Tuesday, April 6, 2021

હું.. હું... હું...

આંસુ છૂપાવી હોઠ પર હાસ્ય રાખું એવો ઊંચો કલાકાર છું...

વણ માગે જ વાતને સમજાવી દઉં તેવો સલાહકાર છું...


ભલભલા મરે છે તમારી ચાલમાં ને ગાલમાં પડતા ખંજન માં.. 

આંખોની ભાષા વાંચું ને  બંધ હોઠે વાત કરું એવો અદાકાર છું...


જાણું છું પ્રેમની મુરત બની બેઠા છો ને કેટલાયની આસ્થાનું કેન્દ્ર..

તમને રોજ મારી સાથે લડવાનું મન થાય એવી મીઠી તકરાર છું...


મિત્રો મોંઘા નથી કારણ એક જ એ અનમોલ બનીને આવ્યા છે...

કોઈકના હૈયે કોઈકના હોઠે તો કોઈકના મનમાં વાગતી થનકાર છું...


મળ્યા પછી કોઈ ભૂલે તો ખરું આ મલકાતાં જગતના જગદીશને...

હું જ અંશ હું જ વંશ હું જ પ્રેમ હું જ તારામાં લડતો પડકાર છે...jn

No comments:

Post a Comment