Thursday, August 20, 2026

લખવો છે...

એ રાતનો એક ખ્વાબ લખવો છે..

મળીને ના મળેલો સાથ લખવો છે...

ચાંદ તારાની સાક્ષી અને સાથે પવન..

કલ્પનાનો મીઠો અહેસાસ લખવો છે...

જિંદગીની કિંમત શું હતી અનમોલ રાતે..!

રોમ રોમ કહે તારે નામ શ્વાસ લખવો છે...

હજુ એ રાત એમ જ સાચવી છે અમે..

કલમને મારી એ આભાસ લખવો છે..

જગતને કોણ જણાવશે અને શું કામ..!

અહેવાલ એનો એમ ખાસ લખવો છે...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, July 18, 2026

મને....

એકાંતનો ચસ્કો લાગી ગયો છે મને..

મારા માંથી કોઈ માગી ગયો છે મને...

સરનામું ક્યાં રહ્યું છે કોઈ પાટીયામાં...

અંતર આત્મા જ ત્યાગી ગયો છે મને..‌.

જીવનનો નીચોડ શબ્દોમાં ક્યાં લખાશે..!

કલમનો જ્યાં ડંખ વાગી ગયો છે મને...

સ્વજનના ટોળા પણ ક્યાં સુધી રહેવાના..!

ફોટોગ્રાફર છે દીવાલે ટાંગી ગયો છે મને..

સમંદરમાં રહીને તરસ્યું જ રહે જગત..

પ્રેમના એક પ્યાલે માંગી ગયો છે મને..jn

જે. એન‌. પટેલ (જગત)

Wednesday, April 8, 2026

💃🏻KKp'S સુરાવલી પરિવાર💃🏻❤️

કવિની કલ્પના પણ અટકે એવી છે સુરાવલી પરિવારની સોગાત..

સૌના દિલમાં રાજ કરવા એવી ક્યાં કોઈની હોય છે ઓકાત...

મન ભરીને માણી છે અને હૈયાની હેલી આંખોમાં વરસાવી છે અમે..

આજે પણ યાદ છે સૌની સાથેની પળે પળની હરેક મુલાકાત...

પ્રેમને કોણ માપી શકે છે અને અમે તો માણી છે એની પરાકાષ્ઠા..

અમને જોઈને કેટલાના હૈયામાં થઈ ગઈ છે કેટલી એ ઉચાપાત...

સંબંધ એક અનેરો બંધાયો ને હૃદયથી હૃદયના તાર જોડાયા..

જરૂર નથી લાગી અમને ક્યારેય કોઈનાથી છુપાવવાની કોઈ વાત..

જગત કોનું છે એ મનેય ખબર નથી પારકું કે પોતાનું કેમ કહું..?

ભવોભવનો સાથ મળ્યો છે મને સંગીતના ડગલામાં સાત...jn

જે.‌ એન‌ પટેલ (જગત)

Monday, February 16, 2026

🌹❤️🌹ચાલને....🌹❤️🌹

ચાલ ફરી એકવાર જગતની શેર કરી લઈએ..

મન ભરીને માણેલી પળોને યાદ કરી લઈએ...

સંગીતની અસર સૌ એ મન ભરીને માણી છે...

બંસીના સૂરમાં વનિતાની વાણીને જાણી લઈએ...

પ્રીતિની પ્રીત અલૌકિક છે એમાં શંકા કુશંકા ક્યાં..!

વર્ષાના વ્હાલમાં ભવનો ભવ સાગર તરી લઈએ...

સુરાવલીના સૂરને એક ચેતન જ માગી શકે છે...

વિમલની વાતો જેન્તીના જોશમાં થોડી કરી લઈએ...

રેખા દેખાય કવિતા વંચાય અને ગીતા ગવાય..

ભુપેન્દ્રના ભાવને પ્રિતેશના પ્રેમમાં હરી લઈએ...

દિનેશની ડાયરી ને જીતુની જીત સૌ જાણે જ છે..

હીનાની હળવી ચાલના આનંદે થોડું સરી લઈએ...

રીટાની રફતારનો આનંદ કમલેશ માણે રન્ના સંગ...

તુલસીની માળા હેતલના હેતે પહેરી લઈએ...

અલૌકિક ખજાના ના માલિક કિશોરના કલરવને..

રાજેશ ના રાજમાં પ્રવીણને પીછાણી લઈએ...

સુનિલની સાદગી જીગ્નેશ જોવે ને મીત માણે છે..

અર્ચનાની ખુશીમાં રીન્કુ નો રંગ થોડો ભરી લઈએ...

વિનોદની વાણીમાં પુનમનો ચાંદ ખીલે છે એવો..

ગીતાની ગુંજમાં લીનાના લટકાને તાણી લઈએ...

દ્રષ્ટિ દર્શિકાની ધૂન ગોવિંદ ને ભરતની છવાય છે..

વિવેકની વાતો ભવ્યાની નમ્રતામાં ભરી લઈએ...

ઉર્મિની ઉર્મિ હર્ષનું હાસ્ય ને વસંતનો વાયરો..

ડિમ્પલની સાદગીમાં મનિષાને માણી લઈએ...

મોહનની વાતો લઈને આવે છે ચંદ્રિકા રોજ...

હરસુખના હાસ્યમાં પુરૂષોત્તમને પીછાણી લઈએ...

નરેન્દ્રની આંખો મોનિકાની વાતો ભરે જોશ સૌમાં..

હેનાની હા ને ધરાની વાહ ને થોડી સરખાવી લઈએ...

જગદીશના જગતમાં શબ્દોનો શોર સૌને ગમે છે...

કલ્પનાઓ સાથે થોડી ભાવનાને ભરી લઈએ...jn

જે. એન. પટેલ (જગત)