Monday, September 2, 2019

માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...

આજે માતૃભાષા દિવસ.. આજનો દિવસ એટલે માતૃભાષા ને વંદન કરવાનો દિવસ...
આજનો દિવસ એટલે માતૃભાષા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ....
શું કહી શકીએ આપણી માતૃભાષા વિશે..??
આપણી બટુક બુદ્ધિ નાની પડે..
લખવા જઈએ તો કલમ અટકી પડે...
અને વિચારવા જઈએ તો શબ્દો શોધવા પડે...
આપણા કવિઓ કહે છે કે....

શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...

શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...

ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...

વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...

અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...

અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...
આપણી ભારતની ભૂમિમાં તપ જ એવું છે "ક" ને શોધો તો બારાક્ષરી મળે ...
જ્યાં 10  10 અવતારો નાચ્યા હોય એ ભૂમિ ની વાત શબ્દોમાં આપવી શક્ય જ નથી...
ઋષિઓ પણ કહેતા આપણા વેદો પણ કહે છે કે ...
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી... અર્થાત માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે...
કહેવાય છે ને કે માતૃભાષા એ મને મારી લાગે...
અને અંગ્રેજી ભાષા મને સારી લાગે...
મારું આવે ત્યાં પ્રેમ આવે...
વાત્સલ્ય આવે....
 ભાવ આવે...
કૃતજ્ઞતા આવે...
અસ્મિતા આવે...
તેજસ્વી અાવે...
તપસ્વી આવે...
તત્પરતા આવે...
અને સારું લાગે ત્યાં વ્યાપાર આવે...
કિંમત આવે ફાયદો આવે..
વ્યવહાર આવે... અને એટલે જ આપણા સાહિત્યકારો આપણા કવિઓ કહી ગયા છે...
કો
 કે માતાના ધાવણ પછી જો કોઇ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા છે...
અંતમાં એટલું જ કહીશ..
અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે.. ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાતી છે !
અહીં નર્મદાનાં નીર છે  માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે !  યસ, આ ગુજરાતી છે !
અહીં ગરબા-રાસ છે  વળી જ્ઞાનનો ઉજાસ છે  ને સોનેરી પરભાત છે  અલ્યા, આ ગુજરાતી છે !
અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે !   કહો આ ગુજરાતી છે !
અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે   યાર, આ ગુજરાતી છે !
અહીં પર્વોનો પ્રાસ છે  તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે !  દોસ્ત, આ ગુજરાતી છે !
 શ્બ્દોમાં વર્ણવવી એ શક્ય જ નથી મારા ગુજરાતીની ગાથાને...
અસ્તુ... જય જય ગરવી ગુજરાત

No comments:

Post a Comment