Monday, February 17, 2020

શું કહીશ... ગઝલ..

માને તો મનાવી લઉં..
ચાલે તો ચલાવી લઉં..

પોલી છે વાંસ ભલે..
વાગે તો વગાડી લઉં..

ઘેલી   થાઉં   નાદે..
ચાહે તો ગજાવી લઉં..

શબ્દ તણો  પૂજારી...
બોલે તો લખાવી લઉં..

આદત ક્યાં છે સુવાની..
જાગે તો જગાડી લઉં...

આંખોની  છે  ભાષા..
ફાવે તો ફસાવી લઉં...

આવ જગતમાં મારા..
આવે તો સજાવી લઉં...jn

જે. એન. પટેલ (જગત)

Friday, February 14, 2020

Happy Valentine Day...

ચાલ વ્હાલી હવે જરા માની જા તો
હું આજે મારો પ્રપોઝ ડે મનાવી લઉં....
હા જરાક મીઠું મલકાઈ તો તારું
મોઢું મીઠું કરાવી આજે ચોકલેટ ડે
પણ મનાવી લઉં....
અને માની ગયા પછી તું દોડીને
આવી અને મારા ગળામાં ક્યાં સુધી
લટકીરે તો હું હગ ડે ને પણ સાથે
સાથે મનાવી લઉં...
અને હા તારી એ જૂની આદતથી
હું વાકેફ છું, ગળામાં લટક્યા પછી
આખા ચહેરાને ચૂમીને પછી મારી
આંખોમાં આંખ નાખી વાત કરે તો
હું ચુંબન ડે મનાવી લઉં...
ક્યાય સુંધી તું મારામાં રહી ચૂપચાપ
વાતોની વણઝાર ખડકે ને પછી
તું તું ના રહે અને હું હું ના રહું
બોલ તું કહે તો આજે
વેલેન્ટાઈન ડે મનાવી લઉં....
આ બધું મારું કહ્યા પછી તું એક
વિજય હળવા સ્મિત સાથે મને એમ જ
કહીશ કે તારું તો રોજેરોજ
વેલેન્ટાઈન ડે છે જ ને,
રોજ સવારે જાગતાની સાથે જ તને
આલિંગનમાં ભરી ચૂમું છું...
તારા માટે ભાવ થી ભરેલા સ્વાદિષ્ટ
મિસ્ટાન નો આસ્વાદ તને પીરસું છું...
અને રોજ રાત્રે તારા હાથના તકીએ
તારામાં એકાકાર બની પોઢુ‍ં છું તો તારે
આવા ડે ની કોઈ જરૂર ખરી...??
અને પછી બસ તારા જગતમાં
મારી બોલતી ત્યાંથી બંધ...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, February 8, 2020

ગીત ગાવા માટે ની કેટલીક ટ્રીક આજે કહું છું...

સૌથી પહેલી આપણને જે મનગમતું ગીત હોય એ ગાવા માટે પસંદગી પહેલી કરો...

બીજી... આપણી ગાયકીનું માપ એટલે કે સ્કેલ જેટલું ઉપર ગાઈ શકીએ એવા જ ગીતોની પસંદગી કરીએ ગળું ફાડી નાખે અને છતાં મારે ગાવું એવો આગ્રહ ન રાખીએ..

ત્રીજી વાત શક્ય બને ત્યાં સુધી ગીતો ના લીરીક્સ આપણને મુખપાઠ હોય એવા ગીતોની પસંદગી વધારે કરીએ....

ચોથી વાત સતત ગીતોને સાંભળતા રહીએ અને આબેહૂબ એ ગીતના માપની તેમજ ઢાળની કોપી કરીએ જેથી ગાવામાં સરળતા રહે..

પાંચમી વાત અત્યારે youtube ની અંદર કરાઓકે ટ્રેક રેડીમેડ મળે છે તો આપણને મનગમતા ગીતો ડાઉનલોડ કરી શક્ય બને ત્યાં સુધી મ્યુઝિક સાથે ગાવાનો પ્રયત્ન કરીએ જેથી કરી આપણા ગળાનું માપ આપણને સમજાઈ જશે...

છઠ્ઠી વાત સંગીત માટે કહેવાય છે કે *રિયાઝ કરે તે રાજ કરે*...
સોનાના અક્ષરે લખવા જેવી વાત છે સંગીત પ્રેમીઓ માટે...

