રંગોને સંગ લાવ્યો ઉત્સવ ઉમંગ આવ્યો..
દસ દસ વર્ષોના આજ વાયરા ફુંકાયા..
આનંદની ટોચ જાણે વૈભવ વસંત માણે..
એક એક મસ્તક આજ ભાવે ઝુકાયા...
સ્વજનનો સંગ છે સંગીતનો રંગ છે
સુરાવલીને સાથ હર હૈયે જાણે ઉમંગ છે..
ઉગતો ભાનુ જ જ્યાં ભક્તિનો સૂર ત્યાં..
ગીતાની વાણી રોજ રોજ વહેતી જ્યાં..
કામ કરી હરતાં ફરતાં તોય ગીતોની ધૂનને અમે ગુણગુણતા..
સ્પર્ધાની વાત આવે હૈયે હરખ લાવે મીઠી તકરારે અમે આનંદે સળવળતા...