Wednesday, May 8, 2024

ચાલ ફરી એકવાર...

ચાલ ફરી એક વાર જગતની શેર કરી લઈએ...

મન ભરીને વીતેલી પળોને યાદ કરી લઈએ...

બંધ આંખોનું જગત આખું વસે છે એક હૈયામાં..

ખુલ્લી આંખે સપનાને હકીકત બનાવી લઈએ..

શૈલેષ આનંદ કરતો પ્રીતિને સંઘે લઈ આવે..

વિમલના વાયરામાં શિલ્પાને સજાવી લઈએ...

બાહુબલી ની દિશા કોણ સમજાવશે કઈ..

જીત આવશે દયાને થોડી હૈયામાં ભરી લઈએ..

વૈશાલીના હીરને કોણ જાણી શકે છે ભલા..

અરવિંદના આનંદને વિજયમાં વણી લઈએ..

અરુણાની આતુરતાનું પણ એક રાજ છે..

કલ્પનાના મનીષને પણ થોડો માણી લઈએ..

ઈશાના ઈશારામાં ઋત્વિની રમતો જોઈ છે..

વર્ષાના જગતને ચાલ હવે પીછાણી લઈએ...jn


જે. એન. પટેલ (જગત)

Sunday, May 5, 2024

વિરહ..

વિરહની વેદના આટલી હસીન હોય છે આજે જાણી છે..

એક એક પળને બસ તમને જોવામાં જ આજે માણી છે...

કલ્પનાઓનું એક આખું નગર વસાવ્યું છે બસ તમે ને હું..

છેક ક્ષિતિજે નજર પહોંચે ત્યાં સુધી ઝાંઝવાનું પાણી છે...

એકાંતમાં મારા બસ તમને જ સાંભળ્યા કરું છું..

વૈકુંઠ વાસી પણ ઉત્સુક છે સાંભળવા એવી વાણી છે...

બેતાબ બની જાઓ છો અને તડપો છો પણ ખરા તમે..

એકલતામાં તમારી હું જ રહું છું એ વાત અમે જાણી છે...

વિરહ રૂદન સુધી નથી પહોંચી શક્યો એવું જગત માને છે..

પડખા બદલ્યા એ જોઈ રાત પણ આખી પછતાણી છે...jn

જે‌. એન. પટેલ (જગત)

Saturday, May 4, 2024

સુનું પડેલું ગામડું...

સુની પડેલી શેરીઓ તને યાદ કરે છે..

સાંકળે કેદ દરવાજા ફરિયાદ કરે છે...

માથે ચડી જગાડતું સૂરજનું કિરણ..

યાદોના વિરહે રોજ તને સાદ કરે છે..

ગામની ભાગોળે ઓલ્યા ખુલ્લા ખળા..

બોરડીના બોર સાથે વીવાદ કરે છે...

ઘરનું તાળું કહેવાતા વડીલોની સંગે..

દિવાલો પણ જો ને વિખવાદ કરે છે..

સુના પડી ગયા છે પનઘટને પનિહારણ..

કાંકરી ચાળાને તારા એ યાદ કરે છે...

વસંતનું યૌવન પુર બહારે ખીલ્યું છે..

યાદોમાં તારી જવાની બરબાદ કરે છે..

તારી ઝંખનાઓ કેટલી છે જગતમાં..

અવાક બનેલું ગામડું તને નાદ કરે છે...jn

જે. એન. પટેલ (જગત)