Wednesday, March 16, 2016

ભારતની ભોમ...

શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...

વાત શું કરું હવે આ મહેફિલના મેદાને આજે..
મેઘાણી આદિલ બેફામ કોઇ ઓળખીતા નીકળે...

શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...

ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...

વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...

અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...

અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...jn

No comments:

Post a Comment