Saturday, October 4, 2014

જીવનું શીવ સાથે મિલન...


એક વખત એક આધેડ વયના યુવાન 
માનવને વિશ્વ નિયંતા મળી ગયો..

કંઇક પળો બન્ને અનિમેષ નજરે 
એકબીજાને બસ જોતાજ રહ્યા..
વિશ્વચાલકે એ માનવની તંદ્રા તોડી,
બસ આમ જોયાજ કરીશ કે 
કાંઈક બોલીશ પણ ખરો..!!

શું બોલું..!! તમને જોયા પછી 
બોલવાના હોશજ ક્યાં છે..??
થોડીક ઔપચારીક વાતો ચાલી 
ને અચાનક જગતાત બોલ્યો....
ખુબ ખુશ છું તારાથી...
ચાલ કાંઇક માગ મારે તને આપવુ જ છે...
માનવ એક સંતોષ કારક સ્મિત સાથે બોલ્યો..
હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને 
અઘોરીના મંદિર સુધીની સફર 
તે જ તો સફળતા પૂર્વક કરાવી છે..

બાળક બની આવ્યો તારા ભરોસે, 
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં 
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય 
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો 
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની 
સાથે સમજણ પણ વધત રહી..
કયારેય ના વિસરાય એવી 
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી 
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની 
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..?? 
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ 
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની 
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા 
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે 
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા 
અંશમા વધુ મૂલ્યવાન બની..
અને માનાર્હ પદની તો શુ કહું તને..!!
જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ તારા આ 
"જગત"ની કોઇ પળો આનાથી 
અનમોલ હોય તો આપ...
સુસ્મિત હળવા એક અવાજમાં
આજ ક્યારેય ના માણેલા આલીંગનમાં
જીવનું શીવ સાથે મિલન થઇ ગયું.....jn

No comments:

Post a Comment