સાતમી વાત ગીતો ગાવા માં હજુ પણ આપણને ઘણા બધાને સંકોચ થાય છે એ સંકોચ ના રાખતા એક વખત નિજાનંદ માટે ગાવાનો પ્રયત્ન કરો જે રીતે બાથરૂમ સિંગરો મોટા અવાજે ગાતા હોય બસ એમ જ પ્રયત્ન કરો...

આઠમી વાત બંધ આંખોમાં ગીતોને વાગોળતા રહો જેથી કરી કર્ણપ્રિય અને મધુર અવાજ સાથે સાથે આપણા ઢાળમાં પણ ફરક પડશે....

અને સૌથી મહત્વની વાત સંગીત એ સાધના છે આ ભાવ સાથે ગાવાનો પ્રયાસ કરીશું અને ગાંડપણ કહી શકાય એ હદ સુધી તમે લઈ જઈ શકો તો સમજી લેજો કે તમે સંગીત જગતના  ફિલોસોફર બની ગયા.....

જે.એન.પટેલ... (જગત)

Wednesday, February 5, 2020

દિપક પૂજન...



*ભગવાન પાસે દીવો પ્રકટાવાની આદત ન હોય તો આજથી શરુ કરી દો, થાય છે આ અધધ ફાયદા…*

તમે પૂજા તો કરતા હશો. પણ તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો. જો તમને રેગ્યુલર ભગવાન પાસે દીવો પ્રકટાવવાની આદત ન હોય તો આજથી પાડી દો.
તમારી આ આદત તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
*આજે આપણે દીવો પ્રકટાવવાના ફાયદા વિશે જાણીએ.*
 તમને ખબર નહિ હોય, પણ દીવો પ્રકટાવવાથી માત્ર ઘરની શોભા જ નથી વધતી, પરંતુ તમારું સ્વાસ્થય પણ નિરોગ રહે છે.

હિન્દુ પરંપરા અનુસાર, પૂજામાં દીવો પ્રકટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખે રુથી જ્યોતિ પ્રકટાવવામાં આવે છે.
પારંપરિક રીતે માત્ર માટીના જ દીવા પ્રકટાવવામા આવે છે, પંરતુ હવે લોકો પોતાના ઘરમાં ઘાતુના દીવા પણ પ્રકટાવે છે.
દીપક પ્રકટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે, તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે. *પરંતુ તેના ફાયદાના વાત તો સાયન્સમાં પણ કરવામાં આવી છે.*

એર પ્યૂરીફાયરનું કામ કરે છે
જો તમે ઘી કે સરસવના તેલનો દીવો પ્રકટાવ્યો હોય તો *દીવાની જ્યોતથી ઉડતો ધુમાડો ઘર માટે એર પ્યુરીફાયરનું કામ કરે છે.*
ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે.
*સાથે જ દીપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.*
 માનવામાં આવે છે કે, તેલની દીવાની અસર તે ઓલ્યા બાદ અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે.
તો ઘીનો દીવો ઓલ્યા બાદ પણ અંદાજે ચાર કલાક સુધી વાતાવરણને સાત્વિક બનાવી રાખે છે.
*તેનાથી અસ્થમાના દર્દીઓને બહુ જ ફાયદો પહોંચે છે.*

રોગ દૂર કરે છે
દીવો ઘરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. *ખાસ કરીને ત્યારે જ્યારે દીવાની સાથે એક લવિંગ પણ બાળવામાં આવે. તેનાથી અસર બે ગણી થઈ જાય છે. ઘીમાં ચામડીના રોગ દૂર કરવાના તમામ ગુણ છે. આ કારણે માનવામાં આવે છે કે, ઘીનો દીવો પ્રકટાવવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે.* તેના દ્વારા પ્રદૂષણ પણ દૂર થાય છે. *ઘીનો દીવો પ્રકટાવવાનો ફાયદો આખા ઘરને મળે છે.*
પછી ભલે કોઈ વ્યક્તિ પૂજામાં સામેલ થઈ હોય કે નહિ. હકીકતમાં જ્યારે દીવામાં નાખેલું ઘી આગના સંપર્કમાં આવે છે, ત્યારે વાતાવરણને પવિત્ર બનાવે છે.

