Thursday, May 2, 2019

લ્યો બોલો...

આ જ એણે કહ્યું કે કાલે
જવાબ આપીશ...
મેં પણ ચાંદામામાને ટોકીને કહ્યું
તારો ઓવરટાઈમ બંધ રાખજે... 
સૂરજદાદા ને કહ્યું
તું જરા જાગવામાં ખટકો રાખજે...jn

પ્રેમ એટલે...

અંધકારમાં
કોઈનો હાથ
હાથમાં ઝાલીને
બંધ આંખે
એની સાથે
ચાલીને મંઝીલ સુધી
પહોંચવાનો
અદમ્ય ઉત્સાહ
સાથે અડગ વિશ્વાસ...jn

God With Me...

ખુશ રહું છું હંમેશા કોઈની સામે દુઃખ મુકવાની આદત નથી મને...
ઈશ્વરની સાથે માણું છું ક્યારેય ઝુકવાની આદત નથી મને...

ઈશ્વર...

ઈશ્વર...

જગતની ચોટલી જે જાલીને બેઠો છે હાથમાં..
એને ક્યાં વળી કોઈ ખટકતું હશે આંખમાં...

કુમારિલની જેમ જાત બાળી હશે આગમાં..
બાહોને ફેલાવી ભરવા બેઠો હશે એને બાથમાં...

કર્મોને ગણી રાખ્યા હશે એને પુણ્ય અને પાપના..
આમજ તો કોઈ નથી પુજાતુ આખી જમાતમાં...

ગાંડો થયો હશે જગદીશ એને કંઈક આપવા..
જે હિંમત રાખી બેઠો હશે, ના કહેવાની મફતમાં...

યાચક બની બેઠી છે કહેવાતી એ માનવજાત...
જાણે જગતનો નાથ કેટલું મૂકવું કોના હાથમાં...jn

પ્રેમ એટલે...

ક્યારેક
બંધ આંખોનું
જગત
ખુલ્લી
આંખો કરતાં
વધુ
સુંદર દેખાવા લાગે...jn

પ્રેમ એટલે...

અંધકારમાં
પણ
જેનો હાથ
ઝાલીને
ચાલવાનું
મન થાય
તે અહેસાસ
એટલે પ્રેમ...jn

ગુજરાતી.. ગુજરાત...

હું ગુજરાતી તું ગુજરાતી તારો મારો સ્વર ગુજરાતી...
તું વાંચે હું લખું ગુજરાતી તારો મારો અક્ષર ગુજરાતી...

વેપારનો રાજા ગુજરાતી બુદ્ધિમા પણ તૈલ ગુજરાતી..
દેશ ને પરદેશ ગુજરાતી દુનિયામાં સૌથી પર ગુજરાતી...

શુટબુટમાં સાફો પહેરે ચૂડીદારમાં શોભે ગુજરાતી..
ધોતી માથે ટોપી પહેરી દુનિયાનો પડકાર ગુજરાતી...

ખમણ ઢોકળા ગાંઠિયા ફાફડા જલેબી ને ખાખરાનો શોખીન..
ચટણીના ચટકા ને ખાણીપીણીની કરતો લહેર ગુજરાતી...

નર્મદ મેઘાણી કાકાસાહેબના સાહિત્યનો કલરવ ગુજરાતી..
શ્યામ કૃષ્ણનો ડંકો ગાંધીનો બંકો ને સરદારનો સુર ગુજરાતી...

સોમનાથે બેઠો ભોળો દ્વારિકાનો નાથ ગુજરાતી..
સાબર ને બનાસના કાંઠા સાથે નર્મદાનું નીર ગુજરાતી...

ગરિમા છે એક અલગ અલાયદી જગતમાં આ ગુજરાતની..
કવિઓની કલમ અટકતી  એવો ભારોભાર ગુજરાતી...jn

જે.‌એન. પટેલ (જગત)