Wednesday, February 20, 2019

વિદાય...

માનનીય આચાર્યશ્રી શિક્ષક ગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો અમે સૌ વિદાય લેવા જઈ રહ્યા છીએ.. ત્યારે આ વિદાય વેળાએ એક વાત કહેવાનું મન થાય... કે ઘડિયાળના દોડતા કાંટાને કોઈ કહી દો કે એ અહીંયા થંભી જાય... નથી જવા દેવી અમારે આ પળોને અમારા જીવનમાંથી.. રોકવો છે આ સમયને અમારે અમારા સ્મરણથી.. ફરી એક વાર અમારે રોજ અમારા ટિફિન બોક્સ માંથી એ નાસ્તાની આપ-લે કરવી છે.. ફરી એકવાર બેલ પડે અને કોણ પહેલું જશે રૂમની બહાર એ પળોને માણવી છે.. ક્યારેક લેસન ન લાવ્યા હોઈએ અને વર્ગ શિક્ષકનો એ મીઠો ઠપકો થાય એ મીઠા ઠપકાને આજ ફરી મારે યાદ કરવો છે... ફરી એકવાર મારે શાળાએ જવું છે... કેટલી યાદો જોડાયેલી છે અમારી આ પ્રકાશના આંગણમાં.. કેટકેટલી ચિચિયારીઓ છુપાયેલી છે આ પ્રકાશના પટાંગણમાં.. આમાંથી કેટલું ભરી શકીશું અમે અમારા સંસ્મરણમાં.. જવાનું મન તો અમને ક્યારેય નહીં થાય આ શાળાને છોડીને આ શાળાના શિક્ષકો ને છોડીને આ શાળાએ કેટલા એ મિત્રો આપ્યા છે.. કેટલી એ જીવનની પહેલી ઓ સુજાવી છે.. અને કેટલાય અનુભવો થી અમારૂ ઘડતર કર્યું છે.. જીવનનું પહેલું ડગલું અમારા માતા-પિતા અને ઘરના સ્વજનો એ ભરાવ્યું છે... પણ જીવનના પાઠ... જીવનનું ગણિત... જીવનના સરવાળા બાદબાકી... એ તો અમને અમારા શિક્ષકો દ્વારા જ મળ્યું છે અને આજે એ ઘડકરને લઈ અમે અમારા જીવનનું એક વિશાળ ડગલું ભરવા માટે અમે અનદેખી મંજિલ પર દોડવા કટિબદ્ધ થયા છીએ.. આ શાળાએ અમારા ગુરુજનોએ અમને એ મંઝિલ પર ચાલવા માટે સક્ષમ બનાવ્યા છે લાયક બનાવ્યા છે અને એટલે જ અમે આજે કહી શકીએ છીએ... કે ડગલા જ અમે એવા માંડીશું... કે ડગલાં જ અમે એવા માંડીશું કે મંઝિલ સામે ચાલીને આવે અને કહે બોલ શું જોઈએ તારે... શું બનવું છે તારે.... આવા લાયક બની અમે આ પ્રકાશ પરિવારનો પ્રકાશ લઇ અમારા જીવનમાં અમારા સમાજમાં અમારા રાષ્ટ્રમાં આ પ્રકાશ નું નામ રોશન કરીશું એવો "જ" કાર સાથે નિર્ધાર કરીએ છીએ.. મોટી મોટી શાળાઓ મોટા મોટા building એસી રૂમ પ્રોજેક્ટર પર ભણવાનું આ બધું સાંભળીએ ત્યારે અમને પણ અજુગતું લાગે પણ અમને તો આ પ્રકાશના પ્રકાશમાં બારીમાંથી એક પવનની લહેર આવે સુરજ જ્યારે ડોકિયું કરે અને ભણવાની જે મજા આવે એ ત્યાં ક્યાં મળે..?? કહેવું તો ઘણું છે પણ સમય મર્યાદા છે એટલે અંતમાં એટલું જ કહીશ...કે.. પ્રકાશનું એક નાનું કિરણ અમે બનીશું... સુરજ નહીં તો એક નાનો દિપક અમે બનીશું... જગત આખાને કદાચ અજવાળી નહીં શકીએ અમે.. પણ એક નાના ઓરડા ને પ્રજ્વલિત જરૂર કરીશું... ફરી એકવાર હું આ પ્રકાશ પરિવારનો હૃદયના ભાવથી શબ્દોના સ્મરણથી દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારું વક્તવ્ય પુરુ કરું છું.. અસ્તુ જય હિન્દ જય ભારત....

No comments:

Post a Comment