસ કરતી ક્રિકેટ, આધ્યાત્મિક વિકાસ કરતી ક્રિકેટ, મારા જીવન સાથે સંકળાયેલી ક્રિકેટ, સૌના જીવનમાં પ્રેરણા આપતી ક્રિકેટ... *વર્ષા લીંબાણી*

Wednesday, April 22, 2020

ભારત વિર... ગઝલ

જીંદગીનો પણ ભરોસો કયાં રહ્યો છે...
વાયરસ કયાંથી એ કોરોના ખર્યો છે...

ઉંબરે આવી ઉભુ છે મોત કે પછી..
માનવીને  તોડવા  પ્રપંચ  કર્યો  છે...

કોખમાં માઁ ભારતીની ભલભલો પણ..
જાત  આખી સાથ  લાવી  મર્યો છે...

કાંઈ તો છે  તપ કે એના જેવુ  કંઈક..
એટલે જ એ કૃષ્ણ અવતરીને ફર્યો છે...

વેદ ગીતા ઉપનિષદનું  આ જગત  છે...
સોળ વર્ષનો બાળ મોતની સામે ધર્યો છે..jn

Monday, April 20, 2020

કોરનટાઈન... ગઝલ

શહેર આખું લઇ લીધું છે બાનમાં..
ને પછી હું કયાં રહયો છું ભાનમાં...

લાકડીના સોળને જે ઓળખે..
સમજણે કયાં કોઈ સમજે શાનમાં...

રહે છે ફરતો બાપના એ બાગમાં..
ભાઈબંધ જાણે ચડ્યા છે જાનમાં...

માનવી માનવ બનીને ચાલજો..
કૃતજ્ઞી થઇ યાદ કરજો માનમાં...

સુરક્ષિત ઘરમાં રહીશું માણતા..
દોડતા જગતને ભરીશું બાનમાં...jn

Sunday, April 19, 2020

અમૂલ્ય દેહ...

*કોઈ વેદ,પુરાણ,ગીતા,રામાયણ,મહાભારત ન વાંચો તો વાંધો નહિ પણ એકવાર "શરીરશાસ્ર"નો અભ્યાસ કરવો એ વેદ-પુરાણ વાંચ્યા બરાબર જ છે.*

*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*
માનવ શરીર અદ્ભૂત છે

*મજબૂત ફેફસા*
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.

*આવી કોઇ ફેક્ટરી નથી*
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.

*લાખો કિલોમીટર મુસાફરી*
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.

*ધબકારા*
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડ કરતાં વધુ વખત ધબકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.

*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.

*નાકમાં એર કંડિશનર*
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.

*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.

*જબરદસ્ત મિશ્રણ*
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.

*અજબ છીંક*
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે.

*બેક્ટેરિયાનું ગોદામ*
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.

*ઇએનટીનું  વિચિત્ર વિશ્વ*
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.

*દાંતની કાળજી લો*
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.

*મોંમાં ભીનાશ*
માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

*પલક ઝપકતાં*
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.

*નખની કમાલ*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

*દાઢીના વાળ*
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.

*ખોરાકનું ગણિત*
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

*વાળ ખરવાની પરેશાની*
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.

*ડ્રીમ વર્લ્ડ*
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંત ઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.

*ઊંઘનું મહત્વ*
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.

*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશો મા* 🙏😇

માંટે ભગવાન ને દિવસ માં 3વાર અચૂક યાદ (આભાર પ્રગટ કરશો )કરશો સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વખતે

*🙏🌹❤️🌹🙏*

સમયની ગતિ...

કવિની કલમ છે એ કયાં અટકવાનો છે..!
માણસ છે એટલે આમતેમ ભટકવાનો છે...

જીવન જરૂરિયાત છે કેટલીક દુકાન ખૂલે..
એટલે એ વ્યસન વાળાને ખટકવાનો છે...

મફતિયાની એક જમાત આખી ઉભી છે..
વસુકી ગયેલા ઢોરની જેમ ભટકવાનો છે...

પરિવાર સાથે ઘરમાં રહીશું સુરક્ષિત રહીશું..
કોને ખબર *કોરોના* કયાંથી લટકવાનો છે..!

ખડે પગે રહે છે સમાજનો ક્ષુદ્ર વર્ણ નિડર થૈ..
રખડતી ભટકતી બલાને ડંડો પટકવાનો છે...

ચાઇનાના માલમાં કયાં કોઈ બાંહેધરી આપે..
ચલે તો ચાંદ તક.. રાત સુધી ચમકવાનો છે...

કલી કાળને નાથ નાથવા તૈયાર છે જગત..
સમયની ગતિ અવિરત છે કયાં અટકવાનો છે..!.jn

Thursday, April 16, 2020

સુરાવલીનો નાદ...

સુરાવલીના સૂર આજ ગાય છે..
સૌની આશાઓ આજે બંધાય છે..

ભાવ સાથે જે શબ્દોના તાલ છે..
સૌની અનોખી એવી તે ચાલ છે...
આજ આવ્યો સુરાવલીનો નાદ છે..
સૌની આશાઓ આજે બંધાય છે..
સુરાવલી ના સૂર...

છોડી ચાલ્યા છે વાદ ને વિવાદને..
ત્યજી આવ્યા છે આળસ પ્રમાદને..
મેં તો પાડ્યો સુરાવલીનો સાદ છે...
સૌની આશાઓ આજે બંધાય છે..
સુરાવલી ના સૂર...


ભાંગવી છે મારે આજ ભરમાર ને..
ચાલી આવી છે આખી
વણજાર જે..
હૈયે આવી સુરાવલીની યાદ છે...
સૌની આશાઓ આજે બંધાય છે..
સુરાવલી ના સૂર...

મંચ ખુલ્લો છે કોઈ અચકાયના..
હસતાં આનન છે કો'દી મચકાયના..
જગત આપે સુરાવલીની દાદ છે..
સૌની આશાઓ આજે બંધાય છે..
સુરાવલી ના સૂર...jn (jagat)

Saturday, April 11, 2020

જોયા છે....

પાળિયા બનીને પૂજાતા માણસ  જોયા છે..
સૂરજની બદલીને ભરતા ફાનસ જોયા છે...

લોહીના ગુણોની વાતો રહી ગઈ છે હવે..
બાપ સામે દાવો કરતા વારસ જોયા છે...

કળીયુગ આયો કળીયુગ આયો સૌ કોઈ બોલે..
આજેય સુદામા બનીને ફરતા પારસ જોયા છે...

મરી નથી માનવતા હજુ એ ક્યાંક ધબકે છે..
આદિત્ય સામે અમે લડતા આરસ જોયા છે...

જગતને જાણતા, માણતા, ચાહતા ને  સાલસ..
વસુંધરાની કોખમાં રમતા માણસ જોયા છે...jn