Monday, February 3, 2020

હું જનોઈ છુ...

હું જનોઈ છુ (યજ્ઞોપવીત) (Janoi/Yagnopavit/Janeau)
યજ્ઞ+ઉપવીત=
યજ્ઞ કરવા લાયક
સોળ સંસ્કારો નું શ્રેષ્ઠ
સંસ્કાર છુ,
ઓળખો છો મને..?
હું ઉપનયન (યજ્ઞોપવીત)
સંસ્કાર છુ.

જનોઈ સિવાય બીજા નામોથી પણ હુ ઓળખાઉ છુ,

ઉપવીત, બ્રહ્મસૂત્ર, મોનિબંધન, વ્રતબંધન પણ કહેવાઉં છુ.

હવે આપને
મારુ ઘડતર કહું છુ.
ચાર આંગળી ઉપર ૯૬ વાર વીંટવાના હોય છે
બાદ મને ત્રણ ગણા કરી
વળ ચઢાવાય છે.
કુલ હું નવ તારની
હોઉં છુ.

પ્રથમ તાર પર
ઓમકાર તો
બીજા તાર પર અગ્નિ,
ત્રીજા તાર પર નાગ,
ચોથા તાર પર સોમ,
પાંચમા તાર પર પિતૃઓ
છઠ્ઠા તાર પર પ્રજાપતિ,
સાતમા તાર પર વાયુ
આઠમા તાર પર
યમ અને
છેલ્લા નવમા તાર પર વિશ્વદેવતાઓ
બિરાજમાન છે.
મને ધારણ કરવાથી શરીર પર નવદેવતાઓ કરે રાજ,
વ્યક્તિને પ્રભુનું સાંનિધ્ય મળે સવાર સાંજ.
મૂળ ત્રણ તાર એ
ગાયત્રી મંત્રનાં ત્રણ ચરણ છે.
ત્રણ નાની ગ્રંથિ એ
ત્રણ આહુતિ છે
અને
એક મોટી ગ્રંથિ એ ‘પ્રણવ” – ઓમકાર છે.
વળી મારા ના છેડાની ગાંઠ ગોત્રમાં થઇ ગયેલા ઋષિઓની સૂચક છે.
હું વેદમાતા ગાયત્રીનું
સ્થૂળ સ્વરૂપ છુ.
આ ત્રણ તાર મારા પ્રતીક છે
બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નુ,
ઉતારે છે બ્રાહ્મણો ના ત્રણ ઋણ
દેવ, ઋષિ ને ઋણ પિતૃ નુ.
મારી ઉપયોગીતા ખાલી
આજ નથી
કિન્તુ વિજ્ઞાન
પણ મને માને છે.
મને ધારણ કરનાર ને હ્ર્દય ની તકલીફ ઠાને છે,
શરીર ના બધાજ અંગો ના રક્તચાપ ને
નિયંત્રિત કરી શકુ છુ.
જમણા કાન પર લગાવો મને કાનની નસ દબાસે બે જેનાથી
આંતરડું તમારું કામ કરશે શ્રેષ્ઠ.

ભૂદેવો,
મારી હાજરી ના અહેસાસ થી જ ખોટુ કામ કરે નહીં
ને મનને રાખું હું કાબુ માં જેથી ભ્રષ્ટાચાર રહે નહીં.
ત્રિગુણ તાર ની શક્તિ મારી રક્ષણ આપે રુગ, યાજુ ને સામ થી.
મને ખાલી ધારણ ના કરો
સમજીલો મારી ભાવના,
હું કઈ ખાલી આઈકાર્ડ નહી
રાખો પવિત્ર મને
એવી એવી મારી ભાવના.
હવે જ્યારે બદલો
મને યાદ રાખજો મારી વાત,
ભૂલતા નહીં મારી ઉપયોગીતા થોડા સ્વાર્થ ને કાજ.
હું છુ જનોઈ હા હું જ છુ જનોઈ
હું ફક્ત ભૂદેવો ની જ નહીં,
હું ફક્ત ચાર વર્ણોની જ નહી
હું ફક્ત હિંદુઓ ની જ નહીં,
હુ સર્વ પવિત્ર જનોની છું...