Saturday, February 3, 2018

રામ કે હનુમાન...

રામ કે હનુમાન...

બ્રહ્માંડ માંથી દેવોએ  ફુલો વર્ષાવ્યા હશે..
દોડીને રામે હનુમાનને ગળે લગાવ્યા હશે...

વર્ષોના વિશ્વાસથી રાહ જોતી બેઠી હતી..
શબરીના એંઠા બોરમાં રામ હરખાયા હશે...

પ્રેમની ટોચને પરાકાષ્ઠા નામ અપાયું હતું..
સીતાના વિયોગે બાળકની જેમ રામ રડ્યાં હશે...

સીતાની શોધ લંકાથી લઇ  આવ્યા હતા..
એટલે જ એણે રામને ઋણી રાખ્યા હશે...

બુદ્ધિમાં શ્રેષ્ઠ તોય લાવ્યા હતા દ્રોણગીરી..
એ જાણવા કાજે જ રામ મૂરછાયા હશે...

ચાખડી લઇ રાજ કરતા ભરતને જોઇ..
ભાતૃપ્રેમમાં દોડીને રામ ભિંજાયા હશે...

અંતરને અજવાળી જગતે દિવાળી મનાવી હતી..
આસુરી વ્રૃતિ ને હણી રામ પાછા આવ્યા હશે...

આજે પણ રામ લક્ષ્મણના દ્રષ્ટાંત અપાય છે..
મારા માટે જ રામને વાલ્મીકિએ ચિતર્યા હશે..

રામ નામે પથ્થરોને મેં તરતા જોયાં છે..
એટલે જ જગતમાં અવતાર થૈ પૂજાયા હશે..jn

No comments:

Post a Comment